Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 03:44 PM
સિંહણ મારણ પણ ના કરી શકતી હોય ત્યારે પૂરતો ખોરાક ના મળવાથી સિંહણ બીમાર પડી ગઈ હતી
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં એક લૂલી અને બીમાર સિંહણ હોવાની વનવિભાગને જાણકારી મળી હતી. ત્યારે આ સિંહણને વનવિભાગની રેસ્ક્યૂ ટીમ દ્વારા પકડી હાલ ધારીના આંબરડી ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.સિંહણ મારણ પણ ના કરી શકતી હોય ત્યારે પૂરતો ખોરાક ના મળવાથી સિંહણ બીમાર પડી ગઈ હતી
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ અને બોરાળા રાઉન્ડની બોર્ડર નજીક આવેલા માલકનેશ રેવન્યુ વિસ્તારમાં એક આશરે ચાર વર્ષની સિંહણ પગે લુલી ચાલતી હોય ત્યારે આ સિંહણ મારણ પણ ના કરી શકતી હોય ત્યારે પૂરતો ખોરાક ના મળવાથી સિંહણ બીમાર પડી ગઈ હતી. જ્યારે આ અંગે સ્થાનિક રેસ્ક્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ થતાં તેઓ દ્વારા રેન્જ કચેરીએ જાણ કરવામાં આવી હતી. બાદમાં વનવિભાગના રેસ્ક્યુ ટીમ, મહેશભાઈ સોદારવા અને બોરાળા રાઉન્ડ ઇન ફોરેસ્ટર દીપકભાઈ સોદારવા તેમજ વનવિભાગના વેનેટરી ડોક્ટર વામજા સાહેબની દેખરેખમાં આ સિંહણને રેસ્ક્યુ કરવામાં આવી હતી. હાલ વેટરનરી ડોક્ટરની દેખરેખમાં ધારીના આંબરડી ખાતે સારવાર હેઠળ રાખવામાં આવી હોવાનું વનવિભાગમાંથી જાણવા મળી રહ્યું છે.
માહિતી: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-lioness-rescue-near-malknesh-revenue-area-gujarati-news-5976133-NOR.html
No comments:
Post a Comment