Divyabhaskar.com | Updated - Oct 26, 2018, 03:52 AM
વન વિભાગે માત્ર ઇકો સેન્સેટીવ ઝોનના ગામોનો સમાવેશ કરતા કરાઇ ગોઠવણ
સાસણની સાથે જ 16 ઓકટોબરથી જૂનાગઢમાં પણ સિંહ દર્શન શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપી દીધી હતી પરંતુ બે અધિકારીઓના મનમોટાવના કારણે સિંહ દર્શન શરૂ થઇ શકયા નથી. જોકે હવે સરકાર દ્વારા સિંહ દર્શન વ્હેલી તકે શરૂ થાય તે માટેના આદેશ કરાતા સ્થાનિક વન વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને ગાઇડથી લઇને સિંહ દર્શન માટે જીપ્સી વાનની પસંદગી કરવા સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આ માટે કુલ 41 અરજી આવી હતી જેમાંથી 10 જીપ્સીને પસંદ કરવાની હતી. આ માટે એવો નિયમ કરવામાં આવ્યો હતો કે માત્ર ઇકો સેન્સેટીવ ઝોનમાં સમાવિષ્ટ એવા દોલતપરા, સાબલપુર, ડેરવાણ, બામણગામ, બલીયાવડ,વડાલ, ચોકલી, પાટલા, વિશળ હડમતીયા વગેરે ગામના લોકોએ જ અરજી કરી શકશે. જોકે દરેક ગામમાંથી અરજી ન આવતા કેટલાક લોકોએ આવા ગામના લોકોના નામે માત્ર અરજી કરી છે.
આમ, જીપ્સી ગાડીમાં નામ, એડ્રેસ ઇકો સેન્સેટીવ જોનમાં સમાવિષ્ટ ગામના લોકોનું હશે બાકી ગાડી અન્ય લોકોની હોય તેવી ગોઠવણ થઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જોકે આ બાબતે વન વિભાગ અંધારામાં છે કે પછી બધું જાણવા છતાં લોકોને અંધારામાં રાખવા માંગે છે ω તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે સિંહ દર્શન શરૂ કયારે થાય.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035205-3062904-NOR.html
No comments:
Post a Comment