Saturday, February 13, 2010

ગાયોની ૮૦માંથી પ૦ જાત નામશેષ.

અમદાવાદ, તા.ર૬

ગૌ વંશની મોટા પાયે કતલ શરૃ થઈ જતાં ગાયોની કુલ ૮૦ જાતોમાંથી પ૦ નામશેષ થઈ ગઈ હોવાનો વિશ્વ મંગલ ગૌ ગ્રામ સમિતિએ દાવો કર્યો છે.

આગામી તા.૩૦મીથી વિશ્વ મંગલ ગૌ ગ્રામ યાત્રા શરૃ થઈ રહી છે તે પૂર્વે સમિતિએ જણાવ્યંુ હતું કે, ગાય અને ગામ એકબીજાના પર્યાય છે. દૂધના કુલ ઉત્પાદનના ૪૦ ટકા ગાય દ્વારા મળે છે. ગૌવંશ એ દેશના નાના ખેડૂતોની પુંજી છે. આઝાદી પૂર્વે ભારતમાં ગાયોની કુલ ૮૦ જાતો હતી. પરંતુ કાળક્રમે વસ્તી વધારો થતાં અને કતલખાનાઓની સંખ્યા વધતાં ગાયોની અને તેમના વંશની મોટા પાયે કતલ થવા માંડી. પરિણામે આજે ગાયની માત્ર ૩૦ જાતો બચી છે.

બચેલી જાતોમાં પોંવાર, નાગોરી, નિમારી, કેનકથા, માલવી, ડાંગી, ખીલારી, અમૃતમહલ, ક્રિષ્ના, મલેનાડું ગિડ્ડી, જવારી, હલ્લિકાર, ઓંગોલ, કંગાયમ, અંબ્લાચેરી, બરગૂર, કાસરગોડ, હરિયાણા, થારપરકર, કાંકરેજ, દેઓની, લાલ કંધારી, ગૌળવ, સાહિવાલ, સિંધી, રાઠી, ગીર, ગંગોત્રી, વેચુર અને કેરીઘરનો સમાવેશ થાય છે. સમિતિએ એવી પણ દહેશત વ્યકત કરી હતી કે, જો આવનારા દિવસોમાં ગાયનું મહત્ત્વ નહીં સમજીએ તો બચેલી જાતો ઉપર પણ સંકટ ઊભું થાય તેવી શક્યતાઓ છે.

....તો ૧૪ કરોડ વૃક્ષો કપાતાં બચી શકે

વિશ્વ મંગલ ગૌ ગ્રામ સમિતિના જણાવ્યા મુજબ એક ગાયના ગોબરમાંથી પ્રતિ વર્ષ ૪પ૦૦ લિટર બાયોગેસ મળે છે. જો દેશના બધા જ ગૌવંશના ગોબરનો બાયોગેસ માટે ઉપયોગ કરવામાં આવે તો અત્યારે બળતણ તરીકે વપરાતાં ૬.૮૦ કરોડ લાખ ટન લાકડાંની બચત થઈ શકે છે. તેનાથી ૧૪ કરોડ વૃક્ષો કપાતાં બચી શકે છે. સમિતિના જણાવ્યા મુજબ ગૌમાતા મનુષ્યને તમામ રીતે ઉપયોગી છે.

ગાયના છાણમાં એન્ટિ રેડિયોએક્ટિવ-એન્ટિ થર્મલ ગુણ છે

ગાયનું છાણ સોનાની ખાણ છે. ગાયના ગોબર અને માટીના મિશ્રણથી ઘરમાં કરેલું લીંપણ એન્ટિસેપ્ટિકનું કાર્ય કરે છે. કીડી-મંકોડા, માખી-મચ્છર અને સરીસૃપો દૂર રહે છે. ગાયનું છાણ પ્લેગ નિવારક છે. ગાયના ઘીની આહુતિથી ઉત્પન્ન થતી ગંધથી પ્રદૂષણ અને અણુ વિકિરણ દૂર થાય છે. તેના દ્વારા ઓઝોન વાયુના પડમાં થતી ક્ષતિ પરિપૂર્ણ થાય છે. ગૌ મૂત્ર વાતાવરણને શુદ્ધ કરીને જમીનની ફળદ્રુપતા વધારે છે. દેશી ગાય પોતાના ઉચ્છ્વાસમાં ઓકિસજન છોડે છે. ગાયના છાણાને સળગાવવાથી તે ક્ષેત્રનું તાપમાન એક ચોક્કસ સીમાથી કયારેય ઉપર જતું નથી. આમ, ગાયનું ગોબર અને ગૌમૂત્રના પણ અનેક ફાયદા છે.

પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિથી ઘણો ફાયદો થાય છે

સમિતિના જણાવ્યા મુજબ પંચગવ્ય એટલે ગોબર, ગૌમૂત્ર, દહીં, ઘી અને દૂધ છે. આના પર આધારિત ચિકિત્સા પદ્ધતિને પંચગવ્ય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ કહે છે. ગૌમૂત્રનો એન્ટિબાયોટિક સાથે ઉપયોગ કરવાથી સૂક્ષ્મજીવીઓમાં તેના પ્રતિ પ્રતિરોધાત્મકતાનો વિકાસ થયો નથી. ગૌમૂત્રનો અર્ક ફલૂ, સંધિવા, પિત્ત, કફ, વાયરસ તથા બેકટેરિયાના કારણે કોશિકાઓના વિભાજનના દરને રોકે છે. તે રાસાયણિક કુપ્રભાવ, અપચો, સોજો, લેપ્રસી, હિપેટાઈટીસ, સિરોસિસ, કિડની, તથા સ્તનનું કેન્સર, ગેસ્ટ્રિક, અલ્સર, સ્ટ્રેસ, હૃદયરોગ, અસ્થમામાં ખૂબ અસરકારક છે.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=117033

No comments: