Saturday, February 13, 2010

ગીર જંગલમાં સિંહ સલામત સ્થળે ધામા નાખે છે.

Jitendra Mandaviya, Talala
Thursday, August 06, 2009 02:44 [IST]
Bookmark and Share

સગર્ભા તથા બચ્ચાંવાળી સિંહણો અન્ય પ્રાણીઓથી બરચાંને બચાવવા જંગલના સરહદી ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી જાય છે

ગીર પંથક ઉપર મેઘરાજા મહેરબાન બની મુશળધાર વરસી રહ્યાં હોય સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. ગીરનાં જંગલમાં ભારે મેઘતાંડવથી નદી-નાળા અને વોકળાઓમાં પુરની સ્થિતિ બની જાય જંગલનાં નીચાણવાળા ભાગોમાં પાણી જંગલમાં ફરી વળતા ઘસમસતા પાણીથી જીવ બચાવવા જંગલમાં વિહરતા વન્ય પ્રાણીઓ ઉચાણવાળા પ્રદેશમાં સલામત સ્થળોએ ચાલ્યા જાય છે.

ગીરનાં જંગલમાં મુખ્યત્વે સપાટ મેદાન કરતા ટેકરા અને ડુંગરા વાળો પથરાળ વિસ્તાર વધુ હોય ‘સિંહો’ સહિતનાં માંસાહારી અને તણભક્ષી પ્રાણીઓ ઉચાણવાળા વિસ્તારોમાં પડાવ નાંખે છે. સગ્રર્ભા માદા અને બરચાવાળી ‘સિંહણો’ અન્ય વન્ય પ્રાણીથી બચ્ચાઓને બચાવવા અને સલામત ઉછેર કરવા જંગલ નજીકનાં પી.એફ.વિસ્તારોનાં ઉચાણવાળા ભાગે અને વાડી આંબાના બગીચાઓમાં ધામા નાંખે છે.

ગીર જંગલમાં ભારે વરસાદ થાય ત્યારે જંગલમાં વસવાટ કરતા માંસાહારી અને તૃણભક્ષી પ્રાણીઓ પણ મેઘપ્રકોપથી જીવ બચાવવા જંગલનાં ટેકરા અને ડુંગરા વાળા ઉચા વિસ્તારોમાં ચાલ્યા જાય છે.

ગાઢ જંગલનાં નીચાણવાળા ભાગો નદી અને વોકળાનાં કાંઠા વિસ્તારોમાં પડયા પાથર્યા રહેતા સિંહો વરસાદનાં તાંડવ અને પુરથી બચવા જગ્યા ફેરવતા હોય છે. નીંચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ રહેતા થતા કાદવ-કીચડ અને મરછરો, જંગલીકીડા અને જીવજંતુઓનો ભારે ઉપદ્રવ થવા લાગતા વન્ય પ્રાણીઓ નીંચાણવાળા ગાઢ ભાગ છોડી ઉચાણવાળા વિસ્તારોમાં ખુલ્લી હવા મળે તેવા સલામત સ્થળોએ પડાવ નાંખે છે.

સગર્ભા સિંહણો અને બરચાવાળી માદા સિંહણો બરચાઓને અન્ય પ્રાણીઓથી બચાવવા અને સલામત ઉછેર કરવા જંગલની નજીકના પી.એફ.વિસ્તાર અને રેવન્યુ વિસ્તારનાં પડતર ભાગોમાં ધામા નાંખે છે. ઘણીવાર સિંહણો બોર્ડર નજીકનાં ગ્રામ્ય વિસ્તારોની વાડીઓ અને આંબાનાં બગીચામાં સલામત આશ્રયસ્થાન બનાવે છે.

ગીર નેશનલ પાર્કનાં આરક્ષીત જંગલમાં કમલેશ્વર ડેમ (હીરણ-૧)ની આસપાસનો વિસ્તાર ઉંચો અને ટેકરાવાળો હોય સિંહો મોટા ભાગે તે વિસ્તારમાં ચાલ્યા જાય છે. સાસણ રેન્જમાં ડેમનાં પાળાનો ભાગ, ઈટવાધાર, વાંસાઢોળ, આંબલાની હીલ, કાસીયાનો વિસ્તાર ઉચાણવાળા છે છોડવડી રેન્જમાં ચાસાનો ડુંગરાળ વિસ્તાર મુખ્ય છે. તાલાલા રેન્જમાં જેપુર-ધણેજ ગામની પાછળની હીલ હડમતીયા (ગીર)નો પાછળનો કોરબા વિસ્તાર મુખ્ય છે. બાબરા વીડીમાં વિહરતા સિંહો જલંધર અને દેવગામ પાસેનાં ઉચાણ વાળા જંગલ તરફ આ સમય દરમિયાન વધુ હોય છે.

આંકોલવાડી રેન્જમાં શીરવાણ ગામ પછી જંગલમાં આવેલા દેવા ડુંગર વિસ્તાર ઉંચો અને મોટો હોય વન્ય પ્રાણીઓ ત્યાં પણ આશ્રયસ્થાન જમાવે છે. જામવાળા રેન્જમાં લીલા પાણીનો નદીકાંઠાનો ઉચો વિસ્તાર પણ વન્ય પ્રાણીઓ માટે સલામત ગણાય છે.

સિંહો ખલેલ ન પડે તેવું આશ્રયસ્થાન શોધે છે.

ચોમાસાની ઋતુ સિંહ પ્રજાતિ માટે મેટીંગ પીરીયડનો ઉત્તમ સમયગાળો હોવાથી આ સમયમાં ખલેલ ન પડે એ માટે સિંહો સલામત આશ્રયસ્થાન શોધે છે. હાલ ગીર જંગલમાં વનરાજોનું વેકેશન ચાલતુ હોવાથી લોકો માટે જંગલમાં પ્રેવશ બંધી હોવાથી પ્રાણીઓ ખેલલ વગર જંગલમાં મુકતપણે વિચરણ કરી ઉચાણવાળા વિસ્તારો તરફ આશ્રયસ્થાન બનાવે છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/08/06/0908060244_gir_fortest.html

No comments: