Saturday, February 13, 2010

સિંહ માટે મઘ્યપ્રદેશની વડાપ્રધાન સમક્ષ રજૂઆત.

Sachin Dev, New Delhi
Wednesday, August 19, 2009 01:13 [IST]

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગીર અભયારણ્યના એશિયાઈ સિંહને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાવી રહ્યા છે. કદાચ એટલે જ મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહની અનેક રજૂઆતો છતાં તેઓ મઘ્યપ્રદેશને સિંહ આપવા તૈયાર ન થતાં છેવટે શિવરાજસિંહે આ મુદ્દો વડાપ્રધાન સમક્ષ મૂકી આ મામલે હસ્તક્ષેપ કરવા માગણી કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વનમંત્રી રાજેન્દ્ર શુક્લએ સોમવારે નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે ગીરના સિંહ આપવા અનુરોધ કર્યો હતો. જોકે મોદીએ આ બાબતને સ્થાનિક લોકોનો ભાવનાત્મક મુદ્દો ગણાવી સિંહ આપવાની ના પાડી દીધી હતી.

મંગળવારે વડાપ્રધાનની અઘ્યક્ષતામાં રાજયોના પર્યાવરણ અને વનમંત્રીઓના સંમેલનમાં મઘ્યપ્રદેશે ગીરના સિંહ મુદ્દો ઉઠાવી વડાપ્રધાનના હસ્તક્ષેપની માગણી કરી હતી.

સિંહોના સ્વાગત માટે કૂનો અભયારણ્ય તૈયાર છે

ગીરના સિંહોને મઘ્યપ્રદેશના કૂનો અભયારણ્યમાં વસાવવા માટેની તમામ તૈયારીઓ વર્ષ ૨૦૦૫માં જ પૂરી થઈ ગઈ હતી. અત્યારે કૂનો અભિયારણ્ય એક સિંહ પરિવારના સ્વાગત માટે તૈયાર છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/08/19/090819011652_madhya_pradesh_presentation_to_pm_for_lions.html

No comments: