Saturday, February 13, 2010

આજી ઝૂમાંથી પ્રદ્યુમનપાર્કમાં સ્થળાંતર થયેલા હરણનું મોત.

રાજકોટ તા,૧પ

પ્રદ્યુમનપાર્ક ઝૂમાં દોઢેક મહિના પહેલા સૌ પ્રથમ સ્થળાંતર થયેલા પાંચ ચિતલ અને ત્રણ સાબર પૈકી એક ચિતલનું પાંજરામાં જ હ્ય્દય બેસી જવાથી મૃત્યુ નિપજ્યા બાદ વધુ એક હરણનું મોત થયુ છે. જો કે તેનુ મોત કુદરતી રીતે બીમારીથી થયુ હોવાનું જણાવાઈ રહ્યંુ છે.

નવર્નિિમત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓને ચોમાસા પછી સ્થળાંતર કરવાનું આયોજન છે ત્યારે દોઢેક મહિના પહેલા વડોદરાથી લવાયેલા પાંચ ચિતલ અને ત્રણ સાબરને પ્રદ્યુમનપાર્ક ઝૂમાં રખાયા છે. આ પ્રાણીઓ આવતાની સાથે જ પ્રદ્યુમનપાર્ક ઝૂના વાતાવરણથી અનુકુળ થઈ જાય એવા હેતુથી સીધા અહીં જ લઈ આવવામાં આવ્યા હતા.

એ પછી ત્રણેક દિવસ પહેલા ૧૦ કારિયાર હરણનું સ્થળાંતર કરાયુ હતુ. એ પૈકી એક હરણનું મોત નિપજ્યુ છે. હરણનું સ્થાળાંતર થયુ તેના બીજા દિવસે અહીં પાંજરામાં કૂતરાઓ ઘૂસી ગયા હોવાનો ફોન સંબંધિત અધિકારીને આવ્યો હતો. જો કે પીંજરામાં અન્ય કોઈ જનાવર કોઈપણ પ્રકારે ઘુસી શકે એવી શક્યતા જ ન હોવા છતાં અધિકારીઓ પ્રદ્યુમનપાર્ક દોડી ગયા હતા. સ્થળ પર તપાસ કરતા પીંજરામાં કે તેની ફરતે ક્યાંય એક કૂતરુ પણ જોવા મળ્યુ ન હતુ. એ દરમિયાન પીંજરાના એક ખૂણામાં હરણ કોઈપણ જાતની હલનચલન કર્યા વગર પડયુ હતુ. ઝૂ સુપ્રિ. ડો. મારડિયાને શંકા જતા તેણે તાત્કાલિક વેટરનીટી તબીબની ટીમ બોલાવી હતી પરંતું નિશ્ચેત અવસ્થામા પડેલા હરણના માત્ર મૃતદેહ જ પડયો હતો. કુદરતી રીતે બીમારીથી મૃત્યુ પામ્યુ હોય એવો અભિપ્રાય તબીબોે આપ્યો છે.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=122561

No comments: