Saturday, February 13, 2010

બળદનું મારણ કરતા સાત સિંહ.

Tuesday, Jan 5th, 2010, 5:12 am [IST]
danik bhaskar
ભાસ્કર ન્યૂઝ.

ખાંભા તાલુકાના તાલડા ગામની સીમમાં સાત સિંહોના ટોળાંએ કાયમી અડિઁગો જમાવ્યો હોય ગામ લોકોમાં ભારે ભયનો માહોલ છે. મારણના બનાવો અવાર-નવાર બની રહ્યા છે. રવિવારે સિંહના આ ટોળાંએ ખેડૂતની વાડીમાં ઘૂસી બળદનું મારણ કર્યું હતું.

ગીર કાંઠાને અડીએ આવેલા ખાંભા તાલુકાના ગામડાંઓમાં અનેક સિંહ ગ્રૂપો વસવાટ કરી રહ્યા છે. આ પૈકી સાત સિંહોનું એક ગ્રૂપ તાલડા ગામની સીમમાં અãો જમાવીને બેઠું છે. જંગલ નજીક હોવાથી આ સિંહ ગ્રૂપો જંગલની અંદર અને જંગલની બહાર એમ ઇચ્છા પડે ત્યાં ફરતા રહે છે. તાલડા અને આજુબાજુના વિસ્તારમાં તેની વિશેષ રંજાડ જોવા મળે છે.

રવિવારે બપોરે તાલડા ગામના ગોરધનભાઇ કરમશીભાઇ નામના ખેડૂતની વાડીમાં આ સિંહનું ટોળું ત્રાટકયું હતું અને એક બળદ ફાડી ખાધો હતો. સાત સિંહો પૈકી ચાર બચ્ચા હતા. જેણે પણ નિરાંતે ભરપેટ ભોજન લીધું હતું. બનાવ અંગે જાણ થતા જંગલખાતાનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફોરેસ્ટર ભટ્ટભાઇ, દેવાયતભાઇ વગિેરેએ ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.

આ વિસ્તારમાં વસવાટ કરતા સાવજના ટોળાંએ થોડા દિવસ અગાઉ રાહાગાળા વિસ્તારમાં પણ બે ગાયનું મારણ કર્યું હતું. હવે તો ખેડૂતો એકલા સીમમાં જતા પણ ડરે છે. જંગલખાતું કંઇક કરે તેવી લોકોની માગણી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/05/100105051205_160257.html

No comments: