Saturday, February 13, 2010

પાંચ સિંહ ફરી ગિરનારના જંગલમાંથી નીકળી આવ્યા

Bhaskar News, junagadh

ભેંસાણ પંથકના ગામોમાં ફરી ભયનું સામ્રાજય

ગિરનારના જંગલમાંથી બહાર નીકળી આવેલા પાંચ વનરાજોએ હજુ બે દિવસ પહેલાં જ અકાળા અને ચોકલી ગામે ૩ માનવી ઉપર હુમલો અને ૮ પશુઓના મારણ કર્યા હતા. આ જૂથને વનવિભાગે માંડ પરત જંગલમાં મૂકી આવાવમાં સફળતા મેળવી હતી. દરમિયાન, આજે સાંજના સમયે આજ જૂથ ફરીથી ખારચીયા કરિયાની સીમમાં આવી ચઢતાં પાકનું રખોયું કરતા ખેડૂતોમાં ભયનું મોજું ફેલાઇ ગયું છે.

જાણવા મળ્યા મુજબ, ગિરનારની ઉત્તર ડુંગર રેન્માંથી બે દિવસ પહેલાં જ આવી ચઢેલા પાંચ વનરાજોને પરત મોકલવામાં વનવિભાગને માંડ સફળતા મળી હતી. ત્યાં આજ જૂથે આજે સાંજે સાડા પાંચ વાગ્યે ભેંસાણ તાલુકાના ખારચિયા-મેંદપરા વચ્ચે રસ્તા પાસે દેખા દીધી હતી.

આથી અનેક લોકો તેને જોવા ઊમટી પડયા હતા. જો કે, સિંહો ત્યારબાદ આરામથી ચાલતા ત્યાંથી બે કિ.મી. દૂર કરિયાની સીમમાં પહોંરયા હતા અને ભેંસાણના રાજકીય અગ્રણી ચંદ્રેશભાઇ ધડુકની વાડીમાં એકાદ કલાક મુકામ કર્યોહતો. ત્યાંથી આ જૂથ સીમની ધારમાં ઘૂસી ગયા હતા. જેથી ખેડૂતોમાં ભય ફેલાયો છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/01/26/0901260022_five_lion_see_in_girnar_wild.html

No comments: