Saturday, February 13, 2010

વનનો રાજા સિંહ મારા માટે આરાધ્ય દેવ સમાન :રાવળ.

Friday, Nov 20th, 2009, 12:07 am [IST]
danik bhaskar
ભાસ્કર ન્યૂઝ

સૌરાષ્ટ્ર પંથકના દીવ ખાતે રહેતાં રમેશભાઇ રાવળના દોસ્તોમાં માનવી ઓછા પણ સિંહો વધુ છે. રમેશભાઇ રાવળ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. દીવ ખાતે રહેતાં હોઇ નજીકમાં ગીરના અભ્યારણમાં પોતાની જિંદગીનો મોટા ભાગનો સમય સિંહની ભાષા જાણી સિંહો સાથે દોસ્તી કરી બતાવી છે. તેઓ સિંહના ગાઢ મિત્ર બની ગયા છે. તેમણે સિંહના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરતાં અને જંગલોમાં જતા હતાં સિંહોના રક્ષણ માટે ૫૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કયું હતું. સિંહોની પાછળ ભટકી તેનો પ્રેમ પ્રા’ કરવા પોતાની સાથે દોસ્તી સાથેનું શુટિંગ કરવા કિલોમીટર અને વર્ષો સુધી વનમાં પરભિ્રમણ કરી એક સુંદર સીડી તૈયાર કરી છે. આવા નોખા પ્રાણીપ્રેમી માનવીને જોઇ નર્મદા જિલ્લાના લોકો તેમને જોવા માટે આવ્યા હતાં. જેમાં નવી નવી એકશનો કરાવી માહિતી મેળવતાં હતાં.

આ બાબતે રમેશભાઇ રાવળે જણાવ્યું હતું કે ૧૯૭૨થી સિંહ પ્રત્યે મને અનેરૂ આકર્ષણ પેદા કયું હતું. પૂર્વ ભવના ઋણનું બંધન કે જે હોય તેના આકર્ષણથી આકષૉઇને હું સતત િંસહમય થઇ ગયો મારા આ આરાધ્યદેવ થઇ ગયા છે. જેને લીધે મને સિંહનો ગોવાળ, સિંહનો પાગલપ્રેમી, સિંહ ઘેલો માનવી જેવા બિરૂદો આપી સન્માન મળ્યા છે. રમેશભાઇ રાવળ સિંહની મિત્રતાને અનેક કારણોથી આજે જગમશહૂર છે. અનેક ઇનામો અને સન્માન મેળવી ચૂકયા છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/11/20/091120000750_11142.html

No comments: