Saturday, February 13, 2010

કૂવામાં પડતાં બે સિંહ બાળના મોત.

Bhaskar News, Una
Wednesday, May 21, 2008 23:03 [IST]

ઊનાથી ૧૨ કિ.મી. દૂર ખિલાવડ ગામની સીમમાં આવેલ પ્લોટ વિસ્તારમાં છગનભાઈ પરષ્ાોતમભાઈ મોરસિયાની વાડીમાં આવેલ ખુલ્લા કૂવામાં બે સિંહબાળ તરતા હોવાનું આજે વાડી માલિક છગનભાઈને જાણ થતા તેમણે ગ્રામ પંચાયતના સદસ્ય બચુભાઈ ચુનાભાઈ વેકરિયાને જાણ કરતાં તેમણે ગીર પૂર્વ વન વિભાગની જશાધાર મુકામે આવેલ જંગલખાતાની કચેરીએ આ બનાવની જાણ કરતા એ.સી. એફ ધામી તથા સ્ટાફના ધીરૂભાઈ ચાવડા સહિતનો કાફલો સ્થળ પર મહામહેનતે આ બે સિંહ બાળને બહાર કાઢી નિરીક્ષણ કરતા આ બન્ને સિંહ બાળ માદા હોવાનું જણાયેલ હતું. તેમજ તેમને માથામાં ગંભીર ઈજા થવાથી બ્રેઈન હેમરેજથી મોત થયેલ હોવાનું પ્રાથમિક તારણ બહાર આવેલ.વનખાતાનાં અધિકારીઓએ બન્ને મૃત સિંહબાળાનો કબજો લઈ જશધાર મુકામે આવેલ એનીમલ કેર સેન્ટરમાં લાવી વેટરનીટી ડોકટર પાસે પી.એમ. કરાવ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2008/05/21/0805212305_una_lion.html

No comments: