Saturday, February 13, 2010

માધુપુર(ગીર)ની સીમમાં સિંહ તથા દીપડાનો આતંક.

Thursday, November 05, 2009 01:18 [IST]
Bookmark and Share

સિંહોએ ધણખુંટનું મારણ કર્યુ અને દીપડો વાછરડીને ઉપાડી જતા ગ્રામજનોમાં ભય

તાલાલા તાલુકાના માધુપુર (ગીર) ગામ નજીકના જંગલ વિસ્તારમાંથી ગામની પાદરે આવી ચઢેલા હિંસક વન્ય પ્રાણીઓમાંથી સિંહે ગામ નજીક રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસે ગામના ધણખુંટનો શિકાર કરી મારણ કર્યુ તો દિપડાએ ગામનાં ખેડૂતનાં ફળીયાની વંડી ઠેકી ફળીયામાંથી વાછરડી ઉપાડી ગયો હોવાનાં બનાવો બનતા હીંસક વન્ય પ્રાણીઓના ગામ નજીકનાં આંટા ફેરાથી માધુપુર (ગીર)નાં ગ્રામજનો ફફડી ઉઠયા છે.

માધુપુરથી તાલાલા તરફ જતા રોડ ઉપર આવેલા આદીવાસી આશ્રમ શાળા નજીક ગતરાત્રે ગામનો ઘણખુંટ ફરતો હતો. શાળા નજીકની પડતર જગ્યામાં સિંહોનું ટોળુ અડીંગો જમાવીને બેસેલા હોવાથી તેમની નજરે ઘણખુંટ પડી જતા સિંહોએ તેમના ઉપર હુમલો કરી શિકાર કરી મોજથી મારણની મીજબાની માણી હતી.

ધણખુંટ માં ત્રણ ભેંસ જેટલું બળ હોય છે. તેના શિકાર માટે ચાર થી પાંચ સિંહોનું ટોળુ હોવાની ચર્ચા ગ્રામજનો કરી રહ્યાં હતા. ત્યાં માધુપુરના બસ સ્ટેન્ડ પાછળ રહેતા ભીમશીભાઈ બારડ નામના ખેડૂતનાં ફળીયાની વંડી ઠેંકી દિપડો ફળીયામાં રહેલી વાછરડીને દબોચી વંડી ઠેંકી લઈ ગયો હોવાનો બનાવ બનવા પામેલ ગામની સીમ નજીકની માનવ વસાહત સુધી દિપડા તથા સિંહ જવા હિંસક વન્ય પ્રાણીઓ આટાફેરા કરતા હોય ગ્રામજનો બીકનાં માર્યા ફફડી ઉઠયા છે.

ગામ સુધી આવી પહોંચતા વન્ય પ્રાણીઓ માનવીઓ ઉપર હુમલા કરે તે પહેલા જંગલખાતાના અધિકારીઓ વન્ય પ્રાણીઓને ગામ નજીકથી દૂર કરવાની સત્વરે કામગીરી કરે તેવી ગ્રામજનોમાંથી ઉગ્ર માંગ ઉઠી છે.
Source:

No comments: