Saturday, February 13, 2010

સિંહ અને સિંહણને પ્રધ્યુમ્ન પાર્ક ખાતે શિફ્ટ કરાયા.

Tuesday, Dec 15th, 2009, 11:51 pm [IST]
danik bhaskar
ભાસ્કર ન્યૂઝ.

આજી ડેમ ખાતે મ્યુનિસપિલ કોર્પોરેશન સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં વસવાટ કરતાં હિઁસક પ્રાણીઓને તેના નવા ઘર પ્રધ્યુમ્ન પાર્કમાં ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે. ગઇકાલે મગર મગરીની જોડી ઉપરાંત વાઘ વાઘણને ત્યાં શિફટ કરાયા બાદ આજે પાર્થ નામના ૧૭ વર્ષના સિંહ ઉપરાંત યશ્વી નામની પાંચ વર્ષની સિંહણને ત્યાં લઇ જવામાં આવ્યા હતા.

ક્રિકેટ મેચ પૂરો થયા બાદ સાંજે ૬ વાગ્યે ઉકત સિંહ અને સિંહણને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પાર્થ નામનો આ સિંહ આજી ઝૂમાં જ જન્મ્યો હતો. યશ્વી પણ આજી ઝૂનું જ પ્રોક્રિએશન છે. પાંચ વર્ષની યશ્વીને પાર્થ સાથે રાખવામાં આવી છે. સાંજે છએક વાગ્યે ઝૂ કર્મચારી દ્વારા તેના શેલ્ટર પાસે િંપજરૂ ખુલ્લુ રાખવામાં આવ્યું હતું. બÌો વારાફરતી અને આસાનીથી પિંજરામાં આવી ગયાં હતં. એને જાણ જ હોય એમ કોઇ ઉત્પાત મચાવ્યા વિના જ આજી ડેમ ખાતેથી પ્રધ્યુમ્ન પાર્ક સુધીની મુસાફરી કરી હતી.

મોડી સાંજના તેને નવા પિંજરામાં મૂકવામાં આવ્યા હતા. પોતાનું નવું ઘર, રહેઠાણ જોઇ આ બેલડું થોડીવાર મુંઝાઇ ગયું હતું. સિંહે પાણી પી પોતાની આગવી વર્તÒંક દેખાડવાનું શરૂ કર્યું હતું. બેલડાએ પિંજરાને સુંઘવાનું શરૂ કર્યું હતું. સતત ઉપર નીચે ડોક કરવાનું શરૂ કર્યું હતું. નવા વસવાટમાં

આવી વર્તણુંક એકાદ અઠવાડિયા સુધી રહે એવી શકયતા છે. પ્રાણી ભાગવાનો પ્રયાસ કરતા ફસડાઇ ન પડે એ માટે ખાસ ડયુટી ઉભી કરવામાં આવી છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/12/15/091215235115_97586.html

No comments: