Source: Bhaskar News, Sasan(Gir) | Last Updated 1:37 AM [IST](09/11/2011)
ગીર જંગલનું પ્રવેશ ગણાતું ‘સિંહ સદન’ એ ૧૦૦ વર્ષનાં
ભૂતકાળમાં જંગલ અને વન્ય પ્રાણી સંબંધીત ઘટનાઓ નિહાળી છે. સિંહોનાં શિકાર હોય કે
સિંહોનાં સંરક્ષણની કામગીરી આ તમામ બાબતોનું મુક સાક્ષી સિંહ સદન છે.
ગીરનાં જંગલમાં શિકાર પ્રવૃતિ પહેલા અંગ્રેજોએ શરૂ કરેલ. ૧૯૦૧માં અંગ્રેજ અમલદાર લોર્ડ કર્જને ગીરમાં સિંહોનો શિકાર કરેલ ત્યાર બાદ ક્રમશ: ગોરા અમલદારો વન્યપ્રાણીઓનો શિકાર કરતા. ૧૯૧૧માં શિકારગાહ તરીકે નિર્માણ પામેલા સિંહ સદનમાં રોકાણ કરી અંગ્રેજ અમલદારો - જૂનાગઢ સ્ટેટનાં નવાબ મહોબતપાનજી બાબી સૌરાષ્ટ્ર - કચ્છનાં અન્ય રાજા - રજવાડાઓ ગીર જંગલમાં ફરવા અને શિકાર માટે આવતા.
જંગલમાં સિંહોનાં શિકાર વધવા લાગતા સિંહોની સંખ્યા ઘટી રહી હોવાનું તે વખતનાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર કે, જેનાં હેઠળ ગીર જંગલ આવતુ તે બનેસિંહ બાપુએ નવાબને સઘળી વિગતો કહી. સિંહ પ્રજાતી પોતાનાં રાજ્યમાં હોય તે રાજ્યનું ગૌરવ છે તે વાત ધ્યાને લઇ નવાબે ૧૯૩૫માં સિંહોનાં શિકાર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો અને ૧૯૩૬માં જંગલમાં સ્ટેટનાં અમલદારોએ સિંહ ગણતરી કરી જેમાં ૨૮૭ સિંહો હોવાનું જણાવેલ. ત્યારબાદ શોખથી થતી શિકાર પ્રવૃતિ બંધ થઇ પણ સમયાંતરે ધંધાદારી શિકારીઓએ સિંહોનાં શિકાર કર્યા. છેલ્લે ૨૦૦૬માં બાબરીયા રેન્જમાં છ - છ સાવજોનાં મધ્યપ્રદેશની શિકારી ટોળકીએ શિકારો કર્યા હતાં.
આ બધી શિકારની ઘટના સાથે સિંહોેને બચાવવા વન વિભાગે શરૂ કરેલી સંરક્ષણ નિતી અંતર્ગત ૧૯૭૪માં કેન્દ્ર સરકારે વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ લાગુ કરી સિંહોનાં સંરક્ષણમાં કડક કાયદાઓ ઉમેરી વન વિભાગને વધુ સતા આપી. આમ સિંહોનાં શિકાર દરમિયાન શિકારગાહ અને સંરક્ષણ દરમિયાન સિંહ સદન બનેલુ આ મુક પ્રતિક અનેક ઘટનાઓનું સાક્ષી છે.

No comments:
Post a Comment