Source: Bhaskar News, Talala | Last Updated 1:43 AM [IST](26/11/2011)
- ૨૫ દંપતિએ આહુતી આપી : ૧૦૧ બ્રાહ્નણોએ યજ્ઞવિધી કરાવી
- મહામૃત્યુંજય મંત્રનાં જાપ સાથે દિવસભર યજ્ઞવિધી ચાલી
ગીર પંથકમાં ભૂકંપનાં આંચકાથી ધ્રુજતી ધરાને શાંત કરવા તાલાલાના ધારાસભ્ય યજમાન પદે ભૂમિશાંતિ યજ્ઞમાં આજે ગીર પંથકનાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સવારે શરૂ થયેલા યજ્ઞમાં ૨૫ નવદંપતિઓએ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ધરતીમાતાને આહુતી આપી હતી.
તાલાલા પંથકનાં ૧૧ ગામોનાં સરપંચો અને હરીપુર - હીરણવેલનાં મળી કૂલ ૨૫ દંપતિઓએ યજ્ઞકાર્યમાં ભાગ લીધો હતો. રમણીકભાઇ નારણભાઇ મીંજરોલા (સરપંચ - હરીપુર), ભગવાનજીભાઇ પુનાભાઇ મકવાણા (સરપંચ - હીરણવેલ), દેવરાજભાઇ ખોડાભાઇ પાતર (સરપંચ - સાંગોદ્રા), દેવાભાઇ કરશનભાઇ ચુડાસમા (માજી સરપંચ - ખીરધાર), લખમણભાઇ મૂળજીભાઇ મજેઠીયા (રમરેચી), વાલજીભાઇ કાનજીભાઇ ગોહીલ (ઉપસરપંચ - ભોજદે), રાજુભાઇ બાવચંદભાઇ પરમાર (ઉપસરપંચ - ચીત્રોડ), રામભાઇ વાલાભાઇ જેઠવા (સરપંચ - ભાલછેલ), દેવેન્દ્રસિંહ કરશનભાઇ ડોડીયા (ઉપસરપંચ - ધણેજ), પ્રવિણભાઇ રામભાઇ વાડીયા (ઉપસરપંચ - જેપુર), લખમણભાઇ મોહનભાઇ ધોકીયા (સરપંચ - સાસણ), રામશીભાઇ ઉકાભાઇ ગાધે (ચીત્રાવડ) સહિતનાં લોકોએ ૨૧ કુંડી લઘુરૂદ્ર માં યજ્ઞવિધી કરી હતી.
ભૂમિશાંતિ યજ્ઞની શરૂઆતથી જ ભાવિકોનો પ્રવાહ હરીપુર (ગીર) ભણી વહેવા લાગ્યો હતો. સવારથી ઉમટેલા ભાવિકો બ્રાહ્નણો દ્વારા થતા મહામૃત્યુંજય મંત્રનાં જાપમાં જોડાયા હતાં. બપોર સુધી યજ્ઞ કાર્ય ચાલ્યા બાદ સાંજે પ વાગ્યે યજ્ઞમાં બીડું હોમવા વખતે પંદર હજારથી વધુ ભાવિકોએ કરેલા બિલેશ્વર દાદાનાં જયઘોષ સાથે યજ્ઞ કાર્ય સંપન્ન થયું હતું. યજ્ઞ કાર્ય બાદ દરેક ભાવિકોએ સમુહ પ્રસાદનો લાભ લીધો હતો.
યજ્ઞ કાર્યનાં પ્રારંભથી જ યજમાન તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ મંદિરનાં પટાંગણમાં ભગવાનનાં સ્મરણ સાથે યજ્ઞથી ધ્રુજતી ધરા શાંત થાય તે માટે લોકો સાથે પ્રાર્થના કરતા હતાં. પોરબંદર - સોમનાથ - આજોઠા - તાલાલાનાં બ્રાહ્નણોએ શાસ્ત્રી દેવુબાપા ભટ્ટ, શાસ્ત્રી અનીલભાઇ ભટ્ટ, શાસ્ત્રી અતુલભાઇ જોષી (હરીપુર) નાં વડપણ હેઠળ યજ્ઞકાર્ય કરાવેલ. બિલેશ્વર મહાદેવનાં મહંત ભીખનગીરી રામગીરી મેઘનાથીએ યજ્ઞ માટે આવેલા સૌ ભાવિકોને આવકાર્યા હતાં. યજ્ઞ બાદ રાત્રે લોકડાયરામાં ભાવિકો મોટા પ્રમાણમાં મંદિર ખાતે રોકાઇ ગયા હતાં.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-25-couples-and-101-brahmin-done-yagn-for-peace-of-girs-quakes-2593471.html?OF1=
No comments:
Post a Comment