Monday, November 28, 2011

ઘેટાઓમાં ભેદી રોગચાળો ફાટી નિકળ્યો, ૩૦નાં મોત.


બગસરા,તા.ર૬
બગસરા તાલુકાના રફાળામાં પશુઓમાં ગંભીર રોગચાળો ફેલાતા ૩૦ જેટલાં ઘેટાઓના મોત નિપજયા છે. જયારે બીજા અનેક બિમારીમાં સપડાયા છે. જેનાથી માલધારી સમાજ ચિંતાતુર બની ગયો છે. તેમજ તાત્કાલિક સારવાર માટે સરપંચે માગણી કરી છે.
  • ૪૦થી વધુ ઘેટાઓ બિમાર : તંત્ર તત્કાલ પગલાં ભરે તેવી માંગ
બગસરા તાલુકાના રફાળામાં પશુઓમાં રોગચાળો ફેલાયો છે. જેમાં ગામનાં ઘેટાઓને સૌથી વધુ અસર થવા પામી છે. રોગચાળામાં ઘેટાઓના મોત પણ થવા લાગ્યા છે. રોગચાળાને લીધે ઘેટાના મોઢા પર સોજો આવે છે અને બિમાર પડી જાય છે.
આ રોગ સાત દિવસની અંદર સારવાર આપવા છતાં મૃત્યુ પામે છે. આ રોગના કારણે છેલ્લા એક સપ્તાહમાં જ ગામના માલધારી પરીવારના મૈયા હીરાના ૧પ ઘેટા, જગુ નાથાના પ ઘેટા, સવજી નાથાના ર ઘેટા, કરશન કાનાના ૪ ઘેટા, અને અન્યના મળી ૩૦ જેટલાં ઘેટાઓ મરી ગયા છે. ગામમાં કુલ ૪૦ જેટલાં ઘેટા બિમાર છે. જેની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે. આ ગામમાં થયેલા રોગચાળાને પગલે બગસરાના પશુ ડોકટર દ્વારા સારવાર આપવા છતાં રોગચાળો કાબુમાં આવ્યો નથી. જેથી રફાળા ઉચ્ચ અધિકારીઓ આવી કેમ્પ કરે તેવી માંગ ગામના સરપંચ પુનાભાઈ દ્વારા કરવામાં આવી છે. હાલ, રફાળામાં માલધારી પંદર કુટુંબો વસે છે. જેમની પાસે ૭૦૦ જેટલાં ઘેટા-બકરા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=12329

No comments: