Tuesday, November 22, 2011

ડોળીવાળા અને ગિરનારી ગીધ અંગેની વિગતો મેળવતી કમિટી.


જૂનાગઢ, તા.૨૦:
ગિરનાર રોપ વે પ્રશ્ને જૂનાગઢની મૂલાકાતે આવેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ તમામ પ્રશ્નો અને રજૂઆતો અંગેની વિસ્તૃત ચર્ચા જૂનાગઢના આગેવાનો સાથે કરી હતી. ગિરનારી ગીધ તેમજ ડોળીવાળા અને જૈન સમાજના વિરોધ સહિતના મામલે આ કમિટીના સભ્યોએ આગેવાનો સાથે ચર્ચા કરીને વિગતો મેળવી હતી.

  • પ્રજાની લાગણી જોડાયેલી હોઈ હકારાત્મક વલણ દાખવવા અપિલ
ગઈકાલે બપોરે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના ચેરમેન સહિતના ત્રણ સભ્યોની ટીમ ગિરનાર રોપ વે સંદર્ભે જૂનાગઢ આવી પહોંચી હતી. આ ટીમે સાઈટ વિઝીટ કર્યા બાદ જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, અમૃતભાઈ દેસાઈ, એડવોકેટ અશ્વિનભાઈ મણિયાર વગેરે સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી. આશરે રર મિનિટ જેટલા સમય માટે કરેલી ચર્ચાઓમાં દરેક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતાં. ડોળીવાળાની રોજી રોટી અંગે તેમજ ગિરનારી ગીધ વિશેની વિસ્તૃત વિગતો આ કમિટીએ મેળવી હતી.
ગિરનાર રોપ વે માટે અત્યારે જમીન સંપાદિત થઈ ચૂકી હોવાથી હવે અન્ય વિકલ્પો શક્ય ન હોવાની રજૂઆતો આગેવાનો દ્વારા કરાઈ હતી. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ જૈન સમાજ દ્વારા પણ રોપ વે મામલે કોઈ વિરોધ ન હોવાની વિગતો આ કમિટીને આપવામાં આવી હતી. ચર્ચાઓને અંતે કમિટીએ પણ હકારાત્મક વલણ દાખવ્યું હતું. ખાસ કરીને રોપ વે સાથે પ્રજાજનો લાગણી જોડાયેલી હોય આગેવાનોએ આ અંગે કમિટીનું ધ્યાન દોર્યું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=10145

No comments: