વેરાવળ તા.૨૩
વેરાવળ પંથકમાં દિપડાનો ત્રાસ ફરી વધી રહ્યો છે. વાડીમાં ખુલ્લા
ઝુંપડામાં મીઠી નિંદર માણી રહેલા એક પરિવારની મહિલા પર હુમલો કરી આંખ અને
હોઠ પર ગંભીર ઇજાઓ કરતા દેકારો મચી જતા નાસી છુટયો હતો.આ મહિલાને વેરાવળ
હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.વનવિભાગે આ જગ્યાએ પાંજરૂ ગોઠવી દીધુ છે.- મહિલાને આંખ અને હોઠના ભાગે ઇજા કરી નાસી છૂટયોઃવનવિભાગે પાંજરૂ ગોઠવ્યુ
મહિલાને ગંભીર ઇજાઓ પંહોચાડતા આંખની હોસ્પિટલે અને બાદમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડી ઓપરેશન હાથ ધરાયુ હતુ. આ અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગે આ વાડીમાં પાંજરૂ ગોઠવી દીધુ છે. હાલ શેરડીની કટાઇ ચાલતી હોય દિપડાના હુમલા અને પાંજરે પુરાવાના બનાવોમાં સવિશેષ વધારો થશે કારણ કે આ વિસ્તારમાં દિપડાને ખાવાનુ, છુપાવવાનુ ખેતરો અને કોતરો તથા પથ્થરો અને હિરણનુ પીવાનુ પાણી ત્રણેય મળતા તે સ્થાયી થઇ જાય છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=11290
No comments:
Post a Comment