Source: Bhaskar News, Savarkundla | Last Updated 1:27 AM [IST](27/11/2011)
- અજગર ત્રીસ ફૂટ ઉંચા ઝાડ પરથી પકડાયો
સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં વિવિધ પ્રકારના અજગરની વસતી સતત વધતી જાય છે. મધ્યગીરમાં જોવા મળતા અજગરો હવે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આજે સાવરકુંડલા તાલુકાના આદશંગ ગામની સીમમાં વનરાજભાઇ ખુમાણની વાડીમાં એક અજગર ત્રીસ ફુટ ઉંચા લીમડાના ઝાડ પર ચડી ગયો હતો.
વાડી માલીક દ્વારા આ અંગે વન વિભાગના સાવરકુંડલા રેંજના કર્મચારી બી.ડી. જોષી તથા વાઇલ્ડ લાઇફ નેચર ક્લબના પ્રમુખવિજય વિંજુડાને જાણ કરવામાં આવતા તેમણે ત્યાં પહોંચી જઇ આ અજગરને સલામત રીતે ઝાડ પરથી ઉતાર્યો હતો અને આરક્ષીત પ્રજાતિના આ અજગરને તેના પ્રાકૃતિક આવાસમાં મુકત કરી દીધો હતો.
- તસ્વીર - અમીતગીરી ગૌસ્વામી
No comments:
Post a Comment