Source: Bhaskar News, Jamnagar | Last Updated 12:51 AM [IST](24/11/2011)
- નવેમ્બર પૂરો થવા આવ્યો છતાં યોગ્ય વાતાવરણ નિર્માણ નહીં થતા વિદેશી મહેમાનોના આગમનમાં વિલંબ
સામાન્ય રીતે નવેમ્બરનાં પ્રારંભથી જ અહીં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઇ જાય છે અને ડિસેમ્બર સુધીમાં તો અહીં જાતજાતનાં અનેભાત ભાતનાં મનમોહક પક્ષીઓ હજારોની સંખ્યામાં ઉતરી પડે છે. જે છેક માર્ચના પ્રારંભ સુધી એટલે કે શિયાળો પૂર્ણ થતા સુધી અહીં રોકાણ કરે છે. પરંતુ આ વખતે હજુ સુધી શિયાળાની બરાબર જમાવટ થઇ નથી. જેને કારણે અનુકૂળ વાતાવરણ નહીં થતા વિદેશી મહેમાનો ખીજડીયા અભયારણ્યથી દુર રહ્યા છે. જિલ્લાના અન્ય જળપ્લાવિત ક્ષેત્રોની સ્થિતિ પણ આવી જ હોવાનું વન વિભાગનાં સુત્રોએ જણાવ્યું છે.
જામનગરથી ૧ર કી.મી. દુર કચ્છના અખાતની ખાડીને અડેલા સાડા છ ચોરસ કી.મી.નાં વિસ્તારમાં પથરાયેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં રર૦ જાતનાં દેશી વિદેશી પક્ષીઓ જોવા મળે છે. વિશ્વમાં લૂ’ થઇ રહેલા અને જેની સંખ્યા માત્ર પ૦૦ થી જ હોવાનું માનવામાં આવે છે તેવા બ્લેક નેકડ સ્ટોર્ક રપ થી વધુ સંખ્યામાં અહીં વસવાટ કરે છે અને દર વર્ષે બે થી ત્રણ માળાઓ અહીં જોવા મળે છે.
ઉપરાંત પેન્ટેડ સ્ટોક, ફલેમિંગો, કિંગફિશર, ક્રેઇન, કુટ, નકટો, પોચાર્ડ જેવા અનેક પક્ષીઓ પણ અહીં માળા બાંધી પોતાની પ્રજાતી આગળ ધપાવે છે. મીઠાં અને ખારા પાણીના મિશ્રણને કારણે અહીં ભરપૂર માત્રામાં ખોરાક અનેયોગ્ય વાતાવરણ મળી રહેતું હોય દુનિયાભરનાં પક્ષીઓ ખીજડીયા તરફ આકષૉતા રહે છે. પરંતુ નવેમ્બરમાં પક્ષીઓથી મહેકતું આ અભયારણ્ય પક્ષીઓની ઓછી સંખ્યાને કારણે સુનુસુનુ લાગી રહ્યું છે. પરિણામે અહીં બર્ડ વોચિંગ અને અભ્યાસ માટે આવતા પક્ષી પ્રેમીઓને હાલતુર્ત નિરાશા સાંપડી રહી છે. જોકે ધીમે ધીમે હવે શિયાળાની જમાવટ થવા લાગતા આગામી દિવસોમાં અહીં વિશાળ સંખ્યામાં પક્ષીઓ ઉતરી પડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લાખોટાને પણ ઇંતઝાર છે રૂપકડા સીગલનો –
ખીજડીયા જેવી જ હાલત જામનગરનાં મીની અભયારણ્ય જેવા લાખોટા તળાવની છે. હજારોની સંખ્યામાં ઉડાઉડ કરતા અને પાણીમાં વહિરતા રૂપકડા સફેદ સીગલની ઓછી સંખ્યા શહેરનાં પક્ષી પ્રેમીઓ અને સહેલાણીઓને ખટકી રહી છે. અલબત પ્રદુષણ અને તળાવમાં વ્યા’ ગંદકી પણ સીગલને અન્ય સ્વચ્છ સ્થાન તરફ પડાવ નાખવા મજબુર કરતા હોવાનું તજજ્ઞોનું માનવું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-still-foreign-birds-not-coming-in-khijadiya-2587309.html?OF8=
No comments:
Post a Comment