Source: Bhaskar News, Talala | Last Updated 12:07 AM [IST](07/11/2011
- વાહન ચાલકોએ રોડ ઉપર દીપડા પરિવારની ધીંગા મસ્તી
માણી
તાલાલાનાં બોરવાવ (ગીર) થી ધાવા (ગીર) તરફ જતા રોડનાં પુલ ઉપર દીપડા પરિવાર અડીંગો જમાવીને બેસી જતા વાહનચાલકો આ દીપડા પરિવારને નિહાળવાનો મોકો ચુક્યા ન હતાં.
બોરવાવ (ગીર) થી ધાવા (ગીર) તરફ જતા રોડ ઉપર વનારીયાનાં વોકળાનાં બેઠા પુલ ઉપર આજે વહેલી સવારે દીપડો, દીપડી, બે નાના બચ્ચા સાથે પુલ ઉ૫ર અડીંગો જમાવી બેસી ગયેલ. બોરવાવથી વહેલી સવારે ધાવા તરફ જતા ખેડૂતો વનારીયાનાં પુલ પાસે પહોંચ્યા ત્યાં દીપડાનાં પરિવારને પુલ ઉપર બેસેલ જોઇ વાહનચાલકોએ વાહનો થંભાવી દીધેલ. દીપડો - દીપડી બંને પુલનાં સામસામે છેડે બેસેલ અને બાળ દીપડાઓ પુલ વચ્ચે દોડાદોડી કરતા હતાં.
એકાદ કલાક સુધી વાહનચાલકોએ દીપડા પરિવારની ધીંગામસ્તી માણી ઉભા રહ્યા પરંતુ દીપડા પરિવારે પુલ ઉપરથી હટવાનું નામ ન લેતા વાહનચાલકો બીજા રસ્તાઓ ઉપરથી ધાવા (ગીર) તરફ ગયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, સિંહો ગૃપમાં બચ્ચા સાથે જોવા મળે છે પરંતુ એકલ-દોકલ દીપડો પણ ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે સાગમટે દીપડાનો પરિવાર જોવા મળતા ખેડૂતોએ સમય બગાડી દીપડા પરિવારની ધીંગા મસ્તી માણી હતી.
દીપડાનાં ભયથી ખેડૂતોએ માર્ગ બદલી નાખ્યો -
જંગલી હિંસક પ્રાણીઓમાં સિંહ કરતા દીપડો જોખમી પ્રાણી ગણાય છે. દીપડાની નજીકથી પસાર થવામાં દીપડો સીધો હુમલો કરી બેસતો હોવાનું ગીરનાં ખેડૂતોને ખ્યાલ હોય એમા પણ સાથે નાના બચ્ચા સાથે દીપડી અત્યંત જોખમી હોય દીપડા પરિવાર પુલ ઉપર બેઠો હોય અને પસાર થવાનું જીવલેણ સાબીત થઇ શકે તે જંગલ સીમાડા સમીપનાં અનુભવી ખેડૂતો જાણતા હોય પુલ ઉપરથી પસાર થવાનાં બદલે ખેડૂતોએ માર્ગ બદલી નાખ્યો હતો.

No comments:
Post a Comment