Saturday, November 5, 2011

તાલાલા ગીરની પ્રસિધ્ધ કેસર કેરી પર અમદાવાદમાં લેવાતું કમિશન ગેરકાયદે.

તાલાલા,તા.૪:
તાલાલ પંથકની સુપ્રસિધ્ધ કેસર કેરીનું અમદાવાદ ખાતેની ફ્રુટ માર્કેટમાં વેચાણ કરવા જતાં તાલાલ પંથકના કેસર કેરીના ઉત્પાદક કિસાનો પાસેથી કમિશન ઉતરાઈ અને તોલાઈ જેવા માર્કેટ ચાર્જીસ લેવામાં આવે છે. તે ગેરકાયદેસર હોવાનું નાયબ નિયામક અને જીલ્લા રજીસ્ટ્રાર અમદાવાદે તાલલા પંથકના કિસાન અગ્રણી વલ્લભભાઈ ફળદુને તા. ૧૮-૧૦-૧૧ના રોજ લખેલ પત્રમાં સ્વીકાર કરી આ અંગે તરત ઘટતું કરવા ફ્રૂટ માર્કેટ યાર્ડના ફળફળાદીનો વેપાર કરતા તમામ વેપારીઓને કડક સૂચનાઓ આપી હોવાનું પત્રમાં જણાવ્યું હતું.
  • મોરૂકાના આગેવાનની રજૂઆતથી કડક સુચનાઓ અપાઈ
તાલાલા પંથકમાં કેસર કેરીનું વેચાણ કરવા અમદાવાદ જતા કેસર કેરીના ઉત્પાદક કિસાનો પાસેથી કમિશન - ઉતરાઈ અને તોલાઈ સહીતનો માર્કેટ ચાર્જીસ લેવામાં આવતો હોય આ અંગે વારંવાર રજૂઆતો પછી પણ તેનો કોઈ પરીણામલક્ષી ઉકેલ આવતો ન હોય તાલાલા પંથકના કેસર કેરીના ઉત્પાદકો વતી મોરૂકા ગીર ગામના યુવા ખેડૂત અગ્રણી વલ્લભભાઈ ફળદુ એ ગત એપ્રિલ માસમાં રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી તાલાલા પંથકના કિસાનોને ન્યાય અપાવવા માંગણી કરેલ. જેના અંતર્ગત નાયબ નિયામક અને અમદાવાદ જીલ્લા રજીસ્ટર સ.મં. (શહેર) દ્વારા નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજય ગાંધીનગર તા.૩૦-૩-૧૧ના પરીપત્રનો ઉલ્લેખ કરી અમદાવાદ સહિતના રાજયની બજાર સમિતિઓને ખાસ કરી ફળફળાદી અને શાકભાજીના માર્કેટ યાર્ડોમાં કમિશન ઉતરાઈ અને તોલાઈ જેવા માર્કેટ ચાર્જીસ માલ વેચવા આવતા ખેડૂતો પાસેથી લેવાનું બંધ કરી થતી ગેરરીતિઓ તાકીદે બંધ કરવા કડક સૂચનાઓ આપેલ છે.
આ ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અમદાવાદે પણ માર્કેટ યાર્ડમાં આવતા ફળફળાદીના માર્કેટ ચાર્જીસ ફળફળાદી ખરીદનાર વેપારી પાસેથી વસુલ કરવા કડક આદેશ કર્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=344530

No comments: