Thursday, November 17, 2011

આંકોલવાડી ગીર વિસ્તારમાં મધમાખીનો વધતો ઉપદ્વવ.


તાલાલા,તા,૧૬
તાલાલાના આંકોલવાડી ગીર ગામ તથા આસપાસના ગામોની સીમમાં સંખ્યાબંધ ખેડૂતોના ખેતરમાં ઝેરી મધમાખીના ઝૂંડ એકઠા થયા છે. અમુક ગામોના ખેતરે ખેતરે ઝેરી મધમાખીના ઝૂંડે પડાવ નાખ્યો હોય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
  • આસપાસના ગામોમાં સંખ્યાબંધ જગ્યાએ મધમાખીના ઝૂંડ જામ્યા
આંકોલવાડી ગીર વિસ્તારના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરોમાં ઝેરી મધમાખીનું ઝૂંડ બહારથી આવે ત્યારે જંગલખાતાની કચેરીને જાણ કરવામાં આવે છે પણ તેઓ કહે છે કે આમા અમારે કાંઈ કરવાનું નથી. ખેતર વાડીમાં જયારે મધમાખીના ટોળા એકત્ર થાય ત્યારે તેને દૂર કરવા માટે ટ્રેકટર અને દવાનો છંટકાવ ભાડે લઈ આપવો પડે છે. તેનું ભાડું અને દવાનો ખર્ચ ખેડૂતને એક હજાર જેવો થાય છે. જયાંસુધી ખેતર કે વાડીમાંથી મધમાખીના ઝૂંડ દૂર થાય નહીં ત્યાં સુધી રહેવું ખેડૂતો અને શ્રમજીવીઓ માટે મુશ્કેલ બની જાય છે.
ઝેરી મધમાખીના ત્રાસથી તાલાલા પંથકના ખેડૂતો અને આમપ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. મધમાખીથી આંકોલવાડી ગીર વિસ્તારના લોકોને ઉગારવાની જવાબદારી કોની? જંગલખાતાની કે અન્ય કોઈની જેની હોય ને તેવા અનેક સવાલો ખેડૂતોને મધમાખીના ત્રાસમાંથી સતાવાળાઓ મુકત કરાવે તેવી માગણી ઉઠી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=8790

No comments: