તાલાલા પંથકમાં ફરી ૨.૫નો આંચકો, નાસભાગ.
તાલાલા તા. ૨૨
તાલાલા વિસ્તારમાં એક પણ દિવસ ખાલી રહ્યા વગર ભૂકંપના આંચકાઓ
અવિરત ચાલુ રહ્યા છે. સોમવારની રાતે આ વિસ્તારમાં ૧૨-૪૪ કલાકે ૨.૫ની
તીવ્રતાવાળો જોરદાર ભૂકંપ આવતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સૂતેલા
લોકો ઉંઘમાંથી ઉઠી પથારી છોડી નાસવા લાગ્યા હતા.
- એપી સેન્ટર પૂર્વ તરફ : આંકોલવાડી વિસ્તારમાં પણ અસર વર્તાઈ
ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા મુજબ સોમવારે મોડી રાતે
ભૂકંપ આવ્યો હતો. એપી સેન્ટર તાલાલાથી દશ કિલોમીટર દુર ઉતર પૂર્વ દિશામાં
નોંધાયું હતુ. ભૂકંપના આંચકાની દિશાનું એપી સેન્ટર પૂર્વ તરફ લંબાતા
આંચકાની અસર આંકોલવાડી ઉપરાંત પૂર્વ ઉતર દિશામાં આવેલા ગામોમાં અને ઉતર
દિશામાં આવેલા ચિત્રાવડ ગીર સહિતના કુલ ૨૦ ગામોમાં અસર વર્તાઈ હતી. સોમવાર
બાદ મંગળવારે પણ આંચકાઓ આવ્યા હતા. જેમાં મંગળવરે બપોરે ૨-૨૧ કલાકે ૧.૪ની
તીવ્રતા અને સાંજે ૫-૧૭ કલાકે ૧.ની તીવ્રતાવાળા સહિત મંગળવારે નાના મોટા
આંચકાઓ અવિરત ચાલુ જ રહ્યા હતા.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=10995
No comments:
Post a Comment