Thursday, November 17, 2011

ગીરગઢડામાં અચાનક જ પેલું ગરમ પગથીયું થઈ ગયું ઠંડું.

Source: Bhaskar News, Una   |   Last Updated 12:27 AM [IST](17/11/2011) 
- ગીરગઢડામાં શાળાનું ગરમ પગથીયુ ઠંડું થતા રાહત
- ભૂસ્તરીય હલચલમાં તપાસનીસ ટીમ હજુ સુધી ડોકાઇ ન હોવાનો કચવાટ
ગીરગઢડામાં આવેલી અભિનવ વિદ્યા મંદિરનાં નવા બિલ્ડીંગમાં સીડીનું પહેલુ પગથીયુ લાવા જેવુ ગરમ બનતા સજાયેલ સ્થિતિએ કૂતુહુલ સાથે ફફડાટ પણ પ્રસરાવ્યો હતો. જો કે, કલાકો પછી આજે આ પગથીયુ પુરી રીતે ઠંડું થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ભૂસ્તરીય હલચલની આ ઘટનામાં તપાસનીસ ટીમ હજુ સુધી ડોકાય ન હોવાથી કચવાટ પ્રર્સયો છે. બે દિવસ પહેલા સીડીનું પ્રથમ પગથીયુ લાવારસ જેવું ગરમ થયેલ હોય ઘટના સ્થાનિક આગેવાનોએ ગંભીરતા સમજી મામલતદારને જાણ કરેલ અને તુરત જ સ્થાનિક તપાસનીસ ટીમને તપાસ અર્થે રવાના કરેલ પરંતુ સ્થાનિક તપાસનીશ ટીમ પણ આ ગરમ પગથીયાનું નિરીક્ષણ કરી અમારા વિષય બહારની વાત છે. તેમ કહી આ બાબતનો સ્થાનિક મામલતદારને રીપોર્ટ કરેલ અને ત્યારબાદ આ અંગે જિલ્લા કક્ષાનાં અધિકારીને પણ વાકેફ કરવામાં આવેલ હતાં. પગથીયાનું ગરમ થવા પાછળનું સાચુ કારણ શોધવા માટે કોઇ આવે તે પછીના બીજે દિવસે પગથીયુ ઠંડું થવા લાગેલ અને મામલતદાર સ્થળ પર જઇ નિરીક્ષણ કરેલ હતું અને પગથીયુ ઠંડું થતુ હોય આ અંગેનું સાચુ કારણ શોધવા જિલ્લા કક્ષાએથી ટીમ આવવાની હોવાની મધલાળ આપી હતી. આજે આ પગથીયુ સંપૂર્ણ રીતે ઠંડું થઇ ગયુ છે.જ્યારે ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ રાજુભાઇ પટેલનો આજે સંપર્ક કરતા તેમણે જણાવેલ હતું કે આજે પગથીયુ સાવ ઠંડું થઇ ગયેલ હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ પગથીયુ ગરમ થવાનુ રહસ્ય અકબંધ હોય ચેમ્બર પ્રમુખે મામલતદારને પણ આ બનાવથી વાકેફ કરી હજુ સુધી તપાસ ટીમ ન આવેલ હોવાનું જણાવતા મામલતદાર દ્વારા પ્રત્યુતરમાં માત્ર આશ્વાસન સિવાય કશુ જ ન મળતા હાલ શાળાનાં સંચાલકો દ્વારા આવતીકાલથી રાબેતા મુજબ શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે પરંતુ આ બિલ્ડીંગમાં અભ્યાસ કાર્ય બંધ રાખી જુના બિલ્ડીંગમાં અભ્યાસકાર્ય શરૂ કરાશે. આ ભૂસ્તરીય હલચલની ઘટનામાં રહસ્ય મુદ્દે તપાસમાં ઉડાવ જવાબથી કચવાટ સર્જાયો છે.

No comments: