Source: Bhaskar News, Rajkot | Last Updated 1:18 AM [IST](09/11/2011)
- ચિતલના વધુ એક બચ્ચાંનો જન્મ, સાબર,પેલિકન,કાળિયાર ઉપરાંત સિંહો પણ
જન્મ્યા
રાજકોટના પ્રધ્યુમ્નપાર્ક ખાતે કુદરતી માહોલમાં મહાનગરપાલિકાએ બનાવેલું પ્રાણી સંગ્રહાલય અનેક પ્રાણીઓનું જન્મસ્થળ પણ બન્યું છે. તાજેતરમાં જ ચિતલની એક જોડીએ વધુ એક બચ્ચાંને અહીં જન્મ આપ્યો છે અને હિંસક તથા તૃણભક્ષી મળીને કુલ ૧૧ પ્રાણીઓનો જન્મ ૮ માસમાં આ ઝૂમાં થયો છે. ઝૂના ઈતિહાસમાં આ સૌથી વધુ આનંદદાયક સમયગાળો માનવામાં આવે છે.
રાજકોટ ઝૂ આમેય ખાસ કરીને સાવજો માટે બ્રિડીંગ સેન્ટર તરીકે શુકનિયાળ સાબિત થયું છે. વર્ષો સુધી આજી ડેમ ખાતે પ્રાણી સંગ્રહાલય રહ્યા બાદ મનપાએ શહેરની ભાગોળે લાલપરી તળાવના કાંઠે ટેકરી પર કુદરતી સૌંદર્યભર્યા માહોલમાં નેશનલ કક્ષાનું ઝૂ બનાવ્યું છે ત્યાં તમામ પ્રાણીઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આ નવા ઝૂમાં છેલ્લા આઠ માસમાં પ્રાણીઓના ૧૧ બચ્ચાંઓના જન્મ થયા છે. આ અંગે વિગત આપતા ઝૂ સુપ્રિ. હિરપરા અને ઇન્ચાર્જ ડૉ. બી.આર.જાકાસણિયાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષના એપ્રિલમાં વાઘના બચ્ચાનો જન્મ થયો હતો. એ પછી જૂન અને જુલાઇમાં કાળિયાર હરણના એક-એક બચ્ચાંનો, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સાવજના પાંચ બચ્ચાંનો જ્યારે ઓક્ટોબર માસમાં જ સાબરના એક બચ્ચાનો જન્મ થયા બાદ ચાલુ માસ નવેમ્બરમાં ગઇકાલે જ ચિતલના એક બચ્ચાનો જન્મ થયો છે.
હાલ રાજકોટ ઝૂમાં પ્રાણીઓની સ્થિતિ -
પ્રાણી....નર......માદા......કુલ

સિંહ......૪......૯......
......૧૩
મગર......૧......૧...... ......૨
વાઘ......૧...... ૩...... ......૪
દીપડો......૧ ૧...... ......૨
રિછ......૧......૧...... ...... ૨
સાબર...... ૩ ૩...... ....૬
ચિતલ......૩ ૨...... ......પ
કાળિયાર......૨......૪......૬
ગ્રેટ વ્હાઇટ પેલીકન......૧......૧......૨

No comments:
Post a Comment