Thursday, November 17, 2011

ખીજડીયા પક્ષી અભયારણ્યને રૃપકડા પંખીઓનો ઈંતેઝારી.

શિયાળો ન જામતા વિદેશી પક્ષીઓની પાંખી હાજરી
જામનગર, તા.૧૬
સામાન્ય સંજોગોમાં દિવાળી પછી ઠંડીની શરૃઆત થતી હોય છે પરંતુ આ વર્ષે દિવાળીના વીસ પછી પણ ઠંડીની શરૃઆત ન થવાથી પ્રખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણમાં પક્ષીઓ ઓછા પ્રમાણમાં આવ્યા છે.
કૂંજ અને પેલીકનનો જ્યા પક્ષીમેળો ભરાય છે ત્યાં અત્યારે જૂજ પક્ષીઓ
દર વર્ષ કરતા આ વર્ષે શિયાળાની શરૃઆતમાં વિલંબ થવાથી અને ઠંડી નહીં પડવાથી જામનગરથી ૧૨ કિ.મી. દુર આવેલા પ્રખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણમાં યાયાવાર પક્ષીઓ દર વર્ષ કરતા ઓછા પ્રમાણમાં આવ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે સપ્ટેમ્બરની ૧૫થી ૨૦ તારીખ વચ્ચેના સમયમાં કુંજ મોટા પ્રમાણમાં ખારા અને મીઠા પાણીના સમન્વયવાળા ખીજડીયા અભ્યારણમાં આગમન થાય છે. કુંજના આગમન બાદ નોર્ધન સેવેલર, પીન્ટેલ, કોમન ટીલ, કોમન પોચાર્દ, પેલીકન, વિઝીયન જેવા વિદેશી પક્ષીઓનું આગમન થાય છે.
પરંતુ આ વર્ષે શિયાળાની મોડી શરૃઆતને કારણે એક માસ મોડુ થતા કુંજ ઓક્ટોબર માસમાં આગમન થયું છે. તેમજ કુંજ હજારોની સંખ્યામાં આવે છે. પરંતુ આ વર્ષે કુંજની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તેનું બીજુ કારણ એ પણ છે કે જિલ્લામાં મગફળીનું વાવેતર ઘટયું છે. અગાઉ ખીજડીયા અભ્યારણમાં ૪૦ હજાર જેટલી કુંજની હાજરી નોંધવામાં આવી છે. પરંતુ આ વર્ષે તો ગત વર્ષ કરતા પણ ઘણી ઓછી સંખ્યામાં કુંજના આગમનથી પક્ષીવિદોમાં ચિંતા વ્યાપી ગઈ છે. કુંજ સાથે સાથે પેલીકન પણ મોટી સંખ્યામાં આવે છે. તેમની સંખ્યામાં આ વર્ષ ઘટાડો જોવા મળ્યો છે.
ગત વર્ષ કરતા આ વર્ષે હાલના સમયમાં દિવસ દરમ્યાન તડકો અને રાત્રીના પણ હજી સુધી ઠંડીની શરૃઆત જોઈએ તેટલા પ્રમાણમાં થઈ નથી. ઠંડીની મોડી શરૃઆતના કારણે પક્ષી અભ્યારણમાં યાયાવર પક્ષીના આગમનમાં વિલંબ થવાથી પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે.
ખીજડીયામાં ફરજ બજાવતા વનવિભાગના કર્મચારીના જણાવ્યા અનુસાર દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ધીમે ધીમે પક્ષીઓ આવવાની શરૃઆત થતી હોય છે. પરંતુ આ વર્ષે એક માસ ઠંડીની શરૃઆત મોડી થવાથી પક્ષીઓના આગમનમાં વિલંબ થયો છે. પરંતુ હવે ધીમે ધીમે પક્ષીઓની આવક શરૃ થઈ છે.
http://www.gujaratsamachar.com/20111117/gujarat/sau4.html

No comments: