જૂનાગઢ, તા.૨
ગિરનાર જંગલમાં યોજાતી પારંપરીક પરિક્રમા રૂટ પર છેલ્લા બે-ત્રણ વર્ષથી સિંહો સહિતના વન્યપ્રાણીઓ આવી ચડે છે. જેનાં કારણે પરિક્રમા અટકે છે. તેથી, લાખો યાત્રિકો આડા અવડા રૂટ પર ચાલે છે. ત્યારે આ વર્ષે પરિક્રમા દરમિયાન સાસણ, જૂનાગઢ વનવિભાગ અને સક્કરબાગ ઝૂની ત્રણ ટ્રેકર્સ પાર્ટીઓ જંગલના સિંહ અને દીપડા પર રાઉન્ડ ધ ક્લોક વોચ રાખશે.ગરવા ગિરનારની ગોદમાં વર્ષોથી યોજાતી પરિક્રમાંમાં દેશ-વિદેશથી લાખો યાત્રિકો જોડાય છે. ત્યારે તેમને કોઈ અગવડતા ન પડે અને આ જંગલ વિસ્તારમાં તેમને રહેવા અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા મળી રહે તે માટે વનવિભાગ, વહીવટી તંત્ર સહિતના તંત્રો એકાદ મહિના પહેલા જ તમામ વ્યવસ્થાઓ માટેની કામગીરી આરંભી દે છે.
- ૩૬ કિ.મી.નાં માર્ગ પર ૧પ જેટલા વાયરલેસ સેટ ગોઠવવામાં આવશે
આ ઉપરાંત પરિક્રમા રૂટ પર સાઈનબોર્ડ પણ, રખાશે. તેમજ ૧પ વાયરલેસ સેટ પણ ઉભા કરાશે. પરિક્રમા દરમિયાન વન્ય પ્રાણીઓ અને પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
૧પ સ્થળોએ દૂધ વિતરણના પોઈન્ટ બનાવાશે
જૂનાગઢઃ દર વર્ષે પરિક્રમામાં વેપારીઓ દ્વારા દુધના કાળાબજાર કરાતા હોવાની રાવ ઉઠવા પામે છે. ત્યારે ચાલુ વર્ષે દુધનો કાળાબજાર અટકાવવા પુરવઠા અને વનવિભાગે સાથે મળી અડધો લીટર લેખે દુધનો ભાવ રૂ.૧પ નક્કી કરી દીધો છે. તેમજ દુધ વિતરણ માટે અગિયાર પોઈન્ટ નક્કી કરી દીધા છે. જેમાં જીણાબાવાની મઢી પર-પ, બોરદેવી પર-૪ અને માળવેલાની ઘોડી પર-ર પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે.Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=344012
No comments:
Post a Comment