Friday, November 4, 2011

અમીત જેઠવા હત્યાકાંડની તપાસ એડિશનલ ડી.જી. સ્વરૂપને સોંપાઇ.

Source: Bhaskar News, Junagadh | Last Updated 2:08 AM [IST](04/11/2011)
 
આગામી ૨૮ નવેમ્બર સુધીમાં તપાસ રિપોર્ટ કોર્ટને સુપરત કરાશે

આરટીઆઇ એક્ટીવિસ્ટ અમીત જેઠવાની ગત વર્ષે ૨૦મી જુલાઇનાં રોજ હાઇકોર્ટ સામેજ થયેલી કરણીણ હત્યાનાં કેસમાં મૃતનાં પિતાએ આ હત્યાની તપાસ સીબીઆઇ દ્વારા થાય તેવી માંગ સાથે હાઇકોર્ટમાં નાખેલી ઘા અંતર્ગત હાઇકોર્ટ દ્વારા આ કેની તપાસ આઇપીએસ કક્ષાનાં એડીશનલ ડી.જી. દિપક સ્વરૂપ અને તેમની ટીમને સોંપતા આ પ્રકરણ પુન: ચર્ચામાં આવ્યું છે.

ઉલ્લેખનીય એ છે કે મૃતકનાં પિતાએ આ કેસમાં ભાજપનાં સાંસદ દિનુ સોલંકીની સંડોવણી હોવાનો તેમજ રાજ્યનાં પોલીસ તંત્ર દ્વારા આ કેસમાં રાજકીય અગ્રણીને છાવરતી હોવાનો આક્ષેપ કરી હાઇકોર્ટ પાસે ન્યાય માંગ્યો છે.

ગત ૨૦મી જુલાઇ ૨૦૧૦નાં રોજ રાત્રિનાં સમયે અમીત જેઠવાની હાઇકોર્ટ સામેજ ગોળી મારી હત્યા કરી દેવાના કેસમાં મૃતકનાં પિતા ભીખુભાઇ જેઠવા (બાટાવાળાએ) પોતાના વકિલ આનંદ યાજ્ઞીક મારફત યુવા પુત્રની હત્યામાં ભાજપનાં સાંસદ દિનુ સોલંકી સંડોવાયા હોવાના આક્ષેપ સાથે સમગ્ર કેસની તટસ્થ તપાસ સીબીઆઇ દ્વારા કરાવવા હાઇકોર્ટમાં ઘા નાખી હતી. જે અંતર્ગત હાઇકોર્ટનાં જસ્ટીસ ડી.એચ. વાઘેલા, તથા જસ્ટીસ ઉપાધ્યાય ક્રિમીનલ પ્રોસીઝર કોડ કલમ ૧૭૩ (૮) હેઠળ અમીત જેઠવા હત્યા કાંડની તપાસ એડીશ્નલ આઇજી કક્ષાના અધિકારી દ્વારા થાય તેમજ તેનો રિપોર્ટ આગામી ૨૮ નવેમ્બર સુધીમાં હાઇકોર્ટમાં અપાય તેવો આદેશ કર્યો હતો.

આ આદેશને લઇને આ સમગ્ર કેસની તપાસનો દોર આઇપીએસ કક્ષાના એડીશ્નલ ડીજી દિપક સ્વરૂપ તથા પી.આઇ. ડામોર તથા ઉલ્વાની નિયુક્તી કરતા આ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઉલ્લેખનીય એ છે કે ભાજપનાં સાંસદને સંડોવતા આ કેસમાં જ્યારે ફરી તપાસનો આદેશ થયા છે ત્યારે નિયુક્તી કરેલ પોલીસ અધિકારીની ટીમ ઉપર સીબીઆઇ તપાસનું ભાવિ નિર્ભર થનાર છે.

સાંસદના ઇશારે અમિત જેઠવાની હત્યા થઇ હોવાના આક્ષેપની તપાસ જ નથી થઇ : ભીખુભાઇ

મૃતકનાં પિતાએ હાઇકોર્ટનાં આદેશ અંતર્ગત એડીશનલ ડીજીને આ કેસની તપાસ સોંપાઇ હોવાની વાતને સર્મથન આપી કહ્યુ હતું કે આ હત્યા થઇ ત્યારથી જ જેના ઇશારે થઇ હોવાનો આક્ષેપ પહેલેથી જ હુ કરી રહ્યો છુ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઇ તપાસ થઇ ન હોવાનું કેટલાક મુદ્દા કોર્ટમાં રજૂ કરાયા છે. આ સંજોગોમાં પુન: તપાસનો આદેશ ચોક્કસ પરિણામ લાવશે તેવી આશા છે.

No comments: