Friday, November 25, 2011

ભેટાળી ગામની વાડીમાં પાંચ વર્ષનો દીપડો પાંજરે પુરાયો.

વેરાવળ તા.૨૪
વેરાવળ તાલુકાના ભેટાળી ગામે વાડી વિસ્તારમાં ગોઠવેલા પાંજરામાં મારણની લાલચે દિપડો વ્હેલી સવારે પાંજરે પુરાઇ ગયો હતો. આ દિપડાને સાસણગીર એનીમલ હેલ્થ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.
  • દીપડાને સાસણ ગીર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો
તાલાળા પંથકમાં ધરતીકંપના આંચકા રોજ અનુભવી રહ્યાં છે.ત્યારે વેરાવળ પંથકમાં દિપડાઓ ભય ફેલાવી રહયા છે.વધારામાં હાલ ગોળના રાબડા અને શેરડીની કટાઇ ચાલુ હોય આ વાડોમાં દિપડાઓ પડયા પાર્થયા રહે છે.શેરડીના વાડમાં પરપ્રાંતિય મજુરો મજુરીકા કરી રાત્રે વાડીમા ઝુંપડામાં સુઇ જતા હોય જેના કારણે દિપડાઓ વાડીમાં આ લોકો પર હુમલો કરે છે.આજે તાલુકાના ભેટાળી ગામે છેલ્લા કેટલાક દિવસથી દિપડો ભય ફેલાવતો અને આંટાફેરા કરતો હતો.વનવિભાગે આ જગ્યાએ ધીરૂભાઇની વાડીમાં પાંજરૂ મુકી મારણ મુકતા હતા ત્યારે આજે વ્હેલી સવારે પાંચ કલાકે દિપડો મારણની લાલચે આબાદ ઝડપાઇ જતા ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો.દિપડી પોંચ વર્ષની ઉંમરની ત્રણ ફુટ લાંબી અને છ ફુટ લંબાઇ ધરાવતી હતી.આ દિપડીને વનવિભાગ દ્વારા સાસણગીર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.
હજુ પણ બોળાશ અને ઇશ્વરીયા ગામે પાંજરા ગોઠવાયેલા છે.વનવિભાગ દ્વારા જ્યાં દિપડા રંજાડતા હોય તેના સમાચાર મળતા દોડી જઇ પાંજરૂ મુકવાની કાર્યવાહી હાથ ધરી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=11626

No comments: