Friday, November 11, 2011

માળીયા હાટીનાના જાનડી ગામે દીપડો પાંજરે પૂરાયો.


Source: Bhaskar News, Malia Hatina | Last Updated 12:07 AM [IST](11/11/2011
માળીયા હાટીના તાલુકાનાં જાનડી ગામની સીમમાંથી આજે વહેલી સવારે દીપડો પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માળીયા હાટીનાનાં જાનડી ગામે રહેતાં હિતેશભાઈ કાથળભાઈ સીંધવની વાડીમાં આઠ દિવલ પહેલા દીપડાએ પાડીનું મારણ કરતા વનવિભાગને જાણ કરાઈ હતી.
વનવિભાગનાં ફોરેસ્ટર એન.એમ.અપારનાથી, એસ.બી.ચાવડા, એન.સી.જોરા સહિતનાં સ્ટાફે બહાદુરભાઈ જસાભાઈ સીસોદીયાની વાડીમાં પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી અને આજે વહેલી સવારે ત્રણ વાગ્યે દીપડો પાંજરામાં કેદ થઈ જતાં વનવિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં વનરાજોના આંટાફેરા -
માળીયા હાટીના પંથકમાં વન્યપ્રાણીઓની દિન-પ્રતિદિન રંજાડ વધતી જાય છે. કાત્રાસા, જલંધર, દેવગામ, અમરાપુર, વીરડી, આંબલગઢ સહિતના ગામડાઓમાં દરરોજ વનરાજોના આંટાફેરાથી લોકોમાં ગભરાટ છવાયો છે.

No comments: