Tuesday, November 22, 2011

બળદનો શિકાર કર્યા બાદ ૧૪ સિંહણોની મીજબાની.



અમરેલી તા.ર૧
સિંહોના ટોળા ન હોય પણ હવે, આ યુગમાં સિંહ અને સિંહણોના ટોળા પણ જોવા મળે છે. અસ્તિત્વની લડાઈ હોય કે, ખોરાકની શોધ હોય હવે, સંગઠીત થવું એ જ એક ઉપાય હોવાનો હવે, પ્રાણીઓને પણ અહેસાસ થઈ ગયો હોય તેમ ધારીના વીરપુર ગઢીયા ગામની સીમમાં એક સાથે ૧૪ સિંહણોએ સંપીને બે બળદનો શિકાર કર્યો હતો.

  • જૂના પાતળાની સીમમાં બે દિવસ પૂર્વે બે બળદનો શિકાર કર્યો'તો
બાદમાં નિરાંતે સૌએ સાથે મળી મિજબાની માણી હતી. ૧૪ સિંહણોના એક ગ્રુપે ગઈ કાલે રાત્રે ધારીના વીરપુર ગઢીયા ગામની સીમમાં ચકોદર વિસ્તારમાં એક બળદ ઉપર હુમલો કરી, પછાડી શિકાર કર્યો હતો. બાદમાં મારણ ફરતે સિંહણોએ વીંટળાઈને આખી રાત મિજબાની માણી હતી. બે દિવસ પૂર્વે જૂના પાતળાની સીમમાં આ સિંહણોએ બે બળદોને મારી મિજબાની માણી હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=10583

No comments: