Friday, November 11, 2011

કુંકાવાવના 'સચિન તેંડુલકરે' રક્તદાનમાં સદી પુરી કરી.


Source: Bhaskar News, Amreli | Last Updated 2:57 AM [IST](10/11/2011)
- વનવિભાગમાં ફરજ બજાવતા વાઘજીભાઇ દવે માનવીય સેવાનો ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું
કુંકાવાવના વતની અને શિવ સેવા બ્લડ બેંક ચલાવતા તેમજ ગૌસેવા, પાણીના પરબ, રામરોટી જેવી સેવાકીય પ્રવૃતિ કરતા અને વનવિભાગમાં ફરજ બજાવતા વાઘજીભાઇ ડવે રક્તદાનની સદી પુરી કરી માનવીય સેવાનુ ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
રક્તદાન એ મહાદાન છે તે સુત્રને કુંકાવાવના વતની વાધજીભાઇ ડવે સાર્થક કરી બતાવ્યું છે. વાઘજીભાઇ વનવિભાગમાં ફરજ બજાવે છે ઉપરાંત ગુજરાત રાજ્ય વન કર્મચારી મહામંડળના પ્રમુખ છે તેઓ ગૌસેવા, મુંગા પશુઓને પાણી પીવા માટેના અવેડા તેમજ રામરોટીની સેવાઓ કરી રહ્યાં છે. હાલમાં ઝડેશ્વર મહાદેવ મંદિરના મહંત સુખરામદાસજી મહારાજની પ્રેરણાથી તુલશી વિવાહ અને સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૬ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા.
આ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું જેમાં વાધજીભાઇએ ૧૦૦મી વખત રક્તદાન કરી યુવાનોને રક્તદાન કરવાની પ્રેરણા પુરી પાડી છે. આ સેવાકીય પ્રવૃતિઓ બદલ સંતો, મહંતો, વિવિધ સંસ્થાઓ, આહિર સમાજ મિત્ર મંડળે તેમનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. વાઘજીભાઇએ જણાવ્યું હતું કે રક્તદાન જેવી મોટી કોઇ સેવા નથી રક્તદાનથી કોઇનું જીવન બચી શકે છે યુવાનોએ રક્તદાન કરવુ જોઇએ તેવો અનુરોધ કર્યો હતો.

No comments: