Source: Bhaskar News, Una | Last Updated 1:02 AM [IST](29/11/2011)
ઊનાના
ધોકડવા ગામની સીમમાં શાહી નદી કાંઠા વિસ્તારના સામેના ભાગે આવેલી જગદીશભાઈ
વીરાભાઈ માળવીની વાડી પાસેનાં એક અવારૂ કુવામાં સિંહણનો મૃતદેહ હોવાની જાણ
થતા વનવિભાગ જશાધાર રેન્જનાં અધિકારી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ
મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરી છે.
ગત રાત્રિનાં સમયે છ વર્ષની સિંહણ આવી ચડી હોય અને જીવંત વીજવાયરને સ્પર્શી જતા જોરદાર ઈલે.શોર્ટ લાગવાની ઘટના સ્થળે જ તરફડીને મોતને ભેટી હતી. સિંહણના મોતને છુપાવવા મૃતદેહને ઢસડી કુવામાં ફેંકી દીધો હતો.
સિંહબાળનું મોત નપિજાવનાર એક ઝડપાયો -
સિંહબાળનાં મોત અંગે વનવિભાગે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો તે કુવાની બાજુમાં વાડી ધરાવતા શખ્સે વાડીમાં ઇલે.શોક મૂકતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વાડી માલિક સણોસરીનાં જસા ભગવાન બલદાણીયાની અટક કરી આગવી ઢબે પૂછતાછ કરતાં તેને ગુન્હો કબુલી લીધો હતો. જ્યારે તેને મદદ કરનાર તેનો ભાઇ ભીખા ભગવાન નાસી છુટ્યો હોય તંત્રએ તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વનવિભાગે ઘટના સ્થળેથી ફેન્સિંગ વાયર તેમજ ઘટના બાદ તે અંગે રહિર્સલ કરાવી તેની વિડીયોગ્રાફી કર્યાનું પણ જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-dead-body-got-into-well-in-dhokadvas-farm-2600396.html?OF5=
No comments:
Post a Comment