Saturday, November 5, 2011

ગિરનારી ગીધોનું સરનામું બદલાશે જરૃર પડયે રક્ષિત વલ્ચર કોલોની.

જૂનાગઢ - ગિરનાર પર રોપ-વે યોજનાને મંજૂરી મળી ગઈ છે ત્યારે આ વિસ્તારમાં ગિરનારી ગીધના આશ્રય સ્થાન પર પક્ષીવિદોએ અભ્યાસ કર્યો હતો, અને ગીધને તનાવ યુકત રાખવા માટે નવી સાઈટ નક્કી કરી વલ્ચર કોલોની બનાવવા અભિપ્રાય આપ્યો હતો. તેના આધારે ગીધને તનાવ મુકત રાખવા ગિરનારની પાછળ અથવા સક્કરબાગની પાછળથી જોગણીમાં ડુંગર વિસ્તારની સાઈટ નક્કી કરાશે. તેમજ તેના સંવર્ધન અંગે નીરીક્ષણ અને જરૃર પડયે તે વિસ્તારને રક્ષિત જાહેર કરાશે.
જૂનાગઢના ગરવા ગિરનાર પર રોપ-વે યોજનાને શરતી મંજૂરી મળ્યા બાદ ગીધના રહેઠાણ તથા તેની વર્તુણુંકના અભ્યાસ માટે પક્ષીવિદો આવ્યા હતા, અને તેઓએ ગિરનાર પર બે - ત્રણ દિવસ રોકાઈ ગિરનારી ગીધનો અભ્યાસ કર્યો હતો. ગિનરાર ઉપર તથા આસપાસના વિસ્તારોમાં કુલ ૧૯૦૦ જેટલા ગીદના માળા આવેલા છે. પરંતુ તેમાં સંખ્યા ઘણી ઓછી છે. રોપ-વે બની ગયા બ ાદ ગીધને તનાવ ન રહે અને તેઓ પોતાનું જીવન કોઈ પણ જાતની ખલેલ વગર પસાર કરી શકે તે માટે પક્ષી વિદોએ અન્ય વિસ્તારમાં વલ્ચર કોલોની બનાવવા અભિપ્રાય આપ્યો હતો.
પક્ષ વિદોના અભ્યાસ બાદ તંત્ર દ્વારા સક્કર બાગ પાછળથી જોગણીયા ડુંગર સુધીનો વિસ્તાર અથવા ગિરનારની પાછળના ભાગમાં સાઈટ નક્કી કરવામાં આવે એવી શકયતા છે. ગીધ તનાવ મુકત રહે અને તેનું યોગ્ય સંવર્ધન થાય એ માટે નિરીક્ષણ રાખવામાં આવશે. તેમજ જરૃર પડયે એ વિસ્તારને રક્ષિત પણ જાહેર કરવામાં આવશે. જાણકારોના મત મુજબ ગિરનાર ઉપર તથા આસપાસના વિસ્તારમાં માળા કરતા ગીદની ઘણી ઓછી સંખ્યાના કારણે રોપ-વે યોજનાને મંજૂરી મળી છે.
Source: http://www.gujaratsamachar.com/20110623/gujarat/sau2.html

No comments: