Monday, November 7, 2011

માતાથી વિખૂટા પડેલા રોઝના બચ્ચાંને કૂતરાંઓએ ફાડી ખાધું.


Source: Bhaskar News, Liliya | Last Updated 1:59 AM [IST](07/11/2011)
 - નાનાલીલિયાના પ્રકૃતિ પ્રેમીએ ઘરે સારવાર આપી બચાવી લીધુ
લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે પોતાની માતાથી વખિુટા પડી ગયેલા બાળરોઝને પાછળ પડેલા કુતરાઓએ ગંભીર રીતે ઘાયલ કરી દીધુ હતું. આ બાળરોઝને ગામના એક પ્રકૃતપિ્રેમીએ બચાવી બે દિવસ ઘરમાં સારવાર કરી બાદમાં શનિવારે વન વિભાગને સોંપી
દીધુ હતું.
જંગલના નિયમો એવા ક્રુર છે કે ક્યારે ક્યા પ્રાણીને મોત આંબી જાય કે ક્યાં પ્રાણીનો ચમત્કારિક બચાવ થઇ જાય તે નકકી હોતુ નથી. આવી એક ઘટનામાં બાળરોઝને નવુ જીવન મળ્યું હતું. લીલીયા તાબાના નાના લીલીયા ગામની સીમમાં ત્રણ દિવસ પહેલા દસ જેટલા કુતરાઓ માતાથી વખિુટા પડેલા એક માસના બાળરોઝ પર ત્રાટક્યા હતા.
આ કુતરાઓએ રોઝબાળને ગંભીર રીતે ઘાયલ કરી દીધુ હતું. રૂે કે આ સમયે નાના લીલીયાના દિનુભાઇ ઉમરભાઇ સુમરાએ હિમતભેર કુતરાઓને દુર ખસેડી આ બાળરોઝને બચાવી લીધુ હતું.
દિનુભાઇ સુમરાએ બે દિવસ સુધી આ બાળરોઝને પોતાના ઘરે રાખ્યુ હતુ અને દુધ પીવરાવી તેની સારસંભાળ લીધી હતી. આ અંગે તેમણે આરએફઓ એ.કે.તુર્કને જાણ કરતા તેમની સુચના મુજબ સ્થાનિક વનમિત્રએ ત્યાં દોડી જઇ બાળરોઝનો કબજો લીધો હતો. હવે સારવાર બાદ તેને મુક્ત કરી દેવાશે.

No comments: