Friday, November 4, 2011

જૂનાગઢ-મેંદરડા બાયપાસ રોડ ફક્ત બે મહિનામાં જ તૂટી ગયો.

જૂનાગઢ, તા.૩જૂનાગઢ જિલ્લામાં તમામ રસ્તાઓની બિસ્માર હાલત અંગે વારંવાર ઉઠતી ફરિયાદ બાદ તંત્ર દેખાડા પુરતુ કામ કરીને સંતોષ માની લે છે. અનેક ફરિયાદો બનાવાયેલા રસ્તાઓ માત્ર છ જ મહિનામાં તુટી જાય છે. પરંતુ જૂનાગઢથી મેંદરડા બાયપાસનો આશરે ર૦ કિ.મી. જેટલો રસ્તો બનાવ્યા બાદ માત્ર બે જ મહિનામાં ધોવાઈ ગયો હોવાની રાવ સાથે રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાની માંગણી ઉઠવા પામી છે.
  • મહેસુલ મંત્રીના હસ્તે ખાતમુર્હૂત કરાયું હતું એવો
  • સત્વરે પગલા લેવાની આસપાસના ગ્રામજનોમાંથી ઉઠેલી ઉગ્ર ફરિયાદ
તાજેતરમાં થોડા માસ પહેલા જૂનાગઢ-ધંધુસર રોડ પર સ્કુલની સીટી બસ પલ્ટી મારી ગઈ હતી. જેમાં અનેક બાળકો ઘાયલ થયા હતા અને બે બાળકોના મૃત્યું પણ થયા હતાં. આ રસ્તો પણ બન્યાના છ મહિનામાં સંપૂર્ણ પણે ધોવાઈ ગયો હતો. ત્યારે માત્ર બે મહિના પહેલા બનાવાયેલ જૂનાગઢ-મેંદરડા રોડ પણ માત્ર બે જ મહિનામાં તુટી જતા તંત્રનું વધુ એક ભોપાળુ છતું થયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રસ્તાનું ખાતમૂહૂર્ત મહેસુલમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગાંધીગ્રામ-ઈવનગર થઈને મેંદરડા જતો આ રસ્તો ટુંકો હોવાથી મોટાભાગના શહેરીજનો અને સાસણ, ગાંઠીલા જતા યાત્રિકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. સમય અને નાણા બચતા હોય દિવસ દરમિયાન આ રસ્તો ટ્રાફીકથી ધમધમતો રહે છે. આ તમામ બાબતોને ધ્યાને લીધા વગર આડેધડ રસ્તો બનાવી નંખાતા માત્ર બે જ મહિનામાં રસ્તો તુટી ગયો છે. અને પ્રજાના લાખો રૂપિયાનું ધોવાણ થઈ ગયું હોવાની રાવ સાથે આ વિસ્તારના રહેવાસીઓએ આ રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર સામ કાયદાકીય પગલા લેવાની માંગણી કરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=344188

No comments: