તાલાલા,તા.૪
તાલાલા પંથકમાં આવતા ભૂકંપના આંચકાની વણઝાર ફરી શરૂ થતાં લોકો ભયભીત થઈ ગયા છે. આજે સવારથી તાલાલા પંથકમાં ધરતીકંપના આંચકા અવિરત આવતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
- એક આંચકો ર.૬ની તીવ્રતાનો : લોકોમાં નાસભાગ
આજે સવારથી શરૂ થયેલા ભૂકંપી આંચકાની અસર તાલાલા શહેર ઉપરાંત ચિત્રાવડ, બોરવાવ, ભાલછેલ, સાંગોદ્રા, હરીપુર, હિરણવેલ,
જેપુર સહિત તાલાલા પંથકના ગામોમાં થઈ હતી. તાલાલા પંથકને ધ્રુજાવનાર ધરતીકંપના આંચકા અંગે ગાંધીનગર સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા પ્રમાણે આજે શુક્રવારે સવારે ૭.૦૧ કલાકે આવેલ ધરતીકંપનો આંચકો ૧.પ, ૮.પ૯ કલાકે આવેલ આંચકો ૧.૮, સવારે ૯.૩૦ કલાકે આવેલો આંચકો ૧.૧
, સવારે ૯.૪૮ કલાકે આવેલો આંચકો ૧.ર
, સવારે ૧૦.૩૭ કલાકે આવેલ આંચકો ૧.૭
, બપોરે ૧.પ૬ કલાકે આવેલો આંચકો ૧.૪
, બપોરે ૩.૩
, કલાકે આવેલ આંચકો ર.૬ની તીવ્રતાના હતા. આજે આવેલ ધરતીકંપના આંચકાથી પૈકી ચાર આંચકાનું એ.પી.સેન્ટર નોર્થ-વેસ્ટ દિશામાં તાલાલાથી ૧૦ થી રપ કિ.મી.માં નોંધાયું હતું. જયારે ચાર આંચકાનું એ.પી.સેન્ટર સાસણથી ઈસ્ટ દિશામાં ૧૦ થી ૧પ કિ.મી. દૂર નોંધાયું હતું. બપોરે ૩.૩૪ કલાકે આવેલ ર.૬ની તીવ્રતાવાળા આંચકાની અસર તાલાલા નગરમાં ભારે માત્રામાં થઈ હતી. બપોરે આવેલ ભારે આંચકાથી તાલાલા તથા આજુબાજુના ગામોના લોકો ભયભીત બની આમ તેમ દોડવા લાગ્યા હતા. તાલાલા પંથકમાં ફરી ધરતીકંપના ભારે આંચકાની વણથંભી વણઝાર શરૂ થતાં તાલાલા નગર તથા આજુબાજુના ગામોની ગ્રામ્ય પ્રજા ફફડી ઉઠી છે.
Source:
http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=344639
No comments:
Post a Comment