Source: Bhaskar News, Savarkundla | Last Updated 12:24 AM [IST](16/11/2011)
સાવરકુંડલા
પંથકમાં વસતા સાવજો ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર લોકોના ઉપયોગી પશુઓનું
મારણ કરે છે. ગઇસાંજે સાવરકુંડલા તાલુકાના મેવાસામાં અહિંના પર્યાવરણપ્રેમી
મંગળુભાઇ ખુમાણની વાડીમાં સાવજે બળદનું મારણ કર્યું હતુ. આશ્ચર્યની વાત એ
છે કે અહિં બે બળદો બાંધેલા હોવા છતાં સાવજે એક જ બળદને મારી નાખ્યો હતો
જ્યારે બીજાને ઇજા પણ પહોંચાડી ન હતી.
નવાઇની વાત તો એ છે કે મંગળુભાઇ ખુમાણની વાડીએ બે બળદ બાજુબાજુમાં બાંધેલા હતા. આમ છતાં સાવજે માત્ર એક બળદનું જ મારણ કર્યું હતુ. બીજો બંધાયેલો બળદ છુટી શક્યો ન હતો અને તેણે મજબુરીમાં તેના સાથી બળદને સિંહનો ખોરાક બની જતા જોયો હતો પરંતુ સાવજે બીજા બળદને ઇજા પણ પહોંચાડી ન હતી.
No comments:
Post a Comment