Source: Bhaskar News, Surat | Last Updated 8:12 AM [IST](22/11/2011
સુરતથી
૨૦ કિ.મી.ના અંતરે આવેલા સુંવાલીના દરિયા કાંઠે મુંબઈની રીઅલ એસ્ટેટ કંપની
એટલાન્ટા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલેપમેનટના રૂપિયા ૧૦,૦૦૦ કરોડના થીમ પાર્ક
પ્રોજેક્ટને ગુજરાત સરકાર દ્વારા લીલીઝંડી મળી જતાં હવે આ પ્રોજેક્ટ શરૂ
કરવાનો માર્ગ મોકળો બની ગયો છે.
પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ સુરતમાં ટુરીસ્ટ સ્પોટવિકસાવવાનું વર્ષો પહેલાં રાજ્ય સરકારે નક્કી કર્યું હતું અને સુંવાલીના દરિયાકાંઠાને આઇડેન્ટીફાય કરાયો હતો. મુંબઈના રીઅલ એસ્ટેટ કંપનીએ આમાં ઝુંકાવ્યું હતું. ગુજરાત ઇન્ડટ્રીઅલ ડેવલપમેન્ટ બોર્ડ અને ગુજરાત ટુરીઝમ બોર્ડે આ પ્રોજેક્ટને મંજુરીની મહોર મારી દીધી છે. હવે માત્ર સ્ટેટ કેબીનેટની ફાયનલ મંજુરી બાકી છે, જે એકાદ સપ્તાહમાં મળી જશે એમ જાણવા મળ્યું છે.
થીમ પાર્કનો વિકાસ કેવી રીતે થશે...
સુંવાલીના દરિયાંકાંઠે સાકાર થનારા થીમ પાર્ક પ્રોજકટ કુલ ચાર તબકકામાં પુરો થશે.પહેલો તબક્કો એપ્રિલ ૨૦૧૨માં શરૂ થશે. પ્રોજક્ટ ૧૩ સ્કવેર કિલો મીટર વિસ્તારમાં બનશે.જેમાં નેચર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, બીચ પાર્ક, આઇસ સ્ટકેટિંગ અને સ્કીઇંગ ડોમ, રેસ્ટોરાં, હોટલ્સ, સ્ટુડીઓઝ, ફોરેસ્ટ વિલા, બીચ વિલા વગેરે બનશે.
Source: http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-gujarat-govt-approves-2-billion-theme-park-in-surat-2583125.html?HT2=
No comments:
Post a Comment