વધુ એક સિંહણ પરિક્રમા માર્ગ પર આવતા ફફડાટ.
જૂનાગઢ, તા.૮
પરિક્રમા શરૂ થાય તેના આગલા દિવસે એક સિંહણ જાબુંડી નાકા પાસે આવી ચડયાની
ઘટના બાદ આજે બીજી વખત વધુ એક સિંહણ જીણાબાવાની મઢી વિસ્તારમાં પરિક્રમા માર્ગ પર
ચડી આવી હતી. આજે બપોરે આવી પહોંચેલી આ સિંહણને પરિક્રમા માર્ગથી દૂર ખસેડયા બાદ
આખો દિવસ ટ્રેકર્સ પાર્ટીએ તેનું ધ્યાન રાખ્યું હતું.
- એકાદ કલાક રસ્તો બંધ કરાયો,
ટ્રેકર્સ પાર્ટીએ આખો દિવસ વોચ રાખી
ગત શનિવારે સાંજના સમયે આશરે બે લાખ ભાવિકોની હાજરી વચ્ચે એક સિંહણ ચાર
ચોકથી જાબુંડી નાકા વિસ્તારમાં આવી ચડી હતી. સિંહણે ધામા નાખતા આશરે એકાદ કલાક માટે
પરિક્રમા અટકાવી દેવાની ફરજ પડી હતી. દરમિયાન, આજે બપોરના સમયે
બીજી એક સિંહણ જીણાબાવાની મઢી વિસ્તારમાં પરિક્રમા માર્ગ પર આવી પહોંચી હતી. જાણ
થતા જ ડી.સી.એફ. કે.એ.ગાંધીની સુચનાથી ટ્રેકર્સ પાટીએ સિંહણને લોકેટ કરીને પરિક્રમા
માર્ગથી દૂર લઈ જવાની કાર્યવાહી શરૂ કરી હતી. આજે પણ એકાદ કલાક માટે પરિક્રમા
અટકાવી દેવી પડી હતી. જો કે અહીથી મોટાભાગના યાત્રિકો જતા રહ્યા હોવાથી વનવિભાગની
ચિંતામાં ઘટાડો થયો હતો. છતાં પણ યુવાન અને ખૂંખાર એવી આ સિંહણ ફરી વખત રૂટ પર ન
આવી ચડે તે માટે આખો દિવસ ટ્રેકર્સ પાર્ટીએ સિંહણ પર વોચ રાખી
હતી.
No comments:
Post a Comment