ઉના તા.૨૯:
ઉના તાલુકાનાં ધોકડવાની સીમમાં સિંહણનાં મોતને અકસ્માતમાં ખપાવી
દેનારા બે ખેડુતોની ઘરપકડ કરવામાં આવી છ. બંનેને રિમાન્ડની માંગણી સાથે ઉના
કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. દરમિયાન, ઈલે. શોક આપીને સિંહણને માતને ઘાટ ઉતારવામાં વપરાયેલો ઈલે.વાયર પણ કબ્જે કરાયો છે.- રિમાન્ડની માગણી સાથે બન્નેને ઉનાની કોર્ટમાં રજૂ કરાયા
સિંહણનું મોત ઈલે. શોકનાં કારણે થયુ હોવાનું બહાર આવતા જંગલ ખાતાએ તપાસને વેગવંતી બનાવી હતી. જે કુવામાંથી મૃતદેહ મળ્યો હતો, તે કુવાથી થોડે દુર સણોસરાના જશા ભગવાન બલદાણીનું ખેતર છે. ખેતરમાં રહેલા પાકને પ્રાણીઓથી બચાવવા માટે ખેતર ફરતે લોખંડની વાડ બનાવી હતી.
રાતના સમયે તેમાં ઈલે. શોક પસાર કરાવવામાં આવતો હતો. આ શોકના કારણે જ સિંહણનું મોત નિપજયાનું બહાર આવ્યુ છે.
આ બનાવને છૂપાવવા માટે જસાના ભાઈ ભીખા ભગવાને પણ મદદગારી કરી હોવાનું બહાર આવતા બંનેની ઘરપકડ કરવામા આવી છે. બન્નેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=13228
No comments:
Post a Comment