Friday, November 11, 2011

ગીરના ૫૨૮૯ લાભાર્થીને ૮ કરોડની સહાય અપાશે.

તાલાલા ગીર તા.૧૦,
અહીં માર્કટીંગ યાર્ડના મેદાનમાં શનિવારે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ગીર પંથકના ૫૨૮૯ લાભાર્થીઓને ૦૮,૦૫,૨૫,૦૦૦ની રોકડ સહાય ચુકવવામાં આવશે.
  • બેન્ક ધીરાણને સહાય તરીકે બુદ્ધિપૂર્વક ગણાવી દેવામાં આવ્યુ !
ગીર પંથકના ગરીબોને આપવાની સહાય અંગે તંત્ર દ્વારા યોજનાવાર લાભાર્થીની વિગત દર્શાવતા પત્રકમાં કિસાનોને આપવામાં આવેલા પાક ધિરાણનો પણ સમાવેશ કર્યો હોય તાલાલા પંથકના કિસાનોમાં ભારે રોષ ફેલાયો છે. આ કિસાનોને એસબીઆઈની આંકોલવાડી માધુપુર ગીર- સાસણગીર અને તાલાલા શહેર સહિતની કુલ ચાર બ્રાન્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચાર બ્રાંચ દ્વારા ૨૮૪ કિસાનોને જમીન ગીરો કરી કુલ ૩ કરોડ ૬ લાખનું પાકધીરાણ આપ્યું છે.યુનિયન બેન્કે ૨૮ કિસાનોને ૩૬ લાખ ૨૩ હજારનું પાકધીરાણ આપ્યું છે.આમ કુલ ૩૧૨ ખેડૂતોને સાડા ત્રણ કરોડની ચુકવણી કરાઈ છે.ખેડૂતોની જમીનને મોરગેજ કરી આપી છે. આ પાકધીરાણ ખેડૂતો વ્યાજની થતી રકમ ભરી દર વર્ષે નવા જુનુ કરે છે. તાલાલા વિસ્તારના ગરીબ ખેડૂતોને આપવાની સહાયમાં સમાવેશ કરવામાં આવે છે . શું ખેડૂતોને આપવાની સહાય તરીકે ગણવામાં આવશે ? કે પછી ગરીબ કલ્યાણ મેળાની સહાયનો આંકડો મોટો કરવા ખેડૂતોને આપેલા ધીરાણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે? આ મેળો ગરીબોને ફાયદો કરશે કે ફારસ પુરવાર થશે એ તો હવે પછીના દીવસો જ કહેશે.

વેરાવળમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો

વેરાવળઃ વેરાવળ તાલુકાનો ગ્રામ્ય વિસ્તારનો ગરીબ કલ્યાણ મેળો આજે મંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમા ગ્રામ્ય વિસ્તારના ૭૮૧૩ લાભાર્થીઓને ૩૮૦ લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી.આ તકે ધારાસભ્ય રાજસીભાઇ જોટવા, માધાભાઇ બોરીચા,વંદનાબેન મકવાણા, ભગવાનજી કરગંઠીયા સંજયભાઇ ડોડીયા સહિતના ભાજપના અગ્રણી,પદાધિકારી સહિતના ઉપસ્થિત રહયા હતા.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=6894

No comments: