Friday, November 25, 2011

અરે! આ પેન તો પ્રાણીનું નામ પણ બોલે છે!


Source: Bhaskar News, Surat   |   Last Updated 1:26 AM [IST](25/11/2011)
કોઈ પેનને તમે બોલતાં સાંભળી છે? તેને ચોપડીની અંદરના પ્રાણી પર મૂકતાં તેનું નામ બોલે છે? નહીં ને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત મોન્ટેસોરી વર્લ્ડ દ્વારા ઇ-પેન લોન્ચ થઈ છે. આ પેનને સાથે આપેલી ચોપડીમાં કોઈ પણ જગ્યાએ મૂકો તો તે ચિત્રનું નામ બોલે.
પ્લે ગ્રુપની ચોથા ધોરણના બાળક માટે ગમ્મત સાથે જ્ઞાન મેળવવા આ પેન ઉત્તમ છે. સિંગાપોરના મોન્ટેસોરી વર્લ્ડ દ્વારા બનાવવામાં આવેલી આ પેનનું નામ ઇ-પેન છે. જેનો અવાજ નાના બાળક જેવો જ હોય છે. આ અંગે વડોદરાના મોન્ટેસોરી વર્લ્ડના માલિક મનીષ શાહ કહે છે, ‘આ પેન અમે સિંગાપુરથી ઇમ્પોર્ટ કરીએ છીએ. ગઇકાલે જ અમે આ પેન લાવ્યા છીએ. આ પેનને મેજિક પેન પણ કહી શકાય, સાથે આપેલા બુક સેટની ઉપર ગમે ત્યાં પેન મૂકતાં પેન તે વસ્તુ, સ્થળ, વ્યક્તિ, પ્રાણીનું નામ બોલે.’
પેનનું બટન ઓન કરતાં પેન ઓટોમેટિક ચાલવા લાગશે. આ પેનની સાથે દુનિયાના ૩૨ નકશા અને આઠ અલગ અલગ બુકસ આવે છે જે ધોરણ ૪ સુધી ઉપયોગી હોય છે.
પેન વિશે મનીષ શાહ કહે છે, ‘આ પેન ચાર્જેબલ છે તેમાં યુ.એસ.બી કનેકશન આપ્યું છે તેને કલેકટ કરતાં તે ચાર્જ થઈ જશે અને ચાર જીબીનું સ્ટેજ હોવાથી તેમાં કોઈ પણ પ્રકારના સોફ્ટવેર પણ નાંખી શકાય છે. ઘેનમાં ગેમ પણ આવે છે જો કોઈ વિદ્યાર્થી એટલસ પર આ પેન રાખે અને ગેઇમનું બટન દબાવે તો પેન એક સવાલ પૂછે છે સાચા જવાબોના વખાણ કરે છે અને ખોટા જવાબ માટે ટ્રાયલ અગેઇન કહે છે. આ પેનલની વધુ ખાસિયત એ છે કે એમાં પી થ્રી પ્લેયર પણ છે. આમાં સોંગ અપલોડ કરીને તેને વગાડી પણ શકાય છે.’ આ પેનની કિંમત R ૬૦૦૦ છે પરંતુ ફેરમાં R પ૧૦૦માં વેચાય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-e-pan-launch-in-surat-2590333.html?HFL-9=

No comments: