Saturday, November 5, 2011

વંડાની કામગીરી સ્થગિત કરવા ખાત્રી મળતા માલણકામાં ગૌચર જમીનના.

મેંદરડા તા.૪:
મેંદરડા તાલુકાના માલણકામાં ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગૌચરની જમીનમાં જંગલ ખાતા દ્વારા વંડી બનાવવાના વિરોધમાં ચાલતા આંદોલનનો આજે અંત આવ્યો છે.
  • વંડા પ્રશ્ને ચાલતા આંદોલનનો અંતઃમાજી મંત્રીના હસ્તે ઉપવાસીઓના પારણા
ગૌચરની જમીનમાં જંગલખાતા દ્વારા વંડી બનાવવાનું શરૂ કરાતા જંગલખાતાના આ પગલાના વિરોધમાં માલણકાના ગામલોકો છેલ્લા બાર દિવસથી મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા.
આજે ઉપવાસના બારમા દિવસે માજી પશુપાલન મંત્રી દેવાણંદભાઈ સોલંકી અને તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ વિઠલાણીએ જંગલખાતાના અધિકારીઓ અને રેવન્યુ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા અત્યારે જે ગૌચરમાં જમીનનો વિવાદ છે તેનો સંપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી વંડો બનાવવાની કામગીરી સ્થગિત કરી દેવાની ખાત્રી આપતા આંદોલન પૃર્ણ થયું હતું અને ઉપવાસીઓને માજી મંત્રી દેવાણંદભાઈ સોલંકી અને રાજેશભાઈ વિઠલાણીએ લીબુ સરબત પીવડાવી પારણા કરાવ્યા હતા.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ગૌચરના વિવાદને લઈને આ ગામના ઘરથાળના પ્લોટના લાભાર્થીઓને છેલ્લા દસ વર્ષથી જમીનના અભાવે પ્લોટની ફાળવણી થઈ શકતી નથી અને લાભાર્થીઓ લાભથી વંચિત છે.આ બાબતે સત્વરે નિકાલ થાય તેમ ગામલોકો ઈચ્છી રહ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=344531

No comments: