Tuesday, November 22, 2011

રોપ-વે : ભેસાણ તરફના વિકલ્પની પણ ચકાસણી.


જૂનાગઢ, તા.૨૦
ગિરનાર રોપ વે ના અભ્યાસ માટે આવેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીની ટીમે આજે ભેસાણ તરફના વિકલ્પ અંગેની ચકાસણી કરી હતી. ત્યાર બાદ વનવિભાગના ટોચના અધિકારીઓ સાથે દોઢેક કલાક સુધી ચર્ચાઓ કરીને કમિટીએ વિદાય લીધી છે.
·        કમિટીનાં સભ્યોએ જૂનાગઢથી નિકળી સાસણ પહોંચ્યા
ગઈકાલે બપોરે જૂનાગઢ આવી પહોંચેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના ચેરમેન સહિતના ત્રણ સભ્યોની ટીમે ગિરનાર રોપ વે ની મૂખ્ય સાઈટ તેમજ દાતાર પર્વત તરફની વૈકલ્પિક સાઈટનો અભ્યાસ કર્યો હતો. આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં આ ટીમે જૂનાગઢ નજીકના બામણગામ ખાતે પહોંચી જઈને ભેસાણ તરફના વિકલ્પ અંગેની ચકાસણી કરી હતી. જો કે આ તરફનો વિકલ્પ ગિરનાર પર્વતથી છેક ર૦ કિ.મી. જેટલો દૂર હોવાથી કમિટીના સભ્યોએ પ્રાથમિક તપાસ કરી હતી. ત્યાર બાદ ભવનાથમાં ફોરેસ્ટ ગેસ્ટહાઉસ ખાતે ગાંધીનગરથી આવેલા વનવિભાગના રાજ્યના ટોચના અધિકારીઓ અને કમિટીના સભ્યો વચ્ચે ચર્ચાઓ થઈ હતી. જેમાં જૈન સમાજનો વિરોધ, ડોળીવાળા અને ગિરનારી ગીધ મુખ્ય મુદ્દા તરીકે રહ્યા હતાં. રાજ્યના વનવિભાગના અધિકારીઓએ આ ત્રયેણ મુદ્દા ઉકેલાઈ ગયા હોવાના અને તેની તકેદારી અંગેના જવાબો કમિટી સમક્ષ સંતોષકારક રીતે રજૂ કર્યા હતાં.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=10289

No comments: