Source: Bhaskar News, Junagadh | Last Updated 2:58 AM [IST](15/11/2011)
-તંત્ર માટે પડકાર રૂપ પરિક્રમા પછી મોટા ભાગનો સ્ટાફ શરદી, કફ, તાવ જેવી બિમારીમાં પટકાયા
પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો કાર્તિક અગિયારસથી પ્રારંભ થયો હતો. અને દેવ દિવાળીએ પૂર્ણ થઈ હતી. આ વર્ષે કેટલાક પરિક્રમાર્થીઓએ આગોતરી પરિક્રમા પ્રારંભી દીધી હતી. તે સાથે પૂર્ણ થઈ ત્યારે આઠ લાખ આસપાસ પરિક્રમાર્થીઓનું અહીં આગમન રહ્યું હતું. આ સંજોગોમાં ૩૬ કિ.મી. લાંબી પરિક્રમા માટે તેમની સુરક્ષા અને સુખાકારી સુવિધા માટે વનવિભાગ સહિત વિવિધ વિભાગનો સ્ટાફ પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવ્યો હતો.
પરિક્રમા પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ છ-છ દિવસ જંગલ મધ્યે ખડેપગે રહેનાર વન વિભાગનો મોટાભાગનો સ્ટાફ શરદી, ઉધરસ, કફ તેમજ સામાન્ય તાવની બિમારીમાં સપડાયો છે.
જો કે, રેન્જ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફની પોઈન્ટ કેબીન પાસે સફાઈ અને દવાનો છંટકાવ થતો ન હોવાથી મેલરીયા તાવમાં આ કર્મીઓ સપડાયા છે.
શા કારણે બિમાર પડ્યા ?
પ્રકૃતિ સાથે કાયમી બાથ ભીડતા વનવિભાગનાં કર્મચારીઓ પરિક્રમા બાદ બિમાર પડી ગયા છે. વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, પરિક્રમા દરમિયાન અનિયમીત ઉંઘ, ધૂળ ઉડવી, અનિયમિત ભોજન, વહેલી સવારે પડતો ઠાર વગેરે પરબિળોનાં કારણે મોટાભાગનો સ્ટાફ બિમાર પડ્યો છે.
વિસાવદર રેન્જનો સ્ટાફ પણ મલેરીયા તાવમાં -
વિસાવદર રેન્જનાં ખાંભળા, રાજપરા, કુટીયા અને ઘાસ રાઉન્ડના વનકર્મચારીઓ મેલેરીયા, ઝેરી મેલેરીયા તેમજ સામાન્ય તાવમાં સપડાયા છે.
No comments:
Post a Comment