Tuesday, September 16, 2008

તાલાલાના ઇતિહાસમાં પ્રથમવાર ભવ્ય ગણેશ વિસર્જનયાત્રા નીકળી

Bhaskar News, Talala
Monday, September 15, 2008 00:36 [IST]

તાલાલામાં વિવિધ મંડળો દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં ગણેશની અગિયાર પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. તેર દિવસ સુધી દુંદાળા દેવનું પૂજા-અર્ચન કરી લોકો આજે વિધ્નહર્તાને વિદાય આપવા વિસર્જન શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાતા તાલાલામાં પ્રથમવાર એક કિ.મી. લાંબી વિશાળ શોભાયાત્રા જોવા મળી હતી.

પ્રતિમાઓ વિવિધ વિસ્તારો શહેરના જૂના બસસ્ટેશન ચોક ખાતે આવી, ત્યાંથી સમૂહ શોભાયાત્રા શરૂ થતાં ઢોલ-નગારાના ધૂમ અને ડી. જે. સાઉન્ડ સીસ્ટમ ઉપર અબીલ-ગુલાલની છોળ વરચે બાળકો-યુવાનો મનમૂકી નારયા હતા.

શોભાયાત્રા શહેરના મુખ્યમાર્ગ ઉપર ફરી બ્રહ્મેશ્વર મંદિરે પહોંચી હતી. જયાં મંદિરના મહંત સોબરનદાસ બાપુએ દરેક ગણેશ પ્રતિમાઓનું પૂજન કરી અને દરેક મંડળોએ સમુહમાં મંગલ આરતિ કર્યા બાદ વૈદિક મંત્રોરચારથી લોકમાતા હીરણનદીમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું.

ત્યા ઊમટી પડેલી માનવમેદનીએ પોતાના ભગવાન ગણેશને ‘ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલદી આ’ ના ગગનભેદી નાદ સાથે ભાવપૂર્વક વિદાય આપી હતી.

Source: http://www.divyabhaskar.co.in/2008/09/15/0809150038_ganesh_festival_celebrate.html

ટીખળખોરે ‘૧૦૮’ એમ્બ્યુલન્સને તાલાલાથી સાસણ સુધી દોડાવી

Bhaskar News, Talala
Monday, September 15, 2008 00:40 [IST]

અનેક દરદીઓને સમયસર સારવાર માટે દિવસ-રાત પહોંચાડવામાં અતિ મહત્વની બનેલી ૧૦૮ સેવા સાથે ગઇકાલે સાસણ (ગીર)થી કોઇ ટીખળખોરે ફોન કરી ખોટી રીતે ૧૦૮ સેવાને દોડાવી મૂકી મજાક કરતાં આ શખ્સ સામે લોકોમાં રોષ ફેલાયોછે. પોલીસ આ ટીખળી શખ્સ સામે કડક હાથે કામ લે તેવી માંગ ઉઠી છે.

એમ્બ્યુલન્સના ડોકટરે વિગતો આપતાં જણાવ્યું કે ગત રાત્રે ૯-પ૦ મિનિટે ૯૯૭૮પ ૦૩૬૦૭ નંબર ઉપરથી ૧૦૮ ઉપર ફોન આવેલો અને સાસણથી ધનજી રવજીસોલંકી બોલું છું. ડિલિવરીનો કેસ હોઇ ઝડપથી આવો તેમ કહેતાં ૧૦૮ના ડોકટર અને પાઇલોટ એમ્બ્યુલન્સ લઇ માત્ર ર૦ મિનિટમાં સાસણ પહોંચી ગયેલા. જયાં ફોન કરનાર શખ્સે હું બસ સ્ટેન્ડે ઊભો છું ત્યાં આવો તેમ કહ્યું હતું.

પણ કોઇ દેખાયું નહોતું ફરી એ જ નંબર ઉપરથી ફોન આવ્યો કે હું ગામના છેડે અવેડા પાસે ઊભો છું ત્યાં આવો, ત્યાંથી વાડીએ કેસના દરદીને લેવા જવા છે. એમ્બ્યુલન્સ લઇ અવેડા સુધી ગયા તો ત્યાં પણ કોઇ દેખાયું નહોતું. ગામમાં ૧૦૮ એમ્બ્યુલન્સ આવતાં કંઇક બનાવ બન્યો હશે તેમ સમજી સાસણના સરપંચ જાનમહમદભાઇ એમ્બ્યુલન્સ પાસે દોડી ગયેલા.

ત્યાં ડોકટરે સઘળી વિગતો જણાવતાં સરપંચે ફોન કરી બોલાવનાર નામ વાળી કોઇ વ્યકિત અમારા ગામમાં રહેતી નથી કોઇએ મજાક કરી ખોટી રીતે દોડાવ્યા હોવાનું જણાતાં ૧૦૮ સેવાનો સ્ટાફ ભારે નારાજ થયો હતો. ૧૦૮ના ડોકટરે સેવા સાથે થયેલા મજાક અંગે ઉરચ અધિકારીઓને જાણ કરી હતી. આવી મજાક સામે લોકોમાં રોષ ફેલાયો છે.

Source: http://www.divyabhaskar.co.in/2008/09/15/0809150041_prank_caller.html

આરએફઓ ઉપર હુમલો કરનારા ત્રણ શખ્સો ઝડપાયા

Bhaskar News, Porbandar
Tuesday, September 16, 2008 00:17 [IST]

પાંચ દિવસ પૂર્વે બરડા ડુંગરમાં ખોડિયારનેશમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડનાર આરએફઓ અને સ્ટાફ પર પથ્થરોના છૂટા ઘા કરી હુમલો કરી નાસી છૂટેલા ત્રણ રબારી શખ્સોને પોલીસે બરડા ડુંગરમાંથી ઝડપી લીધા હતા. ત્રણેય શખ્સોને જેલહવાલે કરાયા છે.

બરડા ડુંગરમાં ખોડિયારનેશમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર આરએફઓ ભીમાભાઇ ગોઢાણિયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. આ દરમિયાન ભઠ્ઠી ચલાવતા અમરા જેશા, ડીશા જેશા અને દેવાતી સહિતના ત્રણેય રબારીએ પથ્થરનો ઘા કરી હુમલો કર્યોહતો.

જો કે સ્વબચાવ માટે આરએફઓએ હવામાં ફાયરિંગ કરતા શખ્સો નાસી છૂટયા હતા. આ ત્રણેય રબારી બંધુને રાણાવાવ પોલીસે ગતરાત્રીના દબોચી લીધા હતા. કોટર્ે જેલહવાલે કરવાનો હુકમ કર્યોહતો.

Source: http://www.divyabhaskar.co.in/2008/09/16/0809160018_three_held.html

જૂનાગઢ-વેરાવળ નેશનલ હાઈવે ગાડા રસ્તાને પણ શરમાવે તેવો

કણજા, તા.૧૫
જૂનાગઢથી સોમનાથ સુધીનો રસ્તો છેલ્લા ૧૦ વર્ષથી બિસ્માર હાલતમાં છે. આ રોડ ને માત્ર નેશનલ હાઈવે નં.-૮ નું નામ જ આપેલ છે. ખરી હકિકતે આ રોડ કોઈ પણ ગામડાના રસ્તા કરતાંય બિસ્માર હાલતમાં છે. સોમનાથ જેવા પ્રવાસન ધામ જવા માટે આ એકજ રોડ હોય, છતાં પણ આ રોડની હાલત બદતર થઈ ગયેલ છે.આ રોડ ઉપર જુનવાણી પુલીયાઓ આવેલ છે. તે તમામ પુલીયા ઉપરનો રસ્તો અતિ ખરાબ જેમાં વાહન તો શું માણસ પણ ચાલી શકે તેવા રહ્યાં નથી અને આ પુલીયા જુના હોવાથી અને સાંકડા હોવાથી ત્યાં ડાયવર્ઝનો મુકાયેલા છે. જેમાં કોઈ અકસ્માત થવાનો પુરતો ભય રહે છે. વંથલીનો જે ઓઝત પુલ છે તે પુલ સદી પુરાણો પુલ છે. જે પુલ હાલ અતિ બિસ્માર થઈ ગયેલ છે. જો આ પુલને નવેસરથી બનાવવામાં નહીં આવે તો આ પુલ ઉપર કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પુરી શકયતા રહેલી છે.
આ રસ્તો ગામડા જેવો ધુળીયો રસ્તો બની ગયેલ હોય, જેના કારણે મોટા વાહનોની પાછળ આવતા નાના વાહન ચાલકોને આંખો બંધ કરી વાહન ચલાવવું પડે છે. જો આંખો બંધ ન કરે તો તેની આંખોમાં કરચો ઘુસી જાય છે. આ રોડને નવેસરથી બનાવવા માટે લાગતા-વળગતાઓને મૌખિક તેમજ લેખિત રજુઆતો કરેલ હોવા છતાં વર્ષોથી આ રોડ આવો ને આવો જ રહ્યો છે. જેથી હવે આ રોડ નહીં બનાવવામાં આવે તો આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને ના છુટકે આંદોલન કરવાની ફરજ પડશે, તેમ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ અગ્રણી પી.ડી. ડાંગરને યાદી જણાવે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=12825