Friday, October 31, 2014

ગિરનારની આગોતરી પરિક્રમાને બ્રેક.

Oct 31, 2014 00:01
 • કાચા માર્ગ ઉપર ચીકાશ વાળી માટી અને વહેતા પાણીને લીધે અગવડતા પેદા થઈ શકે છે ઃ દેવદિવાળીએ ૩ જી તારીખથી જ વિધિવત પરિક્રમા શરૃ કરવા અપિલ
જૂનાગઢ : ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા વિધિવત શરૃ થાય તેના બે-ત્રણ દિવસ પહેલા આગોતરી પરિક્રમા શરૃ થઈ જતી હોય છે. પરંતુ નિલોફર વાવાઝોડાની શક્યતાને પગલે આગોતરી પરિક્રમા પર આ વખતે બ્રેક મારી દેવામાં આવી છે. વનતંત્રએ આગામી ૭ર કલાક સુધી યાત્રિકોને પરિક્રમા માર્ગ ઉપર ન જવા ચેતવણી આપી છે. વરસાદની સ્થિતિમાં જંગલના રસ્તા ચીકાશ વાળા થઈ જતા હોવાથી અને વહેતા પાણીને લીધે અગવડતા પેદા થઈ શકે તેમ ન હોય વિધિવત રીતે તા.૩ થી જ પરિક્રમા શરૃ કરવા અપિલ કરવામાં આવી છે.
ગરવા ગિરનારની પરિક્રમા આગામી તા.૩ ના રોજથી શરૃ થઈ રહી છે. દર વર્ષની પ્રણાલી અનુસાર ગીરદી અને ગંદકીથી બચવા ઉતાવળિયા યાત્રિકો દ્વારા શનિવારથી જ પરિક્રમાનો પ્રારંભ કરી દેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાતી હતી. તેમજ તંત્રએ આવી ધારણાએ જ તૈયારીઓ પણ આદરી દીધી હતી. પરંતુ નિલોફર વાવાઝોડાની અસરની શક્યતાએ તંત્રએ આગોતરી પરિક્રમાને બ્રેક મારી દીધી છે. જૂનાગઢ વનવિભાગના નાયબ વન સંરક્ષક આરાધના શાહૂએ જણાવ્યું છે કે, ભારે વરસાદની આગાહી થઈ રહી છે. વરસાદ પડે તો જંગલ વિસ્તારના કાચા રસ્તાની ચીકાસવાળી માટીને લીધે મૂશ્કેલીઓ પેદા થઈ શકે છે. આ ઉપરાંત વન્યપ્રાણીઓ પણ જંગલની બહાર નિકળી જાય તેવી ભીતિ રહે છે. જેથી યાત્રિકોની સલામતી માટે આગામી ૭ર કલાક સુધી પરિક્રમા માર્ગ ઉપર ન જવા સુચના આપવામાં આવી છે. આગામી તા.૩ ને દેવદિવાળીના દિવસથી જ વિધિવત પરિક્રમા શરૃ કરવા યાત્રિકોને અપિલ કરવામાં આવી છે.
 • વન્યપ્રાણી બહાર નિકળે તો કંટ્રોલરૃમને જાણ કરવા અનુરોધ
વરસાદની શક્યતાને લીધે કોઈ વન્યપ્રાણી જંગલની બહાર પરેશાન થતું અનેમૂશ્કેલીમાં મૂકાયેલું જોવા મળે તો ગિર પશ્ચિમ વનવિભાગ ૦ર૮પ-ર૬૩૧ર૪૬, ગિર પૂર્વ વનવિભાગ ૦ર૭૯૭-રરપ૦૪૪ અને વન્યપ્રાણી વિભાગ ૦ર૮૭૭-ર૮પપ૦૮ પૈકી કોઈ પણ કંટ્રોલરૃમ ખાતે જાણ કરવા અનુરોધ કરાયો છે.
 • પરિક્રમા માટે પોલીસ સ્ટાફને આજે ફરજ સોંપણી કરાશે
ગિરનારની પરિક્રમા દરમિયાન ચાર જિલ્લામાંથી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવે છે. આશરે એકાદ હજાર પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવે છે. આ પોલીસ કર્મચારીઓને આવતીકાલે તા.૩૧ ના રોજ ફરજની સોંપણી કરવામાં આવશે. પરિક્રમા માર્ગ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ પોલીસની રાવટી ઉભી કરી બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
 • જળક્રાંતિ ટ્રસ્ટ આયોજીત ગીરનાર પરીક્રમા રદ્દ
રાજકોટ : સંભવિત વાવાઝોડાને લીધે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા તા.૧ના રોજ યોજાનારી ગીરનાર પરીક્રમા તેમજ તા.૩૧ શુક્રવારે ભવનાથ તળેટીનું સંમેલન રદ્દ કરવામાં આવ્યાનું સંસ્થાએ જણાવ્યુ છે.

Thursday, October 30, 2014

જુઓ પ્રકૃતિ પ્રેમીઓએ કેવી રીતે નિલગાયના બચ્ચાને બચાવ્યું અજગરના ચુંગલમાંથી.


અમરેલી, 28 ઓક્ટોબર

રાજુલા તાલુકાના વાવેરા ગામની સીમમાં ગઈ કાલે સાંજે પંદર ફૂટનો મહાકાય અજગર જોવા મળ્યો હતો. સ્થાનીક રહેવાસીઓએ જ્યારે આ અજગરને જોયોતો તે નીલગાનાં બચ્ચાંને ગળી જવાનો પ્રયત્ન કરતા હતો. અજગર જ્યારે નીલ ગાયનાં બચ્ચાંની માં અને પ્રકૃતિ પ્રેમીઓ એ અજગર ભરડા માંથી બચ્ચાંને છોડાવ્યું હતું.

ગઈ કાલે સાંજે વાવેરા ગામે આવેલ ધાતરવડી ડેમ નજીક નીલગાય અને તેનું બચું ફરી રહ્યું હતું તે સમયે કાંટાળી જાડી માંથી અચાનક મહાકાય અજગરે નીલગાયનાં બચ્ચાં ઉપર તરાપ મારી તેને ગાળવાનો પ્રયત્ન કર્યો હતો. જેને થોડીવાર પછી આસપાસ ખેડૂતો જોઈ જતા અને બચ્ચાંની માં એ અજગર સામે પોતાના માસુમ બચ્ચાંનો પ્રતિકાર કરતા અને પ્રકૃતિ પ્રેમીઓ ને જાણ કરતા આ બચ્ચાંને એક કલાકના સંઘર્ષ પછી અજગર ભરડા માંથી મુક્ત કરાયું હતું.

ધારીના સેમરડી બીટમાં ગેરકાયદે સિંહ દર્શન સામે વન વિભાગની ધોંસ.

Oct 27, 2014 00:01

 • ડીએફઓના આકસ્મિક ચેકીંગથી પ્રવાસીઓમાં નાસભાગ
 અમરેલી : ધારી ગીર પૂર્વના શેમરડી બીટમાં આવેલા રેવન્યુ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન માટે વાહનોના થપ્પા લાગતા વનવિભાગે ધોંસ બોલાવી હતી. વનવિભાગની ગાડીઓ જોતા પ્રવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી.
વનવિભાગના નિયમો મુજબ સિંહને વાહનથી પરેશાન કરવા, સિંહના રહેઠાણ નજીક ટોળુ વળીને મોટા મોટા અવાજો કરવા વગેરે પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સિંહ દર્શન પૂર્વે વનવિભાગની પરવાનગી મેળવવી પડે છે.
પરંતુ ધારી ગીર પૂર્વના શેમરડી બીટમાં વનવિભાગની હદ બહાર આવતા રેવન્યુ વિસ્તારમાં સિંહનો વસવાટ હોય દિવાળીની રાતે ગેરકાયદે રીતે સિંહ દર્શન માટે પ્રવાસીઓના ટોળે ટોળે ઉમટી પડયા હતા. લોકો હિંસક આનંદ માટે સિંહોને પરેશાન કરતા હતા. આ અંગેની જાણ થતાં ડીએફઓ અંશુમાન શર્મા દોડી ગયા હતા. વનવિભાગની ગાડી જોતા ગેરકાયદે સિંહ દર્શન માટે આવેલા પ્રવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી. પ્રવાસીઓ મનફાવે તે દિશામાં નાસવા લાગ્યા હતા. ડીએફઓ દ્વારા તમામ પ્રવાસીઓએ સ્થળ છોડી જવા સુચના આપવામાં આવી હતી. જેના કારણે ગણતરીના સમયમાં સન્નાટો છવાઈ ગયો હતો.
 • ડીએએફઓએ રાતભર ચેકીંગ કર્યું
અમરેલીઃશેમરડી બીટમાં ગેરકાયદે સિંહ દર્શન માટે પ્રવાસીઓના ધસારા બાદ દોડી ગયેલા ડીએએફઓએ વિસ્તારમાં આખી રાત પેટ્રોલિંગ કર્યું હતુ. જેના કારણે ગેરકાયદે સિંહ દર્શન કરવા આવેલા પ્રવાસીઓને પરત ફરવું પડયું હતુ.

રાજુલા-સાવરકુંડલા વચ્ચે રેલવે ટ્રેક પર ફેન્સિંગ, અંડરપાસ મંજૂર.

Oct 22, 2014 23:58

 • ગાંધીનગરમાં રેલવે, ફોરેસ્ટ, પોર્ટ વચ્ચેની બેઠક આખરે સફળ
અમરેલી : અમરેલી જિલ્લામાં એશિયાટીક સિંહોના ટ્રુેન નીચે કપાઈ જવાથી થતાં અકાળે મોતને અટકાવવા મંગળવારે ગાંધીનગર ખાતે યોજાયેલી રેલ્વે, ફોરેસ્ટ, પોર્ટ વચ્ચેની બેઠકમાં ફેન્સિંગ, અંડરપાસ સહિતના કામને મંજૂરી આપવામાં આવી હતી.
અમરેલી જિલ્લામાં રાજુલા-સાવરકુંડલા વચ્ચે સુમસામ રેલ્વે ટ્રેક ઉપર સિંહી અને તેના બચ્ચાં આંટા મારતાં હોય છાશવારે માલગાડીની ઝપટે ચઢી કપાઈ જતાં તેમના મોત થાય છે. સિંહોની સલામતી અંગે અનેક સવાલો ઉઠયા હતા. અગાઉ જે આયોજન વિચારાયાં હતા તે અંગે મંત્રણાઓ પૂર્ણ સફળ થઈ શકી ન હતી.
દરમિયાન આજે ગાંધીનગર ખાતે રાજય સરકારના અગ્રસચીવ સી.કે.તનેજા, વસ્ટર્ન રેલ્વેના મુંબઈ ખાતેના જનરલ મેનેજર, ભાવનગર રેલ્વે ડિવીઝનના અધિકારી, પોર્ટ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ સંયુકત્ત બેઠકમાં રાજુલા-સાવરકુંડલા વચ્ચે રેલ્વે ટ્રેક પર ફેન્સિંગ, અંડરપાસનું કામ મંજૂર કરાતાં બેઠક સફળ રહી હતી. જરૃરીયાત મુજબ અંડરપાસ અને ઓવરબ્રિજ મૂકવામાં આવશે. વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલીંગ કરશે. દિવાળી બાદ કામગીરી શરૃ કરી દેવામાં આવશે. ધરોહર સમાન સિંહોના અકાળે મોત અટકાવવા નક્કર પગલાં લેવાયા હતા.
 • ૧ વર્ષમાં ૧૦ સિંહ ટ્રેન હેઠળ કપાયા
રાજુલા-કુંડલા વચ્ચે રેલ્વે ટ્રેક પર ૧ વર્ષમાં ૧૦ સિંહ ટ્રેન હેઠળ કપાયા છે. ભેરાઈ નજીક આખો સિંહ પરિવાર કચડાઈ મર્યો હતો, આવા બનાવો સતત બનતાં રહ્યા છે.

શું તમે ગિરનારની પરિક્રમા કરવા જવાના છો, તો તમને મળશે આ Special Gift.

Oct 30, 2014 14:54

જૂનાગઢ, 30 ઓક્ટોબર

શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિના તહેવારો સમયે જ શક્તિરૃપી જૂનાગઢના એક મહિલા પ્રાધ્યાપકે અનોખા અભિયાનની જાહેરાત કરતા જણાવ્યું છે કે, પ્રકૃતિ દેવીની ખરી આરાધના કરવા માટે તેઓના નેજા હેઠળ પ્રકૃતિ મિત્ર નામની સંસ્થા દ્વારા ગિરનાર પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકની કોથળીઓ લાવનાર યાત્રિકોને કાપડ અને કાગળની થેલીઓનું વિતરણ કરીને પર્યાવરણ બચાવવાના પ્રયાસો કરવામાં આવશે.

પાંચ દિવસ ચાલતી ગિરિવર ગિરનારની પરંપરાગત પરિક્રમમાં લાખ્ખો યાત્રિકો ઉમટી પડે છે. પરિક્રમા બાદ જંગલ વિસ્તારમાં ૧પ થી ર૦ ટન કરતા વધારે પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવામાં આવે છે. તેનાથી અનેક ગણું વધારે પ્લાસ્ટિક જંગલ વિસ્તારમાં પથરાયેલું પડયું રહે છે. તેવી સ્થિતિ વચ્ચે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મહિલા પ્રાધ્યાપક ડો.ચિરાગબેન ગોસાઈએ તેમની આગેવાની હેઠળ પ્રકૃતિ મિત્ર નામની સંસ્થાના માધ્યમથી પરિક્રમા દરમિયાન જનજાગૃતિ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. જેમાં તેમની સંસ્થાના કાર્યકર એવા વિદ્યાર્થીઓ દ્વારા પરિક્રમા શરૃ કરતા યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની બેગ અને બોટલ જેવી વસ્તુઓ લઈને બદલામાં કાપડ કે કાગળની બેગ આપવામાં આવશે.

પરિક્રમા માર્ગ ઉપર પ્લાસ્ટિક ન લઈ જવા યાત્રિકોમાં જનજાગૃતિ આવે તેના માટે જૂનાગઢ શહેરમાં હોર્ડિગ્સ, બેનર વગેરે લગાવવામાં આવશે. આ અભિયાનમાં પર્યાવરણપ્રેમી સંસ્થાઓ અને પ્રજાજનોને જોડાવા તેઓએ અનુરોધ કર્યો છે. વનતંત્ર તેમજ પોલીસ તંત્ર પણ અભિયાનમાં જોડાઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કરે તે પ્રકૃતિના જતન માટે આવશ્યક બન્યું છે.

કોદીયામાં ચાર વર્ષના બાળકને ફાડી ખાનાર નરભક્ષી દીપડી પાંજરે પુરાઈ.

Oct 30, 2014 00:36

 • મૃતકના પરિવારને દોઢ લાખનો સહાયનો ચેક અપાયો
ઉના/ અમરેલી :  ધારી ગીર પૂર્વના આવેલા કોદીયા ગામે ત્રણ દિવસ પહેલા ૪ વર્ષના બાળકને ફાડી ખાનાર નરભક્ષી દીપડીને ગઈ કાલે વન વિભાગે પકડી પાડી હતી.
 આ અંગે વન વિભાગના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રણ દિવસ પૂર્વે ધારી ગીર પૂર્વ વન વિભાગના કાર્યક્ષેત્રમાં આવતા ઉના તાલુકાના કોદીયા ગામે કાળુભાઈ સાંખટ પોતાના પરિવાર સાથે ખેતરમાં કામ કરતા હતા ત્યાર દીપડીએ તેના પુત્ર કલ્પેશ(ઉ.૯) ઉપર હુમલો કર્યો હતો.ગળામાં દાંત બેસાડી દેતા કલ્પેશ માતા પિતાની નજર સામે જ મોતને ભેટયો હતો.મૃતક પાંચ બહેનોનો એકનો એક ભાઈ હતો.
આ અંગેની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નરભમક્ષી દીપડીને પકડવા માટે પાંજરા મુકવામાં આવ્યા હતા.જેમાં દીપડી આબાદ રીતે પકડાઈ ગઈ હતી. આ દીપડીને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી છે જયાં ઓબર્ઝવેશનમાં રાખવામાં આવી છે.
 આ ઘટના બાદ ગીર પૂર્વ વન વિભાગના ડીએફઓ અંશુમાન શર્માએ તુરત જસાધાર ગીરના આરએફઓ બી.ટી.આયરને સુચના આપતા વિના વિલંબે કાગળો કરી અને આજે કોદીયા ગામે બી.ટી.આયરે સ્ટાફ સાથે જઈ મૃતકના પિતા કાળુભાઈ વીરાભાઈને સાંત્વન આપી વન વિભાગ દ્વારા રૃ.૧.પ૦ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
અત્યંત ગરીબ પરિવાર જીંદગીભર રળે તો પણ લાખ રૃપિયા એકઠા કરી શકે તેવી સ્થિતિ નહોતી ત્યારે રૃ.દોઢ લાખની સહાય મળતા સ્વજન ગુમાવ્યાની વ્યથા સામે પરિવારે આંશિક રાહત અનુભવી છે.
આરએફઓ આયરે જણાવ્યું હતું કે ગઈ કાલે સવારે કોદીયા ગામની સીમમાં ૩ પાંજરા મારણ સાથે મુકવામાં આવ્યા હતા જેમાં એક પાંજરામાં દીપડી પુરાઈ જતા માનવભક્ષી દીપડીને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મોકલવામાં આવી છે.હાલ તેને ઓબર્ઝવેશનમાં રાખવામાં આવી છે. બાદમાં આજીવન કારાવાસ માટે સક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવશે.

પ્લાસ્ટિકમુક્ત પરિક્રમા, કાગળ-કાપડની બે લાખ થેલી તૈયાર.

Oct 30, 2014 00:01

 • શનિવારથી જ પરિક્રમા માર્ગના પ્રવેશદ્વારે પ્રકૃતિ મિત્રના ર૦૦ સ્વયંસેવકો ગોઠવાઈ જશે ઃ સવા લાખ થેલી દાતાઓએ આપી
 • પોણો લાખ થેલી ઘરે ઘરે ફરીને ઉઘરાવી !!
જૂનાગઢ :  જૂનાગઢના ગરવા ગિરનારની પરિક્રમાને પ્લાસ્ટિક મૂક્ત બનાવવા માટેના શરૃ કરાયેલા મહાઅભિયાન અંતર્ગત કાગળ અને કાપડની બે લાખ જેટલી થેલીઓ તૈયાર રાખવામાં આવી છે. આગામી શનિવારથી જ પ્રકૃતિ મિત્રના નેજા હેઠળ ર૦૦ સ્વયંસેવકો પરિક્રમા માર્ગના પ્રવેશદ્વારે પડાવ નાખીને ગોઠવાઈ જશે. અને યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની થેલીઓ એકત્ર કરીને જરૃરિયાત હશે તો કાગળ કે કાપડની થેલી આપશે. આ અભિયાન માટે દાતાઓ દ્વારા સવા લાખ થેલી અર્પણ કરવામાં આવી છે. જેની સામે પોણો લાખ થેલી સ્વયંસેવકોએ ઘરે ઘરે ફરીને ઉઘરાવી છે.
જૂનાગઢના ગિરનારની પરિક્રમા બાદ વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરીને સાફ કરવામાં આવે છે. પરંતુ આ પ્લાસ્ટિક જંગલ વિસ્તારમાં જાય જ નહી, તેના માટે જૂનાગઢની પ્રકૃતિ મિત્ર સંસ્થા દ્વારા મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સંસ્થાના કો.ઓર્િડનેટર પ્રાધ્યાપક ડો.ચિરાગબેન ગોસાઈના જણાવ્યા અનુસાર જૂનાગઢ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ૧ લાખ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. પરિક્રમા માર્ગ ઉપર પ૦૦ બેનર્સ લગાવવામાં આવ્યા છે. બસ, રીક્ષા સહિતના વાહનોમાં ૩ હજાર સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે.
આગામી શનિવારથી પ્રકૃતિ મિત્રના ર૦૦ સ્વયંસેવકો પરિક્રમાના પ્રવેશ દ્વારે ગોઠવાઈ જશે. તથા યાત્રિકોને પ્લાસ્ટિકની વસ્તુઓ જંગલમાં ન લઈ જવા સમજણ આપશે. યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકના થેલી-ઝભલા થઈને તેના બદલામાં જરૃરિયાત હોય તેવા યાત્રિકોને કાપડ અને કાગળની થેલીનું વિતરણ કરશે. સંસ્થાના સ્વયંસેવકોએ ઘરે ઘરે ફરીને પોણો લાખ થેલી એકત્ર કરી છે. જ્યારે દાતાઓના સહયોગથી સવા લાખ નવી થેલીઓ બનાવવામાં આવી છે. વનમેન આર્મી સંસ્થાના સંયોજક અને અગ્રણી ધારાશાસ્ત્રી કે.બી.સંઘવીના સહયોગથી રૃપાયતન ખાતે હેમંતભાઈ નાણાવટી દ્વારા સંસ્થાના સ્વયંસેવકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી છે. માણાવદરમાં પણ રેલીનું આયોજન કરીને ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો.
 • ભૂતનાથ મંદિરનું નોટીસ બોર્ડ બન્યું જનજાગૃતિનું માધ્યમ !!
જૂનાગઢ ઃ સામાન્ય રીતે મંદિરોમાં ર્ધાિમક પ્રવૃત્તિ જ થતી હોવાની માન્યતા છે. પરંતુ જૂનાગઢનું ભૂતનાથ મંદિર આ મામલે થોડો અલગ જ ચિલો ચાતરે છે. પ્લાસ્ટિક મૂક્ત પરિક્રમાના પ્રકૃતિ મિત્રના અભિયાન અંતર્ગત પરેશભાઈ બુચ દ્વારા ભૂતનાથ મંદિરના નોટીસ બોર્ડ ઉપર દરરોજ નવા વિચારો રજૂ કરીને જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતાં.
 • મનપા અને પોલીસ પણ ચેકિંગ કરી પ્લાસ્ટિક લઈ જતા યાત્રિકોને અટકાવશે
જૂનાગઢ ઃ જૂનાગઢ મહાનગર પાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા પરિક્રમાના પ્રવેશ દ્વાર પાસેથી જ યાત્રિકોને પ્લાસ્ટિક સાથે પરિક્રમામાં જતા અટકાવવામાં આવશે. તેમજ ચેકિંગ કરીને પ્લાસ્ટિક કબજે કરવામાં આવશે. યાત્રિકો પોતાની સાથે પ્લાસ્ટિક ન લાવે તથા વેપારીઓ પણ તેનો ઉપયોગ ન કરે તેવો અનુરોધ મનપા તંત્રએ કર્યો છે. આ ઉપરાંત ભવનાથ સુધીના રસ્તા ઉપર થયેલા દબાણો દૂર કરવા, અખાદ્ય વસ્તુઓનું ચેકિંગ કરવા માટે મહાપાલિકા તંત્રએ તૈયારીઓ શરૃ કરી છે.

માતાથી વિખૂટું પડેલું પાંચ માસનું સિંહબાળ વનવિભાગનું મહેમાન.

Oct 29, 2014 00:10

 • સિંહણને શોધવામાં નિષ્ફળતા બાદ એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયું
માળીયા(હા) :  માળીયાહાટીના તાલુકાના જંગર ગામે માતાથી વિખુટુ પડેલ સિંહબાળ રહેણાંક મકાન આવી ચડતા વનવિભાગ દ્વારા તેની માતા સાથે મેળાપ કરાવવાના અનેક પ્રયત્નો છતાં મેળાપ ન થતા અંતે સિંહબાળને સાસણ એનીમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવેલ છે.
ગતરાત્રે બાબરા વીડી નજીક આવેલ જંગર ગામ નજીક વિહરતા સિંહ પરિવારમાંથી એક ૫ થી ૬ માસનું સિંહબાળ આચનક માતાથી વિખુટુ પડી જંગર ગામના પાદર સુધી પહોચી ગયું હતું અને તે અરસામાં કોઈ વાહન ત્યાંથી પસાર થતા ગભરાઈને દોડી જઈ નજીકમાં આવેલ મીઠાભાઈ રૃડાભાઈ બારડના ઘરની ડેલી ખુલી હતી તેમાં ઘુસી ગયું હતું. બાદમાં આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગનો સ્ટાફ તુરંત દોડી આવી સિંહબાળનો કબ્જો લઈ તેને માતા સાથે મેળાપ કરવાનો અનેક પ્રયત્નો કર્યા હતા. પણ મેળાપ થઈ શકયો ન હતો બાદમાં સિંહબાળને સાસણ ખાતે એનીમલ કેર સેન્ટરમાં મોકલી આપવામાં આવેલ છે જયાં તેની તબીબી તપાસ કરવામાં આવી રહી છે.

ચિત્રોડ(ગીર)માં શેરડીના વાડ પર વીજલાઈન તૂટી પડતા પાક ખાખ.


Oct 28, 2014 23:59તાલાલા : તાલાલા તાલુકાના ચિતોડગીર ગામે આવેલ શેરડીના વાડ પરથી પસાર થતા હેવી વીજલાઈનનો વાયર એકાએક તુટી પડતા રૃ.૪.૫૦ લાખનો શેરડીનો પાક આગમાં નાશ પામ્યો હતો.
ચિતોડગીર ગામે વાડી ધરાવતા ખેડૂતના ખેતર પરથી પસાર થતી ૧૧ કેવીની વીજલાઈનનો વાયર એકાએક તુટી પડી શેરડીના પાક પર પડતા આગ લાગી હતી અને થોડી જ મિનિટોમાં આગ પ્રસરી જતા સમગ્ર વાડ આગની લપેટમાં આવી ગયો હતો અને ભડભડ સળગી ગયો હતો.
આ આગના કારણે ખેડૂતનો રૃ.૪.૫૦ લાખનો શેરડીનો પાક ખાખ થઈ ગયો હતો. આગની જાણ વીજકંપનીના સ્ટાફને થતા તુરંત ઘટના સ્થળે દોડી જઈ પંચનામાની કાર્યવાહી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગિરનારની પરિક્રમા કરતા પહેલા વિચારી લેજો સો વખત કારણકે ત્યાં થઇ શકે છે કંઇક 'આવું' .

Oct 28, 2014 11:16

જૂનાગઢ, 28 ઓક્ટોબર

ગરવા ગિરનારની પ્રસિદ્ધ પરિક્રમામાં લાખ્ખો યાત્રિકો ઉમટી પડવાની આશા વચ્ચે પાજનાકાના પુલ અને ભવનાથ ફોરટ્રેક રોડના ગોકળગાયની ગતિથી ચાલતા કામને લીધે પરિક્રમાર્થીઓને ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડશે. જ્યારે બસસ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચેનો બિસ્માર માર્ગ રિપેર કરવામાં રેલવે તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર જો આવી જ ધીમી ગતિએ કામ ચાલશે તો કોઇ મોટી જાનહાનિ પણ થઇ શકે છે.

આગામી ટૂંક સમયમાં ગિરનાર પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. એવા સમયે જ પાજનાકાનો કૂખ્યાત પુલ ગ્રહણ રૃપ બનવાની ભીતિ વ્યક્ત કરતા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ ટાંકે જણાવ્યું છે કે, આ પુલની એક બાજૂની સાઈડ નવી બની ગઈ છે. પરંતુ બીજી સાઈડ હજૂ સુધી બની નથી. અને પરિક્રમા સુધી કામ પૂર્ણ થવાની કોઈ શક્યતા પણ નથી. આ ઉપરાંત અશોક શિલાલેખથી દામોદર કૂંડ સુધીના માર્ગને ફોરટ્રેક બનાવવાની કામગીરી પણ ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. બે જગ્યાએ કાઢવામાં આવેલા ડાઈવર્ઝન અને કાચા રસ્તા ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી ભવનાથ ફરવા આવતા શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે. ડાઈવર્ઝનને લીધે માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ રહે છે. પરિક્રમામાં લાખ્ખો ભાવિકો ઉમટી પડશે તેવા સમયે અહી ખુબ જ મૂશ્કેલ સ્થિતિ નિર્માણ પામશે. તંત્ર ગમે એટલી વ્યવસ્થા ગોઠવે તો પણ ટ્રાફિક નિયમન કરવું અશક્ય બની જશે.

બીજી તરફ બસસ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચેનો રેલવેની હદમાં આવતો માર્ગ દોઢેક વર્ષથી અતિશય બિસ્માર છે. આ માર્ગ ઉપર બે-બે ફૂટના ગાબડા પડી ગયા છે. રસ્તાની બન્ને સાઈડ એટલી ખરાબ બની ગઈ છે કે, વાહન ચાલકો સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વચ્ચે અડધો માર્ગ બનાવીને રેલવે તંત્રએ કામ બંધ કરી દીધું હતું. પરિક્રમા દરમિયાન આ માર્ગનો યાત્રિકો ખુબ જ ઉપયોગ કરતા હોય તેને સત્વરે રિપેર કરવામાં આવે તેવી માગણી તેમણે કરી છે.


ગિરનાર પરિક્રમાની તૈયારીનો ધમધમાટ, ૩૧ મીથી અન્નક્ષેત્રો માટે પરમીટ અપાશે

નોંધનીય છે કે, દેવદિવાળીથી શરૃ થઈ રહેલી ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમાની તૈયારીનો ધમધમાટ શરૃ થઈ ગયો છે. પરિક્રમા માર્ગ ઉપર યાત્રિકોથી વન્યપ્રાણીઓને દૂર રાખવા માટે વનવિભાગની ત્રણ ટ્રેકર્સ ટીમ તૈનાત રાખવામાં આવશે. જ્યારે પીવાના પાણી માટે ૩૩ પોઈન્ટ વનતંત્ર અને પાણી પુરવઠા વિભાગ ઉભા કરશે. સાધુ-સંતો, આગેવાનો અને અધિકારીઓએ તાજેતરમાં રૃટનું નિરિક્ષણ કરીને જરૃરી સુચનો કર્યા હતાં.

ગિરનારની ગોદમાં યોજાતી પરિક્રમાના ૩૬ કિ.મી.ના માર્ગ ઉપર યાત્રિકોની સુવિધા અર્થે વનતંત્ર દ્વારા ૧૪ રાવટી ઉભી કરવામાં આવશે. જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ન ફેંકાય તે માટે બેરલમાંથી બનાવેલી કચરા ટોપલીઓ ઠેર ઠેર મૂકવામાં આવશે. જંગલમાં ક્યાંય અચાનક દવ લાગે તો તેને બુઝાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વન્યપ્રાણીઓને પરિક્રમા માર્ગથી દૂર રાખવા જૂનાગઢ વનવિભાગ, સાસણ અને સક્કરબાગની ત્રણ ટ્રેકર્સ ટીમ તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત વનતંત્રએ પાંજરાની વ્યવસ્થા કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આગામી તા.૩૧ થી અન્નક્ષેત્રો અને સામાનની હેરફેર માટે વાહનોની પરમીટ આપવાનું ચાલું કરવામાં આવશે. ગઈકાલે સાધુ-સંતો, આગેવાનો અને અધિકારીઓએ પરિક્રમા માર્ગ ઉપર ફરીને વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. તથા જરૃરી ફેરફાર અંગેના સુચનો રજૂ કર્યા હતાં. વનતંત્ર ઉપરાંત પોલીસ, મહાપાલિકા, પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા, એસ.ટી., રેલવે વગેરે તંત્રએ પણ પોતાના આયોજનો શરૃ કરી દીધા છે.

રેવન્યુ વિસ્તારમાં સિંહોના મુખમાંથી મારણનો કોળિયો ઝૂંટવતું વનતંત્ર..!

Oct 28, 2014 00:01

 • રાત-ઉજાગરા ન કરવા પડે તે માટે વનવિભાગ દ્વારા સાવજોની પજવણીથી રોષ
વિસાવદર :  દિવાળીના નવા દિવસો બધા માટે સારા જ હોય છે પણ રેવન્યુમાં મારણ કરતા સિંહો માટે નવા દિવસો ખરાબ હોય તેવું લાગે છે.કારણ કે સિંહો મારણની શોધમાં ભટકી ભટકી ચાર પાંચ દિવસે માંડ માંડ શિકાર મળે ત્યારે મોઢે આવેલો કોળીયો વન વિભાગ ઝુંટવી લે છે.જો આવું ન કરે તો વન વિભાગના ગાર્ડથી લઈ આરએફઓ સુધીના અધિકારીઓને રાત ઉજાગરા કરી સિંહોને લોકો દ્વારા પજવણી ન થાય તે માટે ધ્યાન રાખવું ન પડે તેથી જેવું મારણ થાય કે તુરત જ મારણ ભરી જંગલમાં નાખી દે છે.
હાલ દિવાળીની સીઝન હોય ગીર તથા આસપાસના ગામડાઓના લોકો પોત પોતાના માદરે વતન આવ્યા હોય તથા બહારના પ્રવાસીઓનો પણ જમાવડો હોય છે ત્યારે સિંહો દ્વારા જંગલ વિસ્તારમાં મારણ મળવું લોઢાના ચણા ચાવવા સમાન છે.જેથી સિંહો ભટકી ભટકીને રેવન્યુ વિસ્તારમાં સહેલાઈથી મારણ મળતું હોવાથી રેવન્યુ વિસ્તારમાં મારણ કરે છે. પણ વન વિભાગને જેવા મારણના સમાચાર મળે તેવા તુરત જ ગાડી લઈ મારણ ભરી જંગલ વિસ્તારમાં મારણ નાખી દે છે.પણ સિંહોને મારણ કરવામાં કેટલી તકલીફ પડી હોય ? કેટલા દિવસે મારણ મળ્યુું હોય તેની કોઈ ફુરસદ લેવામાં આવતી જ નથી. રેવન્યુ વિસ્તારમાં મારણ થાય એટલે જે તે ખેડૂતને તેના માલ ઢોરના પૈસા ચુકવવાના તો છે જ પણ જે પૈસા સિંહો માટે ચુકવવાના છે તેને તો ભુખ્યા જ રહેવાનો વારો આવે છે.જેથી સરકાર દ્વારા ખેડૂતને જે સહાયરૃપે ચુકવવામાં આવે છે તેનો પણ હેતુ સરતો નથી અને બિચારા સિંહોને આમથી તેમ ભટકવાનો વારો આવે છે. જો વન વિભાગ સિંહોએ કરેલ મારણને જે તે સ્થળ પર જ રાખે તો સિંહોને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડતા હોય છે,પણ લોકો સિંહને કનડગત ન કરે તે જોવાની જવાબદાર વન વિભાગની હોય છે જે સ્થળે મારણ થાય ત્યાં વન વિભાગનો સ્ટાફ ખડે પગે હાજર રહેતો સિંહો ટેસથી પોતાના પેુટનો ખાડો ભરી શકે,પણ સ્ટાફને રાત ઉજાગરા કરવા ન પડે તે માટે મારણને લઈ જવાનું વન વિભાગ મુનાસીબ માને છે. પ્રકૃતિપ્રેમીઓના જણાવ્યા મુજબ સિંહો દ્વારા જે મારણ કરવામાં આવે તે વન વિભાગને લઈ જવાનો કયો અધિકાર છે ?
 • પેટનો ખાડો પુરવા જંગલનો રાજા બન્યો બિચારો
વિસાવદર ઃ સિંહો પોતાના પેટનો ખાડો પુરવા મોટા ભાગે ૯૦ ટકા મારણ જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં કરતા હોય છે કારણ કે ત્યાં સહેલાઈથી મારણ મળી જાય છે,પણ દિવાળીના દિવસોમાં જંગલના રાજાને વન વિભાગે બિચારો બનાવી દીધા છે.
 સિંહોના મોઢેે આવેલો કોળીયો વન વિભાગે ઝૂંટવી લેવાથી રાજામાંથી રંક બની જઈ પોતાનો પિતો ગુમાવી દેતો હોય છે અને વન વિભાગની દાઝ અન્ય લોકો પણ ઉતરે એવું પણ બની શકે છે.સિંહ દ્વારા મારણ કરવામાં આવે છે તેના ત્રણ દિવસ સુધી ત્યાં ચક્કરો લગાવતા હોવાનું ખુદ વન વિભાગ કહે છે, પણ મારણ લઈ વન વિભાગ જતું રહે છે ત્યાર બાદ લોકો દ્વારા જો સિંહ આવે ત્યારે તેની પજવણી કરવામાં આવે તો કોની જવાબદારી ? મારણ લઈ ગયા બાદ વન વિભાગ સ્થળ પર ફરકતું પણ નથી જેથી કોઈ બનાવ બને તો જવાબદારી કોની ? તે સવાલ ઉઠયો છે.
 •  વન વિભાગના ઈરાદાઓને ખુલ્લા પાડવા પ્રકૃતિપ્રેમીઓએ વોચ ગોઠવી
વિસાવદર ઃ પ્રકૃતિપ્રેમીઓની ટીમ દ્વારા સાસણ,તાલાલા,મેંદરડા, વિસાવદર અને અન્ય ગામડાઓમાં એક ટીમ તૈયાર કરી વન વિભાગના અધિકારીઓ દ્વારા સરકારી ગાડીઓમાં પોતાના વહાલાઓને સિંહ દર્શન માટે લઈ જવામાં આવી રહ્યાની હોવાની ફરિયાદ બાબતે વોચ રાખી તેના ફોટા, વીડીયોગ્રાફી કરી પુરાવા સાથે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યુું છે. જેમાં મોટાભાગે હાલ સાસણમાં ભંભાફોળ, વિસાવદર નાકુ, પર પરમીટોના ટાઈમટેબલ મુજબ સરકારી ગાડીઓમાં ખાનગી માણસોનો જમાવડો થઈ રહ્યો છે અને રાત્રીના અધિકારીઓની ગાડી હોવાની બિન્દાસ્ત સિંહ દર્શન થઈ રહ્યા છે, ત્યારે આ બાબતે પ્રકૃતિપ્રેમીઓની ટીમ આગામી દિવસોમાં કેવા કડાકા ભડાકા કરે તે જોવું રહ્યું.
 •  મારણ જંગલમાં લઈ જવા પાછળ વન વિભાગનો બદઈરાદો
વિસાવદર ઃ રેવન્યુ વિસ્તારમાં જે મારણ જંગલમાં લઈ જવામાં આવે તે મારણને સિંહોના લોકેશનવાળ જગ્યાએ કે જે રસ્તા લોકો માટે બંધ હોય છે તેવી જગ્યાએ મારણને નાખી દેવામાં આવે છે.અને જો ત્યાં અન્ય સિંહો કયારેક આવી ચડે તો વન વિભાગના અધિકરીઓ તથા તેના સ્ટાફના મિત્રો,સગાવહાલાઓ,મહેમાનો માટે પોતાની સરકારી ગાડીઓમાં લઈ જઈ ગેરકાયદે સિંહો બતાવવામાં આવી રહ્યા છે. લાગવગવાળાઓને માટે સિંહ દર્શન સહેલાઈથી થાય છે.

સાપનેસનો માલધારી આઠ દિવસથી ગૂમ.

Bhaskar News, Visavadar | Oct 29, 2014, 00:39AM IST
- આક્ષેપ: છોડવડીનાં આરએફઓ દ્વારા માર માર્યાનો આક્ષેપ : ગીરગઢડા પોલીસે ફરિયાદ ન લેતા પ્રર્વતતો રોષ
- આ મુદ્દે ડીસીએફને કરી ઉગ્ર રજૂઆત

વિસાવદર: છોડવડી રેન્જમાં વનવિભાગનાં એક અધિકારીએ ધમકી આપી માર માર્યાનાં આક્ષેપ સાથે એક માલધારી 8 દિ’થી ગૂમ થતા ભારે વિવાદ સાથે ચકચાર પ્રસરી છે. છોડવડી રેન્જનાં ઇ.આર.એફ.ઓ. એલ.ડી.પરમાર દ્વારા તા.21નાંરોજ સાપનેસનાં માલધારી પીઠા દેસા ગઢવીને બોલાવી ખોટા મારણ કેસમાં સહી કરવા બાબતે દબાણ કરતા માલધારીએ સહી કરવાની ના પાડતા આર.એફ.ઓ. પરમાર તથા ઇન્ચાર્જ ફોરેસ્ટર મહેતાએ માર મારી જંગલમાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપતા ભીમા દેસા નામનો માલધારી ગત તા.21નાં રોજ ગુમ થઇ ગયો છે.

આર.એફ.ઓ. ફોરેસ્ટર અને માલધારીની બબાલને લઇ પીઠા દેસાની પત્નીએ કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ પણ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સાપનેસનાં માલધારીના જણાવ્યા પ્રમાણે આર.એફ.ઓ. પરમાર અમારા નેસડાઓમાં આવી અમોને બેફામ ભૂંડી ગાળો આપી હુ વજુભાઇ વાળાનો સગો છુ મારૂ કોઇ કાઇ નહીં બગાડી શકે તેમ કહી દરરોજ અમોને ધમકીઓ આપે છે કે જંગલની બહાર કાઢી મૂકી તેમ કહી બેફામ ગાળો આપી ત્રાસ ગુજારે છે.

અમારા સાપનેસમાં પાણીની પણ સમસ્યા છે તે બાબતે પણ અનેકવાર અમોએ રજૂઆત કરવા છતા જાણી જોઇને હેરાન કરવાનાં ઇરાદે પાણીની સમસ્યા પણ હલ કરવામાં આવતી નથી. માલધારી પીઠા દેસા ગુમ થયા બાબતે સાપનેસનાં માલધારીઓ ગીરગઢડા પોલીસમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ લેવા ના પાડી હોવાનું પણ બહાર આવ્યું છે.

શું કહે છે ગીર પશ્ચિમ ડી.સી.એફ.

આ બાબતે ગીર પશ્ચિમના ડીસીએફ ડો.રમેશકુમારે જણાવ્યું હતુ કે આ પીઠા દેશા ગઢવી બાબતની મને કોઇ જાણ નથી માલધારીનો કોઇ પ્રશ્ન હોય તો મને રૂબરૂ મળી શકે છે. તથા આ બાબતે ઇઆરએફઓ એલ.ડી.પરમારનો ફોન પર સંપર્ક કરવાની પ્રયત્ન કરતા કવરેજ વિસ્તાર બહાર હતા. પરંતુ માલધારીઓનાં આક્ષેપ મુજબ ડીસીએફને સમગ્ર હકીકતથી વાકેફ કરેલ હોવાનું જણાવવા છતા ડીસીએફ મને કોઇ જાણ ન હોવાનું પત્રકારોને જણાવ્યું હતુ઼.

ડિસ્કવરી જેવા દ્રશ્યો: મગર અને અજગરની ઇનફાઇટમાં અજગરનું મોત.

Bhaskar News, Junagadh | Oct 27, 2014, 03:26AM IST
ડિસ્કવરી જેવા દ્રશ્યો: મગર અને અજગરની ઇનફાઇટમાં અજગરનું મોત
(તસવીર પ્રતિકાત્મક)
 
- યુદ્ધ|નિચલા દાતાર વિસ્તારમાં આવેલા તળાવમાં
- 15 ફૂટ લાંબા મગરનાં મોંઢા પર દાંતનાં નિશાન
 
જૂનાગઢ: જૂનાગઢમાં નિચલા દાતાર વિસ્તારમાં આવેલા  દાતાર તળાવમાંથી 15 ફુટ લાંબા અજગરનો મૃતદેહ મળી આવ્યો હતો.અજગરનાં મોઢા પર તિક્ષ્ણ દાતનાં નિશાન મળી આવ્યા હતા.તેમજ આ તળાવમાં મગર પણ હોય મગર અને અજગરની ઇન્ફાઇટમાં અજગરનુ મોત થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.અજગરનાં મૃતદેહને પીએમમાં મોકલવામાં આવ્યા હતો.

 ગિરનાર જંગલમાં આવેલા નાળા,તળાવમાં અવાર નવાર મગર જોવા મળે છે. તેમજ જંગલ  વિસ્તારમાં અજગર પણ મળી આવે છે.તેમજ ઘણી વખત અજગરનુ રેશ્યુક ઓપરેશન હાથ ધરી જંગલમાં છોડી દેવામાં આવે છે.તેમજ વિલીંગન્ડ ડેમ અને આસપાસનાં નાના તળાવમાં પણ મગર રહે છે. ત્યારે નિચલા દાતાર વિસ્તારમાં આવેલા દાતાર તળાવમાંથી 15 ફુટ લાંબા અજગરનો મૃતદેહ મળી આવ્યો હતો.

અજગરનાં મોઢા પર દાતાનાં નિશાન પણ જોવા મળ્યા હતા. અજગર અને મગર વચ્ચે ઇન્ફાઇટ થઇ હોય અને અજગરનુ મોત થયુ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. આ અંગે આરએફઓ મારૂએ જણાવ્યુ હતુ કે, દાતાર વિસ્તારમાં આવેલા તળાવમાંથી અજગરનો મૃતદેહ મળી આવ્યો છે.જેના મોઢા પર દાતનાં નિશાન છે. પ્રાથમીક તારણે મુજબ મગર અને અજગરનાં ઇન્ફાઇટમાં મોત થયાનુ અનુમાન છે. હાલ અજગરનો મૃતદેહ પીએમ માટે મોકલવામાં આવ્યો છે.

જૂનાગઢ: પરિક્રમા પૂર્વે ત્રણ સાવજને પાંજરે પૂર્યા.

Bhaskar News, Junagadh | Oct 27, 2014, 03:22AM IST
જૂનાગઢ: પરિક્રમા પૂર્વે ત્રણ સાવજને પાંજરે પૂર્યા
(પરિક્રમા રૂટનું સાધુ સંતો અને આગેવાનોએ નિરીક્ષણ  કર્યુ હતું. )
 
-  પરિક્રમા રૂટનું રિપેરીંગ થયુ, પાણીના પોઇન્ટ ઉભા કરાયા, વન વિભાગની તૈયારી પૂર્ણ
 
જૂનાગઢ: ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા આડે ગણત્રીનાં દિવસો બાકી રહ્યા છે. વન વિભાગ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.ત્યારે વરસાદનાં કારણે પરિક્રમાનો માર્ગ જે ધોવાઇ ગયો હતો તે રીપેર કરી નાંખવામાં આવ્યો છે.તેમજ ઠેર -ઠેર પાણીનાં પોઇન્ટ ઉભા કરવાની તૈયારીઓ ચાલી રહી છે.આ ઉપરાંત પરિક્રમા રૂટ પર આટા મારતા ત્રણ સિંહને વન વિભાગે પાંજરે પુરી દીધા છે.જેને પરિક્રમા બાદ મુકત કરવામાં આવશે.તેમજ  આજે સાધુ-સંતો,અધિકારીઓ,પદાધિકારીઓએ પરિક્રમા રૂટની મુલાકાત લીધી હતી.

 ગિરનારની લીલી પરિક્રમા આડે હવે ગણત્રીનાં દિવસો બાકી રહ્યા છે.ત્યારે વન વિભાગે ખાસ કરીને પ્રથમ રસ્તા રીપેરીંગની કામગીરી પૂર્ણ કરી દીધી છે.છેલ્લે પડેલા વરસાદનાં કારણે પરિક્રમા રૂટનુ ધોવાણ થઇ ગયુ હતુ.વન વિભાગ દ્વારા 36 કીમીનાં રૂટનુ રીપેરીંગ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત કેડીઓ પણ રીપેર કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા તૈયારીઓ પુર્ણ કરી દેવામાં અાવી છે.ડીસીએફ આરાધના શાહુનાં માર્ગદર્શનમાં આરએફઓ મારૂ અને કનેરીયા અને ટીમએ પરિક્રમાની તૈયારીઓમાં લાગી ગઇ છે.
 
વન વિભાગે કુદરતી પાણી પોઇન્ટ ઉપરાંત કુત્રીમ પાણીનાં પોઇન્ટ પણ ઉભા કર્યા છે.જેમાં ઉતર રેન્જમાં જાબુંડી રાઉન્ડમાં  ભાડવાણી,ચાર ચોક,ડેરવાણ પરબ,કાળકાનો વડલો, માળવેલા જગ્યા પાસે, ભાડવાણી પાસે પીવાનાં પોઇન્ટ ઉભા કરવામાં આવશે. દિક્ષણ રેન્જમાં બોરદેવી ત્રણ રસ્તા, ગિરનાર ઉપર1200,1500,2000 પગથીયા પર પાણીનાં પોઇન્ટ ઉભા કરવામાં આવશે.તેમજ વન વિભાગે ઠેર-ઠેર બેનર ,હોડીંગ્સ લગાડી દીધા છે.લાકડીની વ્યવસ્થ કરવામાં આવી છે. પ્લાસ્ટીક માટે બેરલ મુકવામાં આવશે સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
 
વિશેષમાં પરિક્રમામાં આવતા યાત્રાળુ પર વન્ય પ્રાણીનાં હુમલા અટકાવા કેટર ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. આ પહેલા પરિક્રમા રૂટ પર આટા મારતા ત્રણ સિંહને પહેલેથી  પાંજરે પુરી દેવામાં આવ્યા છે.જેન પરિક્રમા પૂર્ણ થયા બાદ જંગલમાં મુકત કરવામાં આવશે. આ ઉપરાંત આજે મહંત ઇન્દ્રભારતીબાપુ,મંહત તનસુખગીરીબાપુ,મેયર જીતુભાઇ હીરપરા, પ્રદીપભાઇ ખીમાણી સહિતનાં આગેવાનોએ પણ પરિક્રમા રૂટની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાની તપાસ કરી હતી.
 
 
સાધુ-સંતોએ પોલીસ સાથે મીંટીગ યોજાઇ
પરિક્રમાને લઇને મહંત ઇન્દ્રભારતીબાપુ, તનસુખગીરીબાપુ, મહેશગીરીબાપુ, મેઘાનંદ બાપુ,ડીવાયએસપી વાઘેલા,ભવનાથ પીએસઆઇ સંદિપસિંહ,ભેંસાણ પીએસઆઇ ગઢીયા,એલસીબી પીએસઆઇ કે.આર.પરમારની ઉપસ્થિતીમાં મીંટીગ મળી હતી.જેમાં ભવનાથ તળેટી,પરિક્રમ રૂટ,ગિરનાર પર્વત,દાતાર પર્વત પર કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે ચર્ચા કરી હતી.
 
ગણતરી પોઇન્ટ ઉભો કરાશે
પરિક્રમામાં આવતા યાત્રાળુઓની ગણતરી માટે વન વિભાગ દ્વારા નળપાણીની ઘોડી અને ગિરનાર ઉપર ગણતરી પોઇન્ટ ઉભા કરવામાં આવશે. જયાં યાત્રાળુઓની ગણતરી કરવામાં આવોશે.
 
ખાઇ જે જગ્યાએ હોય ત્યા મજબુત બેરીકેટ બનાવો
ભવનાથનાં મહંત તનસુખગીરીબાપુએ  જણાવ્યુ હતુ કે, વન વિભાગ અને તંત્ર દ્વારા સારી તૈયારીઓ કરવામાં આવી છે.રસ્તાઓ રીપેર થઇ ગયા છે.અમે સુચન કર્યા છે કે ઇટવાની ઘોડી,નળપાની ઘોડ,માળવેલાની ઘોડી પાસે પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે. તેમજ જે જગ્યાએ ઉઠી ખાઇ આવેલી છે ત્યા લાકડાની નહી પરંતુ લોખંડની બેરીકેટ બનાવવામાં આવે.
 
વન વિભાગ 14 રાઉટી ઉભી કરશે
 
વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે પરિક્રમા દરમીયાન વન વિભાગ દ્વારા ભવનાથ અને રૂટ પર 14 રાઉટીઓ ઉભી કરવામાં આવશે.

ઊના અને દીવ પર્યટકોથી ઉભરાયા.

Bhaskar News, Una | Oct 27, 2014, 01:14AM IST
ઊના અને દીવ પર્યટકોથી ઉભરાયા

-સોરઠની ખૂશ્બુ ખીલી |ઠેર ઠેર ટ્રાફિકજામ, ગેસ્ટહાઉસ, વાડી હાઉસફૂલ, તંબૂમાં રાતવાસો કર્યો
-દિવાળી અન બેસતા વર્ષે પર્યટકોનો ઘસારો ચરમસીમાએ પહોંચ્યો : હાઈવે પર વાહનોનાં થપ્પા


ઊના: દિવાળીની સળંગ ત્રણ દિવસની રજાઓ અને તહેવારોની ઉજવણી માટે સોરઠની જાણે ખૂશ્બુ ખીલી હોય તેમ ઊના, તુલશીશ્યામ અને ગીરજંગલ તેમજ પેરીસ ગણાતા દીવ પર્યટકો ઉભરાયું છે. દીવ, તુલશીશ્યામ સહિત સ્થળોએ દિવાળીની પૂર્વ સંધ્યાએથી જ પર્યટકોનો શરૂ થયેલો પ્રવાહ દિવાળી અને બેસતાવર્ષનાં દીવસે ચરમસીમાએ પહોંચતા દીવ અને તુલશીશ્યામ તો ખરા પણ ઊના પણ પર્યટકોથી છવાઈ ગયું હતું. ઊના અને દીવ વિસ્તારનાં તમામ ગેસ્ટ હાઉસ, હોટેલોમાં પર્યટકોનો ઘસારો અને તેના વાહનોનાં થપ્પા લાગી જતાં શહેરી વિસ્તારનાં જાહેર માર્ગોમાં ઠેર-ઠેર ટ્રાફિક જોવા મળી રહ્યો છે અને હોટલ વ્યવસાય ધમધમી ઉઠયો છે.

આ ઉપરાંત તમામ સમાજની વાડીઓ અને ઠેર-ઠેર ઉભા કરેલા તંબુઓમાં પણ સહેલાણીઓ નજરે પડ્યા હતા. આ રજાઓમાં વધેલા સહેલાણીઓની સંખ્યાનાં કારણે અનેક નાના-મોટા અકસ્માતો પણ સર્જાયા છે. આ ઉપરાંત હોટલો અને ગેસ્ટ હાઉસમાં બેફામ રીતે લોકોને લૂંટી રહ્યો હોય ખાણીપીણીની વસ્તુઓ પણ મોંઘીધાટ બની જતાં પરિવારો સાથે ઉમટેલા સહેલાણી અને બાળકોને કયાં કયાં રસ્તે પણ સૂવાનો સમય આવેલ હોવાનું જોવા મળેલ છે.

ગીરજંગલમાં સિંહ દર્શનનો ઘસારો : પ્રવાસીઓ લૂંટાયા.

Bhaskar News, Talala | Oct 27, 2014, 01:01AM IST
ગીરજંગલમાં સિંહ દર્શનનો ઘસારો : પ્રવાસીઓ લૂંટાયા
-ખાણી-પીણીમાં બેફામ ભાવ
-
જાયે તો જાયે કહાં |ખૂલ્લા ખેતરોમાં પ્રવાસીઓએ રાત વિતાવી

તાલાલા: સિંહ દર્શન માટે દિવાળીનાં તહેવરોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા ચક્કાજામની સ્થિતી બની ગઇ હતી. અભ્યારણમાં નિયત મુજબ જ પરમીટો મેળવી શકનાર પ્રવાસીઓ અભ્યારણમાં સિંહ દર્શન માટે ગયા હતા. જ્યારે દેવળીયા સફારી પાર્ક ખાતે પરમીટો ન મેળવી શકનારા પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય દેવળીયામાં સવારથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં સિંહદર્શન માટે વનતંત્રની બસો ટ્રીપો કરતી હતી.
 
સાસણ સહિતમાં હોટલ, રીસોર્ટ, ગેસ્ટહાઉસ, ફાર્મ હાઉસો હાઉસફૂલ થતાં બુકીંગ વગર પ્રવાસીઓએ સાસણમાં રહેણાંક મકાનોમાં પેંઇગગેસ્ટ તરીકે રોકાયા હતા. ઘણાંએ ખૂલ્લા ખેતરોમાં રાતો વિતાવી ગીરની મજા માણી હતી. ભારે ઘસારા વચ્ચે ખાણીપીણી, આઇસ્ક્રીમ, વેફર્સ, મીનરલ વોટર સહિત હોટલોમાં ઉઘાડી લૂંટ ચલાવાઇ હોવાની ફરિયાદો ઉઠતી હતી.

જૂનાગઢઃ ઉના પાસે દીપડાએ હુમલો કરતા ચાર વર્ષના બાળકનું મોત.


જૂનાગઢઃ ઉના પાસે દીપડાએ હુમલો કરતા ચાર વર્ષના બાળકનું મોત

Jayesh Gondhia, Una | Oct 26, 2014, 13:11PM IST
(તસવીરઃ ઉના હોસ્પિટલમાં મૃત બાળક)
 
જૂનાગઢઃ ઉના નજીક ગીર જંગલ પાસે આવેલા કોદિયા ગામે દિપડાએ ચાર વર્ષના બાળક પર હુમલો કરતા બાળકનું મોત થયું છે. આજે સવારે દસ વાગ્યાની આસપાસ મજૂરી કામ ગયેલા કાળુભાઈ તથા વક્તુબેન સાથે તેમનો ચાર વર્ષનો બાળક કલ્પેશ પણ હતો. માતા-પિતા કપાસ ઉતરતાં હતા  તે વખતે કલ્પેશ અન્ય બાળક જોડે વાડીમાં રમતો હતો. દરમિયાન વાડીમાં ઘૂસી ગયેલો દીપડો બાળકને ઉઠાવી ગયો હતો.
 
દીપડાના હુમલાને પગલે વાડી માલિક યાસીનભાઈ બાળકને શોધવા માટે નીકળ્યા હતા. તે સમયે વાડીના સેઢામાં દીપડો કલ્પેશને દબોચીને બેઠો હતો. યાસીનભાઈએ દીપડાનો પ્રતિકાર કરતાં દીપડાએ બાળકને છોડીને ભાગી છૂટ્યો હતો. દરમિયાન યાસીનભાઈએ ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને ઉના હોસ્પિટલમાં લાવ્યા હતા. જો કે તે પહેલા બાળકનું મોત થઈ ગયુ હતુ.

સાવરકુંડલામાં માલગાડીએ 7 ભેંસને કચડી, લોકોના ટોળે ટોળા ઉમટ્યાં.

Bhaskar News, Savarkundla | Oct 28, 2014, 10:30AM IST

(ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા)
 
- અરેરાટી: ફાટક પાસે ગાય-ભેંસોનું ધણ રેલ ટ્રેક ક્રોસ કરતુ હતુ અને ગાડી આવી ચઢતા સર્જાયો અકસ્માત
- ફાટક નજીક ટ્રાફિક જામ સર્જાયો :  લોકોના ટોળે ટોળા ઉમટ્યાં

સાવરકુંડલા: અમરેલી જીલ્લામાં પીપાવાવ પોર્ટ તરફ જતી આવતી માલગાડીઓએ અગાઉ સાવજોને હડફેડે લીધા બાદ હવે ભેંસ જેવા પાલતુ પ્રાણીઓ પણ તેની હડફેટે ચડી રહ્યા છે. આજે સાંજે છએક વાગ્યાના સુમારે સાવરકુંડલાના પાદરમાં ભેંસોનું એક ધણ ફાટક ક્રોસ કરી રહ્યુ હતુ ત્યારે અચાનક માલગાડી આવી ચડતા સાત ભેંસો માલગાડી હેઠળ કચડાઇને મોતને ભેટી હતી. આ ઘટના બાદ અહિં લોકોના ટોળેટોળા એકઠા થયા હતાં અને લાંબા સમય સુધી ટ્રાફીક જામ પણ રહ્યો હતો. ઘટનાની જાણ થતા રેલવે અધિકારીઓ પણ અહિં દોડી ગયા હતાં. તમામ ભેંસો એક જ માલીકની હોવાનું જાણવા મળેલ છે.

અમરેલી જીલ્લાને આમ તો પુરતી રેલ સુવિધા મળી નથી. પરંતુ જે મળી છે તેમાં પણ માલગાડીઓ જ દોડે છે. પીપાવાવ પોર્ટમાં માલની હેરફેર માટે દરરોજ મોટી સંખ્યામાં માલગાડીઓ અવર જવર કરે છે. આ માલગાડીઓ અવાર નવાર અકસ્માત પણ નોતરે છે. ભુતકાળમાં માલગાડીઓએ સાવજ અને ગાય જેવા પ્રાણીઓને હડફેટે લીધાની અનેક ઘટનાઓ બની ચુકી છે. આવી એક વધુ ઘટના આજે સાંજે છએક વાગ્યાના સુમારે સાવરકુંડલાના પાદરમાં બની હતી. અહિંના જેસર રોડ પર આવેલા ફાટક પર માલગાડી હડફેટે સાત ભેંસોના મોત થયા હતાં.

સાવરકુંડલાના બાબુભાઇ પાંચાણીની માલીકીની આ સાત ભેંસો આજે સાંજે માલગાડી હેડફેટે ચડી ગઇ હતી. ગાયો અને ભેંસોનું ધણ સીમમાં ચરીને સાંજે પરત આવી રહ્યુ હતુ તે સમયે માલગાડી આવતી હોય ફાટક બંધ હતું. જેથી વાહનોની અવર જવર અટકી ગઇ હતી. જો કે ગાયો અને ભેંસોનું આ ધણ બાજુમાંથી રેલવે ટ્રેક ક્રોસ કરી આગળ જતુ હતુ અને તે સમયે જ પુરપાટ ઝડપે માલગાડી આવી પહોંચી હતી. જેને પગલે આ ભેંસો રેલવે ટ્રેક પરથી હટી શકી ન હતી. ઘોઘાથી રાજુલા તરફ જઇ રહેલી આ માલગાડીના એન્જીને આ ભેંસોને ફુટબોલની જેમ ફંગોળી હતી.

છ મોટી ભેંસો અને એક પાડરૂનું કપાઇ  જવાથી અને ગંભીર ઇજા થવાથી મોત થયુ હતું. ઘટનાને પગલે અહિં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતાં. વળી ફાટક પણ બંધ હોવાથી ટ્રાફીક જામની સ્થિતી લાંબા સમય સુધી સર્જાઇ હતી. વન વિભાગના અધિકારીઓ પણ અહિં દોડી આવ્યા હતાં. થોડા સમય માટે માલગાડીને પણ સાવરકુંડલા સ્ટેશન પર રોકી રખાઇ હતી. જો કે બાદમાં માલગાડીને રવાના કરી દેવાઇ હોવાનું જાણવા મળેલ છે.

ગીરકાંઠાની ખુશ્બુ ખીલી ઉઠી પર્યટન અને ધર્મ સ્થળોએ ભીડ.

Bhaskar News, Amreli | Oct 28, 2014, 00:05AM IST
- દિવાળી ઇફેક્ટ | અમરેલી સહિત હાઇ-વે પર ટ્રાફિક જામ
- ગીરના જંગલમાં  સિંહ દર્શન માટે લોકોની રઝળપાટ

અમરેલી: પ્રવાસન ક્ષેત્રે ખુશ્બુ ગુજરાત કી ફેલાઇ રહી છે. અમરેલી જિલ્લામાં ભલે પ્રવાસન ઉદ્યોગનો વધુ વિકાસ થયો ન હોય પરંતુ ગીર જંગલ અને સાવજોની હાજરીને પગલે દિપાવલીના તહેવાર પર અમરેલી જિલ્લામાં દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડયા છે. જેમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા ઘણી વધુ છે. ગીર જંગલના ધર્મ સ્થાનોમાં હકડેઠઠ્ઠ માનવ મેદની નજરે પડી રહી છે. ગીરના રમણીય નજારાઓ અને અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની એક ઝલક માટે પ્રવાસીઓ આમથી તેમ ભમી રહ્યાં છે.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો નજરે પડવા પ્રમાણમાં ઘણા સહેલા છે. પાછલા વર્ષોમા અહી સાવજોની વસતીમાં થયેલા વધારાના પગલે પ્રવાસન ઉદ્યોગને બળ મળે તેવી સ્થિતી સર્જાઇ છે. આમપણ દર વર્ષે  દિપાવલીની રજાના દિવસો દરમિયાન ગીર તથા આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામા પ્રવાસીઓ ઉમટી પડે છે. ચાલુ સાલે પણ ખુબ જ મોટી સંખ્યામા આ વિસ્તારમાં પ્રવાસીઓની ભીડ ઉમટી છે.

ગીરમા આવેલ કનકાઇ બાણેજ જેવા સ્થળોએ જવા માટે દિવસભર ધસારો રહે છે. ધારીથી જસાધાર અને દિવ વેરાવળ તરફ જતા પ્રવાસીઓ કનકાઇ, બાણેજ જેવા સ્થળોની અચુક મુલાકાત લે છે. આ પ્રવાસીઓ તુલશીશ્યામનો રૂટ પણ પસંદ કરે છે. અહી તેમને ભગવાન શ્યામના દર્શનનો લ્હાવો ઉપરાંત રમણીય કુદરતી નજારાનો લ્હાવો પણ મળે છે.

આ ઉપરાંત ગીરકાંઠે આવેલા ધારી નજીકના ખોડિયાર ડેમ પરનો રમણીય નજારો નીહાળવા પણ છેલ્લા છ દિવસથી પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જાફરાબાદ નજીક સરકેશ્વરના દરિયાકાંઠે, સરસીયા મંદિર, વાદળીયા હનુમાન આશ્રમ, સરની ખોડિયાર જેવા ધાર્મિક સ્થળો પર ભાવિકોનો ધસારો નજરે પડી રહ્યો છે. પ્રવાસીઓની આ ભીડ આગામી દેવદિવાળી સુધી રહેશે તેવી ધારણા રખાઇ રહી છે.

હાલમાં દેશભરમાંથી આવતા પ્રવાસીઓથી ગીર જંગલ અને ગીરકાંઠો ગુંજી ઉઠયાં છે. ખાસ કરીને ધારી અને ખાંભા તાલુકામાં પ્રવાસીઓની વધુ અવરજવર નોંધાઇ રહી છે. સિંહ દર્શનની લાલસા પણ પ્રવાસીઓને અહી ખેંચી લાવી રહી છે. આવનારા સમયમાં આંબરડી પાર્ક શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે સાસણ જેવો જ નજારો આંબરડી પાર્કમા પણ જોવા મળે તે દિવસો દુર નથી. અહી ખરેખર પ્રવાસીઓને ગુજરાતની ખુશ્બુ અનુભવાઇ રહી છે.

તુલશીશ્યામમાં ભાવિકોનું ઘોડાપૂર, જંગલ પ્રવાસીઓથી ધમધમી ઉઠયું.

Bhaskar News, Rajula | Oct 27, 2014, 01:01AM IST
તુલશીશ્યામમાં ભાવિકોનું ઘોડાપૂર, જંગલ પ્રવાસીઓથી ધમધમી ઉઠયું
-જંગલમાંથી દરરોજ પસાર થતા 25 હજાર દર્શનાર્થી : મહાપ્રસાદ આરતીનો લાભ લીધો : વન તંત્રની પણ કસોટી

રાજુલા: દર વર્ષની જેમ જ દિપાવલીના રજાના દિવસો દરમિયાન ગીર જંગલ પ્રવાસીઓથી ધમધમી ઉઠયું છે. ખાસ કરીને અહીના ધાર્મિક સ્થળોમાં માનવ મહેરામણ ઉમટયો છે. મધ્ય ગીરમા આવેલા તુલશીશ્યામમા દરરોજ 25 હજારથી વધુ ભાવિકોની અવરજવર થઇ રહી છે. દેશભરમાંથી આવતા આ ભાવિકો મહાપ્રસાદ, આરતી અને અહીના કુદરતી નજારાનો લાભ લઇ રહ્યાં છે. મધ્યગીરના વિશ્વ પ્રસિધ્ધ તુલશીશ્યામ ધામમાં દિવાળી પહેલાથી જ ભાવિકોનો ભારે ધસારો શરૂ થયો છે. અહી દરરોજ હકડેઠઠ્ઠ માનવ મેદની ઉમટી પડે છે. દિપાવલીના મીની વેકેશન દરમિયાન અહી દેશભરના જુદાજુદા વિસ્તારોમાથી પ્રવાસીઓ આવી રહ્યાં છે. વનતંત્ર દ્વારા વાહનોની અને લોકોની અવરજવરની નોંધ રખાઇ રહી છે.

તુલશીશ્યામ ખાતે દરરોજ 20 થી 25 હજાર લોકો દર્શનાર્થે આવે છે અને મહાપ્રસાદનો પણ લાભ લે છે. વળી અહી રૂક્ષ્મણીજી જે ડુંગરા પર બિરાજી રહ્યાં છે તે ડુંગર ચડવામા પણ પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળી રહી છે. તુલશીશ્યામ ખાતે રાત્રી રોકાણની પણ વ્યવસ્થા છે જેનો મોટી સંખ્યામા ભાવિકોએ લાભ લીધો છે. તુલશીશ્યામ તથા આસપાસના વિસ્તારોમા રમણીય કુદરતી નજારો જોવા મળી રહ્યો છે.

અહી દર્શનાર્થે આવતા લોકોને આ કુદરતી નજારાનો લાભ મળી રહ્યો છે. અહીના સાધુ સંતો તથા ટ્રસ્ટીઓ દ્વારા યાત્રિકોની સુંદર વ્યવસ્થા સાચવવામા આવી હતી. જસાધાર, દિવ અને ધારી તરફના માર્ગે ભારે વાહન વ્યવહારના કારણે જંગલ ધમધમતુ થયુ હતુ. વનતંત્ર દ્વારા પણ અહી સ્ટાફને ખડેપગે તૈનાત કરાયો હતો. વનતંત્ર દ્વારા રસ્તાઓ પર સતત પેટ્રોલીંગ પણ રખાયુ હતુ. માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, બી.બી.ડોકટર, મેનેજર અશોકભાઇ ગઢવી વિગેરે દ્વારા વ્યવસ્થા જળવાઇ હતી.

અગિયારસ સુધી રહેશે ભારે ભીડ

દિપાવલીની રજાના માહોલ દરમિયાન અહી ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ જનમેદની અને ભારે ભીડ છેક દેવદિવાળી અને તેના બાદના દિવસોમા પણ જોવા મળશે. લીલી પરિક્રમાના પ્રવાસીઓ પણ આ વિસ્તારમા દર્શનાર્થે આવે છે. છેલ્લા પાંચ દિવસથી અહી સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે.

ત્રીજીએ અન્નકુટનું આયોજન
તુલશીશ્યામ મંદિર ખાતે બિરાજમાન ભગવાન શ્યામને અન્નકુટનો મહાપ્રસાદ પણ ધરાશે. આગામી તા. 3ના રોજ અગિયારના દિવસે અહી ભગવાન શ્યામને અન્નકુટનો પ્રસાદ ધરાશે.

વન કેસરીનું હેપી ન્યુયર.

વન કેસરીનું હેપી ન્યુયર
Bhaskar News, Lilia | Oct 23, 2014, 20:25PM IST

લીલીયાના બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં સાવજો વસવાટ કરી રહ્યાં છે. ત્યારે આ વિસ્તારમાં બે સાવજો જાણે નુતન વર્ષના પર્વે એકબીજાની સાથે હળમળીને રહેવાનો સંકલ્પ માનવ સમાજને પુરો પાડી રહ્યાં છે.
Email Print Comment

ઓણસાલ 55 થી વધુ સિંહબાળનો જન્મ થશે.


Bhaskar News, Lilia | Oct 23, 2014, 20:22PM IST
 
- સંકેત: ચોમાસાનો નિર્ધારીત સંવનન કાળ પૂરો થયાને લાંબો સમય વિતતા હવે પ્રસૃતિનો સમય ઢુંકડો
- સિંહણો પ્રસુતિ માટે અવાવરૂ સ્થળે ચાલી જતી હોઇ સાવજો ઓછા નજરે ચઢશે

લીલીયા: ચોમાસામાં સાવજોના સંવનન કાળ દરમીયાન ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું. સંવનન કાળ પુરો થયાને લાંબો સમય વિતી ગયો છે ત્યારે હવે ટુંક સમયમાં ગર્ભવતી સિંહણોને બચ્ચાને જન્મ આપવાનો સમય નજીક આવી રહ્યો છે. બહુ ટુકા ગાળામાં સાવજ પરિવારોમાં ઉછળકુદ અને ધીંગામસ્તી કરતા સિંહ બાળ નઝરે પડશે. માત્ર ગીર જંગલમાં જ નહી પરંતુ ગીરની બહાર અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સિંહણો બચ્ચાને જન્મ આપશે તેવું પ્રકૃતિ પ્રેમીઓ માની રહ્યા છે.

વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ચાલુ ચોમાસામાં સંવનન કાળ દરમીયાન ગર્ભવતી બનેલી સિંહણો ખુબ જ ટુંકાગાળામાં નવા બચ્ચાઓને જન્મ આપશે. સિંહણો સામાન્ય રીતે 95 થી 105 દિવસના ગર્ભધારણ બાદ બચ્ચાને જન્મ આપે છે. સંવનનકાળ દરમીયાન ગર્ભવતી બનેલી સિંહણો માટે હવે પ્રસૃતિનો સમય નજીક સરકી રહ્યો છે. ખાસ કરીને શરૂઆતના તબક્કે જ ગર્ભવતી બનેલી સિંહણો સૌથી પહેલા બચ્ચાને જન્મ આપશે. નવેમ્બરથી લઇ ડીસેમ્બરના અંત સુધી બચ્ચાને જન્મ આપવાનો આ સીલસીલો ચાલશે.
સાવજ પરિવારો કુદકેને ભુસકે વધવાના શુભ સંકેતો મળી રહ્યા છે.

સીસીએફ આર.એલ. મીનાએ જણાવ્યુ હતું કે ચાલુ સાલે 55 થી વધુ સિંહબાળનો ઉમેરો થવાની શક્યતા જોવાઇ રહી છે. છેલ્લી ગણતરી પ્રમાણે 411 સિંહ હતાં. હવે આ સંખ્યા 500ને પાર કરી જાય તેવી શક્યતા છે. ગર્ભવતી સિંહણો બચ્ચાને જન્મ આપે પછી તેને શોધવી વન વિભાગ માટે પણ ઘણુ મુશ્કેલ કામ છે. વળી જ્યાં બચ્ચા હોય ત્યાં પહોંચવુ વન વિભાગ માટે પહોંચવુ પણ જોખમભર્યુ છે. આમ છતાં સ્થાનિક કર્મચારી અને જાણકાર લોકોની મદદથી બચ્ચાવાળી સિંહણવાળી જાણ થતી હોય છે. આ માટે આઇડી કોલર પણ હવે ઉપલબ્ધ થશે.

સિંહ દર્શન બનશે મુશ્કેલ-સંદીપ કુમાર

સાસણના ડીએફઓ સંદિપ કુમારે જણાવ્યુ હતું કે બચ્ચાને જન્મ આપવા માટે સિંહણ અવાવરૂ અને સલામત સ્થળ શોધે છે. જેથી દિપડા, જરખ, શીયાળ જેવા પ્રાણીઓ બચ્ચાનો શિકાર ન કરી શકે. વળી ઠંડીના દિવસો પણ આવી રહ્યા છે. ઠંડીના સમયે સાવજો જંગલ બહાર જ્યાં ત્યાં ભમવા ટેવાયેલા નથી. જેથી સામાન્ય સંજોગોમાં જોવા મળતા સાવજો આ દિવસોમાં સરળતાથી નઝરે નહી પડે.
- સંકેત: ચોમાસાનો નિર્ધારીત સંવનન કાળ પૂરો થયાને લાંબો સમય વિતતા હવે પ્રસૃતિનો સમય ઢુંકડો
- સિંહણો પ્રસુતિ માટે અવાવરૂ સ્થળે ચાલી જતી હોઇ સાવજો ઓછા નજરે ચઢશે

લીલીયા: ચોમાસામાં સાવજોના સંવનન કાળ દરમીયાન ગીર જંગલ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું. સંવનન કાળ પુરો થયાને લાંબો સમય વિતી ગયો છે ત્યારે હવે ટુંક સમયમાં ગર્ભવતી સિંહણોને બચ્ચાને જન્મ આપવાનો સમય નજીક આવી રહ્યો છે. બહુ ટુકા ગાળામાં સાવજ પરિવારોમાં ઉછળકુદ અને ધીંગામસ્તી કરતા સિંહ બાળ નઝરે પડશે. માત્ર ગીર જંગલમાં જ નહી પરંતુ ગીરની બહાર અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સિંહણો બચ્ચાને જન્મ આપશે તેવું પ્રકૃતિ પ્રેમીઓ માની રહ્યા છે.

વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ચાલુ ચોમાસામાં સંવનન કાળ દરમીયાન ગર્ભવતી બનેલી સિંહણો ખુબ જ ટુંકાગાળામાં નવા બચ્ચાઓને જન્મ આપશે. સિંહણો સામાન્ય રીતે 95 થી 105 દિવસના ગર્ભધારણ બાદ બચ્ચાને જન્મ આપે છે. સંવનનકાળ દરમીયાન ગર્ભવતી બનેલી સિંહણો માટે હવે પ્રસૃતિનો સમય નજીક સરકી રહ્યો છે. ખાસ કરીને શરૂઆતના તબક્કે જ ગર્ભવતી બનેલી સિંહણો સૌથી પહેલા બચ્ચાને જન્મ આપશે. નવેમ્બરથી લઇ ડીસેમ્બરના અંત સુધી બચ્ચાને જન્મ આપવાનો આ સીલસીલો ચાલશે.
સાવજ પરિવારો કુદકેને ભુસકે વધવાના શુભ સંકેતો મળી રહ્યા છે.

સીસીએફ આર.એલ. મીનાએ જણાવ્યુ હતું કે ચાલુ સાલે 55 થી વધુ સિંહબાળનો ઉમેરો થવાની શક્યતા જોવાઇ રહી છે. છેલ્લી ગણતરી પ્રમાણે 411 સિંહ હતાં. હવે આ સંખ્યા 500ને પાર કરી જાય તેવી શક્યતા છે. ગર્ભવતી સિંહણો બચ્ચાને જન્મ આપે પછી તેને શોધવી વન વિભાગ માટે પણ ઘણુ મુશ્કેલ કામ છે. વળી જ્યાં બચ્ચા હોય ત્યાં પહોંચવુ વન વિભાગ માટે પહોંચવુ પણ જોખમભર્યુ છે. આમ છતાં સ્થાનિક કર્મચારી અને જાણકાર લોકોની મદદથી બચ્ચાવાળી સિંહણવાળી જાણ થતી હોય છે. આ માટે આઇડી કોલર પણ હવે ઉપલબ્ધ થશે.

સિંહ દર્શન બનશે મુશ્કેલ-સંદીપ કુમાર

સાસણના ડીએફઓ સંદિપ કુમારે જણાવ્યુ હતું કે બચ્ચાને જન્મ આપવા માટે સિંહણ અવાવરૂ અને સલામત સ્થળ શોધે છે. જેથી દિપડા, જરખ, શીયાળ જેવા પ્રાણીઓ બચ્ચાનો શિકાર ન કરી શકે. વળી ઠંડીના દિવસો પણ આવી રહ્યા છે. ઠંડીના સમયે સાવજો જંગલ બહાર જ્યાં ત્યાં ભમવા ટેવાયેલા નથી. જેથી સામાન્ય સંજોગોમાં જોવા મળતા સાવજો આ દિવસોમાં સરળતાથી નઝરે નહી પડે.

થોરખાણમાં દીપડાએ છ બકરા અને એક વાછરડીનું મારણ કર્યુ.

થોરખાણમાં દીપડાએ છ બકરા અને એક વાછરડીનું મારણ કર્યુ
Bhaskar News, Babara | Oct 18, 2014, 01:09AM IST
- વનવિભાગ ઘટના સ્થળે દોડી ગયો

બાબરા: ગીર જંગલમાં વસતા સિંહ અને દિપડાઓ હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સિંહ, દિપડાના આંટાફેરા વધી ગયા હોય તેમ જોવા મળી રહ્યું છે. ત્યારે તાલુકાના થોરખાણ ગામે ગતરાત્રીના એક દિપડો આવી ચડયો હતો અને છ બકરા અને એક વાછરડીનુ મારણ કર્યુ હતુ.દિપડા દ્વારા બકરા અને વાછરડાના મારણની આ ઘટના બાબરા તાલુકાના થોરખાણ ગામે બની હતી. અહી રહેતા રહિમભાઇ અબ્રાહમભાઇ સીપાઇના મકાનમાં ગતરાત્રીના એક દિપડો ઘુસી ગયો હતો. આ દિપડાએ ફરજામા બાંધેલા છ બકરા અને એક વાછરડાને ફાડી ખાધા હતા. દિપડાએ હુમલો કરતા બકરા અને વાછરડા ભાંભરડા નાખવા લાગતા રહીમભાઇ સહિત પરિવારના સભ્યો જાગી જતા દિપડો નાસી છુટયો હતો.

બનાવ અંગે રહીમભાઇએ સરપંચ ધીરૂભાઇ સાકરીયાને જાણ કરી હતી. તેઓ દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા આરએફઓ હેરભા, ગંભીરસિંહ ચુડાસમા, ડી.જી.દાફડા સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા. અહી દિપડો હોવાના સગડ મળતા વનવિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરવામા આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બાબરા પંથકમા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર વન્યપ્રાણીઓ આવી ચડતા હોય તેમજ હાલમાં ખેતીની સિઝન પણ ચાલી રહી હોય ખેડૂતો, મજુરો અને લોકોમાં ફફડાટ ફેલાયો છે. તાજેતરમાં નડાળા, ઘુઘરાળા ગામમા સાવજને પાંજરે પુરવામા આવ્યો હતો. ઇસાપર ગામે પણ દિપડાએ દેખાદીધા હતા.

Tuesday, October 7, 2014

દિવાળી પૂર્વે ઉદ્ઘાટનની જાહેરાત પણ 'સફારી પાર્ક'નું કામ અધૂરૃં.

Oct 03, 2014 00:12

 • ધારી પૂર્વ (ગીર)માં લાયન સફારીમાં વિહરવા હજૂ જોવી પડશે રાહ
 • દિવાળી પહેલા કામ પૂર્ણ કરવું લગભગ અશક્ય : વેકેશનમાં પ્રવાસીઓને લાભ નહિ મળે
અમરેલી : ધારીના ખોડીયાર ડેમ નજીક વન વિભાગ દ્વારા પ્રવાસીઓને સિંહ દર્શન માટે સફારી પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે, જેની કામગીરી અંતિમ તબક્કામાં છે. દિવાળી પહેલા સફારી પાર્કનું ઉદઘાટન કરવા અનેક પ્રયાસો છતાં કામગીરી પૂર્ણ થઇ નથી.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ગીરના જંગલમાં એશિયાટીક સિંહોના કુદરતી સ્થળાંતરના કારણે સિંહોએ તાલાલા ગીરમાંથી અમરેલી જિલ્લામાં ધારી ગીર અને રેવન્યુ વિસ્તારમાં મુકામ કર્યો છે. અત્રે સિંહોની સંખ્યા વધતા પ્રવાસીઓને વન વિભાગના નિયમોને આધીન રહીને સિંહ દર્શનનો લાભ મળે તે માટે વન વિભાગ દ્વારા ધારીમાં સફારી પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે. થોડા સમય અગાઉ રાજયનાં વનમંત્રી ગૌતમ પટેલ દ્વારા દિવાળી પહેલા સફારી પાર્કનું ઉદઘાટન કરી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ જાણકાર સુત્રોના જણાવ્યા મુજબ કામગીરી અધુરી હોવાથી દિવાળી પૂર્વે સફારી પાર્ક ચાલું થાય તેવી કોઇ જ શકયતા દેખાતી નથી. સફારી પાર્કના ઉદઘાટન માટે રાજયનાં ચીફ કન્ઝવેટર ઓફ ફોરેસ્ટ પણ બે વખત કામગીરીનું જાત નિરીક્ષણ કરી ગયા હતા.
દિવાળીના વેકેશનમાં ધારી ગીરના જંગલમાં સિંહ દર્શન માટે માત્ર સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ ગુજરાત બહારથી પણ પ્રવાસીઓનો ઘસારો ઉમટી પડે છે પરંતુ સફારી પાર્કમાં સિંહ દર્શનનો લાભ મળી શકશે નહિ.
http://sandesh.com/article.aspx?newsid=2993864

બાબરાના રાણપર ગમાપીપળીયા, મીયા ખીજડીયામાં વનરાજ દ્વારા ત્રણ પશુના મારણ.

Sep 30, 2014 00:28બાબરા : બાબરા તાલુકાના નડાળા ગામમાં ખેડૂતના બળદ ઉપર સિંહના નિષ્ફળ હુમલા બાદ એક જ રાતમાં ખીજાયેલા વનરાજાએ નજીકના રાણપર,ગમા પીપળીયા અને મીયા ખીજડીયા ગામની સીમમાં ત્રણ ત્રણ પશુના મારણ કર્યા હતા. રવાડ સમાજની જોકમાં ઘુસવાથી ઘેટા બકરામાં નાસ ભાગ મચી ગઇ હતી બે દિવસ પહેલા નડાળા ગામમાં જેસીંગ ભાઈ બકોતરાની વાડીમાં બાંધેલા બળદ ઉપર સામાન્ય હુમલા બાદ ગત મોડી રાત્રે રાણપર ગામે પરસોતમ ભાઇ કલકાણીની વાડીમાં વાછરડીનું માણ કર્યુ હતુ. ત્ર બાદ ગમાપીપળીયા ગામમાં રાઘવભાઈ આજગીયાના બળદનું મારણ કર્યુ હતુ. મીયાખીજડીયા ગામમાં ભરવાડની જોકમાં પડેલા સિંહના કારણે ૪૦ જેટલી ગાય ભડકી ઉઠી નાસભાગ કરવા લાગી હતી જો કે ત્રણ ગાયો ગુમ હોવાની વિગતો બહાર આવી છે.
http://sandesh.com/article.aspx?newsid=2992718

બાબરા : બાબરા તાલુકામાં છ માસ પહેલા ગોંડલ તાલુકામાંથી આવી ચડેલા વનરાજોએ હાહાકાર મચાવી દીધો હતો એ પછી એની મુળ ટેરીટરીમા ચાલ્યા જતાં હાશકારો થયો હતો. હવે ફરી અહી નડાળાની સીમમાં ધસી આવેલા એક વનરાજે બળદ પર હુમલો કરતા ખેડૂતોમાં ભય ફેલાયો છે.
   વધુ વિગત મુજબ બાબરા તાલુકાના નડાળા ગામની સીમમાં જેસિગભાઈ વાલેરાભાઈ બકોતરા કપાસના વાવેતરમાં પાણી વાળી રહ્યા હતા ત્યારે એનો એક બળદ ભાંભરડા નાંખવા લાગતા ત્યાં બધા દોડી ગયા હતા. અને હાકલા પડકારા કરવા લાગતા વનરાજ શિકાર છોડીને નાસી છુટયો હતો.
આથી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. વનવિભાગની તપાસમાં ખેતરમાં સિંહના ફૂટમાર્ક મળી આવ્યા હતા. અને ફરી આ વનરાજ આવે એવી શકયતા હોવાથી વનવિભાગે ખેડૂતોને સતર્ક રહેવા સુચના આપી હતી. આ બનાવથી ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અને બધાએ મળી વનરાજની ખોજ આદરી છે.
ઉલ્લેખનીય છે કે, બાબરા પંથકમાં આવેલા થોરખાણ તાઈવદર ચરખા, ખંભાળા, લાલકા, વાકિયા વિસ્તારમાં દીપડાનો ત્રાસ વધી ગયો છે. એણે અગાઉ મારણ
કર્યા છે છતાં એને પકડયો નથી. હવે સિંહ પણ આવી જતા માલઢોર જોખમમાં મૂકાયા છે. તેમજ ખુલ્લામાં કામ કરતા મજુરો અને ખેડૂતોની સલામતી પણ જોખમાઈ છે.

ધારી જંગલ વિસ્તારમાં ૩ વર્ષમાં ૫૮૧ શખ્સો સામે કરાઇ કાર્યવાહી.

Oct 04, 2014 00:11

 • અલગ-અલગ કેસમાં કુલ ૧૮ લાખ ઉપરાંતનો દંડ વસુલાયો
 • દિવાળી વેકેશનમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા વન અધિકારીઓની બેઠક બોલાવી કામગીરી સોંપાશે
અમરેલી : એશિયાખંડમાં એકમાત્ર જ્યાં સિંહોનો વસવાટ છે તે પૈકીના ધારી ગીર પૂર્વેના જંગલ વિસ્તારમાં ૨૪ કલાક વનવિભાગનું પેટ્રોલીંગ હોવા છતાં જંગલમાં ઘુસીને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતાં ઘૂષણખોરોનો રાફડો ફાટયો છે.
ધારી ગીર પૂર્વેના ડીએફઓએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૧-૧૨થી ચાલુ વર્ષ ૩૧-૮ સુધીમાં વનવિભાગે અલગ-અલગ ૩૦૦ કેસમાં કુલ ૩૮૮ જેટલા શખ્સો સામે ધરપકડ તેમજ દંડાત્મક સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
ગીરમાં સિંહો અસલામત હોવાનું જણાવી સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાની હિલચાલ ચાલી રહી છે ત્યારે અભ્યારણમાં ગેરકાયદે પ્રવેશ, વાહનોનો પ્રવેશ, વૃક્ષછેદન, ફોટા પાડવા, શિકાર કરવો, ઘાંસ કાપવું, ભેંસો ચરાવવી સહિતની પ્રતિબંધાત્મક પ્રવૃત્તિઓ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વન્યપ્રાણીઓને ખલેલ પહોંચાડવું, પ્લાસ્ટીક ફેંકવું જેવા સામાન્ય ગુનામાં વર્ષ ૨૦૧૧-૧૨થી આજ સુધીમાં ૩૫૩ કિસ્સામાં ૫૮૧ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં વનવિભાગે કુલ ૧૮ લાખ ૮૦ હજાર ૩૭૦નો દંડ વસુલ્યો છે. દિવાળી વેકેશનમાં પ્રવાસીઓના ઘસારાને નિવારવા અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ટૂંક સમયમાં વન અધિકારીઓની બેઠક બોલાવી વિવિધ કામગીરી સોંપવામાં આવશે.

http://sandesh.com/article.aspx?newsid=2994307

હિંસક ૫શુઓના હુમલાથી મોતને ભેટેલા ૧૨ વ્યકિતઓના પરિવારને ૧૬.૫૦ લાખની સહાય.

Sep 29, 2014 00:00

 • વન્યપ્રાણીઓના હુમલાના ૧૨૦ બનાવ
ધારી : ગીર પૂર્વના જંગલ વિસ્તારમાં સિંહ દીપડા કે વન્ય પ્રાણીઓએ કરેલા હુમલામાં મોતને ઘાટ ઉતરી ગયેલા ૧૨ વ્યકિતઓના વારસોને ડીએફઓ અંશુમાન શર્માએ ૧૬.૫૦ લાખની સહાય ચૂકવી છે. ગીર પૂર્વમાં હિંસક પ્રાણીઓ દ્વારા ચારના અને ૨૦૧૨માં પ ના તેમજ ૨૦૧૩માં ૩ માનવમોત નિપજયા હતા. આ ઉપરાંત વન્ય પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલા કરીને ઈજા પહોંચાડવાના ૨૦૧૧માં ૩૩, ૨૦૧૨માં ૪૯, અને ૨૦૧૩-૧૪માં ૩૧ મળી કુલ ૧૨૦ બનાવ બન્યા હતા જેને વળતર પેટે ૩.૬૫ લાખ અને માનવમૃત્યુના કિસ્સામાં એના વારસદારોને ડીએફઓ અંશુમાન શર્માએ ૧૬.૫૦ લાખની સહાય ચૂકવી છે.
http://sandesh.com/article.aspx?newsid=2992389

ગઢિયાની સીમમાં ફરતો ઘાયલ સિંહ : વનવિભાગ બેફિકર.

Sep 27, 2014 00:13ખાંભા : સૌરાષ્ટ્રની શાન સમા વનરાજો વનવિભાગની ઘોર બેદરકારીથી કીડી મંકોડાની જેમ ટપોટપ મરી રહ્યા છે. અહી કોઈ સિંહ બિમાર પડે તો એની દરકાર રખાતી નથી ગઢિયાની સીમમાં એક સિંહને કાનમાંથી સતત લોહી ટપકે છે છતાં વનવિભાગ કોઈ સારવાર કરતો નથી ! લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઈ બાટાવાળાએ વનખાતાના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી ગઢિયાની સીમમાં એક સિંહને કાનમાંથી સતત લોહી ટપકે છે અને ફેરણા દરમિયાન કોઈ એની માવજત કરતા નથી.

http://sandesh.com/article.aspx?newsid=2991620

સાત સિંહોને યુધ્ધનો પડકાર ફેંકી ડાલામથ્થા 'ગબ્બર'એ સિંહણને ઉતારી મોતને ઘાટ..!

Sep 25, 2014
 • સિંહો વચ્ચે ફરી લોહિયાળ ઘર્ષણ ન થાય તે હેતુથી જંગલખાતું સતત વોચમાં
ખાંભા : ખાંભા નજીક આવેલા વાંકિયાના સોનિયા ડુંગર વિસ્તારમાં વસવાટ કરતા સાત સિંહોના જૂથની ટેરીટરીમાં 'ગબ્બર' સિંહે પ્રવેશી, ઘુરકિયા કરી બધા સિંહોને લડાઈ માટે લલકાર કર્યા બાદ અહી જોરદાર સંગ્રામ ખેલાઈ ગયો હતો. આ મહાયુદ્ધમાં ત્રણ વર્ષની સિંહણને જુદી જુદી જગ્યાએ ઈજા પહોંચતા એના રામ રમી ગયા હતા. વનવિભાગને આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે વોચ રાખી શાંતિ સ્થાપી છેે ! જેથી ગબ્બર ફરી હુમલો ન કરે !
    સિંહના પોસ્ટર પર ભલે નો પોલિટિક્સ પ્લીઝ..લખાતું હોય પણ વનરાજો ય રાજકારણીઓની જેમ વિસ્તારવાદી અને સામ્રાજયવાદી હોય છે. જંગલમાં એવો નિયમ હોય છે કે જે વિસ્તારમાં સિંહના માન્ય જૂથનો વસવાટ હોય એમાં અન્ય સિંહ કે જૂથ પ્રવેશી શકતું નથી. જો આવે તો એને સ્વીકારવામાં આવતા નથી અને ધમાસાણ યુદ્ધ ખેલાઈ જાય છે ! ખાંભા નજીક વાંકિયાના સોનિયા ડુંગર વિસ્તારમાં લાંબા સમયથી સાત સિંહોનો વસવાટ હતો અને અહી શાંતિ હતી. આસપાસના વિસ્તારમાં શિકાર મળી જતાં સ્થિર થઈ ગયા હતા. સિંહોમાં આધિપત્ય સ્થાપવા અને સામ્રાજય વધારવાના પણ કોડ હોય છે. કેટલાક વનરાજ એવા હોય છે કે એની હાંકથી અન્ય વનરાજો થર થર ધ્રુજતા હોય છે અને એના તાબામાં રહી જીવન ધપાવતા હોય છે. બળુકો સિંહ અન્ય સિંહ અને સિંહણો પર વર્ચસ્વ જમાવી અને સામ્રાજય વિસ્તારી દેતો હોય છે. આ માટે અગાઉના રાજા મહારાજાઓની જેમ લડાઈ પણ કરી લે છે ! આવી જ ઘટના વાકિયા ગામે બની હતી.
પોતાની મૂળ મિતિયાળા ટેરીટરી છોડીને જંગલમાં ગૂંડાગીરી કરતો ગબ્બર ડાલામથ્થો સિંહ અહી આવી ચડયો હતો અને સાત સિંહોની સામે યુદ્ધ જાહેર કરી ઘુરકિયા કરી લલકારવા લાગ્યો હતો ! સામે સાત સિંહોનું જૂથ લડાઈ પહેલા યુદ્ધવિરામ કે સંધિ સ્વીકારી લે એવું કાયર ન હતુ. આખરે,મહાયુદ્ધ શરૃ થઈ ગયું હતુ જેના કારણે ડુંગર વિસ્તાર ગાજી ઉઠયો હતો. આ દરમિયાન આગંતૂક સિંહે સાત સિંહોના જૂથ પૈકી ત્રણ વર્ષની ઉમરની સિંહણને મોઢામાં પકડી લીધી હતી એને ગળાના ભાગે તેમજ માથામાં તેમજ પાંસડીમાં બચકા ભરીને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સિંહણ વિરાંગના બનીને લડતા લડતા શહિદ થઈ ગઈ હતી. જેનો મૃતદેહ વિનુભાઈ પરસોતમભાઈ સોડવડિયાની વાડીમાંથી પડયો હતો આ અંગે ગામના સરપંચે વનવિભાગને જાણ કરતા આરએફઓ ઝાલા અને ફોરેસ્ટર હરદિપ વાળાએ ત્યાં જઈ મૃતદેહને પ્રથમ ખાંભા અને એ પછી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં લઈ ગયા હતા. આ ઉપરાંત ડુંગર વિસ્તારમાં ફરી ે છ સિંહના જૂથ વચ્ચે લડાઈ ન જામે એ માટે વોચ ગોઠવી છે.
 • અગાઉ પણ ગબ્બર પરાક્રમ કરી ચૂકયો છે !
રાજકોટઃ અગાઉ જુન માસમાં મીતીયાળા રેન્જમાં સામ્રાજયવાદી ડાલામથ્થા 'ગબ્બર' સિંહે અગાઉં બે સિંહના રામ રમાડી દીધા હતા. .સાવરકુંડલાના મીતીયાળા રેન્જમાં 'ગબ્બર ડાલામથ્થાએ ગત તા.૨૪મી જુનએ એક સિંહણ તથા ત્યારબાદ મીતીયાળા નજીક એક સિંહબાળના રામ રમાડી દીધા હતા. અગાઉ આ જ સિંહે બે સિંહને મારી નાંખ્યા હોવાનું જંગલખાતું જણાવી રહ્યું છે. 'ગબ્બર'ના આતંકથી જંગલના અન્ય સિંહો પણ ભયભીત થઈ ગયા હતા. આખરે ગબ્બર સિંહ લાપાળા ધારી નજીક આવી ચડયો હતો.. અને વેટરનરી ડોકટરે તુરત જ જે તે વખતે ગન દ્વારા ટ્રાન્કવીલાઇઝીંગ ઈન્જેકશન ફેંકી ગબ્બરને બેભાન કરી દીધો હતો.
 • અત્યાર સુધી આવો ખૂંખાર સિંહ નથી જોયો ઃ ડીએફઓ
રાજકોટ ઃ ડીએફઓ અંશુમાન શર્માએ જણાવ્યુ હતુ કે આ ખૂંખાર અને વાઇલ્ડ બની ગયેલા સિંહે દસ દિવસમાં બે-બે સિંહોને ઈનફાઈટમાં મારી નાંખ્યા છે. અત્યાર સુધીમાં આવો કોઈ સિંહ મેં નથી જોયો.હતી. એસસમેન્ટ સુધારણામાં તે ઉપયોગી સાબિત થયા હતા.

સાવજની વસાહતમાં ફ્લોરાઈડનો કહર...


Oct 05, 2014 00:04

 • ફ્લોરાઇડયુક્ત પાણી પીવાથી કેટલાક સાવજોને સાંધાની તકલીફ; ત્રણે દાંત ગુમાવ્યા, અમુકના દાંત કાળા પડી ગયા
લીલીયા :  લીલીયા પંથકના લોકો માટે વર્ષાેથી અભિષાપ બનેલા ફ્લોરાઈડયુક્ત પાણીની સમસ્યા હવે અહીં વસવાટ કરતા સાવજો માટે પણ ગંભીર ખતરો બની શકે છે. છેલ્લા ૫ વર્ષથી અહીં વસવાટ કરતા કેટલાક સાવજોને ફ્લોરાઈડની અસર થતા ત્રણ સિંહોના શિકારી દાંત પડી ગયા છે તો અમુક સાવજોના પગના સાંધા પકડાયા અને દાંત કાળા પડી ગયાનું સામે આવતા સિંહપ્રેમીઓ ચિંતાતૂર બન્યા છે.
૧૯૯૯ની સાલથી લીલીયા, ચાંદગઢ વિસ્તારમાં સિંહોએ વસવાટ કરવાનું શરૃ કર્યું હતું. આજે અહીંના ચાંદગઢ, શેઢાવદર, ક્રાંકચ, બવાડી, બવાડા, ભોરીંગડા વિસ્તારમાં આજે ૧૭ જેટલા સિંહબાળ સહિત ૪૦ જેટલા સાવજોનો વસવાટ થઈ ગયો છે પરંતુ હાલ અહીં મીઠા પાણીની તંગીના કારણે સિંહો પાણી માટે ભટકી રહ્યાં છે.
અહીંથી પસાર થતી શેત્રંુજી, ગાંગડીયો, ખારી, સથરો, ભાંભડી નદીના કેટલાક વિસ્તારોમાં ખારાશનું પ્રમાણ વધી ગયું છે જે ખારું પાણી પીવાથી કેટલાક સિંહોને ફ્લોરાઈડની અસર થવા પામી હોવાનું જણાય આવે છે. અહીં વસવાટ કરતા ત્રણ સાવજોના આ પાણી પીવાથી દાંત પડી ગયા છે. ત્રણ નર સિંહ પૈકીના બેના શિકારી દાંત પડી ગયા છે. અમુક સિંહોને પગના સાંધા પકડાવાની તકલીફ જોવા મળી છે. તો કેટલાક સિંહોના દાંત કાળા પડી ગયાનું માલુમ પડે છે. આ બાબતે વનવિભાગ અજાણ છે. તેનું એક પ્રકૃતિપ્રેમીએ ધ્યાન દોર્યું હોવા છતાં વનવિભાગ નિદ્રામાં પોઢી રહ્યું છે. તો વહેલી તકે વનવિભાગ આ સિંહોની ચકાસણી કરાવે તેવી સિંહપ્રેમીઓની માંગણી ઉઠી છે અને સિંહોને મીઠા પાણી મળે તેની વ્યવસ્થા કરાવે.
 • ફ્લોરાઈડની સમસ્યા માટે કાળુભાર યોજના છતા...
આ વિસ્તારમાં ફ્લોરાઈડની સમસ્યાના કારણે અહીંના લોકો સમય પહેલા ઘરડા જેવા દેખાતા હતા. પગના સાંધા પકડાવા, દાંત પડી જવા, દાંત કાળા પડી જવા તે માટે ૧૯૮૫ની સાલમાં નેધરલેન્ડ સરકારની મદદથી સરકારે ૧૦ કરોડના ખર્ચે કાળુભાર યોજના પણ અમલી બનાવી હતી તેમ છતાં આ વિસ્તારમાં ફ્લોરાઈડનું પ્રમાણ હજુ પણ દેખાતા આ સમસ્યા હવે વન્યપ્રાણીઓને લાગુ પડતા તપાસનો વિષય બન્યો છે.
 •  અમેરિકાના ડેન્ટીસ્ટે પણ આ પાણી અયોગ્ય હોવાનું કહ્યું
લીલીયામાં આવેલા એનઆરઆઈ અમેરિકાના ડેન્ટીસ્ટ નિરંજન સવાણીને લીલીયાના એક સિંહ પ્રેમીએ આ અંગે વાકેફ કરતાં તુરત જ ડો.નિરંજને લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના પાણીના નમુના લઈ પરિક્ષણ કરતા આ પાણી બૃહદગીરના સિંહો માટે પીવું જોખમી હોવાનું જણાવ્યું છે અને આ પાણી પીવાથી સિંહોને પણ અહિંના લોકોની જેમ પગના સાંધાના દુઃખાવા અને દાંતની તકલીફ પડવાની શક્યતા બતાવી હતી.
http://sandesh.com/article.aspx?newsid=2994793

સારવારમાં વિધ્ન બનનાર કુદરતે જ રુઝાવ્યા ઘાયલ વનરાજનાં ઘાવ.

Sep 17, 2014 00:00

 • 'ભૂરિયો' ફરી ગર્જના કરવા લાગતાં સિંહ પ્રેમીઓમાં આનંદ
લીલીયા : લીલીયાના બૃહદગીર વિસ્તારમાં વસવાટ કરતો 'ભુરીયો' નામક સિંહને માથાના અને આંખના ભાગે ઈજાઓ થઈ હતી પરંતુ વનખાતાની ૧૮-૧૮ દિવસની સારવાર માટેની મહેનત સફળ ન થતાં અંતે કુદરતી રીતે સિંહના ઘાવ રૃઝાઈ જતાં સિંહપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
લીલીયાના બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં કાયમી વસવાટ ધરાવતા સિંહો વસી રહ્યા છે તેમાના આઠેક વર્ષના ભુરીયા નામના એક સિંહને માથાના ભાગે અને આંખ પાસે ગંભીર ઈજાઓ થઈ હતી જે અંગે વનખાતાને વાકેફ કરાયા બાદ ખાતાની વેટનરી તબીબી સાથેની ટીમ છેલ્લા ૧૮-૧૮ દિવસથી સિંહને સારવાર આપવા માટે મશક્કત કરી રહી હતી.
ત્રણ-ત્રણ વખત રેસ્કયુ માટે જંગલમાં ગયા બાદ વરસાદી વાતાવરણના કારણે ટીમને સફળતા મળી ન હતી તેવામાં આ સિંહને કુદરતી રીતે ઘાવ રૃઝાઈ ગયાનું માલુમ પડતાં અંતે વનખાતાએ રેસ્કયુ કામગીરી બંધ કરી દીધી છે.
http://sandesh.com/article.aspx?newsid=2987588

લીલીયા બૃહદ (ગીર) પંથકમાં પ્રાણીઓનો બેરોકટોક શિકાર.


Jul 31, 2014 00:08


 • લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન તંત્રને રજૂઆત
લીલીયા : લીલીયા બૃહદગીર વિસ્તારમાં નિલગાય, સસલા સહિતના વન્ય પ્રાણીઓનો શિકાર થતો હોવાનું જણાવી, તે અટકાવવા માટે લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખે વન વિભાગને રજુઆત કરી છે.
લીલીયાના આંબા, કણકોટ, શેઢાવદર, બવાડી, ઈંગોરાળા, જુના સાવર, હરિપર, હાથીગઢ સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં નિલગાયનો વસવાટ હોય તેનો શીકારીઓ દ્વારા શિકાર કરવામાં આવે રહ્યો છે, તેવી લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ મનોજ જોષીએ રજુઆત કરેલ છે. બૃહદગીર વિસ્તારમાં મોટી સંખ્યામાં હરણા અને સિંહોનો પણ વસવાટ છે. તે શિકારીનો ભોગ બને તે પહેલા આ વિસતારના ગામોમાં વિના રોકટોક ચાલતી શિકાર પ્રવૃતિ તાકીદે અટકાવવા જવાબદાર વન તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૃર બન્યું છે. આધારભુત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે કે ભેંસવડી, લોકો, આંબા સહિતના વિસ્તારમાં શીકારીઓ જાળ બાધી સસલાનો શિકાર કરે છે. અગાઉ અનેકવાર સસલા પકડવાની જાળ વન વિભાગને હાથ લાગી છે, પણ જાળ પાથરનાર હાથ લાગેલ નથી. આ બાબત વન તંત્રની કાર્ય પધ્ધતિ સામે પણ શંકા સેવાય રહી હોવાનું તેમણે જણાવ્યું છે.

જેના ૫ર દૂહા-છંદ રચેલા એ લાડકા 'ભગત' સાવજની વિદાયથી માલધારીઓ વિહવળ.

Oct 05, 2014 00:04

 • કોડીનાર-છોેડવડીના કહ્યાગરા સાવજનું મૃત્યુ વન કર્મચારીઓને પણ રડાવી ગયું...
સાવરકુંડલા : ગીરના ગાઢ જંગલો તેના પ્રાકૃતિક સૌંદર્યો વિશે અનેક દુહા અને કવિતાઓ લખાઈ ચુકી છે, ત્યારે જંગલના રાજા પર દુહા, છંદ અને કવિતાઓ લખાઈ હોય તેવો કિલ્લો હાલ જ ઉડીને આંખે સામે આવ્યો છે. જંગલમાં સૌના વ્હાલા-દુલારા બની ગયેલા વનરાજે તેની આગવી ઓળખ થકી વિસ્તારો સાથે વનકર્મીઓ અને લોકોના હૃદયમાં મુઠ્ઠી ઉંચેરૃ માન મેળવી ગયા હોય તેવા સાવજો ભાગ્યે જ બચ્યા છે. તે પૈકીનો ગાંડીગીરનો ભગત નામનો સાવજ માત્ર દેખાયેજ ખુંખાર હતો પરંતુ તેની નરમાઈશ પર વનકર્મીઓ ભારોભાર પ્રસંશા કરતા તે ભગત નામનો સાવજ સોળ વર્ષની ઉમરે કુદરતી રીતે મૃત્યુ પામતા ગીરના અધિકારીઓ અને વન કર્મીઓ સાથે માલધારીઓ રીતસરના રડી પડયા અને કુટુંબના સભ્યને ગુમાવ્યો હોય તેવો વસવસો કરી રહ્યા છે. ૧૯૯૮ની સાલમાં ભંગ ફાટક પાસે વડલી નીચે ભૂરી સિંહણે બચ્ચાઓને જન્મ આપ્યો તે સિંહબાળ પુખ્ત થતા માલધારીઓ તથા વનકર્મીઓએ સત્તાવાર રીતે ભગત નામ પાડેલું. આ ભગત નામનો સાવજ દેખાવી જમ્બો ખુંખાર સિંહ જણાતો. સાંજ ઢલ્યે છોડવાડી ક્વાર્ટરના ડેલા પાસે આવી મોડી રાત સુધી ત્યાં ધામા નાખીને બેઠો રહેતો અને વનકર્મી અને માલધારીઓના ઈશારે ભગત સમજી જતો. માલધારીઓમાં ઢોર ચરાવવા જતા તો રસ્તામાં આડો બેઠો હોય તો આઘો જા એવા ઉચ્ચારો પણ આ ભગત સમજી જતો અને પોતાનો રસ્તો બદલીને માલધારીઓને રસ્તો કરી દેતો હતો. કહ્યાગરો ભગત સાવજ ૧૬ વર્ષની ઉમરને કારણે છોડાવાડીમાં કુદરતી રીતે મૃત્યુ પામતા માલધારીઓ, વનકર્મીઓ, રીતસરના રડી પડયા હતા. ભગત વિશે અનેક દુહા, છંદ, કવિતાઓ લખાઈ છે જેમાંથી એક કવિતા અહીં પ્રસ્તુત છે.
'હાલ્ય કહેતા હાલ્યો આવે પલભર ન લગાડે વાર આવા નર પટાધર નિપજે ગીરમાં કોઈજ વાર' છોડવડી સૂમસામ બનાવી હાલ્યો ગયો સર્વેનો પ્યારો સર્વને છોડી બસ હાલ્યો ગયો તને જોતા દિલખુશ થતા તે દિલોને દુભાવી બસ હાલ્યો ગયો કોઈની બદલી બઢતીની વિદાય વેળાએ હુંક મારી વિદાય આપતો તું વસમી વિદાય લઈ હાલ્યો ગયો તારે છોડવી છોડવું ન હતુ તોઈ છોડવડી છોડી હાલ્યો ગયો તારી એક હુંકથી કાળમીંઢ પત્થર પણ ફાટી જાય છતાંયે મૃત્યુને શરણે થઈને હાલ્યો ગયો
તારો પ્રેમ, તારી પ્રમાણિકતા, નવી નિર્મળતા, તારી કરૃણા, તારી મમતા, તારી કરણી, તારી રહેણી, તારૃ વાત્સલ્ય અમોને અમારી જીંદગી

http://sandesh.com/article.aspx?newsid=2994697

સાવરકુંડલાના નેસડી ગામે દસ વર્ષની બાળાને દીપડાએ ફાડી ખાધી.


Sep 26, 2014 00:12સાવરકુંડલા : સાવરકુંડલના નેસડી ગામના પાદરમાં વાડીના ફળીયામાં સૂતેલી પરપ્રાંતિય પરિવારની દસ વર્ષિય બાળકીને દીપડાએ ઉપાડી જઈ મોતને ઘાટ ઉતારતા ગામલોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. મોડી રાત્રે બનેલી આ કરૃણાંતિકા બાદ વનવિભાગે તુરંત જ ત્રણ પાંજરા ગોઠવ્યા હતા જો કે ૧૬ કલાક બાદ આ માનવભક્ષી દીપડાને પકડવામાં સફળતા મળી હતી.
સાવરકુંડલાના નેસડીના પાદરમાં આવેલી વાડીમાં પરપ્રાંતિય મજૂર માનસિંગ વસનીયા પોતાની પત્ની, બે પુત્રો અને એક પુત્રીના પરિવાર સાથે ભાગીયુ વાવે છે. ગતરાત્રે વાડીના મકાનના ફળીયામાં ઝાડ નીચે મજૂરની નવ વર્ષની પુત્રી નાનકી સુતી હતી ત્યારે ૩ કલાકની આસપાસ દીપડો આવી ચડયો હતો અને બાળાને માથાના ભાગેથી ઉપાડી હતી.
 બાળાએ રાડારાડી કરતા પરીવારજનો જાગી ગયા હતા અને દીપડો બાળાને લઈને પ૦૦ ફૂટ દૂર કપાસની વાડીમાં લઈ ગયો હતો જ્યાં દીપડાએ તેણીને મોતને ઘાટ ઉતારી હતી. પરીવારજનોએ ખેતરમાં હાકલા પડકારા કરતા દીપડો ભાગી ગયો હતો.
આ ઘટનાની જાણ થતા ડી.એફ.ઓ. અંશુમન શર્મા સહિતનો વનવિભાગ સ્ટાફ મોડીરાત્રે જ પહોંચી ગયો હતો અને ૧૫ કર્મીઓએ આજુબાજુની વાડીમાં ત્રણ પિંજરા મૂકી દીપડાને પકડી પાડવા ત્યાં જ પડાવ નાંખ્યો હતો. રેન્જ ફોરેસ્ટર મુની અને ફોરેસ્ટર પી.એન.ચાંદુ સહિતની ટીમ તપાસમાં જ હતી ત્યાં રાત્રે ૮ કલાકે નરભક્ષી દીપડાને પાંજરામાં પૂરવામાં સફળતા મળી છે.
http://sandesh.com/article.aspx?newsid=2991299

જીવતા વાછરડાનું મારણ કરતાં સાવજની લાઇવ ક્લિપની ભારે ચર્ચા.

Oct 05, 2014 00:03

 • ૪૧ સેકન્ડની ક્લિપ ગીર પૂર્વના કરમદડી રાઉન્ડમાં ઉતારેલ હોવાનું મનાય છે ઃ તપાસ જરૃરી
 વિસાવદર : વિસાવદર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટથી અમદાવાદ સુધી વ્હોટસોપમાં ફરતી થયેલી સિંહની એક વિડીયો ક્લિપે ભારે ચર્ચા જગાવી છે. ધારી ગીર પૂર્વેના કરમદડી રાઉન્ડની મનાતી આ ક્લિપમાં સિંહને જોવા કેટલાક લોકો મારણ મુકતા હોવાનું સ્પષ્ટ દેખાય આવે છે. જો આની તપાસ થાય તો અનેકના તપેલા ચડી જાય તેમ છે.
૪૧ સેકન્ડની આ વિડીયો ક્લિપમાં સિંહની આગળ જીવતું વાછરડું છોડી મુકવામાં આવે છે જે જોઈને સિંહ વાછરડા ઉપર તરાપ મારે છે અને પોતાના મોંમાં દબોચી દૂર ઢસડી જાય છે અને મારણ કરે છે. આ સમગ્ર ઘટનાક્રમને કેટલાક લોકો પોતાના મોબાઈલમાં કેદ કરી લે છે અને વાછરડાનો જીવ જતા અને સિંહને મારણ કરતા ગેરકાયદેસર રીતે જોતા હેાવાનું જણાઈ આવે છે. આ ક્લિપ તાજેતરમાં જ ઉતારેલી હોવાનું અને ધારી ગીર પૂર્વેના કરમદડી રાઉન્ડ પશ્ચિમ વીડીના પવન ચોક પાસેના વિસ્તારની હોવાનું મનાય છે. આ ક્લિપની વનવિભાગ ચકાસણી કરાવે અને ગેરકાયદે થતા લાયન શો બંધ કરાવે તેવી માંગ છે.
અભ્યારણ અંદર ઘૂસણખોરી કરી કેટલાક લોકો વનવિભાગના કેટલાક કર્મીઓ સાથે મળી આવા ગેરકાયદે લાયન શો યોજાતા હોવાનું બહાર આવે તેમ છે. આ ક્લિપ વિસાવદરથી લઈ અમરેલ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ બાદ અમદાવાદ સુધી પહોંચતા ભારે ચર્ચા જાગી છે.

ડેડકડી રેંજમાંથી પગે લાકડું બાંધેલ હાલતમાં દીપડાનો મૃતદેહ મળ્યો.

Oct 05, 2014 00:01

 • ઇન્ફેકશનના કારણે ખોરાક લઇ ન શકતા દીપડાનું નબળાઇના કારણે મૃત્યુ થયાનું અનુમાન
વિસાવદર  : ગીર પશ્ચિમના ડેડકડી રેન્જનાં જાંબુથાળા રાઉન્ડના વાકવીવડા વિસ્તારમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો છે. ઇન્ફેકશનના કારણે ખોરાક લઇ ન શકતા તેનું મોત નિપજયાનું વનવિભાગનું અનુમાન છે.
ગીર પશ્ચિમના વન વિભાગના સ્ટાફનાં ફેરણા દરમ્યાન વાકવીવડા વિસ્તારમાં આઠ થી નવ વર્ષના એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં રેંજ આરએફઓ, ડીસીએફ સ્થળ પર દોડી આવ્યા હતા. ડીસીએફ ડો. કે રમેશકુમારે જણાવ્યું કે, દીપડાનું પેનલ પીએમ કરવામાં આવ્યું છે. જેમાં તેનું મોત ઇન્ફેકશનના કારણે ખોરાક લઇ ન શકવાથી શરીર નબળું પડી ગયું હતું. જેના કારણે તેનું મોત થયાનું પ્રાથમિક તબકકે ખુલ્યું છે.
અચરજની વાત એવી છે કે દીપડાના મૃતદેહની પાસેથી લાકડંુ તથા દોરી મળી આવેલ છે. લાકડું પગ સાથે દોરીથી બાંધીને કોઇ જંગલની હદમાં મુકી ગયું હોય તેવું લાગી રહ્યું છે. જે અંગે વધુ તપાસ ચાલું છે.

સિંહોના મારણની જાણ કરનાર ખેડૂતોને વનવિભાગની કનડગત.

Sep 21, 2014 00:00
 • માલઢોરના શિકારની ફરિયાદ કર્યા બાદ અરજદારને વનકચેરીના ધક્કા ખવડાવાય છે
વિસાવદર : વિસાવદર તાલુકાના મોટાભાગના ગામડાઓ ગીરની બોર્ડર પર આવેલા હોવાથી વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના માલ-ઢોરનું મારણ કરવામાં આવે ત્યારે વનવિભાગ દ્વારા મારણનો કેસ કરવામાં ખેડૂતોને ખૂબ જ કનડગત કરવામાં આવી રહી હોવાની વનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઘરમાં, ખેતરોમાં બાંધેલ માલ-ઢોરનો શીકાર કરવામાં આવે ત્યારબાદ ખેડૂત દ્વારા વનવિભાગની કચેરીએ જાણ કરવામાં આવ્યા બાદ મારણ કેસનું ફોર્મ ભરવા માટે ખેડૂતને રેન્જ ઓફિસે ધક્કો થાય છે. અને ઓફિસે આવ્યા બાદ ફોર્મ પણ રાખવામાં આવતું નથી.
એક ફોર્મ આપે તેની ઝેરોક્ષ ખેડૂતને પોતાના ખર્ર્ચે કરાવી લેવાની રહે છે. ઝેરોક્ષ કરાવી ફોર્મ પરત વનવિભાગની ઓફિસમાં પરત કરવાનું રહે છે. આ બાબતે તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઇ વીરોલીયાએ વનમંત્રીને રજૂઆત કરી ખેડૂતોને થતી કનડગત બંધ કરાવવા માંગ કરી છે.
http://sandesh.com/article.aspx?newsid=2989183

વિસાવદરના લેરીયા ગામે નવ ફુટની દિવાલ કુદી દિપડાએ મારણ કર્યુ.


 •  ઘટીંયાણા ગામે વાડીએ બાંધેલ ભેસનો શિકાર કરતા ત્રણ વનરાજાઓ
વિસાવદર : વિસાવદરના લેરિયા ગામે પાદરમાં એક મકાનની નવ ફુટ ઉંચી દિવાલ કુદીને દિપડાને બે વર્ષના વાછરડાનો શિકાર કર્યાે હતો જયારે ઘટીંયાણ ગામે પણ ત્રણ વનરાજાઓએ ત્રાટકીને વાડીએ બાંધેલ ભેસનો શિકાર કરી નાખતા નાના એવા ગામમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે અને વન્ય પ્રાણીઓને દુર જંગલ વિસ્તારમાં ખદેડવા માટે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે
વિસાવદરના લેરિયા ગામમાં ગત મોડીરાત્રીના ગામના પાદરમાં રહેતા રતિભાઈ લીંબાભાઈ ગોંડલીયાએ તેમના ઘર આસપાસ વન્ય પ્રાણીઓથી પાલતુ પશુઓને બચાવવા માટે નવ ફુટ ઉંચી દિવાલ બનાવવામાં આવી હતી જેથી કરીને વન્ય પ્રાણીઓ અંદર આવી ન શકી પણ ગતરાત્રે અચાનક જંગલ વિસ્તારમાંથી દિપડો આવી ચડયો હતો અને નવ ફુટ ઉંચી દિવાલ કુદીને બે વર્ષના વાછરડાનું મારણ કરી મીજબાની માણી હતી.દરમિયાનમાં રતિભાઈ જાગી જતા તેઓ દ્વારા હાકલા-પડકારા કરવામાં આવતા દિપડો મારણ મુકીને નાસી ગયો હતો,અન્ય એક બનાવમાં વિસાવદરના ઘેટીયાણા ગામે સીમમાં એક વાડીમાલિક દ્વારા તેમની વાડીમાં ભેંસ બાંધી હતી અને સાથે નાની પાડીઓ પણ હતી ત્યારે ગતરાત્રીના અચાનક ત્રણ સિંહોએ આવી ચડી ભેંસનો શિકાર કર્યાે હતો અને એક પાડીને પણ ગંભીર ઈજા કરી હતી બાદમાં અન્ય એક પાડીનું પણ મારણ કર્યું હતું.
http://sandesh.com/article.aspx?newsid=2987173

વનવિભાગના ફાંફા વચ્ચે ઘાયલ સાવજ ૫ાંચ દિવસ જીવાતોથી કણસતો રહ્યો..!

ep 10, 2014 00:18

 • ઈજાઓથી તડપતો નર સિંહ આખરે સાસણ એનિમલ કેર ખાતે સારવારમાં
વિસાવદર : ગીરમાં એશિયાટીક લાયન્સ સલામત હોવાની પોકારાતી સરકારી ગુલબાંગો વચ્ચે માત્ર એક ઘાયલ સિંહને શોધવામાં જંગલખાતાને પાંચ-પાંચ દિવસ લાગી જતાં ગીરમાં સિંહોની સલામતી સામે ફરી એકવાર પ્રશ્નાર્થ ખડા થયા છે. જંગલખાતાના રેન્જર્સ, ટ્રેકર્સ સહિતનો સ્ટાફ પાંચ-પાંચ દિવસથી ઘાયલ અને જીવાતોથી કણસતા વનરાજને શોધી રહ્યા છે, પરંતુ આખરે આ વનરાજ ગઈકાલે મોડી રાત્રીના વિસાવદર નજીક રાજપરા રાઉન્ડમાં મૂકાયેલા પાંજરામાં કેદ થયો હતો. આ ઘાયલ નર સિંહને સારવાર માટે સાસણ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
ચારેક દિવસથી બિમાર અને ઘાયલ સિંહને શોધવા માટે વિસાવદર રેન્જનો સ્ટાફ, સાસણના ટ્રેકર્સ,રેસ્કયુ ટીમ રાજપરા રાઉન્ડમાં તપાસ કરી રહી હતી.જેમાં ગત મોડી રાત્રીના આ સિંહ પાંજરામાં કેદ થઈ જતા સાસણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બાબતે સાસણના ડીસીએફ સંદીપકુમારના જણાવ્યા મુજબ આ નરસિંહને પુંઠના ભાગે, માથાના ભાગે અને અન્ય જગ્યાઓ પર ગંભીર ઈજાઓ થઈ છે. આ સિંહની ઉંમર પણ ૧૦ થી ૧ર વર્ષની હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
 સંદીપકુમારે વધુુમાં જણાવ્યું હતું કે આ નર સિંહને ૧પ થી ર૦ દિવસ સાસણ રાખી સારવાર આપવામાં આવશે.૧પ-ર૦ દિવસની સારવાર આપ્યા બાદ સારૃ જણાશે તો ફરી તેને તેના વિસ્તારમાં છોડવામાં આવશે.
 પાંચ દિવસની મહેનતના અંતે જીવાતોથી કણસી રહેલો સિંહ કેદ થતા વન વિભાગ અને પ્રકૃતિપ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ સિંહને એન્ટીબાયોટીક અને અન્ય દવાઓ આપી હાલ એનિમલ કેર હોસ્પિટલ સાસણ ખાતે સારવાર ચાલી રહી છે.
http://sandesh.com/article.aspx?newsid=2984776

ભેસાણના રાણપુરમાં દીપડી ૮૦ ફૂટ ઉંડા ખાડામાં ખાબકી.

Oct 05, 2014 23:59

 • રેસ્કયુ ટીમે બે કલાકની જહેમત બાદ બહાર કાઢી
ભેસાણ : ભેસાણના રાણપુર ગામની સીમમાં એક કુવામાં આજે વહેલી સવારે દીપડી ખાબકી હતી. જેને વનવિભાગની રેસ્ક્યુ ટીમ અને ટ્રેકર્સ ટીમે બે કલાકની જહેમત બાદ સહી સલામત બહાર કાઢી હતી. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
રાણપુરથી કરીયા વચ્ચે ધોરીધાર નજીક આવેલ દેવાભાઈ સરધારાની વાડીના ૮૦ ફૂટ ઉંડા કુવામાં આજે વહેલી સવારે દીપડી પડી ગઈ હતી. જેની જાણ વાડી માલિકે વન વિભાગને કરતા સક્કરબાગ ઝૂની રેસ્કયુટીમ અને ડુંગર ઉતર રેન્જની ટ્રેકર્સ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. દીપડીને ઈન્જેક્શન મારી બેભાન કરીને કુવામાં ખાટલો ઉતારીને બે કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી. તેને સક્કબાગ ઝુ માં મોકલી આપવામાં આવી હતી.

વન્યપ્રાણીઓનાં મોક્ષાર્થે પ્રથમવાર યજ્ઞ.


DivyaBhaskar News Network | Oct 01, 2014, 05:35AM IST

હિન્દુધર્મ સહઅસ્તિત્ત્વની વિભાવના સાથે જીવવાનો પ્રત્યેક માનવીને સંદેશ આપે છે. જેમાં દુનિયાનાં દરેક જીવ પ્રત્યે અનુકંપા રાખવાનું પ્રયોજન છે. આની પાછળ પ્રકૃતિનાં જતનનો ઉદ્દેશ પણ રહેલો છે. આપણે ત્યાં માનવીનાં મૃત્યુ બાદ તેનાં મોક્ષાર્થે આપ્તજનો દ્વારા ઉત્તરક્રિયા કરાય છે. જેમાં એક દિવસે હવનની આહૂતિઓ પણ આપવાની થતી હોય છે. ત્યારે ક્રિયા-કર્મ વિશે જેને કશી ખબરજ નથી એવાં વન્ય પ્રાણીઓનાં આત્માની શાંતિ માટે હિન્દુ શાસ્ત્રોમાં ખાસ યજ્ઞનું પ્રાવધાન કરાયું છે. જે મુજબ, ખડીયા ગામે આવેલા પશુ-પક્ષી-પ્રાણી કલ્યાણ મંડળનાં ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વન્ય પ્રાણીઓનાં મોક્ષાર્થે એક યજ્ઞનું આયોજન કરાયું છે.

જૂનાગઢ-બિલખા હાઇવે પર આવેલા નાના એવા ખડીયા ગામે કાર્યરત પશુ-પક્ષી-પ્રાણી કલ્યાણ મંડળ જીવદયા માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થા દ્વારા આગામી તા. 5 ઓક્ટો. નાં રોજ વન્ય પ્રાણીઓનાં આત્માને મોક્ષ મળે માટે જૂનાગઢ-બિલખા હાઇવે પર ખડીયા રોયલ્ટી બસ સ્ટોપ પાસે આવેલા સંસ્થાનાં સંકુલ ખાતે યજ્ઞનું આયોજન કરાયું છે. અંગે મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટી આર. જી. અપારનાથીએ જણાવ્યું હતું કે, વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જાળવવા માટે તેઓને પણ ધરતી માતાનાં ખોળે મુક્તપણે જીવન જીવવાનો અધિકાર છે. અને માટે આપણે વિશેષ જાગૃતતા દાખવી બંધારણની કલમ 51 મુજબ નાગરિક તરીકેની ફરજો નિભાવવા કટિબદ્ધ બનીએ હેતુને લક્ષમાં લઇ અાયોજન કર્યું છે. દર વખતે વન્ય પ્રાણી સપ્તાહ વખતે ટુક કે પ્રકૃતિ શિક્ષણ વગેરે કાર્યક્રમો તો આપતાજ હોઇએ છીએ. પરંતુ તાજેતરમાંજ જૂનાગઢમાં વાઘેશ્વરી પાસે આતંક મચાવનાર ઘોરખોદિયું જે રીતે મોતને ભેટ્યું વખતે અમને વન્યપ્રાણીઓનાં મોક્ષ માટે હવન કરવાનો વિચાર આવ્યો. માટે અમે શાસ્ત્રી કેતનભાઇ પુરોહિતને પૂછતાં તેમણે પણ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં માટેનું વિધાન હોવાનું જણાવ્યું હતું. અને રાજા રજવાડાં વખતે આવા યજ્ઞો થતા હોવાની વાતને અનુમોદન આપ્યું હતું. યજ્ઞનો સમય સવારે 9 વાગ્યાથી છે. અને બપોરે 4 વાગ્યે બીડું હોમાશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા તેમણે જાહેર અપીલ કરી છે.

ઉલ્લેખનયી છે કે, બે દિવસ પછી પ્રારંભ થનારા અનોખા મોક્ષ યજ્ઞ માટે કર્મકાંડી ભૂ-દેવોને મળી ચીજ-વસ્તુ સામગ્રી સહિતની ખરીદી અને તૈયારીઓ પૂર્ણ થઈ છે ત્યારે અનોખા પ્રયોગમાં વન્ય પ્રાણી પ્રેમીઓ પણ આહુતિ આપવા જોડાય તેવુ આહવાન કરાયું છે.

http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-MAT-latest-junagadh-news-053505-639802-NOR.html

બાબરા પંથક સાવજોનું નવું રહેણાક બનશે?

બાબરા પંથક સાવજોનું નવું રહેણાક બનશે?
Bhaskar News, Amreli | Oct 01, 2014, 01:03AM IST
- પાછલા કેટલાક દિવસોથી સાવજોના ગ્રામ્ય વિસ્તારમાં ધામા : ખેડૂતોમાં ફફડાટ

અમરેલી: ગીર જંગલમાંથી બહાર નિકળી ગયેલા સાવજો અમરેલી જીલ્લાના જુદા જુદા તાલુકાઓમાં રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા જાય છે. જેમ જેમ સાવજોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ આ સાવજો નવા નવા વિસ્તારો સર કરતા જાય છે. હવે આ સાવજોનું નવુ ઘર બાબરા પંથક બને એવા એંધાણ વર્તાઇ રહ્યા છે. અગાઉ એકાદ વખત આ વિસ્તારમાં સાવજોએ લટાર માર્યા બાદ હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારના ગામડાઓની સીમમાં સાવજોએ ધામા નાખ્યા છે અને રોજબરોજ મારણની ઘટનાઓ બની રહી છે.

વન્ય પ્રાણી અંગે કાયદાનો કડક અમલ અને લોકોમાં આવી રહેલી જાગૃતિને પગલે પાછલા એક દાયકા દરમીયાન સાવજોને સંરક્ષણ મળતા તેની વસતી કુદકે ને ભુસકે વધી છે. ગીર કાંઠાના અમરેલી જીલ્લામાં ધારી, સાવરકુંડલા, ખાંભા તાલુકામાં રેવન્યુ વિસ્તારમાં અવાર નવાર સાવજો નઝરે પડતા હતાં પરંતુ જંગલમાં વધેલી વસતીને પગલે સાવજોએ સૌ પ્રથમ પોતાનું નવું રહેઠાણ લીલીયા પંથકમાં શોધ્યુ હતું. શેત્રુજી નદીને કાંઠે લીલીયાના ખારાપાટમાં વિકસેલા બાવળોના જંગલને આ સાવજોએ પોતાના નવા ઘર તરીકે વિકસાવ્યું. જો કે હાલમાં તો રાજુલા, જાફરાબાદ, અમરેલી તાલુકામાં પણ સાવજોનો વસવાટ છે. બગસરા અને વડીયા પંથકમાં પણ સાવજોના આંટા ફેરા રહે છે. લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાવજો અવાર નવાર દેખાયા છે.

હવે આ સાવજો છેક બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જઇને વસ્યા છે. બાબરા તાલુકાના નડાળા, મીયાખીજડીયા, ગમા પીપળીયા, રાણપર વિગેરે ગામોની સીમમાં પાછલા કેટલાક દિવસથી સાવજની હાજરી વર્તાઇ રહી છે. અહિં સાવજો દ્વારા અત્યાર સુધીમાં ત્રણ પશુના મારણ કરવામાં આવ્યા છે. આ વિસ્તારના ખેડૂતોને સાવજોની હાજરીમાં ખેતીકામની આદત નથી. કદાચ આવનારા સમયમાં તેમણે આ આદત કેળવવી પડશે. કારણ કે વધતી વસતી વચ્ચે સાવજો તેમના નવા રહેઠાણ તો શોધવાના જ.

http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-lion-new-residency-in-amreli-latest-news-4762163-NOR.html