Wednesday, October 31, 2018

માતાનું વાત્સલ્ય, ગીરના જંગલમાં ચાર સિંહબાળને સ્તનપાન કરાવતી માતા, વીડિયો Viral

Divyabhaskar.com | Updated - Oct 23, 2018, 12:04 PM

નવા જન્મેલા સિંહબાળોનું યોગ્ય જતન કરવામાં આવે તો સિંહોની સંખ્યામાં વધારો જરૂરથી થઇ શકે

સ્તનપાન કરી રહેલા સિંહબાળો
ગિરસોમનાથ: ગીરના જંગલમાં હાલ અનેક જગ્યાએ સિંહણ સિંહબાળોને જન્મ આપી રહી છે. ત્યારે નવા જન્મેલા સિંહબાળોનું યોગ્ય જતન કરવામાં આવે તો સિંહોની સંખ્યામાં વધારો જરૂરથી થઇ શકે છે. ગીરના જંગલમાં એક સિંહણે ચાર સિંહબાળને જન્મ આપ્યો છે. તાજા જન્મેલા સિંહબાળ સ્તનપાન કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાગ્યે જ જોવા મળતો આ નજારો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-NL-lioness-born-four-cub-and-feeding-video-viral-on-social-media-at-gir-forest-gujarati-news-5973142-PHO.html

ગેરકાયદેસર લાયન શોને લઇને સાસણ વિસ્તારમાં 25 હોટલ અને ફાર્મહાઉસ પર દરોડા, નોટિસ પાઠવાઇ

Divyabhaskar.com | Updated - Oct 23, 2018, 05:02 PM

જુદા-જુદા બહારનાં વિસ્તારમાંથી ઘણાં પ્રવાસીઓ ગીર વિસ્તારની મુલાકાત લઇ રહ્યા છે

forest and police department raid on hotel of sasan area
સાસણ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી હોટેલ અને ફાર્મહાઉસ પર દરોડા
જૂનાગઢ: ગીરની દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોતને લઇને સાસણ વિસ્તારમાં ગેરકાયદેસર હોટલ અને ફાર્મહાઉસમાં મહેસુલ, વન, પોલીસ અને પંચાયત વિભાગને ટીમો દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. 25 હોટલ અને ફાર્મહાઉસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 25થી વધુ હોમ સ્ટે, હોટેલો, અને આરામગૃહો એકમોની તપાસણી કરી ધ્યાને આવેલી ગેરરીતિ સબબ તમામ એકમોને નોટિસ આપવામાં આવી હતી. પ્રવાસીઓને આવી અનધિકૃત હોટલોમાં નહીં રોકાવા તથા ગેરકાયદેસર લાયન શો જેવી પ્રવૃતિઓમાં સામેલ નહીં થવા માહિતગાર કરવામાં આવ્યા હતા. આ એકમોમાં હોટલ ગીર કોટેજ વિલા, જંગલ હાઉસ, સીસોદીયા ફાર્મ, ટહુકો ફાર્મ વગેરે જગ્યાઓનો સમાવેશ થાય છે. છેલ્લા થોડા સમયથી ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં શરૂ થયેલી ગેરકાયદે પ્રવૃતિઓને અંકુશમાં લાવવા માટે જિલ્લા કલેકટર અને અધિક મુખ્ય સચિવ (વનવિભાગ)નાં માર્ગદર્શન તળે તમામ વિભાગો એક જુથ થઇને કાર્યવાહી કરી રહ્યા છે.
જુદા-જુદા બહારનાં વિસ્તારમાંથી ઘણાં પ્રવાસીઓ ગીર વિસ્તારની મુલાકાત લઇ રહ્યા છે
ગીરનું જંગલ આખા વિશ્વમાં પ્રખ્યાત એશીયાટીક સિંહોનું એકમાત્ર રહેઠાણ હોય જેનું સંરક્ષણ કરવાની સૌથી જરૂરી કામગીરી છે. વર્ષા ઋતુની સીઝન અને સિંહોનાં સંવર્ધન સમયનાં વેકેશન બાદ 16 ઓક્ટોબરથી પ્રવાસન પ્રવૃતિઓ શરૂ થઇ ગઇ છે. જુદા-જુદા બહારનાં વિસ્તારમાંથી ઘણાં પ્રવાસીઓ ગીર વિસ્તારની મુલાકાત લઇ રહ્યા છે. ગીર અભ્યારણ્યની બોર્ડર ફરતે આવેલ મેંદરડા તાલુકામાં વિધિસર પરવાનગી મેળવ્યા વગર ગેરકાયદે વાણીજ્ય હેતુ માટે ચાલતા યુનિટો જેવા કે હોટેલો, ટુરીસ્ટ લોઝ, ફાર્મ હાઉસ ઉપર કાર્યવાહીના ભાગરૂપે વનવિભાગ, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-NL-forest-and-police-department-raid-on-hotel-of-sasan-area-gujarati-news-5973331-NOR.html

વંથલીની જૂની સડક નજીક વાહન હડફેટે દિપડાનું મોત નિપજ્યું

Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 03:00 AM

સવારે મૃતદેહ મળ્યો, મોઢા અને પગમાં ગંભીર ઇજા જોવા મળી

Junagadh - latest junagadh news 030028
જૂનાગઢ-વેરાવળ નેશનલ હાઇવે પર વંથલી પાસે એક અજાણ્યા વાહને દિપડાને હડફેટે લેતાં તેનું મોત થયું હતું. વનવિભાગને કોઇએ વ્હેલી સવારે જાણ કરી હતી. જેને પગલે દિપડાના મૃતદેહનું પીએમ કરાયું હતું.વંથલીથી કેશોદ તરફના હાઇવે પર જૂના રોડ પાસે આજે વ્હેલી સવારે કોઇ અજાણ્યા વાહને એક દિપડાને હડફેટે લઇ લેતાં તે ઘટનાસ્થળેજ મૃત્યુ પામ્યો હતો. બનાવ અંગે કોઇએ વનવિભાગને જાણ કરતાં વનવિભાગનાં નાણાવટી, એમ. આર. સિંહાર, ફોરેસ્ટર હેતલ જોષી, સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તેના મૃતદેહને અમરાપુરની વેટરનરી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપ્યો હતો. મૃત દિપડો નર હોવાનું અને તેની વય આશરે 8 વર્ષની હોવાનું વનવિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું. દિપડાને કોઇ વાહને હડફેટે લીધા બાદ તેના મોઢા અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લીધે તેણે ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030028-3053536-NOR.html

ગિરનાર જંગલના જટાશંકરમાં ઝરણાંઓ બન્યા ખાલીખમ

Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 03:00 AM

જૂનાગઢ | જૂનાગઢમાં વરસાદના નામે બે મહીનાથી પાણીનું ટીપું પણ નથી પડ્યું, આ વચ્ચે ગરમીનો પારો ઉનાળાની માફક લોકોને...

Junagadh - latest junagadh news 030049
જૂનાગઢ | જૂનાગઢમાં વરસાદના નામે બે મહીનાથી પાણીનું ટીપું પણ નથી પડ્યું, આ વચ્ચે ગરમીનો પારો ઉનાળાની માફક લોકોને રંજાડી રહ્યો છે. તો આ તરફ દિવાળી સુધી ખળખળ વહેતા રહેતા ગિરનાર જંગલના ઝરણાઓ પણ ખાલીખમ્મ બન્યા છે. જેથી અહિં આવતા પ્રવાસીઓને નિરાશા હાથ લાગી રહી છે. સામાન્ય રીતે વરસાદ હોવાથી આ ઝરણાઓમાં એકદમ ચોખ્ખું પાણી વહેતું રહેતા પ્રવાસીઓના આર્કષણનું કેન્દ્ર બનતું હોય છે. જોકે પ્રવાસીઓમાં ઘટાડો થતા નાના સ્ટોલ ધરાવતા વેપારીઓની રોજગારી પર પણ અસર પડી છે. તસ્વીર - ભાસ્કર

સિંહણને મરઘી બતાવી કૂતરાની જેમ લાળ પડાવી, ગીરનો લાયન શોનો વીડિયો વાઈરલ

Divyabhaskar.com | Updated - Oct 25, 2018, 06:25 PM

વીડિયોમાં ભક્તા નામથી જાણીતી સિંહણને એક શખ્સ ખુરશી પર બેસી મરઘી બતાવી લલચાવી રહ્યો છે

ગિરગઢડામાં ગેરકાયદેસર લાયન શોનો વીડિયો વાયરલ
ગિરગઢડા: બે મહિના પહેલા મરઘી બતાવી સિંહણને લલચાવતો ગેરકાયદેસર લાયન શોનો વીડિયો વાઈરલ થયો હતો. બાદમાં મરઘીને ઝાડ પર ટીંગાડી સિંહણને લલચાવતો વીડિયો પણ વાઈરલ થયો હતો. જેમાં વન વિભાગે 7 શખ્સોની ધરપકડ કરી હતી. હાલ ખુરશી પર બેસી એક શખ્સ સિંહણને મરઘી બતાવી ગેરકાયદેસર લાયન શો કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં ખુરશી પર બેસી શખ્સ મરઘી બતાવી સિંહણને કૂતરાની જેમ લાળ પડાવી રહ્યો હોય તેવું જોવા મળે છે. .
ગીર ગઢડાના જંગલનો આ વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં ભક્તા નામથી જાણીતી સિંહણને એક શખ્સ ખુરશી પર બેસી મરઘી બતાવી લલચાવી રહ્યો છે. અગાઉ 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-NL-illegal-lion-show-video-viral-on-social-midea-at-gir-gadhada-gujarati-news-5973946-PHO.html

9 નવેમ્બરે રોપ-વે શરૂ નહીં થાય | ગિરનાર રોપ-વેની માલવાહક ટ્રોલીઓ આવી

Divyabhaskar.com | Updated - Oct 26, 2018, 03:51 AM

જૂનાગઢ | ગિરનાર રોપ-વે 9 નવૈમ્બર 2018નાં રોજ શરૂ થશે એવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વિધાનસભાની ચૂંટણી વખતે...

Junagadh - latest junagadh news 035151
જૂનાગઢ | ગિરનાર રોપ-વે 9 નવૈમ્બર 2018નાં રોજ શરૂ થશે એવી જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વિધાનસભાની ચૂંટણી વખતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલી જાહેરસભામાં કરી હતી. જોકે ઓનગ્રાઉન્ડ કામગીરી જે રીતે ચાલી રહી છે. એ જોતા હાલ એવા કોઇ જ એંધાણ દેખાતા નથી. હજુ તો રોપ-વે નો માલસામાન લઇ જતી ટ્રોલીઓ પણ એમની એમ પડી છે. તસ્વીર - મેહુલ ચોટલીયા

સિંહ દર્શન માટે જીપ્સી ગાડી એકની, નામ બીજાનું !

Divyabhaskar.com | Updated - Oct 26, 2018, 03:52 AM

વન વિભાગે માત્ર ઇકો સેન્સેટીવ ઝોનના ગામોનો સમાવેશ કરતા કરાઇ ગોઠવણ

સાસણની સાથે જ 16 ઓકટોબરથી જૂનાગઢમાં પણ સિંહ દર્શન શરૂ કરવા માટે સરકારે મંજૂરી આપી દીધી હતી પરંતુ બે અધિકારીઓના મનમોટાવના કારણે સિંહ દર્શન શરૂ થઇ શકયા નથી. જોકે હવે સરકાર દ્વારા સિંહ દર્શન વ્હેલી તકે શરૂ થાય તે માટેના આદેશ કરાતા સ્થાનિક વન વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને ગાઇડથી લઇને સિંહ દર્શન માટે જીપ્સી વાનની પસંદગી કરવા સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ માટે કુલ 41 અરજી આવી હતી જેમાંથી 10 જીપ્સીને પસંદ કરવાની હતી. આ માટે એવો નિયમ કરવામાં આવ્યો હતો કે માત્ર ઇકો સેન્સેટીવ ઝોનમાં સમાવિષ્ટ એવા દોલતપરા, સાબલપુર, ડેરવાણ, બામણગામ, બલીયાવડ,વડાલ, ચોકલી, પાટલા, વિશળ હડમતીયા વગેરે ગામના લોકોએ જ અરજી કરી શકશે. જોકે દરેક ગામમાંથી અરજી ન આવતા કેટલાક લોકોએ આવા ગામના લોકોના નામે માત્ર અરજી કરી છે.

આમ, જીપ્સી ગાડીમાં નામ, એડ્રેસ ઇકો સેન્સેટીવ જોનમાં સમાવિષ્ટ ગામના લોકોનું હશે બાકી ગાડી અન્ય લોકોની હોય તેવી ગોઠવણ થઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જોકે આ બાબતે વન વિભાગ અંધારામાં છે કે પછી બધું જાણવા છતાં લોકોને અંધારામાં રાખવા માંગે છે ω તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે સિંહ દર્શન શરૂ કયારે થાય.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035205-3062904-NOR.html

ગીરમાં સિંહના બ્લડ સેમ્પલ લેવાના શરૂ

Divyabhaskar.com | Updated - Oct 28, 2018, 03:56 AM

દલખાણિયા રેન્જમાં સાવજોનાં મોત બાદ વનવિભાગની સાવચેતી

દલખાણીયા રેન્જમાં 12 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીમાં 23 સાવજો મોત થવાથી રાજકારણ ગરમાવાની સાથે સિંહ પ્રેમીઓમાં પણ રોષ વ્યાપ્યો હતો. અને વનવિભાગની કામગીરી પર પણ સવાલ ઉભા થયા હતાં. જોકે બાદમાં અમેરીકાથી 900 જેટલી રસીઓ મંગાવી સરકાર દ્વારા સાવજોનું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરાવાઈ હતી. તે બાદ પણ નજીકના સમયમાં 3 સિંહ બાળના મૃતદેહો મળી આવ્યા હતાં. જેઓનું કુદરતી રીતે મોત થયાનું સામે આવ્યું હતું. જોકે સાવજોની સુરક્ષા અને સંરક્ષણ ને ધ્યાને લઈને વનવિભાગ સફાળું જાગ્યું છે. અને દલખાણીયા રેન્જમાં જે વાઈરસથી સિંહોના મોત નીપજ્યા હતાં તે વાઈરસથી ગીર રેન્જના સાવજો ભોગ ન બને તે માટે વનવિભાગે સાવચેતીના પગલા લેવાનું ચાલું કર્યું છે. આ અંગે સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, અમે હાલ ગીર પશ્ચિમ વિભાગમાં દરેક ગૃપ માંથી એક સિંહના બ્લડ સેમ્પલ લેવાના શરૂ કર્યા છે. અને જ્યાં સુધી અમને સંતોષ નહી થાય કે હવે કોઈ વાઈરસ જેવું કે કાંઈ છે નહી ત્યાં સુધી આ સેમ્પલીંગની કામગીરી કરવામાં આવશે. હાલ કેટલા સાવજોના સેમ્પલ લેવાશે તે અંગે કોઈ ચોક્કસ આંકડો નથી પરંતુ વનવિભાગને વાઈરસ અંગે શંકા ન લાગે ત્યારે કામગીરી રોકી દેવામાં આવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-035646-3078604-NOR.html

ઉનાના જુડવડલી ગામે માતા સાથે બે સિંહબાળ ખેતરમાં ટહેલતા જોવા મળ્યા, વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - Oct 29, 2018, 01:11 PM

ઉના તાલુકાના આજુબાજુ વિસ્તારોમાં અનેક સિંહ પરિવાર વસવાટ કરે છે

માતા સાથે બે સિંહબાળ જોવા મળ્યા
ઉના: ઉના તાલુકાના આજુબાજુ વિસ્તારોમાં અનેક સિંહ પરિવાર વસવાટ કરે છે. હાલ બેથી ચાર માસના બચ્ચાઓ પણ ઉજરી રહ્યા છે. ત્યારે ઉનાના જુડવડલી ગામની સીમમાં માતા સાથે બે સિંહબાળ ખેતરમાં ટહેલતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. હાલ ગીર પંથકમાં સિંહબાળના કિલકીલાટથી જંગલ ગુંજી ઉઠ્યું છે. આ વિસ્તારમાં અગાઉ પણ એક સિંહબાળ કૂવામાં પડી જવાથી મોતને ભેટ્યું હતું. જો સિંહબાળનો યોગ્ય ઉછેર થાય તો સિંહોની વસ્તીમાં વધારો થઇ શકે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-NL-lioness-run-with-her-two-cub-in-farm-near-una-gujarati-news-5975554-PHO.html

ગીરમાં 3’દિ ચેકિંગ, 50 રીસોર્ટ-ફાર્મહાઉસ સીલ

 
Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 12:25 AM

ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટનાઓ બહાર આવ્યા બાદ તંત્ર આખરે જાગ્યું હતું

3-day check in Gir, 50 resorts-farmhouse seal
જૂનાગઢ:ગીર અભયારણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને સારી આવક મેળવવાની લાયમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીસોર્ટ અને ફાર્મહાઉસ ઉભા કરી દેવામાં આવ્યા હતાં. પરંતુ 3 દિવસ સુધી વિવિધ વિભાગોએ સંયુક્ત રીતે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી અને અનેક રીસોર્ટ-ફાર્મ હાઉસને સીલ મારી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગીર અભયારણમાં મંજૂરી વિના જ અનેક રીસોર્ટ અને ફાર્મહાઉસ શરૂ કરી દેવામાં આવ્યા હતાં. જેથી વન વિભાગ, રેવન્યુ, પોલીસ અને પીજીવીસીએલે તા. 26 થી 28 ત્રણ દિવસ સુધી ચેકીંગ હાથ ધર્યુ હતું અને 80 થી વધારેે રીસોર્ટમાં તપાસ કરી હતી.

આ દરમિયાન 50 થી વધુને સીલ મારી દેવામાં આવ્યા હતાં અને રવિવારે હોર્ડીંગ્સ પણ દૂર કરવામાં આવ્યા હતાં. હજુ પણ જે લોકો ગેરકાયદેસર રીસોર્ટ કે ફાર્મહાઉસ શરૂ કરશે તેમની સામે તંત્ર કાર્યવાહી પણ કરશે.આગામી દિવાળીનાં તહેવારમાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ બહોળી સંખ્યામાં આવી પહોંચશે. પરંતુ મંજૂરી વિના જ ધમધમતા ફાર્મહાઉસ અને રીસોર્ટ બંધ થઇ જતાં સંચાલકો આવક નહીં મેળવી શકે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-NL-3-day-check-in-gir-50-resorts-farmhouse-seal-gujarati-news-5975905-NOR.html

સિંહ સંરક્ષણ અને મેનેજમેન્ટ માટે નિવૃત કર્મીઓએ તત્પરતા દાખવી

Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 03:01 AM

વનતંત્રનાં નિવૃત કર્મીઓએ મિટીંગમાં વિવિધ મુદે ચર્ચા કરી

Junagadh - latest junagadh news 030115
જૂનાગઢનાં ખડિયામાં નિવૃત વન અધિકારીઓ અને કર્મચારી મહામંડળની એક મિટીંગ મળી હતી. આ મિટીંગમાં સિંહોનાં સંરક્ષણને લઇ નિવૃત કર્મચારીઓએ તત્પરતા દાખવી હતી. વન વિભાગનાં નિવૃત કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં. વન કર્મચારીઓએ નિવૃતી બાદ થતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને તેના નિરાકરણ માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે. આ ઉપરાંત વન વિભાગમાં સિંહ સંરક્ષણ અને મેનેજમેન્ટ માટે નિવૃત કર્મચારીઓ દ્વારા તત્પરતા દાખવવા કહ્યું છે. આ મિટીંગમાં નિવૃત એસીએફ સી.પી.સાપરિયા, આર.પી.પરમાર સહિતનાં હાજર રહ્યાં હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030115-3093222-NOR.html

જૂનાગઢ આઈજીએ સિંહ સંરક્ષણને લઈ બેઠક બોલાવી

Divyabhaskar.com | Updated - Oct 30, 2018, 03:01 AM

પોલીસ વિભાગ, રેલ્વે અને વનવિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

દલખાણીયા રેન્જમાં 23 સિંહોના ધડાધડ મોત બાદ ભારે હોબાળો થયો હતો. બાદમાં વનવિભાગે સાવચેતીના ભાગરૂપે સિંહોને અમેરીકાની રસીથી સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે સોમવારે જૂનાગઢમાં સર્કીટ હાઉસ ખાતે જૂનાગઢ રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. 23 સિંહોના મોત બાદ જુદા જુદા કારણોથી બાળસિંહોના મોતની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આ મિંટીંગમાં જૂનાગઢ એસપી સૌરભ સિંઘ , રેંજના એસપીઓ , વરિષ્ઠ અધિકારીઓ , રેલ્વે, વનવિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મિટીંગમાં સિંહોના રક્ષણ અને જતન માટે થયેલી કાર્યવાહી અને આગામી પગલાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સિંહોના મોત બાદ સિંહ પ્રેમીઓ માં રોષ અને નેતાઓ વચ્ચે રાજકરણ ગરમ થઈ ગયું હતુું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030126-3093224-NOR.html

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટઃ અમરેલી જિલ્લામાં 174 સિંહ, પરંતુ મોત માત્ર દલખાણીયા રેંજમાં જ કેમ?

Divyabhaskar.com | Updated - Sep 27, 2018, 09:34 AM

8000 હેકટર અને 3 રાઉન્ડમા ફેલાયેલી રેંજના 22માંથી 14 સિંહ મોતને ભેટયા બાદ હવે 8 સિંહોનુ નિરીક્ષણ

174 lions in Amreli district but why death is only in Dalkhina Range
અમરેલીઃ ગીરકાંઠાને અડીને આવેલી દલખાણીયા રેંજ કરમદડી, કાંગસા અને દલખાણીયા એમ ત્રણ રાઉન્ડમા ફેલાયેલી છે. 8000 હેકટર વિસ્તારમા ફેલાયેલી આ રેંજમા 22 સાવજો કાયમી વસવાટ કરતા હતા. જે પૈકી 14 સાવજનો સફાયો થઇ ગયો છે. શું ઇનફાઇટ માત્ર દલખાણીયા રેંજમા જ થતી હશે? જિલ્લાના અન્ય એકેય વિસ્તારમા સાવજોના મોતની ઘટના બની રહી નથી. માત્ર દલખાણીયા આસપાસ વિસ્તારમા જ સાવજના ધડાધડ મોત થયા હોય હવે વનતંત્રએ સિંહોની આરોગ્ય તપાસણી પણ શરૂ કરી છે.
સરસીયા વિડીમાં રોણીયો વિસ્તારમા નંખાતું મરેલા ઢોરનું મારણ બન્યું સાવજોનાં રોગચાળાનું કારણ બન્યાની શંકા

દલખાણીયા રેંજ હેઠળ સરસીયા વિડી વિસ્તાર આવે છે. આસપાસના વિસ્તારમા જયાં પણ કોઇ પશુનુ મોત થાય વનવિભાગના કર્મચારીઓ આ પશુને સરસીયા વિડીમા આવેલા રોણીયો વિસ્તારમા નાખી આવે છે. દલખાણીયા રેંજની સાવજોની ટોળી મોટાભાગે આ વિસ્તારમા પડી પાથરી રહે છે અને આવા મૃત પશુઓનુ માંસ ખાય છે. અહી સડેલા રોગિષ્ટ પશુઓના મૃતદેહ પણ ફેંકવામા આવે છે. તે ખાવાથી સાવજો બિમાર પડ્યાની સૌથી મોટી આશંકા છે.

તમામ સાવજોની તંદુરસ્તી અને લોહીના નમુનાઓની ચકાસણી થઇ રહી છે
વનવિભાગ દ્વારા પ્રથમ તબક્કે 11 સાવજોના મોત ઇનફાઇટથી થયાનુ જાહેર કરી દેવાયુ હતુ. હકિકતમા આ 11માથી 8 સાવજના મોત બિમારીથી થયા હતા. અને ત્યારબાદ વધુ ત્રણ સાવજના મોત બિમારીથી થયા છે. એટલે જ હવે આ તમામ સાવજોની તંદુરસ્તીની તપાસણી થઇ રહી છે. એટલુ જ નહી લોહીના નમુનાઓની પણ ચકાસણી થઇ રહી છે. જો મામલો ઇનફાઇટનો જ હોય તો આવી તપાસણીની કોઇ જરૂર ન હતી. હકિકત એ છે કે માત્ર આ 14 સાવજ જ નહી પરંતુ દલખાણીયા રેંજને અડીને આવેલ આંબરડી પાર્કમા પણ એક સિંહણનુ આ સમયગાળામા બિમારીથી મોત થયુ હતુ.

પતંગના માંજાનો કાચ નખાય છે મારણ પર ?

અહી કાયમ લાયન શો કરાવનારા તત્વો એવુ ઇચ્છે છે કે સાવજો દુર ન જાય. જેથી મારણ પર પતંગના માંજામા વપરાતી કાચની ભુકી છાંટવામા આવે છે. જેથી મારણ ખાધા બાદ બિમાર રહે છે અને દુર જતા નથી. જો કે આ વાતને કોઇ સતાવાર સમર્થન નથી.
સિંહ દર્શનની રોજની 5 થી 25 હજારની આવક

ગેરકાયદે સિંહ દર્શનના ગોરખધંધામા લેભાગુ તત્વો સાથે વનકર્મીઓ પણ સામેલ છે. આવા તત્વો સિંહ દર્શન દ્વારા રોજ 5 થી લઇ 25 હજાર સુધીની કમાણી કરે છે. આ માટે કોઇ પણ વિસ્તારમા મરેલા ઢોરને વનતંત્રની બોલેરો ગાડીમા નાખી રોણીયો વિસ્તારમા નાખવામા આવે છે. જેથી સાવજો અહી જ રહે. આ તમામ સાવજોના મોત પણ આ જ વિસ્તારમા થયા છે.

અગાઉ વનકર્મીની હત્યા અને હુમલાની ઘટનાઓ પણ બની હતી

ગેરકાયદે સિંહ દર્શનથી લઇ ભુતકાળમા સિંહના નખનો વેપાર અને શિકાર જેવી પ્રવૃતિઓથી આ વિસ્તાર બદનામ છે. થોડા સમય પહેલા અહી ધર્મેન્દ્રસિંહ વાળા નામના વનકર્મીની લાયન શો અટકાવવાના મુદ્દે હત્યા જેવી ઘટના પણ બની હતી. આ ઉપરાંત વનકર્મીઓ પર હુમલો, સાવજો પાછળ વાહનો દોડાવવા જેવી ઘટનાઓ અવારનવાર બની રહી છે.
જિલ્લામાં 174 સાવજો

વનતંત્રની છેલ્લી ગણતરી અનુસાર અમરેલી જિલ્લામા 174 સાવજો છે જે પૈકી 64 સિંહણ અને 30 સિંહ છે. ઉપરાંત 38 પાઠડા અને 42 બચ્ચાનો તેમા સમાવેશ થાય છે.
જિલ્લામા અન્ય વિસ્તારોમા કેટલી છે સાવજોની સંખ્યા ?

8 સાવજો વસી રહ્યાં છે મિતીયાળા અભ્યારણ્યમા
11 સાવજો વસી રહ્યાં છે પાણીયા સેન્ચ્યુરીમા
18 સાવજો રાજુલા જાફરાબાદ નાગેશ્રી વિસ્તારમા
80 સાવજો સાવરકુંડલા, લીલીયા, અમરેલી આસપાસ વિસ્તારમા
57 સાવજો ધારી,ખાંભા અને રાજુલાના ગીરકાંઠા પર
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-174-lions-in-amreli-district-but-why-death-is-only-in-dalkhina-range-gujarati-news-5962510-NOR.html?ref=rsptrk1

સાવજોની બિમારી જો ગંભીર ન હોય તો છેક અમેરીકાથી વેક્સીન કેમ મંગાવાઇ ?

Divyabhaskar.com | Updated - Oct 03, 2018, 01:13 AM

સાવજો અસાધારણ બિમારીનો ભોગ બન્યા પણ વનતંત્ર દ્વારા ઢાંકપીછોડો ?

If there is no serious illness, why should we call a vaccine from America for lion
અમરેલીઃ સમગ્ર દેશને જેના પર ગૌરવ છે તે સાવજો ટપોટપ મરી રહ્યા છે. 21-21 સાવજોના મોત બાદ પણ તંત્રએ ઇનફાઇટનું ગાણુ ગાવાનું છોડ્યુ નથી અને ગઇકાલે આખરે કેટલાક સાવજોમાં જુદી જુદી બિમારીઓ હોવાનું કબુલી તે માટે અમેરીકાથી વેક્સીન મંગાવવાની જાહેરાત કરી છે. જ્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે અત્યાર સુધી તો ખુદ વનમંત્રી પણ ઇનફાઇટનું ગાણુ ગાતા હતાં. સાવજોની મોટાભાગની બિમારીઓની દવા અહિં ઉપલબ્ધ છે. છતાં અમેરીકાથી દવા મંગાવાઇ રહી છે. તે સ્પષ્ટ દર્શાવે છે કે આ સાવજો અસાધારણ બિમારીનો ભોગ બન્યા છે.

ગીરના સાવજો જે રીતે એક પછી એક મોતને ભેટ્યા તે અંગે જાણકારો પ્રથમથી જ આ સાવજો ગંભીર બિમારીનો ભોગ બની રહ્યા હોવાનું માની રહ્યા છે. પરંતુ નિંભર વનતંત્રએ ઇનફાઇટ અને ઇનફાઇટના કારણે થયેલા ઇન્ફેક્શનને જ સાવજોના મોત માટે જવાબદાર માની ગંભીર બેદરકારી દાખવી હતી. બે દિવસ પહેલા ખુદ વનમંત્રીએ ધારી અને દલખાણીયાની મુલાકાત લીધી હતી. તે વખતે પણ આ જ વાતો દોહરાવ્યે રખાઇ હતી.

સામાન્ય રીતે અહિં સાવજો બિમાર પડે ત્યારે તેની સારવાર કરાય જ છે અને આ સાવજોને લાગુ પડતી તમામ બિમારીઓની દવા દેશમાં ઉપલબ્ધ જ છે. વનતંત્રએ છેક અમેરીકાથી દવાઓ મંગાવી તે જ દર્શાવે છે કે અહિંના સાવજો એવી ગંભીર બિમારીમાં સપડાયા છે જેની અહિં દવા ઉપલબ્ધ નથી. જો આ દિશામાં ઝડપી કાર્યવાહી નહી થાય તો વધુ સાવજો કાળનો કોળીયો બની જશે.

વનતંત્ર દ્વારા ગીર જંગલમાંથી કેટલાક સાવજોને નિરીક્ષણ માટે ઉપાડી લઇ જામવાળામાં રાખવામા આવ્યા છે. પરંતુ આ સાવજોને જે સ્થળે રખાયા છે તેની આસપાસ ભારે ગંદકી છે. તેના કારણે પણ સાવજો બિમાર પડે તેવી શક્યતા છે. આજે આસપાસમાં ગંદકી હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-if-there-is-no-serious-illness-why-should-we-call-a-vaccine-from-america-for-lion-gujarati-news-5964951-NOR.html

સિંહો વનકર્મી કે અધિકારી કરતા ખેડૂતોની દેખરેખમાં વધુ સુરક્ષિત

Divyabhaskar.com | Updated - Oct 02, 2018, 12:15 AM

જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં ખેડૂતોના મહેમાન બની રહ્યા છે સિંહો

Lions more secure in the supervision of farmers than forest officials or officers
છેલ્લા ચાર દિવસથી વાડીમાં ધામા
ખાંભા: હાલમાં વનવિભાગ અધિકારી કર્મચારીઓના પાપે ટૂંકા સમયમાં એક પછી એક એમ 16 જેટલા સિંહ, સિંહણ, સિંહબાળ મોતને ભેટ્યા છે. અને હજુ કેટલાઇ સિંહો અસલામતી અનુભવી રહ્યા છે. આ સિલસિલો ક્યાં આવીને અટકશે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે. ચોપડીનું જ્ઞાન ગોખી ઉંચા પગાર ધોરણ અને સિંહોની સારસંભાળના નામે લેતા સવલત, સિંહોની રખેવાળના નામે ચારી ખાતા વનવિભાગ અધિકારીઓ કર્મચારી ઉપર સિંહોને પણ ભરસો રહ્યો નથી અને તેના કારણે હાલ બચેલા સિંહો જગલ છોડી રેવન્યુ વિસ્તારમાં સિંહોના સાચા સાથી ખેડૂતોના મહેમાન બની રહ્યા છે.

એક તરફ ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં એક બાદ એક 16 જેટલા સિંહ,સિંહણ, સિંહબાળ મોતને ભેટ્યા છે ત્યારે હજુ કેટલા સિંહો હાલ મોત સામે ઝઝુમી રહ્યા છે તે હજુ સિંહ પ્રેમી ઓને પણ ખ્યાલ નથી અને વનવિભાગ પણ આ આંકડો જાહેર કરવા માંગતા નથી ત્યારે સિંહોને પણ હવે સમજાઈ રહ્યું છે કે જે વનવિભાગના કહેવાતા વનકર્મીઓ અને અધિકારીઓ તેમના નામ ઉપર ચરી પોતાના ખીચ્ચા ભરવામાં જ લાગી ગયા છે. સિંહો પણ જંગલ છોડી દેવામાં જ સમજદારી છે.
તેવું માની રહ્યા છે ત્યારે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે રેવન્યુ વિસ્તાર એવા મોટા બારમણ, ભૂંડણી ગામમાં હાલ સિંહોના આંટાફેરા વધી ગયા છે. અને સલામતીનો એહસાસ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. ત્યારે છેલ્લા 4 દિવસથી એક સિંહ ભૂંડણીના સિંહ પ્રેમી અને ખેડૂત એવા નાજકુભાઈ કોટિલાનો મહેમાન બની ગયો છે. અને સિંહ પણ વનવિભાગના અધિકારી કે વનકર્મી કરતા આ ખેડૂત ઉપર વધુ વિશ્વાસ ધરાવતો હોય તેવું એક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. તેમના વાડી ઉભેલા કપાસની ઓળમાં આ સિંહ કલાકો સુધી બેસી રહે છે અને ખેડૂત સાથે જેમ પૂર્વ જન્મની ઓળખાણ હોઈ તેમ નરી આંખે જોઈ રહે છે. ત્યારે હાલમાં સિંહોને વનવિભાગના કર્મી કે અધિકારી કરતા ખેડૂતો પર વધારે વિશ્વાસ છે તે હકીકત છે.
છેલ્લા ચાર દિવસથી વાડીમાં ધામા
વાડી છેલ્લા 4 દિવસ આવી ચડેલા સિંહ વિશે જણાવતા કહ્યું હતું કે જ્યારે પહેલા દિવસે આવી કપાસની ઓળમાં બેસેલા સિંહને જોઈ મેં નજરઅંદાજ કર્યું કે મારણની શોધમાં આવ્યો હશે. જ્યારે 4 દિવસ સુધી આ સિલસિલો ચાલ્યો ત્યારે આ સિંહ કઈક કહેવા માંગતો હોઈ તેમ તેના ચેહરા પરના હાવભાવ જોતા ચહેરા પર એક ચિંતાની લકીર હતી અને હું જંગલમાં અસુરક્ષિત છું.
સાવજો અસુરક્ષીત છે : વન્ય પ્રાણી પ્રેમીનો આક્ષેપ
સિંહ પ્રેમી અને ખેડૂત એવા નાજકુભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં 16 જેટલા સિંહ સિંહણ સિંહબાળના મોત થયા તેનાથી હું ખૂબ દુઃખી છું ત્યારે સિંહો વનવિભાગની રહેલી અનામત વિડીમાં અસુરક્ષિત હોવાનું મહેસુસ કરી રહ્યા છે અને તેના કારણે સિંહો જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા લાગ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lions-more-secure-in-the-supervision-of-farmers-than-forest-officials-or-officers-gujarati-news-5964528-NOR.html

ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાંથી રેસ્ક્યુ કરાયેલી બે સિંહણનું સારવારમાં મોત, મૃત્યુઆંક 16 થયો

Divyabhaskar.com | Updated - Sep 30, 2018, 02:23 PM

વનમંત્રીએ જસાધાર એનિમલ સેન્ટરની મુલાકાત લઇ સિંહોના મોત કેમ અટકે તે અંગે અધિકારીઓ સાથે કરી હતી બેઠક

two more lion death of dalakhaniya range of gir
પ્રતિકાત્મક તસવીર
જૂનાગઢ: ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સીલસીલો યથાવત છે. દલખાણીયા રેન્જ હેઠળ રહેલા 7 સિંહણોનું રેસ્કયુ કરી જસાધાર રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ તેમાં વધુ બે સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજતા મૃત્યુઆંક 16 થયો છે. હજી ગઇકાલે જ વનમંત્રી ગણપત વસાવાએ સિંહોના મોતને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં વન વિભાગની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, વન વિભાગની ટીમ દિવસ-રાત દોડધામ કરી રહી છે. પરંતુ વન વિભાગની દોડધામ વચ્ચે પણ સિંહોના મોત નીપજી રહ્યા છે.
વનમંત્રીએ જસાધાર એનિમલ સેન્ટરની મુલાકાત લઇ સિંહોના મોત કેમ અટકે તે અંગે અધિકારીઓ સાથે કરી હતી બેઠક
જસાધાર રેન્જના આરએફઓ પંડ્યાએ જણાવ્યું હતું કે, દલખાણીયા રેન્જમાંથી 7 સિંહણ અને એક સિંહબાળનું રેસ્ક્યુ કરી સારવાર માટે જસાધાર રેન્જમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગઇકાલે સવારે બે સિંહણના મોત નીપજતા હાલ અકે સિંહબાળ અને પાંચ સિંહણ સારવાર હેઠળ છે. બે સિંહણના મોતના પગલે વનમંત્રી ગણપત વસાવા જસાધાર એનિમલ સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને દુખ વ્યક્ત કરી સિંહોના મોત કેમ અટકે તે અંગે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સિંહોના મૃત્યુ મામલે વન વિભાગે બે દિવસ પ્રેસનોટ રિલીઝ કરી અને વન વિભાગે કેવી રીતે સમગ્ર ગીરમાં તમામ સિંહોની તપાસ કરી કંઇ ચિંતાજનક નથી એ માહિતી સામેથી આપી. પણ સિંહોના મોતનો સિલસિલો યથાવત રહેતા હવે વન વિભાગ દ્વારા સિંહોના મૃત્યુ અંગે વન વિભાગની કામગીરી વિશેની પ્રેસનોટ રિલીઝ કરવાનું બંધ કરી દીધું છે. ચાર દિવસ પહેલા, અગ્ર મુખ્ય વન સરંક્ષક (વન્યપ્રાણી), અક્ષયકુમાર સક્સેનાની એક યાદીમાં જણાવાયું હતુ કે, દલખાણિયા રેન્જમાંથી સાત સિંહોને રેસ્ક્યુ કરી જસાધાર ફોરેસ્ટ સેન્જમાં રાખવામાં આવ્યા છે. આ સિંહોની તબિયત સારી છે પણ સાવચેતીની ભાગરૂપે જ આ સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
એક રેન્જમાં 16 સિંહોના મોત થાય તે ઘટના સામાન્ય કેવી રીતે ગણવી?
અહીં સવાલ એ થાય છે કે, જો એ સાત સિંહોની તબિયત સારી હતી અને માત્ર સાવચેતીના ભાગરૂપે જ સિંહોને જસાધાર રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા તો પછી એ સારી તબિયતવાળા સિંહો કેમ મૃત્યુ પામ્યા? જે બે સિંહોના મૃત્યુ થયા તે સિંહોના કારણો શું હતા અને તેમને દલખાણિયાથી જ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા કે અન્ય કોઇ રેન્જમાંથી ? 12 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન કુલ 16 સિંહોનાં મોત થયા છે. 35થી વધુ સિંહોનેં દલખાણિયા રેન્જમાંથી રેસ્ક્યુ કરી અલગ-અલગ રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વન્યપ્રાણી સરંક્ષણના સંદર્ભમાં આ આંકડો જરૂર ચિંતાજનક કહેવાય. કેમ કે, એક રેન્જમાં 16 સિંહોના મોત થાય અને બીજા 35 જેટલા સિંહોને આ જ રેન્જમાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે એ ઘટના સામાન્ય તો નથી જ.
ધારી નજીક જીરા રેન્જના ત્રંબકપુર ગામે 5 સિંહોના મોતની આશંકા
ધારી નજીક આવેલા જીરા રેન્જનું ત્રંબકપુર ગામે 5 સિંહોના મોતની આશંકા સેવાઇ રહી છે. રાણવા ડેમ નજીક 5 સિંહોના મોત થયાની આશંકા સેવવામાં આવી છે. પરંતુ હજી સુધી વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. મૃતક સિંહોની આંખમાંથી પાણી નીકળતું હોય એવું જાણવા મળ્યું છે. આથી ગંભીર રોગથી સિંહોના મોત થયાની ચર્ચા થઇ રહી છે.
માહિતી: જયેશ ગોંધિયા, ઉના.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-two-more-lion-death-of-dalakhaniya-range-of-gir-gujarati-news-5963903-NOR.html

ગીર જંગલમાં એક પખવાડીયાથી સાવજોના મોતનો સીલસીલો ચાલી રહ્યો

Divyabhaskar.com | Updated - Sep 30, 2018, 02:01 AM

ગીર જંગલમાં એક પખવાડીયાથી સાવજોના મોતનો સીલસીલો ચાલી રહ્યો છે અને 14-14 સાવજોના મોત બાદ આખરે વનમંત્રીને છેક આજે...

ગીર જંગલમાં એક પખવાડીયાથી સાવજોના મોતનો સીલસીલો ચાલી રહ્યો છે અને 14-14 સાવજોના મોત બાદ આખરે વનમંત્રીને છેક આજે ધારીની મુલાકાત લેવાનો ટાઇમ મળ્યો હતો. સૌથી કરૂણાની બાબત એ છે કે સાવજોના આ મોત વનતંત્રની ઘોર બેદરકારીથી થયા હતાં પરંતુ વનમંત્રીએ તો વન વિભાગનો સ્ટાફ દિવસ-રાત મહેનત કરી રહ્યો હોવાનું જણાવી તેમને અભિનંદન પણ ઠપકારી દીધા.

14 સિંહોના મોતની ઘટનાના લાંબા સમય બાદ રાજ્યના વનમંત્રી ગણપત વસાવા આજે તે અંગેની જાત માહિતી લેવા માટે ધારી ખાતે આવી પહોંચ્યા હતાં. એક તરફ ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે અને સિંહોના મોતનો મામલો ગંભીર બન્યા બાદ છેક સર્વે શરૂ કરાયો છે. તેવી જ રીતે બીજી તરફ વનમંત્રી પણ મોડે મોડે જાગ્યા હતાં. નવાઇની વાત તો એ છે કે 14 સાવજોના મોત થયા ત્યાં સુધી તંત્ર સુતુ રહ્યુ. બલ્કે એક સાવજનું તો મોત થયા બાદ દિવસો સુધી મૃતદેહ પડયો રહ્યો અને માત્ર અવશેષો જ મળ્યા જેના આધારે તે સિંહ છે કે સિંહણ તે પણ નક્કી થઇ શક્યુ નથી. આમ છતાં વનમંત્રી વસાવાએ સારી કામગીરી બદલ વનકર્મીઓને અભિનંદન ઠપકારી દીધા હતાં. અહિં તેમણે જણાવ્યુ હતું કે સાવજોની રક્ષા માટે વનકર્મીઓ દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. અગાઉ ઉચ્ચ વનઅધિકારીઓએ સાવજોના મોતની આ ઘટનાને ઇનફાઇટમાં ખપાવી દીધી હતી. આજે વનમંત્રીએ પણ આ સાવજોના મોત ઇનફાઇટ તથા ઇનફાઇટના કારણે સાવજોને ઇન્ફેક્શન લાગવાના કારણથી થયા હોવાનું જણાવ્યુ હતું. સવારે સૌ પ્રથમ તેઓ ધારી પહોંચ્યા બાદ દલખાણીયા રેંજમાં જંગલ વિસ્તારમાં જ્યાં સાવજોના મોત થયા હતાં તે ઘટનાસ્થળોનું પણ નિરીક્ષણ કર્યુ હતું અને બાદમાં બપોરે ધારી ખાતે ફરી અધિકારીઓ, ગ્રામ્ય વિસ્તારના સરપંચો વિગેરે સાથે મીટીંગ કરી હતી. તેમણે લોકો સાથેની ચર્ચામાં સિંહ બચાવવા અંગે તેમના અભિપ્રાયો પણ જાણ્યા હતાં અને સાથે સાથે જણાવ્યુ હતું કે મુખ્યમંત્રી પણ દલખાણીયાની આ ઘટના અંગે તેમની પાસેથી સતત વિગતો લઇ રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020116-2851596-NOR.html

જિલ્લામાં પશુ તબીબોની નવી ભરતી તો થઇ છતાં પણ હજુ 50 ટકા જગ્યા વણપુરાયેલી

Divyabhaskar.com | Updated - Sep 30, 2018, 02:00 AM

11 તાલુકામાં 33 પશુ દવાખાનાની વચ્ચે માત્ર 8 ડોકટર હતા અને હાલમાં 9ની ભરતી કરવામાં આવી


સરકાર દ્વારા એક તરફ પશુધન વિશે નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ત્યારે હાલમાં જ ગુજરાત રાજયમાં પશુ ડોક્ટરની નવી ભરતી કરવામાં આવી છે. તેમાં સૌથી વધારે અમરેલી જિલ્લામાં 9 ડોક્ટરોની નીમણુંક કરવામાં આવી છે. આ ડોક્ટરોની નવી ભરતી બાદ પણ જિલ્લામાં 33 પશુ દવાખાનાની વચ્ચે પણ 50 ટકા જગ્યા ખાલી પડી છે. જો અમરેલી જિલ્લામાં સૌથી વધારે ડોક્ટરની ભરતી કરવા છતાં પણ જિલ્લામાં મોટા પ્રમાણમાં જગ્યા ખાલી જોવા મળી રહી છે. તો રાજયના બાકી જિલ્લાની પરિસ્થિતિ કેવી હશે તે વિચારવા જેવું છે.

અમરેલી જિલ્લામાં અમરેલી, બગસરા, કુંકાવાવ, ધારી, ખાંભા, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, લાઠી, બાબરા તાલુકામાં 33 પશુ દવાખાનાઓ આવેલા છે. આ દવાખાનાની વરવી વાસ્તવિકતા એ છે કે પશુ ડોક્ટરના અભાવે હાલતો ધુળ ખાઈ રહ્યા છે.

તાલુકા ડોકટરો

અમરેલી 2

બગસરા 2

કુંકાવાવ 1

ધારી 2

ખાંભા 1

જાફરાબાદ 1

રાજુલા 1

સાવરકુંડલા 2

લીલીયા 1

લાઠી 2

બાબરા 1
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020054-2851607-NOR.html

અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જ 23માંથી 11 સિંહના મોત વાઇરસના

Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 02:01 AM

અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જ 23માંથી 11 સિંહના મોત વાઇરસના કારણે જ્યારે અન્ય સિંહોના મોત પરસ્પર લડાઇ (ઇનફાઇટ)...

અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જ 23માંથી 11 સિંહના મોત વાઇરસના કારણે જ્યારે અન્ય સિંહોના મોત પરસ્પર લડાઇ (ઇનફાઇટ) સહિતના વિવિધ કારણોસર થયા હોવાનો સરકારનો દાવો છે. સરકારના જણાવ્યા પ્રમાણે દલખાણીયા રેન્જમાં 36 સિંહને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે જેમાંથી 3 સિંહની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. જો કે સિંહો કેવી રીતે વાઇરસની ઝપેટમાં આવ્યા એ અંગે સરકારે હજુ સુધી કોઈ નક્કર કારણો આપ્યા નથી. ગીર પંથકના પ્રકૃતિપ્રેમીઓના મતે ગીરના સિંહોના મોત પાછળ મોટાભાગે ઇનફેક્શન અને એકસાથે સાર્વજનિક વિસ્તારમાં ફેંકી દેવાયા મૃત ઢોરનું મારણ કારણભૂત છે. ભૂતકાળમાં આફ્રિકામાં આવેલા સેરેગીટી નેશનલ પાર્ક (ટાન્ઝાનિયા)માં 1994માં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી)ના કારણે એક હજારથી વધુ સિંહોના મોત થયા હતા. એ જ રીતે ટાન્ઝાનિયામાં જે રીતે રોગનો ફેલાવો હતો તેના કારણો ગિર વિસ્તારમાં ઘણી રીતે મળતા આવે છે. લીલીયા પંથકના પ્રકૃતિપ્રેમી રાજન જોષીએ 10 દિવસ પહેલા મુખ્યમંત્રીને ગીરની સિંહ પર સીડીવીનું સંકટ તોળાઈ રહ્યું હોવાની ચેતવણી આપતો પત્ર પાઠવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટાન્ઝાનિયામાં નેશનલ પાર્કની સીમાની આસપાસના વિસ્તારમાં લોકોનો ઘણો વસવાટ હતો અને તેટલા જ પ્રમાણમાં કૂતરાઓ પણ વસતા હતાં. જેની લાળના કારણે આ વાઇરસ ફેલાયો હતો. આ વાઇરસ પાછળ સિંહ, દીપડા સહિતના પ્રાણીઓ સાથે કૂતરા, શિયાળ, વરુ વગેરેનો થતો સોશિયલ કૉન્ટેક જવાબદાર હતો. કોઈ એક સ્થળે સિંહ શિકાર કર્યા બાદ ચાલ્યો જાય પછી કૂતરા, શિયાળ વિગેરે શિકાર આરોગવા પહોંચે છે. અને સિંહ એ મારણ આરોગવા ફરીવાર આવે ત્યારે મારણમાં ભળેલી કૂતરા તથા અન્ય પ્રાણીઓની લાળ સિંહના શરીરમાં પ્રવેશે છે. જેના કારણે સિંહમાં ઇન્ફેક્શન ફેલાય છે. જો કે હવે સરકારે ગીરના 5 જિલ્લાના 110 ગામોમાં કૂતરા તથા અન્ય પશુઓનું રસીકરણ શરૂ કરવાની તથા અમેરિકાથી રસીના 300 શૉટ્સ મગાવવામાં આવ્યા હોવાની જાહેરાત કરી છે. ગીરમાં સિંહો વાઇરસનો ભોગ બને છે તેની સાબિતી વિવિધ સંશોધનોમાં મળી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020131-2884987-NOR.html

બે એનીમલ કેર સેન્ટર માત્ર કાગળ પર

Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 02:01 AM

બે એનીમલ કેર સેન્ટર માત્ર કાગળ પર અમરેલી જિલ્લામા સાવજોની ભલે મોટી વસતિ હોય પરંતુ બિમાર કે ઘાયલ સાવજોને...
બે એનીમલ કેર સેન્ટર માત્ર કાગળ પર

અમરેલી જિલ્લામા સાવજોની ભલે મોટી વસતિ હોય પરંતુ બિમાર કે ઘાયલ સાવજોને સારવાર માટે દુરદુર ખસેડવા પડે છે. બાબરકોટ એનીમલ કેર સેન્ટરમા કાયમી ડોકટર જ નથી. આરએફઓની જગ્યા પણ ખાલી છે, સ્ટાફ પણ પુરતો નથી. લીલીયામા છ માસ પહેલા એનીમલ કેર સેન્ટર બનાવવાની જાહેરાત કરાઇ પરંતુ આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઇ છે. મહુવાના વડાલ નજીક કેર સેન્ટરનુ કામ ચાલુ છે. પરંતુ તે હજુ તૈયાર થયુ નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020156-2884981-NOR.html

તાંઝાનીયામા એક હજાર સાવજોનો ભોગ લેનાર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસે

Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 02:05 AM

તાંઝાનીયામા એક હજાર સાવજોનો ભોગ લેનાર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસે ગીરના 600 સાવજ પર જોખમ ઉભુ કર્યુ છે. દિવ્યભાસ્કરે...

તાંઝાનીયામા એક હજાર સાવજોનો ભોગ લેનાર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસે ગીરના 600 સાવજ પર જોખમ ઉભુ કર્યુ છે. દિવ્યભાસ્કરે પ્રથમ દિવસે જ આ બિમારી અંગે શંકા વ્યકત કરી હતી. પરંતુ નિંભર વનતંત્રએ ઇનફાઇટનુ ગાણુ ગાયુ હતુ. આખરે લેબોરેટરી રિપોર્ટમા સાવજોના મોત માટે આ વાયરસ પણ જવાબદાર હોવાની પુષ્ટિ થતા તંત્રએ હાંફળાફાંફળા બની ગીરના તમામ સાવજોને તેની સામે રક્ષિત કરવા હવે રસીના 600થી વધુ ડોઝ અમેરિકાથી મંગાવ્યા છે. વનવિભાગના અંદરના સુત્રો કહે છે કે સાવજોની અવરજવર એકબીજાના વિસ્તારમા થતી હોય હાલમા એકપણ સાવજ આના જોખમથી દુર છે તેમ કહી ન શકાય.

વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ માત્ર કુતરા મારફત જ નહી પરંતુ વરૂ અને શિયાળ જેવા પ્રાણી મારફત પણ સાવજમા ફેલાઇ શકે છે. આવા પ્રાણીઓએ ખાધેલુ માંસ જો સિંહ ખાય તો તેના શરીરમા પણ આ વાયરસ પ્રવેશી જાય છે. એક વખત સિંહના શરીરમા વાયરસ આવે પછી તે જરૂરી નથી કે બિમાર પડી જ જાય. પરંતુ જો વાયરસને અનુકુળ માહોલ સર્જાય તો તે સક્રિય થાય છે અને સાવજનો ભોગ લે છે. બીજા શબ્દોમા સિંહ આ વાયરસના કેરીયર હોય શકે છે પણ તે ઇન્ફેકટેડ ન હોય. છેલ્લે જે દસ સાવજના મોત થયા તેનો લેબોરેટરી રિપોર્ટ કરાતા તેમાથી ચાર સિંહનુ મોત કેનાઇન ડિસ્ટેમ્પરથી થયાનુ સ્પષ્ટ થયુ હતુ.

આખરે હવે વનતંત્ર હાંફળુફાંફળુ બન્યું છે. જો કોઇ સિંહ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી બિમાર પડી ગયો હોય તો તેની સીધી કોઇ દવા નથી. માત્ર સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ થાય છે.પરંતુ તંદુરસ્ત સાવજને રસી આપી આ વાયરસ સામે રક્ષીત કરી શકાય છે. એટલે જ વનતંત્ર દ્વારા ગીરના તમામ સાવજોને આપી શકાય તેટલી માત્રામા એટલે કે 600 યુનિટ રસી અમેરિકાથી મંગાવાઇ છે. દલખાણીયા રેંજના સાવજો તથા વરૂ, શિયાળ જેવા પ્રાણીઓ આજુબાજુની ટેરેટરીમા પણ અવરજવર કરતા હોય અને ત્યાંના પ્રાણીઓ અન્ય ટેરેટરીમા અવરજવર કરતા હોય આ વાયરસ કેટલા વિસ્તારમા ફેલાયો તે નક્કી કરવુ મુશ્કેલ છે. બીજા શબ્દોમા ગીરનો કોઇ સાવજ આ જોખમથી હાલમા સુરક્ષિત ન કહી શકાય.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020502-2884984-NOR.html

સિંહોના મોતનો વાઈરસ: ગીરમાં દાટવાને બદલે ખુલ્લામાં ફેંકાતા મૃત ઢોરનો નિકાલ એક કારણ

Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 10:33 AM

કૂતરાં, શિયાળ જેવા પશુઓનો સંપર્કથી સિંહ વાઇરસની અડેફેટે, સિંહના મોતના ખરા કારણ પર ઢાંકપિછોડાનો પ્રકૃત્તિ પ્રેમીઓનો દાવો

  • Panjarol and gau shala animal death body thrown process are reason for lion death in Gir forest
    અમદાવાદ: અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જ 23માંથી 11 સિંહના મોત વાઇરસના કારણે જ્યારે અન્ય સિંહોના મોત પરસ્પર લડાઇ (ઇનફાઇટ) સહિતના વિવિધ કારણોસર થયા હોવાનો સરકારનો દાવો છે. સરકારના જણાવ્યા પ્રમાણે દલખાણીયા રેન્જમાં 36 સિંહને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે જેમાંથી 3 સિંહની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. જો કે સિંહો કેવી રીતે વાઇરસની ઝપેટમાં આવ્યા એ અંગે સરકારે હજુ સુધી કોઈ નક્કર કારણો આપ્યા નથી. ગીર પંથકના પ્રકૃતિપ્રેમીઓના મતે ગીરના સિંહોના મોત પાછળ મોટાભાગે ઇનફેક્શન અને એકસાથે સાર્વજનિક વિસ્તારમાં ફેંકી દેવાયા મૃત ઢોરનું મારણ કારણભૂત છે.

    ગીરના પ્રકૃતિપ્રેમીઓના જણાવ્યા મુજબ ગીરની આસપાસની વિવિધ પાંજરાપોળો અને ગોશાળાઓમાં ગાય, બળદ સહિતના ઢોર છે. જેમાં મોટી સંખ્યામાં બીમાર પશુઓ પણ હોય છે. જ્યારે આ પ્રાણીઓ મૃત્યું પામે ત્યારે તેને દાટવાના બદલે ખુલ્લા વિસ્તારમાં ફેંકી દેવાય છે. બાદમાં સિંહ સહિતના પ્રાણીઓ મૃત ઢોરનું મારણ આરોગતા હોય છે. જ્યાંથી આ વાઇરસ ફેલાવાની શક્યતા પ્રબળ બને છે. જે વન્યપ્રાણીઓ તથા માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર છે.

    શિકાર કરીને પેટ ભરતા સિંહોની રોગપ્રતિકારક ક્ષમતા મારણ પર નિર્ભર રહેવાથી ઘટી ગઈ : રાજન જોષી, ગીર એક્સપર્ટ

    લીલીયના પ્રકૃતિપ્રેમી રાજન જોષીએ 10 દિવસ પહેલા મુખ્યમંત્રીને ગીરની સિંહ પર સીડીવીનું સંકટ તોળાઈ રહ્યું હોવાની ચેતવણી આપતો પત્ર પાઠવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટાન્ઝાનિયામાં નેશનલ પાર્કની સીમાની આસપાસના વિસ્તારમાં લોકોનો ઘણો વસવાટ હતો અને તેટલા જ પ્રમાણમાં કૂતરાઓ પણ વસતા હતાં. જેની લાળના કારણે આ વાઇરસ ફેલાયો હતો. આ વાઇરસ પાછળ સિંહ, દીપડા સહિતના પ્રાણીઓ સાથે કૂતરા, શિયાળ, વરુ વગેરેનો થતો સોશિયલ કૉન્ટેક જવાબદાર હતો. કોઈ એક સ્થળે સિંહ શિકાર કર્યા બાદ ચાલ્યો જાય પછી કૂતરા, શિયાળ વિગેરે શિકાર આરોગવા પહોંચે છે. અને સિંહ એ મારણ આરોગવા ફરીવાર આવે ત્યારે મારણમાં ભળેલી કૂતરા તથા અન્ય પ્રાણીઓની લાળ સિંહના શરીરમાં પ્રવેશે છે. જેના કારણે સિંહમાં ઇન્ફેક્શન ફેલાય છે. જો કે હવે સરકારે ગીરના 5 જિલ્લાના 110 ગામોમાં કૂતરા તથા અન્ય પશુઓનું રસીકરણ શરૂ કરવાની તથા અમેરિકાથી રસીના 300 શૉટ્સ મગાવ્યાની જાહેરાત કરી છે.
    આફ્રિકામાં સીડી વાઈરસે 30% સિંહ સાફ કર્યા હતા

    ભૂતકાળમાં આફ્રિકામાં આવેલા સેરેગીટી નેશનલ પાર્ક (ટાન્ઝાનિયા)માં 1994માં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી)ના કારણે એક હજારથી વધુ સિંહોના મોત થયા હતા. એ જ રીતે ટાન્ઝાનિયામાં જે રીતે રોગનો ફેલાવો હતો તેના કારણો ગીર વિસ્તારમાં ઘણી રીતે મળતા આવે છે. વિશ્વના વિવિધ દેશોમાં કેનાઈન ડિસ્ટેમ્પરનો ભોગ વન્ય પ્રાણીઓ બનતા આવ્યા છે. મોટેભાગે આ વાઈરસ એવા પશુઓમાં પેદા થાય છે જે જાતે શિકાર નથી કરતા પણ વન્ય પશુઓના શિકારને પોતાનું ભોજન બનાવે છે.

    કૂતરા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસના મોટા વાહક

    કેનાઇન ડિસ્ટેમ્બર (સીડી) વાઇરસનો ભોગ મુખ્યત્વે કૂતરા, વરુ, શિયાળ સહિતના પાલતુ તથા વન્ય પ્રાણીઓ બને છે. આ વાઇરસના કારણે પ્રાણીઓની શ્વાસોચ્છવાસ તથા પાચનક્રિયાને અસર પહોંચે છે. પ્રાણીઓની લાળ, મૂત્ર કે લોહી દ્વારા વાઇરસ અન્ય પ્રાણીઓમાં ફેલાય છે. જે કૂતરઓનું રસીકરણ ન થયું હોય તે આ વાઇરસનો ભોગ બનવાની સૌથી વધુ આશંકા હોય છે. આ વાઇરસનો ભોગ બનેલા પ્રાણીઓની કોઈ નક્કર સારવાર હજુ ઉપલબ્ધ નથી.

    ગીરમાં ખુલ્લામાં ફેંકાયેલાં મૃત ઢોર આરોગી રહેલી સિંહણ. આ પ્રકારના મારણથી વાઇરસ ફેલાવાની આશંકા વધે છે.

    'સિંહના મોત વાઇરસથી, કૂતરાં કે અન્ય કારણ જવાબદાર નહીં'
    - રાજીવ ગુપ્તા, અધિક મુખ્ય સચિવ, વન પર્યાવરણ

    સિંહનું મારણ કૂતરાં-શિયાળ દ્વારા એઠુ થતા વાઇરસ ફેલાય છે

    દલખાણીયાના સિંહો વાઇરસનો ભોગ કેમ?
    સીડી વાઇરસ છે, વાઇરસ જંગલમાં હોય છે, શિયાળમાં, વરુમાં, બિલાડીમાં, કુતરામાં હોય. ગમે તે રીતે આવી જાય ખબર ન પડે.
    કૂતરા જે વધેલું મારણ ખાય છે એ પછી સિંહ ખાય, જેનાથી ઇન્ફેકશન લાગે છે ?
    અનુમાન વધારે છે, માત્ર ચાર સિંહમાં સીડી વાઇરસ મળ્યા છે, 10 સિંહમાં ઇતરડી મળી છે, ચાર સિંહ માટે કુતરાને દોષી ગણવા વાજબી ન કહેવાય.
    ગેરકાયદે સિંહ દર્શનના કારણે બીમાર અને અશકત મારણ આપી સિંહને રાખવામાં આવે છે?
    ના, આવી કોઇ બાબતમાં તથ્ય નથી.
    શુ અન્ય રેન્જના સિંહ પર પણ ખતરો છે ?
    ના, નજીકની રેન્જના સિંહને અલગ રાખ્યા છે.
    અત્યાર સિંહ માટે સૌથી મોટો પડકાર શું છે ?
    અત્યારે તો અમે સિંહનું સંરક્ષણ કરવા પર જ સમગ્ર ધ્યાન આપીએ છીએ.
    શું ગીરના સિંહ પરની આ અત્યાર સુધીની સૌથી મોટી આફત છે ?
    નિષ્ણાંતોને બોલાવ્યા છે. જેમાં વિદેશના પણ છે.
    5 જિલ્લાનાં 100થી વધુ ગામોમાં કૂતરાં-અન્ય પશુને રસી અપાશે

    ફેક્ટ ફાઇલ

    ગીરમાં 2015ની ગણતરી મુજબ કુલ 523 સિંહ છે. 1990માં માત્ર 240 હતા. 2010 પછી વસ્તી વધી.

    ગીરના રહેવાસી જયગોપાલસિંહ ચૌહાણે કવિતારૂપે રજૂ કરેલી સાવજોની પીડા

    સિંહણની વ્યથા

    ભુરી જટાળો ઈ ગિરનો રાજા ને
    ખડ નો કોઈ 'દી' ખાય
    તારા કરેલા કર્મોથી આજ મારો કેસરિયો મુંઝાય
    સાંભળને માનવ પ્રાણી વિનવું તને ગિરની રાણી મારો ડાલામથ્થો જ્યાં ડણકે ત્યાં તો ઝાડવા ઝુકી જાય આજ ઇ જોગીડો જીવવા માટે જમથી ઝોલા ખાય સાંભળને માનવ, મારું જંગલ ઝૂંટ્યું ને
    ઝાડવા ખૂટ્યા હવે કેસરિયો ક્યાં જાય
    હવે જીવન સામે ઝૂઝવા માટે
    ઈ શિયાળીયો થઈ છુપાય
    આજ કેસરબચ્ચાને કાગડા ચૂંથે ને મારા કૂળની આબરૂ જાય
    ઓલા સાધુડા તણી તું રાખ શરમને થોડી લે એની સંભાળ
    સાંભળને માનવપ્રાણી વિનવું તને ગિરની રાણી
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-animal-death-body-thrown-process-are-reason-for-lion-death-in-gir-forest-gujarati-news-5965447-NOR.html

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડમાં બે નર સિંહની જોડીમાંથી એક લાપત્તા

Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 05:11 PM

2 સિંહની જોડીમાં 1 સિંહ ન દેખાતા આ વિસ્તારના ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો

one lion missed in rabarika round of tulasishyam range
જોડીમાંથી એકલો પડી ગયેલો બીજો નર સિંહ
હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા: વનવિભાગની તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ એટલે ધણીધોરી વગરનો રાઉન્ડ. આ રાઉન્ડ નીચે આવતા વિડી અને રેવન્યુ વિસ્તારમાં 15થી પણ વધારે સિંહો કાયમી વસવાટ કરી રહ્યા છે. ત્યારે અહીં રાયડી પાટી બીટ નીચે આવતા મોટા બારમણનો સળવા તરીકે ઓળખાતો રેવન્યુ વિસ્તારમાં પાછલા ઘણા સમયથી 2 સિંહોની જોડી રહે છે. બંને સિંહો એકબીજાના ખાસ ભાઈબંધ છે અને બંને સાથે મળી જ મારણ કરી મિજબાની માણે છે. ત્યારે આ જોડી હાલ બે દિવસથી ખંડિત જોવા મળી રહી છે. એક પુખ્ત વયનો સિંહ લાપતા થતા તેનો ભાઈબંધ પણ સુનમુન પડ્યો રહે છે. છેલ્લા 2 દિવસથી બંનેમાંથી એક પણ સિંહની ડણક આ વિસ્તારના ગ્રામજનો કે ખેડૂતોએ સાંભળી નથી ત્યારે સ્થાનિક લોકોએ આ અંગે વનવિભાગને જાણ કરી છે.
આ વિસ્તારના 15 કરતા વધુ સિંહોના હગારના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલાવા અત્યંત જરૂરી છે
વનવિભાગને જાણ કરવા છતાં વનવિભાગ ઓફિસમાં બેઠા બેઠા સર્વે કરી રહ્યા છે જ્યારે આ સિંહો પૈકી એક સિંહને હગાર જાડો થવાના બદલે સિંહને પાતળા ઝાડા થયા હોવાની સંભાવના સ્થાનિક ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ લાપતા થયેલા સિંહ પુખ્ત વયનો હોવાથી તેની જાન ઉપર જોખમ હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. જ્યારે આ વિસ્તારના 15 કરતા વધુ સિંહોના હગારના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલાવા અત્યંત જરૂરી છે અન્યથા દલખાણીયા રેન્જમાં સિંહોની કૂતરાની માફક મોતને ભેટી રહ્યા છે તેમ અહીં આ ઘટનાનું પુનરાવર્તન થાય તો નવાઈ નહીં અને સિંહોના મોત માટે રાહમાં આ તુલસીશ્યામ રેન્જના કેહવાતા અધિકારીઓ બેઠા હોય તેમ હાલ લાગી રહ્યું છે.

તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડમાં 15 કરતા વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે
વનવિભાગના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડમાં 15 કરતા વધારે સિંહો વસવાટ કરી રહ્યા છે તેને હગાર જાડો હોવો જોઈએ તેના કરતાં એકદમ પાતળો જાડો જોવા મળી રહ્યો છે અને તેના કારણે સિંહોને ઝાડા થઈ જાય છે અને શરીર અશક્ત થવા લાગે છે. ત્યારે આ તમામ સિંહોને વહેલી તકે લોકેશન કરી આ હગાર જાડો કેમ નથી થતો તેના નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલાવા અત્યંત જરૂરી છે અન્યથા દલખાણીયા રેન્જમાં બનેલી ઘટનાનું પુનરાવર્તન અહીં થઈ તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે. ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં થયેલા સિંહોને પણ આ હગાર જાડોની જગ્યાએ પાતળો ઝાડો થયા હતા અને બાદમાં ટૂંક સમયમાં ઉલ્ટી શરૂ થઈ જતી હતી અને બાદમાં સિંહોનું મોત નીપજતું હતું. તેવો જ વાઇરસ હાલ રાબારીકા રાઉન્ડના સિંહોમાં જોવા મળી રહ્યો છે.

જોડીદાર સિંહે બે દિવસથી નથી કરી ડણક કે મારણ
તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલને આ ઘટના અંગે પૂછવા માટે જ્યારે ફોન કરવામાં આવતા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું અને જેમ કોઈ ઘટના ઘટી જ ન હોય તેમ ઓફિસમાં બેઠા બેઠા તપાસ કરાવી રહ્યા હતા તેવું વનવિભાગના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ બંને સિંહોને એટલી ગાઢ ભાઈબંધી છે કે એક ભાઈબંધ લાપતા થતા બીજો સિંહ બે દિવસથી ડણક નથી આપી અને મારણ પણ નથી કર્યું. ત્યારે સિંહમાં એકબીજા પ્રત્યે પ્રેમ જોવા મળી રહ્યો છે પરંતુ સિંહોના નામે હજારો રૂપિયા પગાર લેતા હોય તેને સિંહોની કંઇ જ પડી નથી. મોટા બારમણના વનવિભાગને જાણ કરનાર શિવલાલ સુદાણી સાથે ટેલિફોનિક વાતચીત થતા તેઓએ જણાવ્યું હતું કે આ બંને નર સિંહો છે અને બેલડી છે ત્યારે છેલ્લા 2 દિવસથી આ સિંહ પૈકી એક જોવા મળતો નથી અને આ સિંહ બીમાર હોવાનું મને લાગી રહ્યું હોવાથી મેં વનવિભાગ ને જાણ કરી હતી.
તુલસીશ્યામ રેન્જના 140 સિંહો પર વાઇરસનું સંકટ આવી પહોંચ્યાની શકયતા
હાલમાં ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જ અને જસાધાર એનિમલ કેર ખાતે 21 દિવસ જેટલા ટૂંકા ગાળામાં 23 જેટલા એશિયાટીક સિંહો મોતને ભેટ્યા છે ત્યારે આ સિંહોમાં વાયરસના કારણે મોતને ભેટ્યા હોવાનું આખરે સરકાર અને વનવિભાગએ માન્યું અને હવે સિંહોનો મૃત્યુઆંક ન વધે તેની તકેદારીના ભાગરૂપે હાલ વનવિભાગ સિંહોને બચાવવા મેદાનમાં આવ્યું છે. ત્યારે તુલસીશ્યામ રેન્જમાં પણ આ વાઇરસનો ખતરો છે અને રેન્જના 2015-16 સરકારી ગણતરીના આંકડા પ્રમાણે 140 સિંહો પર આ વાઇરસનો ખતરો હોવાનું મનાઇ રહ્યું છે. તુલસીશ્યામ રેન્જના અને દલખાણીયા રેન્જની નજીક આવતો સિંહોના રહેઠાણ વિસ્તારમાં વનવિભાગ દ્વારા સિંહો પકડવા કોબિંગ હાથ ધરવામાં આવ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-one-lion-missed-in-rabarika-round-of-tulasishyam-range-gujarati-news-5965600-NOR.html

ગરવી ગીરની શાન એવા 23 સાવજોનાં મોતનાં શોકમાં ધારી શહેરનાં વેપારીઓ મંગળવારે ઉપવાસ અને બંધ પાળશે

Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 11:50 PM

સાવજોની આત્માની શાંતી માટે બજરંગ ગૃપ દ્વારા આયોજન કરાયું, બજરંગ ગૃપે આ દિવસે બંધનુ એલાન પણ આપ્યું

  • ધારીઃ ગીર જંગલની શાન સમા સાવજો કુતરાના મોતે મરી રહ્યાં છે. અને લાચાર તંત્ર તેને બચાવવામા નિષ્ફળ જઇ રહ્યું છે ત્યારે 23 સાવજોના મોતના શોકમા ધારીના વેપારીઓ મંગળવારે બંધ પાળશે. અહીના બજરંગ ગૃપે આ દિવસે બંધનુ એલાન આપી તે દિવસે ઉપવાસ કરવાની પણ જાહેરાત કરી છે. અત્યાર સુધી જે 23 સાવજોના મોત થયા તે તમામ સાવજો ધારી તાલુકાના દલખાણીયા પંથકના હતા. ધારી તાલુકો ગીરનુ નાકુ છે. અહી ગીર જંગલમા તો સાવજોની મોટી વસતિ છે જ સાથે સાથે ગીરકાંઠાના અને છેક તાલુકાના છેવાડાના વિસ્તાર સુધી સાવજોની વસતિ જોવા મળી રહી છે.
    23 In the grief of the dead the citys traders will observe fasting and closing on Tuesday
    દેશભરમાથી લોકો આ વિસ્તારમા સિંહ દર્શન માટે આવે છે. પરંતુ દલખાણીયા રેંજમા 23 સાવજોના મોતની ઘટનાને પગલે સ્થાનિક લોકો શોકમા છે. કારણ કે અહીના લોકો સાવજોને પ્રેમ કરનારી પ્રજા છે. જેને પગલે અહીના બજરંગ ગૃપ દ્વારા આગામી મંગળવારે ધારી બંધનુ એલાન અપાયુ છે. અહીના બજરંગ ગૃપે ગામમા એક જાહેર બોર્ડ મુકી મૃત્યુ પામેલા સિંહોના આત્માની શાંતી માટે વેપારીઓને બંધ પાળવા અપીલ કરી છે. એટલુ જ નહી બજરંગ ગૃપે આ દિવસે ગૃપના સભ્યો ઉપવાસ કરશે તેવી પણ જાહેરાત કરી છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-23-in-the-grief-of-the-dead-the-citys-traders-will-observe-fasting-and-closing-on-tuesday-gujarati-news-5965806-NOR.html

મોરારિબાપુ દુઃખી થઈ બોલ્યા, 23 સિંહના મોત થયા તેના મૂળમાં જવું જોઈએ

Divyabhaskar.com | Updated - Oct 05, 2018, 05:34 PM

બાપુએ કહ્યું, 23 સિંહોના મોત થયા તેના મૂળમાં જવું જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને બધાએ જાગૃત થવું જોઈએ

ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને બધાએ જાગૃત થવું જોઈએ: મોરારિબાપુ
જયદેવ વરુ, અમરેલીઃ ગીરમાં 23 સિંહના મોત બાદ વન વિભાગ અને સરકાર પણ દોડતા થઈ ગયા છે. આજે સિંહના મોત પર કથાકાર મોરારિબાપુએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટના દુઃખદ છે.શું કામ બન્યું છે, શું થઈ રહ્યું છે, બધા તપાસ કરે છે. 23 સિંહોના મોત થયા તેના મૂળમાં જવું જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ના બને બધાએ જાગૃત થવું જોઈએ.
આરોગ્ય મંદિરમાં રહેલા દર્દીઓના ખબર-અંતર પણ પૂછ્યા

આ દરમિયાન મોરારિબાપુએ સાવરકુંડલા ખાતે આવેલા આરોગ્ય મંદિર બહાર આવેલા એક ગાર્ડનમાં વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ આરોગ્ય મંદિરમાં વિના મૂલ્યે દર્દીઓની સારવાર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કર્યા બાદ બાપુએ આરોગ્યમંદિરની પણ મુલાકાત લીધી હતી, આ સાથે આરોગ્ય મંદિરમાં રહેલા દર્દીઓના ખબર-અંતર પણ પૂછ્યા હતા.

14 રોગિષ્ટ બકરાં, 2 ગાય, 1 ભેંસનો મૃતદેહ ખાવાથી સિંહોના મોત થયા હોવાની શક્યતા

Divyabhaskar.com | Updated - Oct 05, 2018, 05:40 PM

સિંહોના મોત પાછળ વનવિભાગ અને તેમના મળતીયાઓ જ જવાબદાર હોવાની શક્યતા

gir lion died after eat dead cow and goat in sarasia vidi: forest officer
આ ઘટનાને ઢાંકવા માટે જ્યારે દિલ્હી અને દેહરાદૂનની ટીમ તપાસ અર્થે આવી ત્યારે આ પાવન ચક્કી પાસે પડેલા એક ગાડી પશુઓના હાડકા અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા
હિતેન્દ્રસિંહ રાઠોડ, ખાંભાઃ ગીર પૂર્વની દલખાણીયા રેન્જની સરસિયા વીડી ખાતે એક બાદ એક 23 સિંહ મોતને ભેટતા સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાને લગભગ બે અઠવાડીયાથી વધુ સમય થઈ ગયો હોવાછતાં વનવિભાગ પાસે કોઈ નક્કર માહિતી નથી. જેને પગલે અન્ય સ્વસ્થ સિંહોને વાઇરસના નામે બંધી બનાવી ઘટનાને ડાઇવર્ટ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે સિંહોના મોત પાછળ વનવિભાગ અને તેમના મળતીયાઓ જ જવાબદાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ, સરસિયા વીડીમાં પવનચક્કી પાસે નાંખવામાં આવેલા 14 રોગિષ્ટ બકરાં, 2 ગાય અને હડકવામાં મૃત્યું પામેલી 1 ભેંસ સહિતના પશુઓના મૃતદેહ ખાવાને કારણે સિંહો ગંભીર વાઇરસનો શિકાર થતા મોતને ભેટ્યા હોવાની સંભાવના છે.
વનવિભાગના અધિકારીઓ દબાવવા માગે છે મામલો

આ ઘટના પર વનવિભાગના ભ્રષ્ટ અધિકારીઓ ભલે ઢાંક પિછોડો કરે પણ તેમની સામે કર્તવ્યનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ છે અને તે આ ઘટનામાં જવાબદાર વનવિભાગને ખુલ્લું પાડવા માંગે છે. જો કે આ પ્રકારના અધિકારીઓને સમજી વિચારીને જ દૂર રાખવામાં આવી રહ્યા છે.
મૃત પશુઓને ખાવાથી સિંહોમાં વાઇરસ પ્રવેશ્યોઃ વન અધિકારી
આ અંગે એક વન અધિકારી દ્વારા નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે 7 સિંહના મોત ઇનફાઈટમાં બતાવવામાં આવી રહ્યા છે, જ્યારે અન્ય 16 સિંહ વાઇરસના કારણે મોતને ભેટ્યા છે. વાઇરસને કારણે મૃત્યું પામેલા સિંહોમાં સરસિયા વીડીમાં નાંખવામાં આવેલા મૃત પશુઓને ખાવાથી વાઇરસ પ્રવેશ્યો હતો. વનવિભાગને આ ઘટનાની જાણ થઈ ત્યાં સુધીમાં તો સિંહો આ વાઇરસનો શિકાર થઈ ચૂક્યા હતા. જો કે કેટલા સિંહોએ આ માંસ ખાધું તે નક્કી કરવું મુશ્કેલ છે.
આગળ જાણો દિલ્હીની ટીમ આવી ત્યારે મૃતપશુઓના હાડકા હટાવી લેવાયા અને કેવી રીતે વાઇરસ ફેલાયો તે અંગેની વિગતો
(સિંહોને બચાવવા USથી રાજકોટ આવી CDV વાઇરસ વિરોધી રસી, જૂનાગઢ મોકલાઈ)
દિલ્હીની ટીમ આવી ત્યારે મૃતપશુઓના હાડકા હટાવી લેવાયા

હાલ જંગલમાંથી 30 જેટલા સિંહને પકડીને જસાધાર એનિમલ કેર ખાતે રાખવામાં આવ્યા છે અને આ ઘટનાને ડાઇવર્ટ કરવામાં આવી રહી છે. આ અધિકારીએ વધુમાં જણાવ્યું કે,આ ઘટનાને ઢાંકવા માટે જ્યારે દિલ્હી અને દેહરાદૂનની ટીમ તપાસ અર્થે આવી ત્યારે આ પાવન ચક્કી પાસે પડેલા એક ગાડી પશુઓના હાડકા અહીંથી હટાવી દેવામાં આવ્યા હતા. કોઈને પણ જાણ ન થાય તે માટે આ કામગીરી આંતરરાજ્યના મજૂરો પાસે કરાવવામાં આવી હતી.એક વાત તો સત્ય હકીકત છે કે, આ સિંહોના મોત પાછળ ક્યાંકને ક્યાંક વનવિભાગ જવાબદાર છે. આ ઘટનાની જ્યાં સુધી સીબીઆઈ કે સીઆઇડી તપાસ નહીં થાય ત્યાં સુધી હકકિત બહાર આવી શકશે નહીં.વનવિભાગના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, 28 દિવસ પહેલા સરસિયા વીડીમાં આવેલી પવનચક્કી પાસે વીરપુર ગામના 14 મૃત રોગિષ્ટ બકરાં, ગોવિંદપુરની 2 રોગિષ્ટ ગાય અને કોઈ ગામની 1 હડકાયી ભેંસને અહીં નાંખવામાં આવ્યા હતા.
કૂતરા કે અન્ય માંસાહારી પશુને ખાધા બાદ ફેલાઇ છે વાઇરસ

એક વાત સાચી છે કે કૂતરા કે અન્ય માંસાહારી પશુને ખાધા બાદ આ વાઇરસ ફેલાઇ છે, પરંતુ સનલાઈટમાં જો કૂતરા કે અન્ય પશુ પ્રાણી દ્વારા ખાવામાં આવેલા માસમાં તે પ્રાણીની લાળના બેક્ટેરિયા ગણતરીની સેકન્ડ્સમાં જ ગાયબ પણ થઈ જાય છે. જો કોઈ હડકાયા કૂતરાએ પશુનું મારણ ખાધું હોય અને તેણે ખાધેલું મારણ સિંહ કે વન્ય પ્રાણી ખાય તો આ વાઇરસ સીધો તેના શરીરમાં પ્રવેશી જાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-gir-lion-died-after-eat-dead-cow-and-goat-in-sarasia-vidi-forest-officer-gujarati-news-5966145.html?seq=3

વનતંત્રની આડોડાઇ.. સાવજોના આત્માની શાંતી માટે શ્રદ્ધાંજલી સભા ન થવા દીધી

Divyabhaskar.com | Updated - Oct 06, 2018, 02:01 AM

રામધૂન સાથે રેલી કાઢી વનવિભાગની દિવાલ નજીક ફોટો મૂકી મંત્રોચ્ચાર અને કુરાનની આયાતો પઢી

Amreli - વનતંત્રની આડોડાઇ.. સાવજોના આત્માની શાંતી માટે શ્રદ્ધાંજલી સભા ન થવા દીધી
દલખાણીયા રેન્જમાં 23 સાવજોનાં મોતને પગલે સિંહપ્રેમીઓ દ્વારા સાસણ ખાતે શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ રખાયો હતો. પરંતુ વનવિભાગે આડોડાઇ કરી આ કાર્યક્રમ અટકાવી દેતાં સિંહપ્રેમીઓમાં રોષ છવાયો છે.

આ કાર્યક્રમનું આયોજન વેરાવળનાં જાગૃત પ્રકૃતિપ્રેમી રજાકભાઇ બ્લોચ દ્વારા કરાયું હતું. 23 સાવજોના મોતના આત્માની શાંતી માટે અહીં આ સર્વધર્મ કાર્યક્રમ રખાયો હતો. જ્યાં હિન્દુ વિધી પ્રમાણે હવન કરવાનો હતો. અને મુસ્લિમ વિધી મુજબ કુરાનની આયાતો પણ પઢવાની હતી. આ અંગે વનવિભાગને લેખીતમાં જાણ પણ કરવામાં આવી હતી. સાસણમાં સિંહ સદન નજીક પ્રકૃતિ પ્રેમીઓએ મંડપ પણ નાખી દીધો હતો. પરંતુ વનવિભાગે આવા કામમાં સહકાર આપવાને બદલે અહીંથી મંડપ દુર કરાવી કાર્યક્રમને અટકાવી દીધો હતો.

જોકે પ્રકૃતિપ્રેમીઓએ સિંહના ફોટા સાથે વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયાની આગેવાનીમાં રામધુન સાથે જાહેર માર્ગો પર રેલી કાઢી હતી. અને વનવિભાગની દિવાલ નજીક સિંહનો ફોટો મૂકી મંત્રોચ્ચાર કર્યા હતા અને કુરાનની આયાત પણ પઢી હતી. અહીં ધારાસભ્ય ભગાભાઇ બારડ, ભીખુભાઇ બાટાવાળા, અફઝલ પટ્ટણી, ધર્મેશ જેઠવા, સુરેશ મકવાણા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020112-2902763-NOR.html

સાવજોની રક્ષા માટે નિવડી ચૂકેલા અંશુમન શર્માની ધારીમાં નિમણૂંક

Divyabhaskar.com | Updated - Oct 06, 2018, 02:01 AM

અગાઉ પોતાના કાર્યકાળ વખતે ગિરકાંઠાના લોકો સાથે ઘરોબો કેળવી તેમને સાવજોની રક્ષાની ભૂમિકા માટે તૈયાર કર્યા હતા ...

સાવજોનાં મોત અંગે ઉચ્ચસ્તરીય તપાસ સમિતી નીમો : ચાવડા

Divyabhaskar.com | Updated - Oct 06, 2018, 02:01 AM

ભ્રષ્ટ અને લાંચીયા અધિકારીઓ સાવજોને સડેલું માંસ ખવડાવતા હોવાનો ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકનો...

દલખાણીયા રેન્જમાં મોતને ભેટેલા તમામ 23 સિંહોનાં મૃતદેહોને સળગાવી દઇ કરાયો નિકાલ

Divyabhaskar.com | Updated - Oct 06, 2018, 11:23 PM

ચાર સિંહને ધારીનાં ભુતીયા બંગલે, ત્રણ સિંહબાળને જંગલમાં ઘટના સ્થળે અને 16 સાવજોને જસાધાર એનીમલ કેર સેન્ટરમા અપાયો છે

અમરેલી: તમને એ જાણીને નવાઇ લાગશે કે જેવી રીતે હિન્દુ સમાજમા માણસના મૃત્યુ બાદ અગ્નિદાહ આપી શબનો નિકાલ કરાય છે તે જ રીતે ગીર જંગલમા કોઇ સાવજનુ મોત થાય ત્યારે તેના મૃતદેહનો પણ અગ્નિદાહ આપીને જ નિકાલ કરવામા આવે છે. માણસના મૃતદેહને અગ્નિદાહ માટે જેવી સગડીઓ સ્મશાનમા બનાવાય છે તેવી જ સગડીઓ સાવજો માટે પણ વનવિભાગે જુદાજુદા સ્થળે રાખી છે. તાજેતરમા દલખાણીયા રેંજમા મૃત્યુ પામેલા તમામ 23 સાવજોના મૃતદેહનો જુદાજુદા સ્થળે આ જ રીતે અગ્નિદાહ આપી નિકાલ કરવામા આવ્યો હતો.

સાવજ જેવી રીતે શાનથી જીવે છે તેવી જ રીતે તેના અંતિમ સંસ્કાર પણ શાનથી થાય છે. સામાન્ય રીતે જંગલમા વન્યપ્રાણીના મૃત્યુ બાદ તેના મૃતદેહનો કુદરતી રીતે નિકાલ થતો હોય છે. પરંતુ ગીરનો સાવજ અહીનુ ઘરેણું છે. જયારે કોઇપણ સાવજનુ મોત થાય ત્યારે તેનુ પોસ્ટમોર્ટમ અચુક કરવામા આવે છે. કયારેક બે ડોકટરની પેનલથી પણ પીએમ કરવામા આવે છે. શરીર પર દેખાતા નિશાનોના આધારે મોતનુ કારણ સ્પષ્ટ હોય તો પણ જરૂરી નમુનાઓ લેબોરેટરીમા મોકલાય છે અને પીએમ બાદ લાશને સળગાવી દઇ નિકાલ કરાય છે.

તાજેતરમા દલખાણીયા રેંજના જે 23 સાવજોના મોત થયા તે તમામ સાવજોના મૃતદેહને અગ્નિ સંસ્કાર અપાયો છે. ચાર સાવજોને ધારીના ભુતીયા બંગલે અગ્નિદાહ આપવામા આવ્યો હતો. જયારે ઇનફાઇટમા મરેલા ત્રણ સિંહબાળને જંગલમા જ સળગાવી દેવાયા હતા. જયારે 16 સાવજોના મૃતદેહને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે અગ્નિદાહ અપાયો હતો. જસાધારમા પીએમ રૂમની બાજુમા જ અગ્નિદાહની સગડી છે. આમપણ ગીરના વનતંત્ર પાસે કોઇ મૃતદેહને સાચવી શકાય તેવી આધુનિક સુવિધાઓ નથી. અગાઉ સિંહના મૃતદેહને જમીનમા દાટી દેવાતો હતો. પરંતુ આ પ્રથા વર્ષો પહેલા બંધ કરી દેવાઇ હતી.
એક સિંહને સળગાવવા 20 મણ લાકડાની જરૂર

જો એક યુવાન સિંહનુ મોત થાય તો તેના મૃતદેહને સળગાવવા માટે 15 થી લઇ 20મણ લાકડાની જરૂર પડે છે. જો. ચોમાસાનો સમય ચાલતો હોય તો કમસેકમ 20 મણ લાકડા જોઇએ. ઉનાળાના સમયમા 15 મણ લાકડાથી કામ ચાલી જાય છે.

તમામ સાવજોનાં નખ પણ સળગાવી દેવાયા

સાવજોના નખ કિમતી છે. તેના માટે ભુતકાળમા સાવજોનો શિકાર પણ થતો. વનતંત્રના કાયદા મુજબ હવે મૃતદેહની સાથે નખ પણ સળગાવી દેવાય છે. અગ્નિદાહ વખતે તમામ નખ દેખાતા હોય તેવા ફોટોગ્રાફસ લેવાય છે. દરેક અગ્નિદાહ વખતે અહી ફોટોગ્રાફી પણ કરવામા આવી હતી અને આ તમામ 23 સાવજોના નખ પણ તેની સાથે સળગાવી દેવાયા હતા. એક સાવજને 18 નખ હોય છે.

મધ્યગીરમાં કયારેક જંગલમાં જ અગ્નિદાહ

કયારેક કોઇ સિંહનુ જંગલમા અંતરીયાળ અડાબીડ વિસ્તાર કે ડુંગર પર મોત થાય ત્યારે તેના મૃતદેહને ઉંચકીને લઇ આવવો મુશ્કેલ બની જાય છે. આવા સમયે જંગલમા જ જે તે સ્થળે અગ્નિદાહ આપી દેવાય છે. જો કે તેના કારણે જંગલમા દવ ન પ્રસરી જાય તેની પણ તકેદારી રખાય છે. આવી ઘટના ચોમાસામા બની હોય તો વનતંત્રને ઓછી કડાકુટ રહે છે. પરંતુ ઉનાળામા જંગલ સુકુ હોય ત્યારે અગ્નિદાહ આપવામા ખુબ જ તકેદારી રાખવી પડે છે.

કયારેક શાસ્ત્રોકત વિધી કરી ફુલહાર પણ ચડાવાય છે

વન કર્મચારીઓ સાવજો સાથે ઘરોબો ધરાવે છે. ઘણા કર્મચારીઓને સાવજો સાથે લગાવ થઇ જાય છે. એવા અનેક કિસ્સા બન્યાં છે. જયારે આવા સાવજનુ મોત થયુ હોય ત્યારે અગ્નિદાહ દેતા પહેલા કર્મચારી દ્વારા શાસ્ત્રોકત વિધી કરવામા આવે કે સાવજના મૃતદેહને ફુલહાર પણ ચડાવવામા આવ્યા હોય.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-23-bodies-of-lions-were-burned-down-gujarati-news-5966667-NOR.html

સિંહો ખોરાક માટે 70% વન્ય પ્રાણીઓ પર આધારિત, ગાય-ભેંસ પર નહીં

Divyabhaskar.com | Updated - Oct 06, 2018, 11:42 PM

ખોરાક સામે સવાલ માલધારીઓને કાઢ્યા એટલે સિંહો જંગલ બહાર આવ્યા એવું નથી : વન્યપ્રાણીઓનાં રીસર્ચર્સનો સ્પષ્ટ અભિપ્રાય

જૂનાગઢ:ગિર જંગલની દલખાણીયા રેન્જમાં તાજેતરમાંજ સિંહોનાં ટપોટપ મોત થવાની ઘટનાને પગલે વર્ષો પહેલાં જંગલમાંથી બહાર કઢાયેલા માલધારીઓનો મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. જેમાં એવી દલીલો થઇ રહી છે કે, માલધારીઓને બહાર કાઢ્યા એટલે સિંહોને ખોરાક માટે જંગલની બહાર ભટકવું પડે છે.
આ અંગે વર્ષોથી વન્યપ્રાણી સૃષ્ટિનાં રીસર્ચર અને પ્રકૃતિ પ્રેમી રહેલા નિષ્ણાંતનાં કહેવા મુજબ, સિંહોને જંગલની બહાર આવવાનાં ઘણાં કારણો છે. એક તો સિંહનું સંરક્ષણ થવાને લીધે તેની સંખ્યા વધી એટલે બહાર નિકળ્યા.

વળી સિંહ એક ટેરીટોરીયલ એનીમલ છે. એટલેકે, તે બીજાને પોતાના વિસ્તારમાં ન આવવા દે. અને ઘણા બધા રેવન્યુ વિસ્તાર, સરકારી પડતર જમીન, ગૌચર અને અમુક માલિકીની જમીનો એવી છે જે જંગલ જેવી થઇ ગઇ છે. એટલેકે, ત્યાંથી ઇકો સીસ્ટમ સિંહોને રહેવા માટે અનુકૂળ થઇ ગઇ છે. જેમકે, જ્યાં ખેતી ન થતી હોય એવી જમીન ડુંગરાળ અને ઝાડી-ઝાંખરા ઉગી નિકળ્યા હોય, ત્યાં નિલગાય-જંગલી ભૂંડ જેવા રખડતા પ્રાણીઓનો વસવાટ હોય. અને આવા પ્રાણીઓ હોય એટલે ઘાસ અને પાણી પણ હોયજ. આ રીતે સિંહને રહેવા, ભોજન અને પાણીની સગવડ થઇ જતાં તે ત્યાં પોતાની ટેરીટરી બનાવે છે.

ઘણાં ખેતરોમાં તો ક્યારેક ખુદ વાડી માલિકને ખબર નથી હોતી કે, તેની વાડીમાં ઘણા વખતથી સાવજનો વસવાટ છે. સિંહોના આ પ્રકારનાં વસવાટને સેટેલાઇટ પોપ્યુલેશન કહેવાય. સિંહ ઘાસના મેદાનનું પ્રાણી છે. જ્યારે વાઘ ગીચ જંગલનું પ્રાણી છે. સિંહને પણ ખુલ્લા વિસ્તારો વધુ અનુકૂળ આવે છે. હવે ગિર જંગલની ગીચતા વધી છે. સિંહોની અનુકૂળતા માટે પણ તેને પાંખું બનાવવાની જરૂર છે. આમ સિંહો બહાર નિકળ્યા છે તેને અનુકૂળ સંજોગો સર્જાવાને લીધે. છેલ્લા રીપોર્ટો મુજબ સિંહોના ખોરાકમાં 70 ટકા ફાળો જંગલી પ્રાણીનો છે. 30 ટકા ફાળો માલઢોરનો છે. તેમાંય એકલદોકલ સિંહણ માટે તો ટોળામાં ફરતી ભેંસનો શિકાર કરવો અઘરો છે. કારણકે, ભેંસ સામી થાય છે. જોકે, સિંહો માલઢોરનું સાવ મારણજ નથી કરતા એવું પણ નથી.

સિંહ ખેતર પાસે આવતા નિલગાય-ભૂંડ દૂર ચાલ્યા જાય

ગિર અને ગિર બહાર જે સિંહો છે તેને ખેડૂતોએ બહુ સાચવ્યા છે. કારણકે, ગિરના સિંહ માનવભક્ષી નથી. એટલે તે ક્યારેય માનવી પર હુમલો નથી કરતા. એટલેજ ગિર કે ગિર બહારના લોકો સિંહથી ડરતા નથી. તેમણે સિંહને સ્વીકારેલા છે. સિંહ જ્યારે તેના ખેતર પાસે હોય ત્યારે નિલગાય-ભૂંડ જેવા પ્રાણીઓ ત્યાંથી દૂર ચાલ્યા જાય છે. પરિણામે ખેડૂતોને રાતવાહુ કરવાની પણ જરૂર પડતી નથી.

ઇકો સેન્સિટીવ ઝોન કેન્દ્રે નક્કી કર્યા મુજબનો હોવો જોઇએ

ગિરના સિંહોને રક્ષિત એરિયા મળી રહે એ માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબનો ઇકો સેન્સિટીવ ઝોન હોવો જોઇએ. રાજ્ય સરકારે ઘણી જગ્યાએ તેને ઘટાડી માત્ર 500 મીટરનો રાખ્યો છે. જે વન્યપ્રાણીના લાંબાગાળાના સંરક્ષણ માટે હિતાવહ નથી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lions-based-on-70-of-animals-for-food-not-on-cows-gujarati-news-5966669-NOR.html

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડમાં કૂતરાએ ખાધેલું મારણ ફરીવાર સિંહોને આપવામાં આવ્યું

 
Divyabhaskar.com | Updated - Oct 08, 2018, 11:58 PM

કૂતરાએ ખાધેલું મારણ વન વિભાગે સુરક્ષિત જગ્યાએ ખસેડતા ઘટના સામે આવી

dog eat meat but forest department pust safe place at tulasishyam range
+2બીજી સ્લાઈડ્સ જુઓ
કૂતરાએ ખાધેલું મારણ વન વિભાગ દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડાયું
હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા: તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડની રાયડી પાટી બીટ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં 15 કરતા વધુ સિંહોએ પોતાનું રહેઠાણ અહીં કાયમી બનાવી નાખ્યું છે. ત્યારે અહીં સિંહો ખેડૂતોની દેખરેખ નીચે વધુ સુરક્ષિત હોય તેમ અનામત વિડી કરતા રેવન્યુ વિસ્તાર અને વાડીઓમાં પડયા પાર્થયા રહે છે. અને સિંહોને જરૂરિયાત મુજબ મારણ અને પાણી મળી રહેતા સિંહોને આ રેવન્યુ વિસ્તાર સ્વર્ગ સમાન લાગી રહ્યો છે. પરંતુ જે સિંહોના નામે હજારો રૂપિયા મહિને મહેનતાણું લઈ રહ્યા છે તે વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ આ સિંહોની સુરક્ષામાં વામળા સાબિત થાય છે. ત્યારે એક માસમાં આ વિસ્તારમાં કૂતરા દ્વારા ખાધેલું મારણ સિંહોને આપવાની બીજી ઘટના સામે આવી છે. ત્યારે આ વિસ્તારના સિંહો કેટલા સુરક્ષિત ?

તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારની આ ઘટના એક મહિનામાં બે વાર જોવા મળી છે. ગત તા.6/9/18 ના રોજ રાજુલા વનવિભાગ દ્વારા એક બીમાર સિંહને પકડવા ગોઠવવામાં આવેલ રિંગ પાંજરામાં કૂતરાઓ દ્વારા ખાધેલું મારણ આપી આ બીમાર સિંહ દ્વારા આ મારણ ખાધું હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે તા.6/10/18ના વહેલી સવારે મોટા બારમણ ગામમાં ઘૂસી એક સિંહ પરીવાર દ્વારા એક રેઢિયાર ગાયનું મારણ કરવામાં આવ્યું હતું.
વનવિભાગનો સ્ટાફ અહીં આ મારણને સુરક્ષિત જગ્યાએ મુકવા માટે વનવિભાગની વેન લઈ આવ્યા હતા. ત્યારે અહીં આ મારણને કૂતરા દ્વારા ખાવામાં આવી રહ્યું હતું. તેમ છતાં આ ઘટનાની ગંભીરતાની નોંધ લીધા વગર આ મારણ વિડી વિસ્તારમાં સિંહોને આપી દેવામાં આવ્યું હતું. ત્યારે હજુ દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોતની શ્યાહી સુકાઈ નથી ત્યારે વનવિભાગની ભૂલના કારણે એક બાદ એક એમ 23 સિંહો મોતને ભેટયા છે. ત્યારે આ ઘટનાનું રબારીકા રાઉન્ડમાં પુનરાવર્તન થાય તેવું હાલ સિંહ પ્રેમીઓને લાગી રહ્યું છે.
રબારીકા રાઉન્ડમાં ફોરેસ્ટરની જગ્યા ખાલી
પાછલા ઘણા સમયથી રબારીકા રાઉન્ડમાં કાયમી ફોરેસ્ટરની જગ્યા ખાલી છે. અને આ રાઉન્ડમાં જે ગાર્ડને ઇન્ચાર્જ ફોરેસ્ટરનો ચાર્જ આપી દેવામાં આવી રહ્યો છે. ત્યારે અહીં કાયમી ફોરેસ્ટરની નિમણૂક કરવામાં આવે ઘટતો સ્ટાફની નિમણૂક આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.
આરએફઓનો મોબાઇલ સ્વીચ ઓફ
આ ઘટના બાબતે તુલસીશ્યામ રેન્જના આરએફઓ પરિમલ પટેલનો સંપર્ક કરતા તેઓનો મોબાઈલ સ્વિસ ઓફ આવી રહ્યો છે. તેમજ તેઓ દ્વારા જાણી જોઈને જવાબ આપવામાંથી છટકી રહ્યા હોય તેવુ જોવા મળી રહ્યું છે.
સિંહપ્રેમીઓ ચિંતામાં પડી ગયા

રબારીકા રાઉન્ડમા આ પ્રકારની બીજી ઘટના સામે આવતા આ વિસ્તારના સિંહપ્રેમીઓમા પણ ચિંતા જોવા મળી રહી છે. વનવિભાગ દ્વારા કુતરાનુ એઠુ મારણ ફરી વિડીમા નાખી દેવામા આવતા વનવિભાગ સામે પણ સિંહપ્રેમીઓમા કચવાટ જોવા મળી રહ્યો છે.

રબારીકા રાઉન્ડમાં લાપતા સિંહ અંગે વનવિભાગમાં જ વિસંગતતા

તુલસીશ્યામ રેન્જમાં ગત 4 ઓક્ટોમ્બર તારીખે લાપતા થયેલો એક સિંહ આજે પાંચ દિવસ બાદ પણ વનવિભાગના લોકેશનથી દુર છે. ત્યારે વનવિભાગને જાણે આ સિંહનું લોકેશન મેળવવામા નિરસતા દાખવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. અને પોતાના જ સ્ટાફમાં વિસંગતા જોવા મળી રહી છે. જ્યારે બાતમીદાર ખેડૂતને પણ વનવિભાગના કર્મચારીઓ દ્વારા ધમકાવવામાં આવી રહ્યો છે. ત્યારે સિંહોનું પોતાના અભિન્ન અંગ સમજતા ખેડૂતો સાથે પણ વનવિભાગ દ્વારા જંગલીયાત જેવું વર્તી રહ્યા છે.

તુલસીશ્યામ રેન્જ નીચે આવતા રબારીકા રાઉન્ડની રાયડી પાટી બીટના સળવા ધારમાં રહેતા બેલડી સિંહની જોડીમાંથી ગત 4 ઓક્ટોમ્બરના દિવસે આ બેલડી સિંહની જોડીનો એક પુખ્ત વયનો સિંહ લાપતા થયો છે. ત્યારે આ સિંહ લાપતા અંગે સ્થાનિક ખેડૂત શિવલાલ દ્વારા વનવિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જ્યારે વનવિભાગ આ સિંહને શોધવાના બદલે ખેડૂતોને ધમકાવી રહ્યા છે. અને સિંહ મળી ગયો છે તેવા પંચરોજ કામમાં સહી કરી આપવા દબાણ કરી રહ્યું છે.
વનવિભાગ જ્યારે આ સિંહ પાંચ દિવસ બાદ પણ વનવિભાગને ગોત્યો જડતો નથી. ત્યારે આ સિંહ હકીકતમાં છે ક્યાં ? બીજી તરફ આ સિંહનો જોડીદાર દ્વારા પણ 5 દિવસથી મારણ કરવાનું છોડી દીધું છે. આ રબારીકા રાઉન્ડના ઇન્ચાર્જ ફોરેસ્ટર વિક્રમ કોટવાલ કહી રહ્યા છે કે આ સિંહ નિંગાળા રેવન્યુ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આરએફઓ પરિમલ પટેલ દ્વારા ખેડૂતને કહેવામાં આવ્યું હતું કે આ સિંહ ભૂંડણી ધાર વિસ્તારમાં સિંહણ સાથે રહે છે. ત્યારે સાચું કોણ તે ખેડૂત શિવલાલ સુદાણીની પણ સમજ બહાર છે. જ્યારે આજે 5 દિવસ બાદ વનવિભાગના જવાબદાર કહેવાતા અધિકારીઓ અને કર્મચારી એકવાર જ આ સ્થળ પર આટો મારી આવતા રહ્યા છે. અને જે બાતમીદાર છે તેને કહી દીધું છે કે તમને આ સિંહ જોવા મળે તો પાછા અમને જાણ કરજો. ત્યારે આ સિંહને શોધવા માટે વનવિભાગ તૈયારી નથી બતાવી રહ્યું.
સિંહ મળી ગયો છે કે નહી સમજવુ શું ?: ખેડૂત
ખેડૂત ખેડૂત શિવલાલ સુદાણી સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ગત 6 તારીખે સવારના આરએફઓ અને એક સ્ટાફ અહીં આવ્યા હતા. અને જે જગ્યાએ સિંહ બેલડીનો સિંહ સાથીદાર બેસી રહે છે ત્યાં લઈ ગયા હતા. બાદમાં તેઓ દ્વારા લાપતા સિંહ અંગે જાણકારી આપી હતી કે આ સિંહ ભૂંડણી ધાર વિસ્તારમા સિંહણ સાથે જોવા મળ્યો હતો. અને જોવા મળે તો જાણકારી આપવા કહ્યું હતું. ત્યારે જે સિંહ મળી ગયો છે અને જોવા મળે તે જાણકારી આપવા કહ્યું તો સમજવું શુ ?.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-dog-eat-meat-but-forest-department-pust-safe-place-at-tulasishyam-range-gujarati-news-5967174-PHO.html

23 સિંહોના મોતને લઇને ધારી સજ્જડ બંધ, વિસાવદરમાં કાલે વનરાજાનું બેસણું યોજાશે

Divyabhaskar.com | Updated - Oct 09, 2018, 12:14 PM

વિસાવદરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે બેસણું રાખવામાં આવશે

dhari closed for 23 lion death and tomorrow besanu in viasavadar
+2બીજી સ્લાઈડ્સ જુઓ
23 સિંહોના મોતને લઇને ધારી સજ્જડ બંધ
અમરેલી: ગીર પૂર્વ વિસ્તારમાં આવતી દલખાણીયા રેન્જમાં 23 સિંહોના ભેદી રીતે થયેલા મોતને લઇને આજે ધારીએ સજ્જડ બંધ પાળ્યો છે. ધારીના બજરંગ ગ્રુપ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળતા સિંહપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓમાં પણ ઉત્સાહ વધ્યો છે. બંધમાં ધારીના તમામ વેપારીઓએ પોતાનો ટેકો આપ્યો છે. આવતીકાલે મૃતક વનરાજાનું બેસણું વિસાવદર ખાતે યોજાશે.
વિસાવદરમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે બેસણું રાખવામાં આવશે
એશિયાટીક સાવજોએ પૂરી દુનિયામાં ગીરનું નામ રોશન કર્યું છે એવા સિંહના પર્યાય બનેલા માલધારીઓ 23-23 સિંહના થયેલા દુઃખદ અવસાનને લઇ ઉંડો શોક વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે મૃતક આત્માની પાછળ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ તેનું બેસણું રાખવાની પરંપરા છે ત્યારે ગીરના માલધારીઓ સાવજોને પોતાના પરિવારનો સભ્ય જ ગણતા હોય છે જેથી કુટુંબના સભ્યો એવા સાવજોના થયેલા કરૂણ મૃત્યુને લઇ વિસાવદર ગીર માલધારી સમાજ દ્વારા સાવજોનું બેસણાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ બેસણામાં સિંહપ્રેમીઓ, માલધારીઓ, વેપારીઓ ગીરની બોર્ડર પર વસવાટ કરતા ગ્રામજનો અને વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તથા સિંહ અને ગીર માટે કામ કરતા વિવિધ એનજીઓ દ્વારા સાવજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-dhari-closed-for-23-lion-death-and-tomorrow-besanu-in-viasavadar-gujarati-news-5967506-PHO.html

ગીરપુર્વની દલખાણીયા રેંજમા વનતંત્રની ઘોર બેદરકારીના કારણે ટુંકાગાળામા એકસાથે

Divyabhaskar.com | Updated - Oct 10, 2018, 02:01 AM

ગીરપુર્વની દલખાણીયા રેંજમા વનતંત્રની ઘોર બેદરકારીના કારણે ટુંકાગાળામા એકસાથે 23 સાવજોના મોત થયાને પગલે...

ગીરપુર્વની દલખાણીયા રેંજમા વનતંત્રની ઘોર બેદરકારીના કારણે ટુંકાગાળામા એકસાથે 23 સાવજોના મોત થયાને પગલે તંત્રની બેદરકારી સામે રોષ વ્યકત કરવા અને સાવજોને શ્રધ્ધાંજલી પાઠવવા અહીના બજરંગ ગૃપ દ્વારા અપાયેલા એલાનને પગલે આજે ધારી શહેર સજ્જડ બંધ રહ્યું હતુ. જો કે એક દિવસના ઉપવાસની તંત્રએ મંજુરી ન આપતા અહીના યોગીજી ચોક ખાતે શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજી વિરોધ વ્યકત કર્યો હતો. અહી લોકોએ સજ્જડ બંધ પાળી વિરોધ વ્યકત કર્યો હતો. અહી સવારથી જ લોકોએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા અને બંધના એલાનને સમર્થન આપ્યું હતુ. અહી લોકોએ એકઠા થઇ મોતને ભેટેલા 23 સિંહોના આત્માની શાંતી માટે પ્રાર્થનાઓ પણ કરી હતી.

ગીરપુર્વની દલખાણીયા અને સરસીયા વિડીમા રોગચાળો ફેલાતા એકસાથે 23 સાવજો મોતને ભેટયા હતા. સાવજોના મોતની ધારી પંથકના સિંહપ્રેમીઓને ભારે આઘાત લાગ્યો હતો. ત્યારે અહીની સેવાભાવી સંસ્થા બજરંગ ગૃપ દ્વારા સાવજોના મોતના અનુસંધાને શહેર બંધનુ એલાન આપ્યું હતુ. જેને પગલે આજે સવારથી જ તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. અહી શાકમાર્કેટથી લઇ ચાની હોટેલ તેમજ નાનામા નાના વેપારીઓ બંધમા જોડાયા હતા. અહી ડાયમંડ એસોસિએશન દ્વારા પણ ટેકો આપી હિરાના કારખાના બંધ રાખ્યા હતા. અહી બજરંગ ગૃપ દ્વારા એક દિવસ માટે ઉપવાસ કરવાની જાહેરાત પણ કરવામા આવી હતી.

જો કે વનવિભાગ દ્વારા ઉપવાસને મંજુરી આપવામા ન આવતા કાર્યક્રમ મોકુફ રખાયો હતો. અને આજે સવારના સુમારે બજરંગ ગૃપના કાર્યકરો અને વેપારીઓ અહીના યોગીજી ચોકમા એકઠા થયા હતા. અહી સાવજની ચિત્ર પ્રતિમાને ફુલહાર કરી શ્રધ્ધાંજલી પાઠવવામા આવી હતી અને તમામ 23 સાવજોના આત્માની શાંતી માટે પ્રાર્થના કરવામા આવી હતી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020104-2935870-NOR.html

સિંહ સુરક્ષાનો માસ્ટર પ્લાન: પોલીસ-વનવિભાગની સંયુકત ચેકપોસ્ટ ઉભી થશે

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 12:12 AM

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વન અધિકારીઓની બેઠક, 10 ગામોમાં રસીકરણની કામગીરી પુર્ણ, વાહનોનું ચેકીંગ સઘન બનાવાશે

After the death of 23 lions, now the collector and forest department's safety seats
કલેક્ટર અને વન વિભાગ સહિતના અધિકારીઓની સિંહોની સલામતી માટે બેઠક
અમરેલી: દલખાણીયા રેંજમા 23 સાવજોના મોત બાદ હવે તંત્ર સાવજોની સુરક્ષા માટે એક પછી એક કામ કરી રહ્યું છે. આજે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામા અમરેલી ખાતે વન અધિકારીઓની બેઠક મળી હતી. જેમા જિલ્લા કલેકટરે પોલીસ અને વનવિભાગની સંયુકત ચેકપોસ્ટ ઉભી કરવા સુચના આપી હતી. આ ઉપરાંત વાહનોનુ સઘન ચેકીંગ કરવા પણ તાકિદ કરાઇ હતી. તેમણે જણાવ્યું હતુ કે ગીરકાંઠાના 10 ગામોમા પશુઓના રસીકરણની કામગીરી પુર્ણ કરાઇ છે.

અમરેલી જિલ્લાના ગીરકાંઠાના વિસ્તારમા સાવજોની સુરક્ષા માટે પાલતુ અને રખડતા પશુઓમા રસીકરણ કરવા તંત્ર હાલ ઉંધા માથે કામ કરી રહ્યું છે. આજે જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામા ધારી ખાતે વન અધિકારીઓની બેઠક બોલાવવામા આવી હતી. જેમા કલેકટરે સરકારના નિયમો અને સુચનાઓનુ પાલન કરી સાવજોની રક્ષા માટે પુરતી તકેદારી રાખવા તાકિદ કરી હતી. તેમણે આ વિસ્તારમા વન અને પોલીસ વિભાગની સંયુકત ચેકપોસ્ટ ઉભી કરવા પણ સુચના આપી હતી.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતુ કે વન વિસ્તારની આજુબાજુના વિસ્તારમા સતત પેટ્રોલીંગ થવુ જોઇએ અને બહારથી અવરજવર કરતા વાહનોનુ સઘન ચેકીંગ કરવામા આવે. તેમણે કર્મચારીઓ પોતાની ફરજનુ પાલન કરે અને ગેરકાયદે પ્રવૃતિ થવા ન દે તેવી તાકિદ કરી હતી. ઇકો સેન્સેટીવ ઝોન વિસ્તારમા કોઇપણ ગેરકાયદેસર પ્રવૃતિઓ ન થાય તે માટે પગલા લેવા તેમણે જણાવ્યું હતુ. તેમણે એમપણ જણાવ્યું હતુ કે ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓએ મર્યાદા અને મુશ્કેલીઓ બાબતે ધ્યાન દોરવાનુ રહેશે.
બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી નિરગુડેએ જણાવ્યું હતુ કે પશુઓના રસીકરણની કાર્યવાહી કરવામા આવી છે. રસીકરણ ઝુંબેશમા તમામ પશુઓને આવરી લેવા સુચારૂ આયોજન કરવામા આવ્યું છે. આ માટે સંબંધિત તલાટી મંત્રીઓની પણ મદદ લેવામા આવશે. વન સંરક્ષક પી.પ્રસન્નાએ જણાવ્યું હતુ કે વનવિભાગ દ્વારા સખત પગલાઓ ધરવામા આવશે. વન વિસ્તારની આજુબાજુના વિસ્તારોમા વન અને પશુપાલન વિભાગ દ્વારા સંયુકત રીતે ઝુંબેશ હાથ ધરીને નજીકના તમામ વિસ્તારોના પશુઓની વિગતો આપવામા આવશે. અહી નાયબ પોલીસ અધિકારી દેસાઇએ જણાવ્યું હતુ કે સિંહ સિંહણના સંવર્ધન માટે નડતરરૂપ તત્વોની ઓળખ કરી તેમના સામે કાયદાકીય પગલા લેવામા આવશે. બેઠકમા પ્રાંત અધિકારી આર.કે.ઓઝા, વન સંરક્ષક ડો. પ્રિયંકા ગેહલોત, એસીએફ વિનય ચૌધરી, ડીવાયએસપી માવાણી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
સઘન મોનીટરીંગ-ચેકીંગ હાથ ધરાશે
ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વન વિસ્તારમા પ્રવાસીઓની સંખ્યામા ધસારો થવાની સંભાવના રહે છે. સતત અને સઘન મોનીટરીંગ ચેકીંગ તથા વખતો વખત આપવામા આવતી સુચનાઓનુ સંબંધિતોએ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તેવી પણ કલેકટરે સુચના આપી હતી.
કુતરાઓને સ્ટરીલાઇઝ કરવામાં આવશે
અહી રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કુતરાઓને સ્ટરીલાઇઝ કરવામા આવશે. અંદાજે 21 દિવસમા લગભગ 300 થી 350 કુતરાઓને પકડીને સ્ટરીલાઇઝ કરવાની કામગીરી કરાશે.
તસવીર અને માહિતી: જયદેવ વરૂ, અમરેલી

રબારીકા રાઉન્ડમાં વિડીની સુરક્ષા દિવાલનાં કામમાં લોલમલોલ, મટીરીયલ હલકી ગુણવતાનું વપરાયાની બૂ

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 12:23 AM

તુલસીશ્યામ રેન્જની દલડી વીડીમાં બે વર્ષ અગાઉ જ દિવાલ બનાવાય છે ત્યાં ગાબડા પડવાનું શરૂ

Lolmlol in the work of the security wall of the rabarika round
તુલસીશ્યામ રેન્જની દલડી વીડીમાં બે વર્ષ અગાઉ જ દિવાલ બનાવાય છે ત્યાં ગાબડા પડવાનું શરૂ
ખાંભા: તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ છેલ્લા ઘણા સમયથી કોઈના કોઈ વિવાદ સામે આવી રહ્યો છે. અહી વિડીમા સુરક્ષા દિવાલ બનાવવાના કામમા જાણે પોલમપોલ હોય તેમ જોવા મળી રહ્યું છે. દિવાલ બનાવવામા મટીરીયલ તદન નબળી ગુણવતાનુ વાપરવામા આવી રહ્યું હોય અહી ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. આ રાઉન્ડમાં સિંહોની સુરક્ષામાં વામળુ સાબિત થયેલ વનવિભાગના કહેવાતા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી લીધાની કાનો કાન કોઈને ખબર પણ પડવા નથી દીધી. પરંતુ કહેવત છે પાપ છાપરે ચડી પોકારે તેમ બાંધવામાં આવેલ વિડી સુરક્ષા દીવાલોમાં પાડવા લાગ્યા ગાબડા અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે.
તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ નીચે આવતી દલડી વિડીની સુરક્ષા માટે 2 વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે રક્ષણ દીવાલ રબારીકા જામકા રોડ ઉપર બનાવવામાં આવી છે. ત્યારે આ દીવાલ હાલ બેહાલ જોવા મળી રહી છે. ઠેરઠેર ગાબડા પાડવા લાગ્યા છે. અને પથ્થર દીવાલથી અલગ થવા લાગ્યા છે. જ્યારે વનવિભાગ પણ આરક્ષિત વિસ્તાર ઓથા હેઠળ વિડીમાં બનાવવામાં આવેલ ચેકડેમ તેમજ અન્ય દીવાલો બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જ્યારે આ રેન્જના અધિકારીઓ અને રાઉન્ડના કર્મચારીઓની મિલી ભગતથી આ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. જ્યારે આ વિસ્તારમાં વસવાટ કરી રહેલા 15 કરતા વધુ સિંહોની સુરક્ષા કરવામાં આ રેન્જ અને રાઉન્ડના અધિકારીઓને રસ જ નથી. ત્યારે આ ભ્રષ્ટાચારની તપાસ થશે ?
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lolmlol-in-the-work-of-the-security-wall-of-the-rabarika-round-gujarati-news-5968720-NOR.html

દલખાણીયા રેંજમા 23 સાવજોના મોત બાદ હવે તંત્ર સાવજોની

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 02:01 AM

દલખાણીયા રેંજમા 23 સાવજોના મોત બાદ હવે તંત્ર સાવજોની સુરક્ષા માટે એક પછી એક કામ કરી રહ્યું છે. આજે જિલ્લા...

દલખાણીયા રેંજમા 23 સાવજોના મોત બાદ હવે તંત્ર સાવજોની સુરક્ષા માટે એક પછી એક કામ કરી રહ્યું છે. આજે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામા અમરેલી ખાતે વન અધિકારીઓની બેઠક મળી હતી. જેમા જિલ્લા કલેકટરે પોલીસ અને વનવિભાગની સંયુકત ચેકપોસ્ટ ઉભી કરવા સુચના આપી હતી. આ ઉપરાંત વાહનોનુ સઘન ચેકીંગ કરવા પણ તાકિદ કરાઇ હતી. તેમણે જણાવ્યું હતુ કે ગીરકાંઠાના 10 ગામોમા પશુઓના રસીકરણની કામગીરી પુર્ણ કરાઇ છે.

અમરેલી જિલ્લાના ગીરકાંઠાના વિસ્તારમા સાવજોની સુરક્ષા માટે પાલતુ અને રખડતા પશુઓમા રસીકરણ કરવા તંત્ર હાલ ઉંધા માથે કામ કરી રહ્યું છે. આજે જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામા ધારી ખાતે વન અધિકારીઓની બેઠક બોલાવવામા આવી હતી. જેમા કલેકટરે સરકારના નિયમો અને સુચનાઓનુ પાલન કરી સાવજોની રક્ષા માટે પુરતી તકેદારી રાખવા તાકિદ કરી હતી. તેમણે આ વિસ્તારમા વન અને પોલીસ વિભાગની સંયુકત ચેકપોસ્ટ ઉભી કરવા પણ સુચના આપી હતી.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતુ કે વન વિસ્તારની આજુબાજુના વિસ્તારમા સતત પેટ્રોલીંગ થવુ જોઇએ અને બહારથી અવરજવર કરતા વાહનોનુ સઘન ચેકીંગ કરવામા આવે. તેમણે કર્મચારીઓ પોતાની ફરજનુ પાલન કરે અને ગેરકાયદે પ્રવૃતિ થવા ન દે તેવી તાકિદ કરી હતી. ઇકો સેન્સેટીવ ઝોન વિસ્તારમા કોઇપણ ગેરકાયદેસર પ્રવૃતિઓ ન થાય તે માટે પગલા લેવા તેમણે જણાવ્યું હતુ. તેમણે એમપણ જણાવ્યું હતુ કે ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓએ મર્યાદા અને મુશ્કેલીઓ બાબતે ધ્યાન દોરવાનુ રહેશે. બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી નિરગુડેએ જણાવ્યું હતુ કે પશુઓના રસીકરણની કાર્યવાહી કરવામા આવી છે. રસીકરણ ઝુંબેશમા તમામ પશુઓને આવરી લેવા સુચારૂ આયોજન કરવામા આવ્યું છે. આ માટે સંબંધિત તલાટી મંત્રીઓની પણ મદદ લેવામા આવશે. વન સંરક્ષક પી.પ્રસન્નાએ જણાવ્યું હતુ કે વનવિભાગ દ્વારા સખત પગલાઓ ધરવામા આવશે. વન વિસ્તારની આજુબાજુના વિસ્તારોમા વન અને પશુપાલન વિભાગ દ્વારા સંયુકત રીતે ઝુંબેશ હાથ ધરીને નજીકના તમામ વિસ્તારોના પશુઓની વિગતો આપવામા આવશે. અહી નાયબ પોલીસ અધિકારી દેસાઇએ જણાવ્યું હતુ કે સિંહ સિંહણના સંવર્ધન માટે નડતરરૂપ તત્વોની ઓળખ કરી તેમના સામે કાયદાકીય પગલા લેવામા આવશે. બેઠકમા પ્રાંત અધિકારી આર.કે.ઓઝા, વન સંરક્ષક ડો. પ્રિયંકા ગેહલોત, એસીએફ વિનય ચૌધરી, ડીવાયએસપી માવાણી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020134-2952226-NOR.html

23 સિંહના મોત બાદ હવે બૃહદગીરની રાજમાતા સિંહણ પણ ઇજાગ્રસ્ત હાલતમાં

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 02:56 AM

સિંહણને પાછળ થાપાના ભાગે મોટું ઘારું પડી ગયું હતું

Bruhadgir queen lioness was injured
સિંહણને પાછળ થાપાના ભાગે મોટું ઘારું પડી ગયું હતું
લીલીયા: લીલીયા પંથકના જંગલ વિસ્તારમાં વયોવૃદ્ધ ગણાતી રાજમાતા સિંહણને ઇજાગ્રસ્ત હાલતમાં એનિમલ્સ કેર સેન્ટરમાં મોકલવામાં આવી હતી. પરંતુ સિંહણના પાંચ માસના સિંહબાળને સાથે લઈ જવાયું કે કેમ તેવી સવાલ ચર્ચાઈ રહ્યો છે. છેલ્લા આંઠેક દિવસથી સિંહણ કણસતી હતી તેમ છતાં સ્થાનિક અધિકારીઓએ ધ્યાન આપ્યું ન હતું તેથી પર્યાવરણ પ્રેમીઓએ સ્પે. ટાસ્ક ફોર્સના અંશુમન શર્માને જાણ કરતા વનતંત્ર દોડી આવ્યું હતું. આ સિંહણને પાછળ થાપાના ભાગે મોટું ઘારું પડી ગયું હતું.
જેની અસહ્ય પીડાના કારણે આ સિંહણ કણસતી હોવાનુ સ્થાનિક લોકોની નજરે પડેલું પરંતુ વનતંત્રના જવાબદાર અધિકારીઓની નજરે આ બાબત ચડી ન હતી. ગત રાત્રીના ક્રાંકચ નજીક ગગડિયા નદીમાં આ સિંહણનું લોકેશન મળતા રેસક્યું કરી આ સિંહણને સ્થળ પર સારવાર આપી વધુ સારવાર માટે વડાલ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગે એ.સી.એફ. ગોજિયાનો સંપર્ક સાધતા આ ઘટનાથી તે અજાણ છે તેવું જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-bruhadgir-queen-lioness-was-injured-gujarati-news-5968718-NOR.html

જામવાળામાં વેક્સીન અપાયા બાદ દલખાણીયા રેન્જનાં 23 સિંહોને દેવળીયા પાર્ક ખાતે ખસેડાયા

Divyabhaskar.com | Updated - Oct 13, 2018, 02:00 AM

વેટરનરી તબીબોની ટીમે આ સિંહોનું સતત અવલોકન તેમજ પરિક્ષણ કર્યું હતું. આ સિંહોને અદ્યતન સારવાર સાથે ભવિષ્યમાં કોઇ જીવલેણ રોગનો શિકાર ન બને તે માટે અમેરીકાથી વેક્સીન મંગાવાઇ છે. આ સિંહોને વેક્સીન અપાયા બાદ પરિક્ષણ કરી તેઓને ભયમુક્ત જાહેર કર્યા હતા. હવે તેઓને વાતાવરણમાં ફેરફાર માટે જામવાળાથી દેવળિયા પાર્ક લઇ જવાયા છે.

25 સપ્ટે. થી જામવાળા એનિમલકેર સેન્ટરમાં ઓબઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ 23 સિંહોને 5 દિવસ પહેલાંજ અમેરીકાથી મંગાવવામાં આવેલી વેક્સીન અપાઇ છે. ત્યારબાદ આ તમામ સિંહો પર વેટરનરી તબીબોની ટીમે પરિક્ષણ કર્યું હતું. જેના આધારે તમામ સિંહોને વનવિભાગ દ્વારા ભયમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. અને હવે તેઓને સફળ સારવાર અપાયા બાદ આજે 23 સિંહોને જામવાળા એનિમલકેર સેન્ટરમાંથી સાસણ દેવળીયા પાર્ક ખાતે અલગ વાતાવરણ માટે ખસેડવામાં આવ્યા હતા. આ તમામ સિંહોને હાલ નવા વાતાવરણમાં કોઇ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ સતત અવલોકન કરવામાં આવશે.

જ્યારે જશાધાર એનિમલકેર સેન્ટરમાં 7 માદા સારવારમાં આવી હતી. જેમાં બે સિંહણનાં મોત થયા હતા. હાલ 5 સિંહણ હજુ પણ જશાધાર એનિમલકેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. આ સિંહણો પણ ભયમુક્ત હોય છે. પરંતુ હજુ તેનું સતત અવલોકન ચાલી રહ્યું છે.

અત્રે નોંધનીય બની રહેશે કે, અમરેલી જિલ્લાનાં દલખાણીયા રેન્જમાં એક પછી એક 23 સાવજોનાં મોત નિપજતા વન્યપ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ પ્રસરી ગયો હતો. બીજી તરફ વનવિભાગની બેદરકારી પણ સામે આવી હતી. અંતે સરકારે પગલા લેવાનાં શરૂ કર્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020043-2960288-NOR.html

પીપાવાવ પોર્ટ પર ધોળે દિવસે પાંચ સાવજની લટાર, વીડિયો વાયરલ, વનતંત્ર અજાણ

Divyabhaskar.com | Updated - Oct 13, 2018, 06:25 PM

ધોળા દિવસે સાવજોનુ ટોળુ આ વિસ્તારમા જાણે લોકોની કોઇ પરવા જ ન હોય તે રીતે રસ્તા પર ટહેલવા માટે નીકળ્યું

  • રાજૂલા: પીપાવાવ પોર્ટ પરીસરમાં રીલાયન્સ ડિફેન્સ કંપનીમા એકસાથે પાંચ સાવજોએ લટાર માર્યાનો વીડિયો વાયરલ થયો હતો. ધોળા દિવસે સાવજોનુ ટોળુ આ વિસ્તારમા જાણે લોકોની કોઇ પરવા જ ન હોય તે રીતે રસ્તા પર ટહેલવા માટે નીકળ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે પીપાવાવ પોર્ટ તથા આસપાસના વિસ્તારમા આમપણ સાવજોની મોટી વસતિ છે. અને અવારનવાર સાવજો અહી પોર્ટ પરીસરમા ઘુસી જાય છે. કે આસપાસના વિસ્તારમા પરિભ્રમણ કરતા નજરે પડે છે. ત્યારે અહી આ વિસ્તારમા સાવજોના પરીભ્રમણનો વીડિયો વાયરલ થતા પોર્ટના કર્મચારી વર્તુળમા પણ ચકચાર મચી હતી. સૌથી મહત્વની વાત એ છે કે વનવિભાગ આ અંગે તદ્દન અજાણ જોવા મળ્યું હતુ.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-five-lions-appeared-on-daybreak-on-pipavav-port-video-viral-gujarati-news-5969207-NOR.html

ભૂંડણીના રેવન્યુ વિસ્તારમાં અજગર 10 મિનિટમાં જીવતા કૂતરાને ગળી ગયો

Divyabhaskar.com | Updated - Oct 14, 2018, 04:23 PM

વાડી માલિકે વનવિભાગને જાણ કરતા અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો

અજગરે કૂતરાને શિકાર બનાવ્યો
ખાંભા: જીવ માત્ર પેટનો ખાડો પૂરવા માટે જીવ સટોસટની લડાઈ પણ લડે છે. ત્યારે આવી જ ઘટના બની તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તારમાં. સેડ્યુલ 1માં આવતા અજગરને જ્યારે ભૂખ લાગી તો એક જીવતા કૂતરાને આખેઆખું ગળી જઇ પોતાના પેટની આગને બૂઝાવી હતી અને 10 મિનિટમાં આ અજગર એક કૂતરાને પોતાના પેટમાં સમાવી દીધો હતો.

વાડી માલિકે વનવિભાગને જાણ કરતા અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો
મળતી માહિતી પ્રમાણે તુલસીશ્યામ રેન્જના રાબારીકા રાઉન્ડ નીચે આવતા રેવન્યુ વિસ્તાર ભૂંડણી સિમ વિસ્તારમાં વાડી ધરાવતા નરોતમભાઈ પટેલની વાડી નજીક મોડીરાત્રીના એક મહાકાય અજગર ચડી આવ્યો હતો. આ અજગર પણ બહુ જ ભૂખ્યો હતો અને પોતાના પેટની આગ બુઝાવવા તડપી રહ્યો હતો ત્યારે જ અજગરની તેજ નજરમાં એક જીવિત કૂતરું ચડી ગયું. કૂતરું કંઈ સમજે તે પેહલા જ અજગર દ્વારા કૂતરાને પકડી લીધું. કૂતરાએ બચાવવા કોશિશ કરી ત્યાં માત્ર 10 જ મિનિટમાં આ અજગર કૂતરાને આખે આખું ગળી ગયો અને પોતાના પેટમાં લાગેલી ભૂખની આગ ઠારી હતી. બાદમાં અજગર સવાર સુધી અહીં જ રહ્યો હતો. વાડી માલિક દ્વારા વનવિભાગના રેસ્ક્યુ ટીમના સાહિદખાન પઠાણને જાણ કરતા આ અજગરને પકડી અનમાત વીડીમાં છોડી મુકવામાં આવ્યો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-panthon-hunting-dog-near-bhundani-revenue-area-gujarati-news-5969759-PHO.html

ધારીના દેવળા ગામે 30 ફૂટ ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો, વન વિભાગે રેસ્ક્યુ કરી કાઢી બહાર

Divyabhaskar.com | Updated - Oct 14, 2018, 04:33 PM

વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહને બહાર કાઢ્યો હતો

30 ફૂટ ઉંડા કૂવામાં સિંહ ખાબક્યો
અમરેલી: ધારીના દેવળા ગામે આજે રવિવારે વહેલી સવારે 30 ફૂટ ઉંડા કૂવામાં એક સિંહ ખાબક્યો હતો. આ અંગેની જાણ ગામલોકોને થતા દોડી આવ્યા હતા અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ પાંજરા સાથે આવી પહોંચ્યું હતું. વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સિંહને બહાર કાઢી હતી. સિંહ પાંજરે પૂરાતા જ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આશરે સિંહ 3 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે અને સારવાર કરી ફરી જંગલમાં છોડી દેવાયો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lioness-fall-in-30-feet-well-so-forest-team-take-rescue-operation-at-dhari-gujarati-news-5969685-PHO.html

ખાંભાની લોકમાન્ય તિલક શાળાના બાળકોએ સિંહોની અાત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી

Divyabhaskar.com | Updated - Oct 17, 2018, 09:36 PM

સિંહોની આત્માને શાંતિ મળે તે માટે બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી

Tribute of 23 lions to the lokmanya Tilak School at Khambha
+2બીજી સ્લાઈડ્સ જુઓ
ગામના સામાજિક અગ્રણી આ કાર્યક્રમના સહભાગી થયા હતા
ખાંભા: ધારી ગીરપૂર્વના દલખાણિયા રેન્જની સરસિયા વીડિના 23 સિંહોના મોત થયા હતા. સિંહોને મોતને લઇને અનેક સ્થળો પર શ્રધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ખાંભામાં આવેલી લોકમાન્ય તિલક શાળા ખાતે આ સિંહોને શ્રધાંજલિ આપવા બાળકો એકઠા થયા હતા. સિંહોની આત્માને શાંતિ મળે તે માટે બાળકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ચેરમેન નિર્મલસિંહ રાઠોડ, ખાંભા ગ્રામપંચાયતના સરપંચ અમરીશભાઈ જોશી, લાઈનનેચર ફાઉન્ડેશન સુરેશભાઈ મકાવણા, પરષોત્તમભાઈ આબલિયા, ગામના સામાજિક અગ્રણીઓ તથા એધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-tribute-of-23-lions-to-the-lokmanya-tilak-school-at-khambha-gujarati-news-5971157-PHO.html

જંગલ વિસ્તારમાં બંને સાઇડ ઝાડી ઝાખરા દુર કરવા

Divyabhaskar.com | Updated - Oct 18, 2018, 08:11 AM

જંગલ વિસ્તારમાં બંને સાઇડ ઝાડી ઝાખરા દુર કરવા અમરેલીથી વેરાવળ જતી ટ્રેન ગીરના જંગલમાંથી પસાર થાય છે. પણ જંગલ...

જંગલ વિસ્તારમાં બંને સાઇડ ઝાડી ઝાખરા દુર કરવા

અમરેલીથી વેરાવળ જતી ટ્રેન ગીરના જંગલમાંથી પસાર થાય છે. પણ જંગલ વિભાગ અને રેલ્વે વિભાગના વિસ્તારને લઈને જંગલ વિસ્તારમાં ટ્રેનના રૂટ પર વૃક્ષની ડાળીઓ આવી ગઈ છે. જે ચાલુ ટ્રેને ટ્રેનને અથડાતી જાય છે. અનેક વખત બારી નજીક બેઠેલા મુસાફરોને પણ ઇજા પહોંચે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-081153-2999348-NOR.html

ગીરપૂર્વની દલખાણીયા રેન્જનાં સાવજોને બચાવવા અગાઉથી રસીની વ્યવસ્થા કેમ ન કરાઇ : ધાનાણી

Divyabhaskar.com | Updated - Oct 19, 2018, 02:01 AM

વેધક સવાલ
તાજેતરમાં ગીરપૂર્વની દલખાણીયા રેંજમાં 23 સાવજોના મોત થયાની ઘટનામાં વિરોધપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી સાવજોની સુરક્ષા માટે સરકાર બેદરકાર હોવા અંગે રોષ વ્યક્ત કર્યો હતો. આવા ગંભીર વાયરસની રસી અગાઉથી તંત્ર દ્વારા કેમ હાથવગી ન રખાઇ તેના સહિત જુદા જુદા 13 મુદાઓ રજુ કરી સરકાર પાસે જવાબ માંગ્યો હતો.પરેશ ધાનાણીએ પત્રમાં જણાવ્યુ હતું કે 23 સિંહોના મોત થયા બાદ સરકારે તાત્કાલીક અમેરીકાથી રસી મંગાવી હતી. પરંતુ અગાઉથી કેમ અહિં આવી રસી ઉપલબ્ધ રખાઇ નથી ω આ સિંહોને અગાઉથી રસી આપી બચાવી શકાયા હોત. આવુ ન થઇ શક્યુ તે માટે આ ઘટનાને માનવસર્જીત ગણવી જોઇએ અને જવાબદારો સામે પગલા લેવાવા જોઇએ. સાવજોમાં રોગચાળાની આફ્રિકા જેવી ઘટના ન બને તે માટે સિંહોનું અન્ય ઘર વસાવવા અદાલતે ચુકાદો આપ્યો હતો તે અંગે અત્યાર સુધીમાં શું પગલા ઉઠાવ્યા તેનો જવાબ માંગ્યો હતો. તેમણે સાવજોને બચાવવા માટે સરકાર પાસે દવાઓ ઉપલબ્ધ ન હતી તે શું કોઇ કાવતરૂ હતું કે કેમ તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે સિંહોના સંવર્ધન માટેના નાણા તંત્ર ચાવ કરી ગયુ છે અને સંવર્ધનની વાતો માત્ર કાગળ પર રહી ગઇ છે. પ્રી-સીસીએફે રીપોર્ટ રીપોર્ટ જારી કરી જણાવ્યુ હતું કે જામવાળામાં 32 સિંહોને નિરીક્ષણમાં રખાયા છે. તેમના અગાઉના કહેવા મુજબ જો સાવજો ઇનફાઇટમાં મૃત્યુ પામતા હતાં તો પછી રસી શા માટે મંગાવવામાં આવી ω એનઆઇવી-પુનાએ સાવજોના મોત માટે શું કારણ આપ્યુ છે તે તમામ વિગતો જનતા સમક્ષ જાહેર કરવા માંગ કરી છે.


સાવજોને બીજા સ્થળે વસાવવાના પ્રોજેક્ટનું શું થયુ ω

ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી સવાલ ઉઠાવ્યો હતો કે ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યુ હતું કે બરડો ડુંગર સિંહો માટે અનુકુળ છે ત્યારે અહિં સાવજોને વસાવવાના પ્રોજેક્ટનું શું થયુ તેની સ્પષ્ટતા કરવી જોઇએ અને સિંહોને બીજુ ઘર શોધવા પાછળ રોગચાળાનો ભય હતો ત્યારે તેના માટે સરકારે શું પગલા લીધા હતાં ω
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020058-3006113-NOR.html