Saturday, September 29, 2018

ભણશે ગુજરાત? જંગલમાં આવેલા આ ગામમાં બાળકો વૃક્ષ નીચે બેસી ભણવા મજબૂર

Divyabhaskar.com | Updated - Sep 29, 2018, 12:04 AM

શાળા જંગલની નજીક હોય વન્ય પ્રાણીઓનો પણ સતત ભય, 32 બાળકોનાં જીવ પર જોખમથી વાલીઓમાં રોષ

Students are required to study under the tree due to lack of room
જૂનાગઢઃ ઊનાના ગીરગઢડા તાલુકાના હરમડીયા ગામની 4 શિક્ષકો ધરાવતી સીમ શાળામાં ધો. 1 થી 7માં 32 છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. આ સીમ શાળામાં વધુ ખેડૂત પરીવારના બાળકો અભ્યાસ અર્થે આવે છે. શાળામાં છાત્રોને અભ્યાસ માટે માત્ર 2 ઓરડા હોવાથી છેલ્લા ઘણા સમયથી બાળકોને બહાર શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષના છાંયડે અભ્યાસ કરવો પડી રહ્યો છે. સીમ શાળા ગામથી 3 કિ.મી. દૂર આવેલી છે. પરંતુ શાળાએ જવા માટેનો રસ્તો સાકડો અને બિસ્માર હાલતમાં હોય છે.
આચાર્યએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં કાર્યવાહી હાથ ન ધરાઇ

જ્યારે ચોમાસા દરમિયાન વરસાદના પાણી રસ્તા પર ભરાયા હોવાથી છાત્રો તેમજ શિક્ષકો શાળા સુધી પહોચી શક્તા નથી. તેમજ શાળા જંગલ વિસ્તારને અડીને આવેલી હોવાથી અવાર નવાર વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તાર આવી જતાં છાત્રોમાં ડરની લાગણી અનુભવવા લાગી છે. અને આ વન્યપ્રાણીઓના હુમલાના જવાબદાર કોણ તેવા સવાલો ઉઠી રહ્યા છે. શાળામાં પુરતા રૂમ ન હોવાથી છાત્રો બહાર બેસીને અભ્યાસ કરતા હોય જે અંગે આચાર્યએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં કાર્યવાહી હાથ ન ધરાતા વાલીઓમાં રોષ ઉઠી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-students-are-required-to-study-under-the-tree-due-to-lack-of-room-gujarati-news-5963358-NOR.html

જૂનાગઢમાં કપાઈ રહેલા ચંદનના વૃક્ષો પ્રત્યે વનવિભાગને દરકાર નથી

Divyabhaskar.com | Updated - Sep 28, 2018, 03:01 AM

ચોરી થયેલા સ્થળો કાર્યક્ષેત્રમાં ન આવતા હોવાનો રાગ આલાપતો વન વિભાગ
જૂનાગઢના જંગલ વિસ્તારોમાં થઈ રહેલી ચંદન ચોરીને લઈ વનતંત્ર સદંતર બેદરકારી દાખવી રહ્યું છે. સોનાથી પણ મોંઘા ચંદનને જાળવણીમાં કયાંકને ક્યાક ખામીને લીધે ચોરો હાથ અજમાવી જતા હોવાની વાત સામે આવી છે. લાલ ઢોરીમાં થયેલી ચોરીઓ વનવિભાગ તેના કાર્યક્ષેત્રમાં ન આવતું હોવાનો રાગ આલાપી રહ્યું છે. રાત્રીના સમયમાં એક સાથે ચોરી ન કરીને રોજ આવીને એક ઘા મારી જતા ચોરો અનોખી મોડ્સ ઓપરેન્ડી અપનાવતા હોવાની પણ વાત સામે આવી છે. ગિરનાર પર્વત પર 100 થી 110 પગથિયે, લાલ ઢોરી વિસ્તારમાં આવેલા પર્વતો પર, વગેરે જગ્યાએ ચોરી થઈ છે. અને થઈ રહી પણ છે. વનવિભાગ પેટ્રોલીંગ વધારવાની વાતો કરે છે જોકે તેની અસર દેખાઈ નથી રહી. ચોરો પોતાની આગવી મોડ્સ ઓપરેન્ડીથી વનવિભાગને માત આપવામાં હમેશા સફ‌ળ બને છે. ખાનગી જગ્યામાં ખપાવી વનવિભાગ આંખ આડા કાન કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચંદનની ખુબજ ડીમાન્ડ હોવાથી ગુજરાત બહારના ચોરો પણ સંપુર્ણ પ્લાનિંગ સાથે ચોરીને અંજામ આપતા હોવાની પણ ચર્ચા જાગી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030121-2839424-NOR.html

ઊના પંથકનાં પડાપાદર ગામે સતત 10 વર્ષથી રોજ 10 લિટર દુધ આપતી ગીર ગાય, કુદરતની કરામત

Divyabhaskar.com | Updated - Sep 02, 2018, 01:11 AM

વાછરડીને જન્મ આપ્યા બાદ આજ સુધી આ ગાય માતા વિયાઇ નથી

The cow who gave milk for the last 10 years
જુનાગઢઃ ઊના તાલુકાના આથમણા પડાપાદર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય ધરાવતા કાળાભાઇ નારણભાઇ કિડેચા પોતાની વાડીમાં ગાયની સેવા પુજા કરી પાલન પોષણ કરતા હોય છે. આ ગાય દશ વર્ષ પહેલા એટલે કે 2009ના વર્ષ દરમ્યાન વાછરડીને જન્મ આપ્યો હતો. વાછરડીને જન્મ આપ્યા બાદ આજ સુધી આ ગાય માતા વિયાઇ નથી પરંતુ છેલ્લા 10 વર્ષથી સતત અવિરત પણે દુધ આપે છે.
આજથી દશ વર્ષ પહેલા આ ગાયએ વાછરડીને જન્મ આપ્યા બાદ જે સ્થિતીમાં દુધ આપતી હતી એજ રીતે 10 લીટર દુધ દરરોજને માટે હાલમાં આપી રહી છે. ઇશ્વરના સાક્ષાત પરચો જોવા મળતો રહ્યો હોય તેમ ગાયમાતા જાણે કુદરતી રીતે સતત આટલા વર્ષથી દુધ આપતી હોય આ ગાયને દરરોજને માટે પુજા કરાય છે. અને તેને દરરોજ ખોળ અને લીલો ઘાસ તેમજ સુકો ઘાસ-ચારો ખોરાક આપવામાં આવે છે. આમ કુદરતની રીતે સતત દુધ આપતી હોવાથી ગામના તેમજ આજુબાજુની વાડી વિસ્તારના લોકો પણ આશ્વર્યમાં મુકાયા હતા.
કુદરતી કરામત કહેવાય : તબીબ
આ ઘટના સંદર્ભે વેટરનરી તબીબ પી.ડી.લીંબાણીનો સંપર્ક કરતા જણાવેલ હતુ કે ગાય લાંબા સમય સુધી દુધ આપતી હોય છે. પરંતુ ગાય વિયાઇ હોય ત્યારથી સાત માસ સુધી રેગ્યુલર દુધ આપે છે. બાદ ધીમે ધીમે દુધ ઘટતુ જતુ હોય છે. પરંતુ આટલા વર્ષથી અંતસ્ત્રાવોના ફેરફારના કારણે ગરમી આવતી બંધ થઇ ગયેલ હોય આવા કુદરતી કેસો ભાગ્યેજ જોવા મળતા હોય છે. સતત 10 વર્ષથી દુધ આપતી આ ગાયની એક કુદરતની કરામત કહેવાય.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-the-cow-who-gave-milk-for-the-last-10-years-gujarati-news-5949871-NOR.html

શ્વાન ભસ્યું’ને પરિવાર દોડ્યો, દીપડાના મોંમાંથી પાંચ વર્ષના બાળકને બચાવ્યો

Divyabhaskar.com | Updated - Sep 01, 2018, 02:33 AM

આંબરડીની સીમમાં દીપડાએ બાળકને ફાડી ખાવા કરેલો પ્રયાસ

Save a five-year-old child from a leopard mouth
ઘવાયેલા પાંચ વર્ષના બાળકને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલે ખસેડાયો
ધારી: ધારી તાલુકાના આંબરડી નજીક આંબરડી-હાલરીયા રોડ પર ખેત મજુરીનું કામ કરતા પરિવારના પાંચ વર્ષના બાળકને ગઇરાત્રે દિપડાએ ઉઠાવી જવા પ્રયાસ કર્યો હતો. જો કે પરિવારજનોએ તેને દિપડા પાસેથી છોડાવી સારવાર માટે દવાખાને ખસેડ્યો હતો.
ઘવાયેલા પાંચ વર્ષના બાળકને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલે ખસેડાયો

ધારી તાલુકામાં ગીરપૂર્વની સરસીયા રેંજમાં આંબરડી બીટમાં આંબરડીથી હાલરીયા રોડ પર હસુભાઇ હરીભાઇ દેસાઇની વાડીમાં રસીક વાઘેલા અને તેનો પરિવાર ખેત મજુરીનું કામ કરે છે. રાત્રીના સમયે રસીકભાઇ વાઘેલા વાડીમાં પાણી વાળવાનું કામ કરી રહ્યા હતાં અને તેનો પાંચ વર્ષનો પુત્ર રવિ ખુલ્લામાં સુતો હતો ત્યારે સાડા દસેક વાગ્યાના સુમારે એક દિપડો શીકારની શોધમાં ધસી આવ્યો હતો અને આ ખુલ્લામાં સુતેલા બાળકને મોઢામાં પકડી નાસી જવા પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે કુતરૂ ભસતા અને પરિવારજનો દોડી આવતા દિપડો બાળકને મુકી નાસી ગયો હતો. બાળકને વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડાયો હતો.
દીપડાને પકડવા બે પાંજરા મુકાયા

બનાવની જાણ થતા આરએફઓ ઓડેદરા તેમજ સરસીયા રેંજના વનકર્મીઓ તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને આ દિપડાને પકડવા માટે આ વિસ્તારમાં બે પાંજરા ગોઠવી દીધા હતાં.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-save-a-five-year-old-child-from-a-leopard-mouth-gujarati-news-5949208-NOR.html

ગુજરાતમાં પશુ ચિકિત્સકોની જરૂરીયાત 280ની, સરકારે 40ની ભરતી બહાર પાડી

Divyabhaskar.com | Updated - Sep 01, 2018, 02:00 AM

અમરેલી જિલ્લાના પશુ ચિકિત્સકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી


રાજયમા પશુ ચિકિત્સા અધિકારીની ભરતી વર્ષો બાદ આવી હતી અને 280 બેઠક ભરવાની હોય પશુ ચિકિત્સક અને પશુપાલન સાથે સંકળાયેલા પરિવારો માટે ખુશીના સમાચાર હતા. જો કે બાદમા જાહેર સેવા આયોગ દ્વારા માત્ર 40 બેઠકો માટેની જાહેરાત જ બહાર પડાતા હાલ ડિગ્રી ધરાવતા પશુ ચિકિત્સકોમા નિરાશા સાંપડી રહી છે.

અમરેલીના ડો.દિગ્જય કાબરીયા, ડો.પંકજ સોંદરીયા, ડો.સુમન ત્રિવેદી, ડો. કશ્યપ ત્રિવેદી, ડો.શૈલેષ, ડો.મિલન સહિતે કલેકટર મારફત રાજયપાલને આવેદન પાઠવ્યું હતુ.

જેમા જણાવાયું હતુ કે રાજય કૃષિ અને પશુપાલન ઉપર આધારિત હોવા છતા પશુ ચિકિત્સા અધિકારીની ભરતીમા 85 ટકા જેટલો કાપ મુકવામા આવ્યો છે. ત્યારે જીપીએસસી દ્વારા અગાઉ બહાર પાડેલ કેલેન્ડર પ્રમાણે 280 બેઠકો પર ભરતી કરવામા આવે તેવી માંગણી કરાઇ છે.

પશુઓની તંદુરસ્તી રામભરોસે

પશુ ચિકિત્સકોની અનેક જગ્યાઓ ખાલી હોય હાલ પશુ ચિકિત્સકોને વધારાનો ચાર્જ સોંપી દેવામા આવે છે જેના કારણે કામગીરીનુ ભારણ વધી જાય છે. ઉપરાંત ગરીબ પશુપાલકોના ઢોર રામભરોસે છોડી દેવામા આવે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020039-2603451-NOR.html

રાજુલામાં દીપડો પાંજરે પૂરાયા બાદ ગણતરીની કલાકોમાં સારવાર દરમિયાન થયું મોત

Divyabhaskar.com | Updated - Sep 04, 2018, 02:38 PM

દીપડો આશરે 4 વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું

Panther death after closed Cage near rajula
દીપડાનો મૃતદેહ
રાજુલા: રાજુલા આસપાસ વન્યપ્રાણીઓનો વસવાટ વધ્યો છે. સાથે સાથે હવે શહેરમાં દીપડાના આંટાફેરા વધી રહ્યા છે. રાજુલા શહેરમાં આવેલ શહેરીજનોનું આસ્થાનું કેન્દ્ર કુંભનાથ સુખનાથ મંદિર ઉપર આવેલી ખાણોની ધારમાં દીપડો 10 દિવસથી આંટાફેરા કરતો હતો. જેના કારણે ભયનો માહોલ ઉભો થયો હતો. સાતમની સાંજે દીપડો ધાર પર આવી ચડ્યો અને શ્રદ્ધાળુ સહિત પૂજારી પરિવારના લોકોએ વનવિભાગને જાણ કરતા ટીમ પાંજરા સાથે અહીં આવી પહોંચી હતી અને દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દીપડાને મહામુસીબતે પાંજરે પૂર્યો અને બાબરકોટ નર્સરી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટર વામજા સહિતની ટિમે અહીં પહોંચી સારવાર શરૂ કરી ત્યાં જ દીપડાએ એક વખત ઉલ્ટી કરી અને તેનું મોત નીપજ્યું હતું.
દીપડો આશરે 4 વર્ષનો
આ દીપડો આશરે 4 વર્ષનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વનવિભાગ પાસેથી મળતી વિગતો મુજબ આ દીપડાને વધુ તાવ મગજમાં ચડી ગયો હતો જેના કારણે આ મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ દીપડાના મોતના સમાચારથી વનવિભાગના કર્મચારીઓમાં પણ ભારે આઘાતભર્યો માહોલ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે કુંભનાથ સુખનાથ મંદિર પાસેથી દીપડો પાંજરે પૂરાતા સ્થાનિક લોકો અને શ્રધાળુઓએ રાહત અનુભવી હતી.
માહિતી અને તસવીરો: જયદેવ વરૂ, રાજુલા.
https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-panther-death-after-closed-cage-near-rajula-gujarati-news-5951291-NOR.html

ભુંડણીની સીમમાં 15 ફૂટ લાંબા અજગરે ચરી રહેલી બકરીને લીધી ભરડામાં, ખાઇ ન શક્યો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 10:48 AM

ગીરકાંઠાના વિસ્તારમા પણ હવે અજગરની સંખ્યા વધી રહી છે

15 feet long python hunt Goat bhundani village of khanbha
અજગરે બકરીને લીધી ભરડામાં
ખાંભા: ખાંભા તાલુકાના ભુંડણી ગામની સીમમાં શનિવારે સાંજે એક 15 ફૂટ લાંબા અજગરે ચરી રહેલી એક બકરીને ભરડામાં લઇ મારણ કર્યુ હતું. જો કે અહીં લોકો એકઠા થઇ જતા દેકારો થવાથી અજગર પોતાના શિકારને ખાઇ શક્યો ન હતો.
ગીરકાંઠાના વિસ્તારમા પણ હવે અજગરની સંખ્યા વધી રહી છે
જેમ ગીર જંગલમા મોટા પ્રમાણમા અજગર વસે છે તેમ ગીરકાંઠાના વિસ્તારમા પણ હવે અજગરની સંખ્યા વધી રહી છે. ખાંભા તાલુકાના ભુંડણી ગામની સીમમાં ગત સાંજે 15 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો હતો. અહીંના ભોજાભાઇ ભરવાડ સીમમાં ઘેટા બકરા ચરાવી રહ્યાં હતા ત્યારે એક વાડ પાસે આ મહાકાય અજગરે એક બકરીને પોતાના ભરડામાં લઇ લીધી હતી.
વન વિભાગને જાણ કરવામાં આવી હતી
આ અજગરે બકરીને દબોચી લઇ તેને મારી નાખી હતી અને આ શિકારને આખેઆખો ગળી જવા મથામણ શરૂ કરી હતી. જો કે આ સમયે અહીં લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. જેને પગલે દેકારો થતા અજગર બકરીને છોડી બાજુની વાડમાં ચાલ્યો ગયો હતો. અહીંના જુવાનસિંહ કોટીલા દ્વારા વનવિભાગને જાણ કરવામા આવતા વનવિભાગનો સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો
તસવીર: જયદેવ વરૂ, અમરેલી.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-15-feet-long-python-hunt-goat-bhundani-village-of-khanbha-gujarati-news-5957976-NOR.html

રાજુલાના ભેરાઇમાં સિંહણનું મોત, કલાકો સુધી મૃતદેહ રઝળ્યો, વનવિભાગે મામલો દબાવ્યો


Divyabhaskar.com | Updated - Sep 19, 2018, 04:06 PM

અગાઉ વિક્ટર રોડ પરથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો, હજી તપાસ ઠેરની ઠેર

Lioness death in bherai village of rajula and forest team run on spot
+2બીજી સ્લાઈડ્સ જુઓ
સિંહણનો મૃતદેહ
અમરેલી: રાજુલાના ભેરાઇના ખારામાં સિંહણનું શંકાસ્પદ મોત થયાનું બહાર આવ્યું છે. સિંહણનો મૃતદેહ કલાકો પછી ખાનગી રીતે બાવળની કાટમાંથી કબ્જે લીધો હતો. સિંહણના મોતથી વનવિભાગની સામે અનેક સવાલો ઉઠ્યા છે. વનવિભાગે સમગ્ર મામલો દબાવ્યો હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારથી સિંહણનો મૃતદેહ રોડ નજીક આવેલા ખારામાં પડ્યો હતો પરંતુ બપોર સુધી મૃતદેહ રઝળ્યો હતો. બપોરે 12 વાગે ડીએફઓ પ્રિયંકા ગેહલોત આવી બાવળ વિસ્તારમાંથી ખાનગી રીતે આવી મૃતદેહને ઉપાડ્યો હતો અને વનકર્મીઓને કડક સૂચના આપી હતી કે કોઇને આ મૃતદેહ વિશે માહિતી આપવાની નથી.
અગાઉ વિક્ટર રોડ પરથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો, હજી તપાસ ઠેરની ઠેર
રાજુલા વનવિભાગની રેન્જમાં સિંહોનો દબદબો છે અને મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે અને સિંહોની સુરક્ષામાં વનવિભાગ નિષ્ફળ સાબિત થયું છે. અહીં સિંહોની સુરક્ષામાં રીતસરના છીંડા જોવા મળે છે. અહીં સિંહોની કોઇ જાળવણી કરવામાં આવતી નથી તે સ્પષ્ટ થયું છે. 25 ફેબ્રુઆરીએ ડુંગર વિક્ટર રોડ પર સિંહનો રોડ કાંઠે મૃતદેહ મળી આવ્યો હતો. જેને આશરે 6 માસ જેટલો સમય વીતી ગયો છે તે ઘટનામાં સિંહને કપડાંમાં બાંધી રોડ પર ફેંકવામાં આવ્યો હતો. તેની 10 દિવસ સુધી તપાસ ચાલી ત્યારબાદ આખો મામલો રફેદફે કરવામાં આવ્યો છે. જેમાં રીતસર સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કોઈ વાડીવિસ્તારમાં શોટ સર્કિટ થયું હોય અને ત્યારબાદ રાત્રીના સમયે કોઈએ મૃતદેહ ફેંકી જતું રહ્યું હોય આ પ્રકારની વાત સામે આવી હતી. ત્યારબાદ પી.એમ.રિપોર્ટમાં પણ તે સિંહનું શોટસર્કિટના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું અને સિંહને રીતસર કોઈ ઈસમો દ્વારા મારી ફેંકી દેવામાં આવ્યો હતો. તેમ છતાં હજુ સુધી વનવિભાગ પહોચ્યું નથી અને તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સિંહણની ઉંમર 4 વર્ષ આસપાસની
સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે રાજુલાના ભેરાઇ ગામ નજીક આવેલ ખારામાં આજે સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. જેની 4 વર્ષ આસપાસ ઉંમર છે અને અહીં મૃતદેહ પડ્યો હોવાના સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થયા હતા. રાજુલા વનવિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને ઘટના રાત્રીની હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. જો કે વનવિભાગના ધ્યાન ઉપર આ ઘટના વહેલી સવારે આવી ગઈ હતી અને અમરેલી ડીએફઓ સાથે રાજુલા વનવિભાગને ટેલિફોનિક ચર્ચા થઈ હતી. ત્યારબાદ અમરેલી અધિકારીની સૂચના હોય તેમ તે મૃતદેહ અહીંથી થોડે બાવળની કાટમાં દૂર રીતસર સંતાડી દીધો અને અમરેલી ડીએફઓ પ્રિયંકા ગેહલોત બપોરે 12 વાગે પહોંચી થોડીવાર સ્થાનિક તંત્ર સાથે ચર્ચા કરી મીડિયાકર્મીઓ એ કવરેજ કર્યું છે કે કેમ તેની ચર્ચાઓ કરી હતી. બાદમાં કોઈએ મૃતદેહ અન્ય માણસોએ જોયો છે કે કેમ તેની ચર્ચા કરી અને એકપણ લોકલ માણસ અથવા તો મીડિયાકર્મીને આ અંગે કોઈ માહિતી આપશે તો તેને ઉપાડી લઈશ. આ પ્રકારનો ગુચવાટ વનવિભાગમાં જોવા મળ્યો હતો. કોઈ મીડિયાકર્મી અંદર પણ આવવા ન જોઈએ આ પ્રકારની કડક સૂચના આપવામાં આવી હતી. જેના કારણે રાજુલા વનવિભાગમાં પણ ભારે ગભરાટનો માહોલ ઉભો થયો હતો
મૃતદેહ બાબરકોટ નર્સરી ખાતે પીએમ માટે ખસેડ્યો
ત્યારબાદ બાવળની કાંટ પાછળ આવેલા ઢોરાની પાછળથી ખાનગી રીતે મૃતદેહને ઉપાડ્યો હતો અને બાબરકોટ નર્સરી ખાતે પીએમ માટે ખસેડ્યો હતો. વનવિભાગ દ્વારા હજુ સુધીમાં સિંહણના મોત અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. પીએમ બાદ ખબર પડે, તપાસ ચાલુ છે તેવો દાવો રાજુલા વનવિભાગ તરફથી કરવામાં આવ્યો છે. પરંતુ સ્થળ પરથી સિંહણના મોંમાં રીતસર ફીણ નીકળ્યા હતા અને આસપાસમાં આવેલી અનેક જગ્યા પર પાણી ભરેલા ખાડાઓ છે. કોઈ દુષિત પાણી પીધું હોય શકે અથવા તો કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે પણ મોત થયાની શંકા સેવાઇ રહી છે. જ્યારે પ્રથમ સિંહણનો મૃતદેહ ખુલ્લા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પરંતુ અહીં ત્યારબાદ બાવળની કાંટમાંથી કબ્જે કરવામાં આવ્યો તેને લઇને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વનવિભાગ અને આસપાસના વિસ્તારના પાણીના સેમ્પલ પણ લીધા છે. હજુ સુધીમાં કોઈ સ્પષ્ટ કારણ વનવિભાગ દ્વારા પણ જાણી શકાયું નથી.
ગીર નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સિંહોની પાછળ સતત પેટ્રોલિંગ રાખવું જોઈએ. એના બદલે સિંહોના મોતની ગંભીર ઘટના હોય રાતની પણ સવાર સુધી ખબર નથી પડતી. પછી અધિકારીઓ દબાવવા દોડે છે એ દુઃખની વાત છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lioness-death-in-bherai-village-of-rajula-and-forest-team-run-on-spot-gujarati-news-5959156-NOR.html?seq=1

સિંહોની સુરક્ષામાં વનવિભાગ નિષ્ફળ, અમરેલીમાં સિંહણનું શંકાસ્પદ મોત

Divyabhaskar.com | Updated - Sep 20, 2018, 12:31 AM

સિંહોનાં મોતથી સિંહપ્રેમીઓમાં રોષ

livelihood failure in lions security lioness suspected death in Amreli
અમરેલીઃ રાજુલાના ભેરાઇના ખારામાથી એક સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે અહી વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. વારંવાર સાવજોના કમોતથી આ વિસ્તારના સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ સિંહણનુ મોત કોઇ ઝેરી પદાર્થવાળુ પાણી પીવાથી કે વિજશોકથી થયુ તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થઇ શકશે.
વનતંત્રનો મામલો દબાવવા પ્રયાસ
રાજુલા વનવિભાગની રેન્જમાં સિંહોનો દબદબો છે. મોટા પ્રમાણમાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે. સિંહોની સુરક્ષામાં વનવિભાગ નિષ્ફળ સાબિત થયું છે. અહીં સિંહોની સુરક્ષામાં રીતસરના છીંડા જોવા મળે છે. સિંહોની કોઈ જાળવણી કરવામાં આવતી નથી તે સ્પષ્ટ થયું છે. અહીં 25 ફેબ્રુઆરીએ ડુંગર વિક્ટર રોડ પર સિંહનો રોડ કાંઠે મૃતદેહ મળી આવ્યો હતો. જેને છએક માસ જેટલો સમય વિતી ગયો છે. તે ઘટનામાં સિંહને કપડામાં બાંધી રોડ પર ફેંકવામાં આવ્યો હતો. તેની 10 દિવસ સુધી તપાસ ચાલી ત્યારબાદ આખો મામલો રફેદફે કરવામાં આવ્યો હતો. જો કે તે સિંહનું શોકસર્કિટના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. અને સિંહને કોઈ ઈસમો દ્વારા અહી ફેંકી દેવામાં આવ્યો હતો. તેમ છતાં હજુ સુધી વનવિભાગ તેમના સુધી પહોંચી શકયુ નથી. અને તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે.

4 વર્ષની આસપાસ સિંહણની ઉંમર

સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે રાજુલાના ભેરાઇ ગામ નજીક આવેલ ખારામાં આજે સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. જેની 4 વર્ષ આસપાસ ઉંમર છે. અને અહીં મૃતદેહ પડ્યો હોવાના સોશ્યલ મીડિયામાં ફોટા વાયરલ થયા ત્યારબાદ રાજુલા વનવિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના રાત્રીની હોવાનું પ્રાથમિક અનુમાન સ્થાનિક લોકો લગાવી રહ્યાં છે. જો કે વનવિભાગના ધ્યાન ઉપર વહેલી સવારે આવી ગઈ હતી. અને અમરેલી ડીસીએફ સાથે રાજુલા વનવિભાગને ટેલિફોનિક ચર્ચા થઈ હતી.
બાવળની કાટમાંથી મૃતદેહ કબજે લેવાયો

અમરેલી ડીસીએફ પ્રિયંકા ગેહલોત બપોરે 12 વાગ્યે અહી પહોંચી ગયા હતા અને કોઇપણ મિડીયાકર્મી કે સ્થાનિકોને માહિતી ન આપવા સુચના આપી હતી. અને ત્યાર બાદ બાવળની કાટ પાછળ આવેલ ઢોરાની પાછળથી મૃતદેહને ઉપાડયો હતો અને મૃતદેહને બાબરકોટ નર્સરી ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. વનવિભાગ દ્વારા હજુ સુધીમાં સિંહણના મોત અંગે સ્પષ્ટતા કરી નથી. પી એમ બાદ ખબર પડે તપાસ ચાલુ છે તેવો દાવો રાજુલા વનવિભાગ તરફથી કરવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-livelihood-failure-in-lions-security-lioness-suspected-death-in-amreli-gujarati-news-5959549-NOR.html

ડીસીએફ દ્વારા માહિતી આપવાનો ઇન્કાર ?

Divyabhaskar.com | Updated - Sep 20, 2018, 02:01 AM

ડીસીએફ દ્વારા માહિતી આપવાનો ઇન્કાર ? અમરેલી ડીસીએફ પ્રિયંકા ગેહલોત ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ અગાઉ...

ડીસીએફ દ્વારા માહિતી આપવાનો ઇન્કાર ?

અમરેલી ડીસીએફ પ્રિયંકા ગેહલોત ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ અગાઉ વનવિભાગના કર્મીઓને સૂચના આપી મીડિયાકર્મીઓને દૂર રાખવા સુચના આપી હતી. ત્યારબાદ ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે તેમનો સરકારી નંબર પર ફોન ઉપાડ્યો નહીં એટલે ક્યાંકને ક્યાંક વનવિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. તસ્વીર- કે.ડી.વરૂ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020136-2766604-NOR.html

સરકાર ઘોર નિંદ્રામાંઃ ગીરમાં 11 દિવસમાં 6 સિંહબાળ સહિત 12 સિંહના મોત

Divyabhaskar.com | Updated - Sep 21, 2018, 10:30 AM

સિંહબાળ સહિત મૃત્યું પામેલા સિંહોના મોત અલગ-અલગ કારણોથી થયા હોવાનું પ્રાથમિક તારણ

અમદાવાદઃ ગુજરાતની શાન સમા સિંહની ગીરના જંગલમાં ચિંતા ભરી સ્થિતી, છેલ્લા 11 દિવસમાં 12 સિંહોના મોત થયા છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહ બાળ સહિત 12 સિંહોના 11 દિવસમાં મોત થયા છે. સરકાર ઘોર નિંદ્રામાં ઉંઘે છે અને ટપોટપ સિંહો મરે છે. વનવિભાગે આજે સતાવાર જાહેરાત કરી હતી કે 12 સિંહોના મોત થયા છે.
આ સિલસિલો દસ દિવસ પહેલાં શરૂ થયો હતો

ગીરપૂર્વની દલખાણીયા રેન્જમાં જ છેલ્લા 11 દિવસ દરમિયાન 12 સાવજોનાં મોત થયાની ઘટના બહાર આવતા હાહાકાર મચ્યો છે. સાવજોની રક્ષામાં નિષ્ફળ વન અધિકારીઓએ સાવજોના મોતની આ ઘટના છુપાવવા તનતોડ પ્રયાસ કર્યો હતો જે ઘણી શંકા ઉપજાવે છે. ચાર સાવજો અને ત્રણ સિંહબાળનાં મોત બિમારીના કારણે થતા સાવજોમાં કોઇ ભેદી વાઈરસ ફેલાયાની શંકાએ પણ તપાસ જરૂરી બની છે. આ સિલસિલો દસ દિવસ પહેલાં શરૂ થયો હતો. જયાં એક સિંહણને પામવા સિંહે તેના ત્રણ બચ્ચાને મારી નાખ્યા હતા. દરમિયાન આટલા સમયગાળામા અલગ અલગ સ્થળે ત્રણ બચ્ચા બિમાર હાલતમા મળતા સારવાર માટે બે બચ્ચાને જસાધાર એનીમલ કેર સેન્ટરમા ખસેડાયા હતા. જયારે એકને જુનાગઢ ઝુમા ખસેડાયુ હતુ. જયાં ત્રણેયનુ મોત થયુ હતુ.
છેલ્લા ચાર દિવસના ગાળામા ચાર અલગ અલગ સ્થળેથી ત્રણ સિંહણ અને એક સિંહના મૃતદેહ મળી આવ્યા હતા. જે તમામ સાવજોના મોત ફેફસા અને લીવરમા ઇન્ફેકશનના કારણે થયાનુ જણાયું હતુ. જયારે ગઇકાલે એક મૃતદેહ કોહવાયેલી હાલતમા મળ્યો હતો. તે એટલી હદે કોહવાયેલો હતો કે મૃતદેહ સિંહનો છે કે સિંહણનો તે પણ નક્કી થઇ શકયુ નથી. આ 11 સાવજો પૈકી ત્રણ સિંહબાળના મોત ઇનફાઇટમા થયા છે. બાકીના તમામ આઠ મોતને કોઇને કોઇ બિમારી કારણભુત જણાય છે. ત્યારે સવાલ એ ઉઠયો છે કે શું આ વિસ્તારના સાવજોમા કોઇ ભેદી વાયરસ તો ફરી નથી વળ્યો ને ?. દલખાણીયા રેંજમા જો આ સીલસીલો ચાલુ રહેશે તો આ રેંજમાથી સાવજો નામશેષ થઇ જશે.

સિંહોનાં અકુદરતી મોત રોકો : નથવાણી

જો સિંહોને ઝેર આપીને કે વીજળીના ઝટકાથી મારી નાંખવામાં આવ્યા હોય તો આવી ઘટનાઓની સંખ્યા અને પ્રમાણ ભયજનક સ્તરે પહોંચે એ પહેલાં તેને સખત હાથે અટકાવવી જોઇએ. ભૂતકાળની જેમ જો શિકારીઓની ટોળકીનો જો આમાં હાથ હોય તો આવી ટોળકીઓને ખુલ્લી પાડી તેની ઉપર સખત હાથે કામ ચલાવવું જોઇએ. ગીરનાં એશિયાટિક સિંહો દુર્લભ અને મૂલ્યવાન છે. તેમનાં અકુદરતી મોતને સહન ન કરાય. તમામ વન્યજીવ પ્રેમીઓએ ભેગા મળી આ કીંમતી પ્રાણીઓનાં અકુદરતી મોતની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઇએ. વનમંત્રી અને સંબંધિત અધિકારીઓએ આ ઘટનાની યુદ્ધનાં ધોરણે તપાસ કરી સખત પગલાં લેવા જોઇએ. - પરિમલ નથવાણી, રાજ્યસભાના સાંસદ
માહિતી, તસવીર: જયદેવ વરૂ, અમરેલી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-11-dead-in-11-days-including-six-lion-babies-im-amreli-gujarati-news-5959963-NOR.html

ઇ.સ.1994માં તાંઝાનીયામાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી 1000 સિંહોનો સફાયો થઇ ગયો હતો

Divyabhaskar.com | Updated - Sep 22, 2018, 01:34 AM

ગિરથી ઉત્તરપ્રદેશ મોકલાયેલા 12માંથી 4 સાવજોનું આ વાયરસથી જ મોત થયુ હતુ

In 1991 1000 lions were cleared from the canine dismantling virus in Tanzania.
અમરેલીઃ ગીરના સાવજો દેશનુ અણમોલ ઘરેણું છે. પરંતુ જો આ સાવજોમા ભેદી વાયરસ ફરી વળે અને સાવજોનો સફાયો કરી નાખે તો ω. આફ્રિકાના તાંઝાનીયામા 1994મા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસે 1000 સાવજોનો ભોગ લઇ લીધો હતો. ગીરમાથી ઉતરપ્રદેશમા મોકલાયેલા ચાર સાવજો બે વર્ષ પહેલા આ વાયરસથી જ મૃત્યુ પામ્યા હતા.

ઇનફાઇટની ઘટનાને બાદ કરીએ તો બિમારીથી મોતને ભેટેલા સાવજ બાબતે કમસેકમ આ દિશામા તપાસ થવી જોઇએ. સેરેંગેટી નેશનલ પાર્કમા 1994મા સીડી વાયરસે હાહાકાર મચાવ્યો હતો. આ નેશનલ પાર્ક આસપાસ લોકોની મોટી વસતી છે. લોકોની વચ્ચે રહેતા કુતરાઓની લાળથી આ વાયરસ સિંહ, દિપડા સહિતના પ્રાણીઓમા ફેલાયો હતો.

સિંહનુ વધેલુ મારણ જો કુતરા ખાય અને ત્યારબાદ આ વધેલુ મારણ ફરી સિંહ ખાય તો કુતરાની લાળ સિંહના શરીરમા પહોંચી જાય છે.જેનાથી આ વાયરસ ફેલાયો હતો. વર્ષ 2016મા સક્કરબાગ ઝુના 12 સિંહ ઉતરપ્રદેશના ઇતાવહ ઝુમા મોકલાયા હતા. જે પૈકી ચાર સિંહ આ વાયરસથી મૃત્યુ પામ્યા હતા. આવા જોખમી વાયરસ ગીરના સાવજોને ગમે ત્યારે ખતમ કરી શકે છે. સામાન્ય સંજોગોમા તે દિશામા ધ્યાન ન દેવાય તો તે સમજી શકાય તેવુ છે પરંતુ જયારે સાવજો ટપોટપ મરી રહ્યાં હોય ત્યારે પણ તંત્ર આંખો બંધ કરી લેશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

રાજયના મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
લીલીયાના પ્રકૃતિપ્રેમી રાજન જોષીએ આજે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી ગીરપુર્વમા સાવજોના મોત માટે આવો કોઇ વાયરસ જવાબદાર છે કે કેમ ? તે દિશામા તપાસ હાથ ધરવા રજુઆત કરી છે.

4 વર્ષથી આરએફઓની જગ્યા ભરાઇ નથી
જયાં 11 સાવજોના મોતની ઘટના બની તે દલખાણીયા રેંજમા છેલ્લા ચાર વર્ષથી કોઇ કાયમી આરએફઓ નથી. ઇન્ચાર્જ અધિકારીથી અહી ગાડુ ગબડાવવામા આવે છે. વગદાર આરએફઓ સતત ચાર્જમા રહે છે. આ રેંજ ઘણી મોટી છે.
દલખાણીયા રેંજમાં લાયન શો, ફાયરીંગ અને વનકર્મીની હત્યા જેવી ઘટના બની ચૂકી છે
દલખાણીયા રેંજમા ગેરકાયદે લાયન શો મોટા પ્રમાણમા થતા રહે છે. માથાભારે તત્વો વનકર્મીઓ પર પણ હુમલો કરી દે છે. અહી અગાઉ વનકર્મી પર ફાયરીંગ અને એક વનકર્મીની હત્યા જેવી ઘટના પણ બની ચુકી છે. લાયન શો માટે સેમરડી વિસ્તાર કુખ્યાત છે. સિંહને મુરઘી આપી લાયન શો કરાય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-in-1991-1000-lions-were-cleared-from-the-canine-dismantling-virus-in-tanzania-gujarati-news-5960421-NOR.html

વનવિભાગએ કહ્યું 4 સિંહ બિમારીની કારણે મર્યાને સરકાર કહે છે બધા જ સિંહોના કુદરતી મોત થયા છે

Divyabhaskar.com | Updated - Sep 22, 2018, 01:36 AM

દલખાણીયા રેંજમાં છેલ્લા દસ દિવસમાં 11 સાવજોના મોતની જવાબદારી ખંખેરવા વનતંત્રના હવાતીયાં

અમરેલી: ગીરપુર્વની દલખાણીયા રેંજમા છેલ્લા દસ દિવસમા 11 સાવજોના મોતની વિગતો બહાર આવ્યા બાદ ગાંધીનગરમા સુતેલા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ આજે તાબડતોબ ધારી દોડી આવ્યા હતા અને ઘટના સ્થળોથી મુલાકાત લીધી હતી. નવાઇની વાત એ છે કે સિંહોની રક્ષામા નિષ્ફળ નિવડેલા વનતંત્રએ હવે ગઇકાલ કરતા આજે વિરોધાભાસી નિવેદનો આપી મોટાભાગના મોતને ઇનફાઇટમા ખપાવવા પ્રયાસ કર્યો હતો. નિંભર વનતંત્રએ સાવજોમા કોઇ ભેદી રોગચાળો છે કે નહી તે દિશામા તપાસ કરવાના બદલે જવાબદારી ખંખેરવા પ્રયાસ હાથ ધર્યો હતો.
11 સાવજોના મોત થયા ત્યાં સુધી દલખાણીયા રેંજના વન અધિકારીઓ અને કર્મચારીઓ સુતા રહ્યાં. ગાંધીનગરના અધિકારીઓને પણ આ દિશામા ધ્યાન દેવાનો સમય ન હતો. પરંતુ આ અંગે અખબારી અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ આખુ વનતંત્ર હડીયાપાટીએ ચડયુ છે. આજે ગાંધીનગરથી એપીસીસીએફ સકસેના, પીસીસીએફ મીના, રાજકોટના સીસીએફ પટેલ, સાસણના ડીએફઓ વિગેરે અહી દોડી આવ્યા હતા અને દલખાણીયા રેંજમા જુદાજુદા સ્થળોની મુલાકાત લીધી હતી.
જો કે આ અધિકારીઓએ અહી ખાસ કંઇ ઉકાળ્યું ન હતુ. ન તો કોઇની સામે પગલા લેવાયા હતા કે ન તો સાવજોમા કોઇ ગંભીર બિમારી છે કે નહી તે જાણવા વિશેષ પગલા લેવાયા હતા. બલકે તેના બદલે ગાંધીનગરથી એવી જાહેરાત કરી દેવાઇ હતી કે 11 પૈકી 8 સાવજોના મોત ઇનફાઇટમા થયા છે. જયારે 3 સાવજોના મોતનુ કારણ સ્પષ્ટ નથી. ગઇકાલે વનવિભાગના એસીએફે જાહેર કર્યુ હતુ કે ત્રણ નર અને એક માદાનુ બિમારીથી મોત થયુ છે જેના ફેફસા અને લીવરમા અમુક લક્ષણો જોવા મળ્યાં છે.
જયારે વણ ઓળખાયેલા એક સિંહનુ મોત કઇ રીતે થયુ તે પણ સ્પષ્ટ નથી. આમ હવે ગાંધીનગર લેવલેથી પણ સિંહોના મોતને ગંભીરતાથી લેવાને બદલે મામલો પતાવવા તરફ ધ્યાન દેવાયું છે. તંત્ર તેની ભુલ નહી સુધારે તો ટુંકાગાળામા આવી રીતે વધુ સાવજોનો ભોગ લેવાશે તે નક્કી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-11-lion-deadh-last-11-day-in-gir-forest-and-all-death-natural-gujarati-news-5960227-PHO.html

જશાધાર રેન્જમાં સિંહો પર મોનીટરીંગ, તબીબ ખડેપગે

Divyabhaskar.com | Updated - Sep 22, 2018, 02:24 AM

અહીં વન્યપ્રાણીની સારવાર માટે આધુનિક હોસ્પિટલની સુવિધા, એક વેટરનરી તબીબ, 6 ટ્રેકર્સની ઉપસ્થિતી

Jasadhara range monitoring lions, Doctor standing
ઉના: ગિરજંગલ પૂર્વની દલખાણીયા રેન્જમાં 11 દિવસમાં 11 સિંહોના મૃતદેહ મળી આવ્યા. આ 11 સિંહના મોત કુદરતી રીતે થયા હોવાનું પણ બહાર આવ્યું છે. સિંહોના મોતને પગલે વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનાથી સિંહ પ્રેમીઓમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે.

જશાધાર રેન્જમાં સાત નેસ વિસ્તાર તેમજ બે સેટલમેન્ટનાં ગામો આવે છે. જશાધાર રેન્જમાં સિંહની વસ્તી 11 નર, 35 માદા અને 9 સિંહબાળ મળી કુલ 55 ની છે. અને આ તમામ 55 સિંહ સલામત હોવાનું આરએફઓ પંડ્યાએ જણાવ્યું છે. વર્ષ 2002 માં જશાધાર ખાતે વન્યપ્રાણીની સારવાર માટે આધુનિક હોસ્પીટલ બની છે. અહીં એક વેટરનરી તબીબ અને 6 ટ્રેકર્સ સિંહની સારવાર માટે ખડેપગે હોય છે. છેલ્લા 11 દિવસમાં 11 સિંહના મોતની ઘટના સામે આવતાં જશાધાર રેન્જનાં સ્ટાફ દ્વારા જંગલમાં સતત સિંહોનું મોનેટરીંગ કરાઇ રહ્યું છે. આ રેન્જ હેઠળ કુલ 41 નો સ્ટાફ છ.
સામાન્ય રીતે દર બુધવાર તેમજ અમાસનાં દિવસે રેન્જનાં અલગ અલગ વિસ્તારોમાં સિંહોનું લોકેશન મેળવી મોનીટરીંગ કરાતું હોય છે. પરંતુ સિંહના મોતની ઘટનાથી હાલ જશાધાર રેન્જનાં એસીએફ, આરએફઓ સહિતનો સ્ટાફ સવારથી જ વન્યપ્રાણીઓ અને ખાસ સિંહનું નિરીક્ષણ કરી તેનું અવલોકન કરી રહ્યો છે. વેટરનરી તબીબ દ્વારા પણ વન કર્મચારીઓને વિવિધ પ્રકારની સુચના અપાઇ રહી છે. સિંહની હિલચાલ પર જરાપણ શંકા જણાય તો તાત્કાલીક વેટરનરી તબીબ દ્વારા પૂરતી ચકાસણી કરાઇ રહી છે. જરૂર પડ્યે સિંહને એનિમલકેર સેન્ટરમાં સારવાર પણ અપાય છે. સિંહની જાળવણી વધુ સુરક્ષીત રીતે કરી જંગલમાં વનવિભાગના કર્મચારીઓ પગપાળા 24 કલાક સિંહો કે સિંહબાળનું મોત ન થાય તે માટે પ્રયત્નશીલ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-jasadhara-range-monitoring-lions-doctor-standing-gujarati-news-5960427-NOR.html

ગીરના માલધારીએ લીધેલી ફોટોમાં એલિયન દેખાયા...ઘેટાના ગાડરમાં ચમકતી આંખો

Divyabhaskar.com | Updated - Sep 22, 2018, 02:38 AM

પશુઓને પણ ભગવાને આપેલી સુંદર ચમકતી આંખોની રોશની

  • different picture of the natural scene
    ગીરઃ અંધારી રાતે ગીરની ગોદમાં વસતો માલધારી પોતાનાં પશુઓને તેના ખુલ્લા મેદાનમાં કુદરતનાં ભરોસે બેસાડી દે છે. અને રાત્રિનાં અંધકારમાં પશુઓને પણ ભગવાને આપેલી સુંદર ચમકતી આંખોની રોશની જાણે કે આકાશમાં ટમટમતા તારા જમીન ઉપર ઉતરી આવ્યા હોય એવું દ્રશ્ય રચી દે છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-different-picture-of-the-natural-scene-gujarati-news-5960426-NOR.html

ગીરકાંઠાના લોકો સાવજોની રગેરગ ઓળખે છે. કારણ કે તે

Divyabhaskar.com | Updated - Sep 23, 2018, 02:00 AM

ગીરકાંઠાના લોકો સાવજોની રગેરગ ઓળખે છે. કારણ કે તે જંગલ અને પ્રકૃતિના જાણકાર છે. ગીરના જાણકાર છે. સાવજોની હાજરી,...

ગીરકાંઠાના લોકો સાવજોની રગેરગ ઓળખે છે. કારણ કે તે જંગલ અને પ્રકૃતિના જાણકાર છે. ગીરના જાણકાર છે. સાવજોની હાજરી, બિમારી કે ઇજા વિગેરે વિશે રજેરજની માહિતી તેમની પાસે હોય છે. પરંતુ વનતંત્રમા ગીરની જરા પણ જાણકારી ન હોય તેવા કર્મચારીઓની ભરતી થાય છે. પરપ્રાંતિય અધિકારીઓ અહી સાહેબ બનીને આવે છે. જંગલની રક્ષાના નામે ભ્રષ્ટાચાર તો થાય જ છે. પરંતુ વન્યજીવોના કમોત અંગે ઉપર સુધી પુરી જાણકારી ન પહોંચે અને પગલા ન લેવાય તે માટે સાવજોના મોત જેવી ગંભીર ઘટનાઓ છુપાવાય છે. આ કર્મચારીઓ અને અધિકારીઓએ લોકો સામે કાયદાનો દંડો પછાડી સંબંધો ખરાબ કરી દીધા છે. જેથી હવે લોકો વનતંત્રને કોઇ જાણકારી આપતા પણ ડરે છે. અને ભ્રષ્ટ કર્મચારીઓ ઘરમા પડયા પડયા નોકરી કરે છે જેનુ પરિણામ એ આવ્યુ કે સાવજો કુતરાના મોતે મરી રહ્યાં છે. ત્યારે અહીના પ્રકૃતિપ્રેમીઓએ સવાલ ઉઠાવ્યો છે કે વનતંત્ર સાવજોને નામશેષ કરવા બેઠુ થયુ છે કે શું ?.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020029-2792380-NOR.html

ગીરપુર્વની દલખાણીયા રેંજમા એકસાથે 11 સાવજોના ટુંકાગાળામા મોતની ઘટનાને

Divyabhaskar.com | Updated - Sep 23, 2018, 02:00 AM

ગીરપુર્વની દલખાણીયા રેંજમા એકસાથે 11 સાવજોના ટુંકાગાળામા મોતની ઘટનાને વનતંત્રએ હળવાશથી લઇ ઇનફાઇટમા ખપાવવા...

ગીરપુર્વની દલખાણીયા રેંજમા એકસાથે 11 સાવજોના ટુંકાગાળામા મોતની ઘટનાને વનતંત્રએ હળવાશથી લઇ ઇનફાઇટમા ખપાવવા પ્રયાસ તો કર્યો પરંતુ હવે ખુદ વનતંત્રથી પણ આ મામલો સંભાળાઇ નથી રહ્યો. આજે દિલ્હીથી સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની ખાસ ટુકડી તાબડતોબ ધારી દોડી આવી હતી. અને ઘટના સ્થળનુ નિરીક્ષણ કર્યુ હતુ. જે મામલો ઘણો ગંભીર હોવાનુ સુચવે છે.

11 સાવજોના મોત માટે જવાબદાર નિંભર વનતંત્રએ પોતાનુ પાપ છુપાવવા મો સિવી લીધુ છે. પરંતુ પાપ છાપરે ચડીને બોલી રહ્યું છે. ગઇકાલે ગાંધીનગરથી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ધારી દોડી આવ્યા બાદ આજે દિલ્હીથી સેન્ટ્રલ ઝુ ઓથોરિટીના અધિકારીઓની એક ટુકડી તાબડતોબ ધારી દોડી આવી હતી. આ ટુકડીના અધિકારીઓએ સ્થાનિક અધિકારીઓ સાથે તેમની ઓફિસમા બેઠક કરવાના બદલે ખાનગી સ્થળે ગુપ્ત મિટીંગ કરી હોવાનુ પણ જાણવા મળેલ છે. તેમની સાથે રાજયના અગ્ર મુખ્ય વનસંરક્ષક વી.કે.સિંહા પણ ધારી દોડી આવ્યા હતા અને આ ઉચ્ચ અધિકારીઓએ દલખાણીયા વિસ્તારમા ઘટના સ્થળની મુલાકાતો પણ લીધી હતી. જો અહી સાવજોના મોત ઇનફાઇટમા જ થયા હોય તો ઉચ્ચ તંત્ર દ્વારા આટલી દોડધામ કરવાની શી જરૂર પડી ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે. આ અધિકારીઓ વારંવાર ઘટના સ્થળની મુલાકાત કેમ લઇ રહ્યાં છે ? તેનાથી પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020042-2792370-NOR.html

ગીર અને સાવજોને બચાવવા હોય તો માલધારીઓને ફરી જંગલમાં વસાવો

Divyabhaskar.com | Updated - Sep 24, 2018, 12:29 AM

પરપ્રાંતિય અધિકારીઓને જોહુકમી ચલાવી ભ્રષ્ટાચારમાં જ રસ : નિવૃત આરએફઓનો આક્રોશ

If you want to save Gir and sewage then let the Maldharis live in the forest
અમરેલીઃ ગીરના સિંહો જંગલ બહાર નીકળી રહ્યાં છે. અને ગીરકાંઠામા સાવજોનુ રક્ષણ કરવામા તંત્ર નિષ્ફળ જઇ રહ્યું છે ત્યારે નિવૃત આરએફઓ અને વોઇસ ઓફ ફોરેસ્ટના પ્રમુખ શાંતીલાલ રાણવાએ જો સાવજોને બચાવવા હોય તો માલધારીઓને ફરી ગીરમા વસાવવા જોઇએ. તથા જંગલમા ગુજરાતના અધિકારીઓને જ મુકવાની માંગ કરી છે.
શાંતીલાલ રાણવાએ જણાવ્યું હતુ કે ગીરમાથી માલધારીઓને કાઢી મુકવાના તઘલખી નિર્ણયથી ગીરની પ્રાકૃતિક વિરાસત નષ્ટ પામી છે. માલધારીઓને ગીરમાથી દુર કરતા સિંહોનો ખોરાક પણ ઘટયો છે. તેથી સિંહો જંગલ બહાર નીકળી રહ્યાં છે. ખરેખર ગીરમા થોડા થોડા અંતરે માલધારીઓને વસાવી તેના થકી જંગલમા પશુઓની સંખ્યા વધારવી જોઇએ. નદી નાળાઓ પર ચેકડેમ બાંધી અહી પાણીની સમૃધ્ધિ લાવવાની જરૂર છે.

વનપાલ, વનરક્ષકો, ટ્રેકર વિગેરે નવી દુનિયામા જલદી કંઇક કરી લેવાની ભાવનાથી ગીરની શિસ્ત અને પ્રકૃતિના નિયમો ભુલી રહ્યાં છે. તેમને વન્યપ્રાણીઓ પ્રત્યે ઓછો લગાવ છે. આવા કર્મચારીઓ, અધિકારીઓને ઓફિસમા બેસાડી જંગલ અને વન્યપ્રાણીઓ પ્રત્યે સમર્પિત આ વિસ્તારના અધિકારીઓ અને કર્મચારીઓને ગીરમા
મુકવાની જરૂર છે.
અધિકારીઓને ભ્રષ્ટાચારમા જ રસ છે

તેમણે જણાવ્યું હતુ કે બહારના રાજયના જે અધિકારીઓ આવે છે તે અહીનુ નૈસર્ગિક વાતાવરણ બગાડે છે. તેમને જોહુકમી કરવામા અને ભ્રષ્ટાચારમા જ રસ હોય છે. ખરેખર અહી ગુજરાતી અધિકારીઓ મુકાવા જોઇએ.
રેપીડ એકશન ફોર્સની રચના કરો

ગીરમા સાવજોની રક્ષા માટે રેપીડ એકશન ફોર્સની રચના કરી લાયન શો, પરવાનગી વગર જંગલમા પરિભ્રમણ જેવી પ્રવૃતિઓ અટકાવવાની જરૂર છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-if-you-want-to-save-gir-and-sewage-then-let-the-maldharis-live-in-the-forest-gujarati-news-5961130-NOR.html

દર વર્ષે 210 જેટલા સિંહબાળ જન્મે છે પરંતુ જીવિત રહે છે માત્ર 70

Divyabhaskar.com | Updated - Sep 24, 2018, 02:01 AM

અમરેલીમા રેવન્યુ વિસ્તારમાં વસતા સિંહબાળ પર જોખમ વધુ : ખુલ્લા કુવા, પુરપાટ દોડતા વાહનો અને ટ્રેન પણ ગમે ત્યારે...


જંગલનો રાજા ગણાતો સાવજ બાલ્ય અવસ્થામા હોય ત્યારે તેના જીવ પર સૌથી વધુ જોખમ હોય છે. સિંહબાળ માતાથી વિખુટુ પડે કે સિંહણનુ મોત થાય તો સિંહબાળ મોતને ભેટે છે. તે બિમારીનો પણ ઝડપથી ભોગ બને છે અને બીજા સિંહ દ્વારા તેને મારી નાખવાની ઘટનાઓ પણ સૌથી વધુ બને છે. જેના કારણે સિંહબાળ પર સૌથી વધુ જોખમ રહે છે. એક વખત પુખ્ત થઇ ગયા બાદ તેના પરનુ જોખમ ઘટી જાય છે. અમરેલી જિલ્લામા તો રેવન્યુ વિસ્તારમા પણ આવા સિંહબાળની વસતિ વધારે છે.

વનતંત્ર સિંહબાળની સુરક્ષા કરવામા સદંતર નિષ્ફળ નિવડી રહ્યું છે. બિમાર કે ઘાયલ સિંહબાળ વિશે વહેલી જાણ થાય તો તેના બચવાની સંભાવના વધી જાય છે. પરંતુ વનવિભાગના કામ ચોર કર્મચારીઓ નિયમીત ફેરણુ કરતા નથી. જેને પગલે કા તો સિંહબાળનુ મોત થયા બાદ તેની જાણ થાય છે અથવા બિમારી કે ઇજા એટલી વકરી ગઇ હોય છે કે તેને બચાવી શકાતુ નથી.

ગીરનાં અણમોલ રતન એવા સાવજોનાં મોતનાં મુખ્ય કારણો

ટ્રેન કે વાહન હડફેટે મોત ઉપરાંત સિંહોનો શિકાર, મારણમા ઝેર ભેળવી દેવુ, વિજશોક, યુરીયાયુકત પાણી, ખુલ્લા કુવા ઉપરાંત વૃધ્ધાવસ્થા, બિમારી, ઇજા, ટેરેટરી પર કબજા બાદ સિંહ દ્વારા સિંહબાળની હત્યા, ટેરેટરીની લડાઇ વિગેરે સાવજોના મોતના મુખ્ય કારણો છે.

1 થી 4 બચ્ચાને જન્મ આપે છે સિંહણ

એક સિંહની ટેરેટરીમા એકથી ત્રણ સિંહણ હોય છે. ગર્ભ ધારણ કર્યા બાદ સિંહણ એકથી ચાર સિંહબાળને જન્મ આપતી હોય છે. ગીરની સિંહણોની ગર્ભાવસ્થા 110 દિવસની છે. 20 થી 24 માસના ગાળા પછી સિંહણ ફરી ગર્ભ ધારણ કરે છે. 70 થી 75 ટકા બચ્ચા જન્મના ત્રણ વર્ષમા જ મૃત્યુ પામતા હોવાનુ તારણ છે.

2015ની ગણતરી દરમિયાન કેટલા સાવજ નોંધાયા હતા ?

સાવજોની કુલ વસતિ 523

નર 109

માદા 201

☻પાઠડા 73

સિંહબાળ 140
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020107-2800280-NOR.html

સાવરકુંડલાનાં ધારમાં રોજડાએ પછાડી દેતા ખેડૂતનંુ મોત થયું

Divyabhaskar.com | Updated - Sep 24, 2018, 02:01 AM

ખેતરે કપાસનું ધ્યાન રાખતા હોય રોજડાનું ટોળુ ધસી આવ્યું


રોજડાએ પછાડી દેતા ખેડૂતના મોતની આ ઘટના સાવરકુંડલા તાલુકાના ધાર ગામે બની હતી. પોલીસ સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા નરસિંહભાઇ રામજીભાઇ કાકડીયા (ઉ.વ.65)નામના ખેડૂત પોતાના ખેતરમા કપાસનુ ધ્યાન રાખતા હતા. ત્યારે અચાનક 10 થી 12 રોજડાનુ ટોળુ ધસી આવ્યું હતુ.

રોજડાના ટોળાએ આ વૃધ્ધ ખેડૂતને હડફેટે લઇ ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન મોત નિપજયું હતુ. આ અંગે પરશોતમભાઇ રામજીભાઇ કાકડીયાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમા જાણ કરતા બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ જી.આર.ધાધલ તપાસ ચલાવી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020133-2800287-NOR.html

ગીરના રાજા સિંહ પર મૃત્યુનો ઘંટારવઃ આજે ફરી 2 સાવજોના બિમારીથી મોત, ગામલોકોએ ઝેર આપ્યાની શંકા પ્રબળ

Divyabhaskar.com | Updated - Sep 24, 2018, 08:50 PM

ગીરના રાજા અને યમરાજાની મુલાકાતનો આંકડો આજે 13 દિવસમાં 13 સાવજો પર પહોંચ્યો છે

Lion death number reached 13 in Amreli
ફાઇલ તસવીર
અમરેલીઃ વિશ્વભરમાં એશિયાટીક લાયનના ઘર તરીકે સુપ્રધ્ધિ ગીરમાં સિંહો પર મૃત્યુનો ઘંટારવ. આજે 13મા દિવસે 2 સાવજો ફરી મોતને ભેટ્યા છે. ગીરના રાજા અને યમરાજાની મુલાકાતનો આંકડો આજે 13 દિવસમાં 13 સાવજો પર પહોંચ્યો છે. સિંહોના ત્રાસથી કંટાળેલા ગીર વિસ્તારના ગામલોકોએ સાવજોને મારણમાં ઝેર આપી દીધું હોવાની આશંકા પ્રબળ બનતી જાય છે. વનતંત્રનું સુચક મૌન અને અધિકારીઓની મીડિયાથી દૂર ભાગવાની નિતીએ સ્પષ્ટ દર્શાવી રહી છે કે સિંહોના કુદરતી મોત થયા જ નથી.
દલખાણીયા રેન્જમાં 4 વર્ષની સિંહણ અને 6 માસના સિંહબાળનું બીમારીથી મોત
હાલમાં ગીર પુર્વનાં દલખાણીયાના રેન્જનાં વિસ્તારને પ્રાથમિકતા આપીને આઠ જેટલી ટીમો દ્વારા 8000 હેકટરથી વધારે વિસ્તારનાં અંતરીયાળ તેમજ કોતરમાં ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન 3થી 4 વર્ષની એક સિંહણ બિમાર અવસ્થામાં સ્ટાફ દ્વારા શોધી કાઢવામાં આવી હતી અને તેને સારવાર અર્થે નિરિક્ષણમાં રાખવામાં આવી હતા. પરંતુ સારવાર આપતા પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાં ચીપ જોવા મડી હતી. જેના ઉપરથી જાણવા મળ્યું કે, આ જ સિંહણ ગયા વર્ષે સપ્ટેમ્બર માસમાં બિમાર હતી, અને તેને સારવાર આપવામાં આવી હતી.
સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ઉપર ધરવામાં આવી છે. જે વિસ્તારમાં 11 સિંહોના મૃત્યુ થયા હતા. એ વિસ્તારમાં ગઇ કાલે સ્ટાફ દ્વારા 5થી 6 માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં જોવામાં મળ્યું હતું. જેને ગઇ કાલે જસાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં આવ્યા હતા. પરંતુ આજે સવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. તેના પોસ્ટમોર્ટમ અને વિસેરાનાં ટીસ્યુ વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલવામાં આવ્યાં છે.
સિંહના મોતને સિલસિલો દસ દિવસ પહેલાં શરૂ થયો હતો
ગીરપૂર્વની દલખાણીયા રેન્જમાં જ છેલ્લા 11 દિવસ દરમિયાન 11 સાવજોનાં મોત થયાની ઘટના બહાર આવતા હાહાકાર મચ્યો છે. સાવજોની રક્ષામાં નિષ્ફળ વન અધિકારીઓએ સાવજોના મોતની આ ઘટના છુપાવવા તનતોડ પ્રયાસ કર્યો હતો જે ઘણી શંકા ઉપજાવે છે. ચાર સાવજો અને ત્રણ સિંહબાળનાં મોત બિમારીના કારણે થતા સાવજોમાં કોઇ ભેદી વાઈરસ ફેલાયાની શંકાએ પણ તપાસ જરૂરી બની છે. આ સિલસિલો દસ દિવસ પહેલાં શરૂ થયો હતો. જયાં એક સિંહણને પામવા સિંહે તેના ત્રણ બચ્ચાને મારી નાખ્યા હતા. દરમિયાન આટલા સમયગાળામા અલગ અલગ સ્થળે ત્રણ બચ્ચા બિમાર હાલતમા મળતા સારવાર માટે બે બચ્ચાને જસાધાર એનીમલ કેર સેન્ટરમા ખસેડાયા હતા. જયારે એકને જૂનાગઢ ઝુમા ખસેડાયુ હતુ. જયાં ત્રણેયનુ મોત થયુ હતુ.
છેલ્લા ચાર દિવસના ગાળામા ચાર અલગ અલગ સ્થળેથી ત્રણ સિંહણ અને એક સિંહના મૃતદેહ મળી આવ્યા હતા. જે તમામ સાવજોના મોત ફેફસા અને લીવરમા ઇન્ફેકશનના કારણે થયાનુ જણાયું હતુ. જયારે ગઇકાલે એક મૃતદેહ કોહવાયેલી હાલતમા મળ્યો હતો. તે એટલી હદે કોહવાયેલો હતો કે મૃતદેહ સિંહનો છે કે સિંહણનો તે પણ નક્કી થઇ શકયુ નથી. આ 11 સાવજો પૈકી ત્રણ સિંહબાળના મોત ઇનફાઇટમા થયા છે. બાકીના તમામ આઠ મોતને કોઇને કોઇ બિમારી કારણભુત જણાય છે. ત્યારે સવાલ એ ઉઠયો છે કે શું આ વિસ્તારના સાવજોમા કોઇ ભેદી વાયરસ તો ફરી નથી વળ્યો ને? દલખાણીયા રેંજમા જો આ સીલસીલો ચાલુ રહેશે તો આ રેંજમાથી સાવજો નામશેષ થઇ જશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-death-number-reached-13-in-amreli-gujarati-news-5961527-NOR.html

અમરેલી જિલ્લામાં રોઝ અને જંગલી ભુંડનાં ત્રાસથી ખેડૂતોને આર્થિક નુકસાન

Divyabhaskar.com | Updated - Sep 25, 2018, 02:01 AM

સાવરકુંડલા, લીલીયા, બગસરા,ધારી, જાફરાબાદ, રાજુલા પંથક છે પ્રભાવિત


અમરેલી જિલ્લાના જંગલ વિસ્તાર નજીક આવેલા સાવરકુંડલા, લીલીયા, બગસરા,ધારી, જાફરાબાદ, રાજુલા સહિતના આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રોઝડા અને ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં ખેડૂતએ મગફળી, મગ, કપાસ, ચોયાબી, તવેર દાળ સહિતના પાક વાવ્યા છે. પણ અહીં તેમને જંગલી પ્રાણીઓનો ભય સતાવી રહ્યો છે. ત્યારેઆ પાકને. બચાવવા માટે અહીંના ખેડૂતને વાડીએ રાત વાસો કરવા ફરજીયાત જવું પડે છે. છતાં પણ જંગલી રોઝડા અને ભૂંડ તેમના પાકને નુકશાન પહોંચાડે છે. જેના કારણે ખેડૂતનો તૈયાર થયેલો પાક ખતમ થઇ જાય છે. આથી તેમને મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે. સાવરકુંડલા વિસ્તારના ખેડૂતે જણાવ્યું કે, અમારે જંગલી પ્રાણીઓથી ઉભા પાકને બચાવવા માટે વર્ષના 365 દિવસ રાત વાસો કરવો જ પડે છે. જો એક દિવસ પણ ખેતરે નહી આવ્યા તો સીઝનનો પાક ગુમાવવો પડે છે.

પાકને બચાવવા માટે શું કરે છે ખેડૂત ?

ખેડૂતોને વાડી ખેતરોમા રાત વાસો કરવો પડે, ખેતરોમા અવનવી લાઈટ ફીટ કરવી પડે, સતત અવાજ કરતા રહેવા પડે છે. આવા અનેક પ્રકારના નુસખાઓ ખેડૂતો આ પ્રાણીઓને ભગાડવા કરતા રહેવા પડે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020100-2807891-NOR.html

ખૂણેખૂણે વસતા સાવજો કઈ હાલતમાં છે અને ખાસ કરીને બીમાર છે કે કેમ ? તે માહીતી એકઠી કરાશે

Divyabhaskar.com | Updated - Sep 25, 2018, 02:01 AM

ગીરની દલખાણીયા રેંજના 13 સાવજો તંત્રની ઘોર બેદરકારીના કારણે મોતને ભેટયા છે ત્યારે હવે વનતંત્રને રાંડ્યા પછી...


સાવજોના એક પછી એક થઈ રહેલા મોત બાબતે વનતંત્ર એક પછી એક વિરોધાભાસી કામો કરી રહ્યું છે. એક તરફ વનતંત્ર આ તમામ સાવજોના મોત ઇનફાઇટથી થયાનું જાહેર કરે છે. અને બીજી તરફ ગીરના સાવજો પર કોઈ જોખમ હોય તેમ તમામ સાવજોનું સ્કેનીંગ કરવાનો નિર્ણય પણ કરી રહ્યું છે.

દલખાણીયા રેન્જમાં મૃત્યુ પામેલા 13 સાવજોને બીમારી ભરખી ગયાની પ્રબળ આશંકા છે.વનતંત્ર એ વાતનો સ્વીકાર કરતું નથી પરંતુ કામ તો એ દિશામાં જ કરી રહ્યું છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર વનવિભાગ દ્વારા ગીરના તમામ સાવજોનું સ્કેનિંગ કરવાનો નિર્ણય કરાયો છે. અને આ માટે જુદી જુદી 64 ટુકડીઓની રચના કરવામાં આવી છે. જેના થકી ગીર અને આસપાસના વિસ્તારમાં ખૂણેખૂણે વસતા સાવજો કઈ હાલતમાં છે અને ખાસ કરીને બીમાર છે કે કેમ ? તે જાણવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020113-2807881-NOR.html

એકસાથે નવ સાવજો વાડી વિસ્તારમાં ટહેલવા નિકળ્યાનો વિડીયો વાયરલ

Divyabhaskar.com | Updated - Sep 25, 2018, 02:01 AM

ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા વાડીમા એકસાથે નવ સાવજો ટહેલવા નીકળ્યાં હોવાનો એક વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ...

Amreli - એકસાથે નવ સાવજો વાડી વિસ્તારમાં ટહેલવા નિકળ્યાનો વિડીયો વાયરલ
ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમા વાડીમા એકસાથે નવ સાવજો ટહેલવા નીકળ્યાં હોવાનો એક વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ થયો હતો. આ વિડીયોમા પ્રખ્યાત જાંબો નામનો સિંહ પણ હોવાનુ જણાઇ રહ્યું છે. જો કે આ વિડીયો અમરેલી કે ગીર સોમનાથની બોર્ડર આસપાસનો હોવાનુ પ્રાથમિક અનુમાન છે. એકસાથે નવ સાવજો વાડીમા લટાર મારતા હોવાનો વિડીયો સોશ્યલ મિડીયામા જાહેર થયો હતો. શિકારની શોધમા એકસાથે નવ સાવજો વાડી ખેતરોમા આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. આ વિડીયોમા જંગલનો પ્રખ્યાત સિંહ જાંબો પણ ન જરે પડી રહ્યો છે. જો કે આ મુદ્દે હજુ સુધી વન અધિકારીઓ દ્વારા કોઇ પ્રતિક્રિયા અપાઇ નથી. પરંતુ અમરેલી જિલ્લાના ગીરકાંઠા કે ઉના તુલશીશ્યામના ગ્રામ્ય વિસ્તારનો આ વિડીયો હોવાનુ જણાઇ રહ્યું છે. હાલ તો આ વિડીયો સોશ્યલ મિડીયામા વાયરલ થતા લોકો નિહાળી રહ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020118-2807882-NOR.html

ગીરમાં 14મા દિવસે સિંહના મોતનો આંકડો 14 પર પહોંચ્યો, હજુ 6 બીમાર સાવજની હાલત ગંભીર

Divyabhaskar.com | Updated - Sep 25, 2018, 07:49 PM

વનવિભાગની ટીમની સિંહોની હેલ્થ ચકાસણીમાં ખબર પડી છે કે હજુ 6 સિંહો બીમારીથી સબડી રહ્યા છે

The 14 lion death reached  on 14th of Gir
ફાઇલ તસવીર
અમરેલીઃ અધધધ... આજે ફરી ગીરના જંગલમાં એક સિંહણનું મોત થયું છે. જોત જોતામાં ધારી નજીકની દલખાણીયા રેન્જમાં આજે 14મા દિવસે 14મા સિંહનું મૃત્યુ થયું. 14 દિવસમાં 14 સિંહોના મોત હવે તો હદ થઈ. વનવિભાગની ટીમની સિંહોની હેલ્થ ચકાસણીમાં ખબર પડી છે કે હજુ 6 સિંહો બીમારીથી સબડી રહ્યા છે. જેમાં અમુકની ઇજાથી તથા કમજોરીથી હાલત ગંભીર છે.
દલખાણીયા રેન્જમાં કાલે પણ 4 વર્ષની સિંહણ અને 6 માસના સિંહબાળનું બીમારીથી મોત થયું હતું
હાલમાં ગીર પુર્વનાં દલખાણીયાના રેન્જનાં વિસ્તારને પ્રાથમિકતા આપીને આઠ જેટલી ટીમો દ્વારા 8000 હેકટરથી વધારે વિસ્તારનાં અંતરીયાળ તેમજ કોતરમાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન 3થી 4 વર્ષની એક સિંહણ બિમાર અવસ્થામાં સ્ટાફ દ્વારા શોધી કાઢવામાં આવી હતી અને તેને સારવાર અર્થે નિરિક્ષણમાં રાખવામાં આવી હતા. પરંતુ સારવાર આપતા પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. મૃત સિંહણની તપાસ કરતા તેના શરીરમાં ચીપ જોવા મડી હતી. જેના ઉપરથી જાણવા મળ્યું કે, આ જ સિંહણ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બિમાર હતી, અને તેને સારવાર આપવામાં આવતી હતી.
સ્થાનિક સ્ટાફ દ્વારા પોસ્ટમોર્ટમ તેમજ ઈન્ફેક્શન અથવા તેના કારણોની ચકાસણી અર્થે આગળની કાર્યવાહી હાથ ઉપર ધરવામાં આવી છે. જે વિસ્તારમાં 11 સિંહોના મૃત્યુ થયા હતા. એ વિસ્તારમાં ગઇ કાલે સ્ટાફ દ્વારા 5થી 6 માસનું સિંહબાળ બીમાર અવસ્થામાં જોવામાં મળ્યું હતું. જેને ગઇ કાલે જસાધાર રેસ્ક્યુ સેન્ટર ઉપર લાવીને સારવાર આપવામાં લાવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. તેના પોસ્ટમોર્ટમ અને વિસેરાનાં ટીસ્યુ વધારે ચકાસણી અર્થે લેબમાં મોકલ્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-the-14-lion-death-reached-on-14th-of-gir-gujarati-news-5961992-NOR.html

સિંહ બાદ હવે નિલગાય વારો : જીકાદ્રીની સીમમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

Divyabhaskar.com | Updated - Sep 26, 2018, 02:00 AM

સરકારી બાબુઓ મીટીંગમાં વ્યસ્ત ત્યારે ગીરનાં વન્યપ્રાણીઓ પર સતત ઝળુંબતો મોતનો ખતરો


એક તરફ સાવજો મરી રહ્યાં છે તો બીજી તરફ નિલગાય જેવા વન્યપ્રાણીના શંકાસ્પદ મોતની ઘટના પણ સામે આવી છે. જાફરાબાદ તાલુકાના જીકાદ્રી ગામે અહીના ખેડૂત રમેશભાઇ શેખડાની વાડી નજીક આજે એક નિલગાયનો મૃતદેહ શંકાસ્પદ રીતે મોતને ભેટેલી હાલતમા મળી આવ્યો હતો. સૌપ્રથમ આ અંગે ગીર લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળાને જાણ થતા તેમણે સામાજીક વનિકરણ વિભાગને જાણ કરી હતી.

જેના પગલે વનવિભાગનો સ્ટાફ અહી તાબડતોબ દોડી આવ્યો હતો અને નિલગાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનીમલ કેર સેન્ટરમા ખસેડયો હતો. એક તરફ ખેડૂતોનો પાક ઉભો છે ત્યારે ઘણા ખેડૂતો જંગલી પશુઓનો ત્રાસ નિવારવા તાર ફેન્સીંગમા વિજ કરંટ, પાણીમા યુરીયા ખાતર ભેળવવા જેવી પ્રવૃતિ કરી રહ્યાં છે. ત્યારે આ નિલગાયના મોત અંગે ઉંડી તપાસ થવી જરૂરી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020053-2818763-NOR.html

અમે વર્ષો સુધી સાવજોની રક્ષા કરી પણ આ તંત્ર મારી નાંખશે: ગીરનાં માલધારીઓનો આક્રોશ

Divyabhaskar.com | Updated - Sep 26, 2018, 11:37 AM

22 સિંહોનું ટોળુ હતું તેમાં 14 મોતને ભેટ્યા, 8 સિંહ પર તોળાતું જોખમ

14 lion death in gir forest: maladhari samaj angree behind lion death
પ્રતિકાત્મક તસવીર
અમરેલી: એક સમય હતો કે જ્યારે ગીરના માલધારીઓ અને સાવજો પરસ્પર એકબીજાના પૂરક હતા. એક એક સાવજની જાણકારી તંત્રને માલધારીઓ અને ગીરકાંઠાના લોકો દ્વારા મળી જતી. પરંતુ હવે તંત્ર જાણે માલધારીઓ અને ગીરકાંઠાના લોકો જંગલના દુશ્મન હોય તેમ વર્તી રહ્યું છે. ગીરની જરા પણ જાણકારી ન હોય તેવા અધિકારીઓ વહિવટ કરી રહ્યાં છે. તંત્ર અને લોકો વચ્ચેનો સેતુ તૂટ્યો છે. માલધારીઓનો આક્રોશ છે કે અમે જેની વર્ષો સુધી રક્ષા કરી તે સાવજોને આ તંત્ર મારી નાખશે.

22 સિંહોનું ટોળુ હતું તેમાં 14 મોતને ભેટ્યા, 8 સિંહ પર તોળાતું જોખમ
ગીરપૂર્વની દલખાણીયા રેંજમાં 22 પૈકી 14 સાવજો કાળના ગર્તામા સમાઇ ગયા છે. જ્યારે આઠ સિંહો પર જોખમ તોળાઇ રહ્યું છે. અહીં કેટલાક લોકોને લાગી રહ્યું છે કે બિમાર પશુનું માંસ આરોગવાથી સાવજોમાં રોગચાળો ફેલાઇ રહ્યો છે. ગીરના સાવજો પર ગંભીર ખતરો ઝળુંબી રહ્યો છે ત્યારે ગીરકાંઠાના લોકો અને ગીરને પ્રેમ કરનારા વનતંત્રના જ નિવૃત કર્મચારીઓ આક્રોશ કરી રહ્યાં છે કે જો તમારાથી સાવજોની રક્ષા થઇ શકતી ન હોય તો તેની રક્ષા માટે પોતાના ખર્ચે અમે આગળ આવીએ. જો કે તંત્ર લોકોનો આવો અવાજ સાંભળવા પણ તૈયાર નથી. સિંહોની રક્ષા એ ગુજરાતના ગૌરવની રક્ષા છે. કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આ તંત્ર ગૌરવની રક્ષા કરી શકતું નથી. આફતના સંજોગોમા તંત્ર વિવેક ગુમાવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પુરા ભારતમાં એશિયાટીક સિંહ માત્ર આપણા ગરવા ગીરમાં જ જોવા મળે છે જે આપણા માટે ગૌરવની બાબત છે પરંતુ કામચોર વનવિભાગને જાણે કોઇ કદર નથી તેવું લાગી રહ્યું છે.
મુર્ખ તંત્ર હવે અગત્યની બાતમી પણ સાંભળતું નથી
જ્યારે સાવજો પર ગંભીર ખતરો ઝળુંબી રહ્યો છે ત્યારે બિમાર અને ઘાયલ સાવજો અંગે ઝડપી બાતમી મળે તે અગત્યનું છે. આડા દિવસે ગીરકાંઠાના લોકો કોઇ આવા સાવજો નજરે પડે તો વનતંત્રને ફોન કરીને બાતમી આપતા હતા જેથી સમયસર સાવજોને બચાવી શકાતા હતા. પરંતુ આટલા સાવજોના મોત પછી અધિકારીઓ અને કર્મચારીઓએ ફોન ઉપાડવાના જ બંધ કર્યા છે જેથી હવે લોકો અગત્યની બાતમી પણ આપી શકતા નથી.
મદદ લેવાને બદલે નિવૃત કર્મીને અપમાનિત કર્યા
આફતના સમયે વર્ષોના અનુભવી નિવૃત કર્મચારીઓ ઉપયોગી થઇ પડે તે સૌ કોઇ સમજી શકે તેમ છે. પરંતુ અહીંના નિવૃત ફોરેસ્ટર આર.એલ.દવેએ દહેરાદુનથી આવેલી વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટની ટીમને મળવાનો પ્રયાસ કરતા ડીએફઓએ તેમને અપમાનિત કરી મળવા દીધા ન હતા. તેમણે આ અંગે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરી છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ 4: સિંહને મારણના ફાંફાં, પુખ્ત સિંહને 8 દિવસે જોઇએ 20 કિલો ખોરાક
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-14-lion-death-in-gir-forest-maladhari-samaj-angree-behind-lion-death-gujarati-news-5962139-NOR.html

દલખાણીયા રેન્જ બની સાવજ વિહોણી, બાકીનાં 7 સિંહને રેસ્કયું સેન્ટરમાં ખસેડાયા

Divyabhaskar.com | Updated - Sep 27, 2018, 12:30 AM

મૃત સિંહબાળને કેનાઇન ડિસ્ટેમ્પર નહી, 140 ટીમોએ 460 સાવજોની ચકાસણી કરી

  • Dalkhahanya range becoming dangerous 7 lion rescued
    અમરેલીઃ દલખાણીયા રેંજના કામચોર કર્મચારીઓને હવે બહુ ફિકર નથી. હવે દલખાણીયા રેંજમા સાવજના મોતની ઘટના નહી બને. કારણ કે આ રેંજમા હવે એકપણ સાવજ બાકી બચ્યો નથી. 22માંથી 14 સાવજોના મોત થઇ ચુકયા છે. જયારે બાકીના સાવજોને પણ અહીથી ઉપાડી લઇ નિરીક્ષણ હેઠળ રાખવામા આવ્યા છે. જેને પગલે હવે આ રેંજ સાવજ વિહોણી બની છે.
    વનતંત્ર દ્વારા એકસાથે 14 સાવજોના મોત થયા બાદ રાંડયા પછી ડહાપણ આવતુ હોય તેમ હવે ગીરના એક એક સાવજ પર નજર રાખવામા આવી રહી છે. ગીર પુર્વ પશ્ચિમ ઉપરાંત આસપાસમા પણ સાવજનુ સ્ક્રિનીંગ કરવામા આવી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે દલખાણીયા રેંજમાથી તો સાવજની ડણક દુર કરી દેવાઇ છે. હવે આ રેંજમા એકપણ સાવજ બાકી બચ્યો નથી. કારણ કે અહી 14 સાવજો મોતને ભેટી ચુકયા છે.

    અગાઉ એક બિમાર સિંહણને સારવારમા ખસેડાઇ હતી. જયારે હવે બાકીના 7 સાવજોને વનવિભાગે પકડી લીધા છે. ત્રણ સિંહ, ત્રણ સિંહણ અને એક સિંહબાળ મળી આ તમામ સાત સાવજોને પકડી લઇ જસાધાર સહિતના એનીમલ કેર સેન્ટરમા ખસેડી નિરીક્ષણ હેઠળ રાખવામા આવ્યા છે. વનવિભાગની 40 ટીમમા 585 કર્મચારીઓ દ્વારા ગીર જંગલ ઉપરાંત આસપાસના વિસ્તારમા સાવજોની ચકાસણી કરવામા આવી રહી છે.

    1740 ચો.કિમીમાં ચાલી રહી છે ચકાસણી

    છેલ્લા બે દિવસની ચકાસણી દરમિયાન વનવિભાગ દ્વારા 1740 ચો.કિમી વિસ્તારમા સાવજોને શોધવામા આવી રહ્યાં છે. 1045 ચો.કિમી ગીરના રક્ષિત જંગલમા અને 695 ચો.કિમીના જંગલ બહારના વિસ્તારમા 140 ટીમ દ્વારા આ ચકાસણી થઇ રહી છે.
    મૃત સિંહબાળને કેનાઇન ડિસ્ટેમ્પર નહી હોવાનો રિપોર્ટ

    અગાઉ તાંઝાનીયામા સાવજોનો સામુહિક સંહાર કરનાર કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ કે તેના જેવા ભેદી વાયરસથી આ સિંહોના મોત થયા છે કે નહી તે જાણવા બે સિંહબાળના સેમ્પલ જુનાગઢની વેટરનરી કોલેજમા મોકલાયા હતા. મોલીકયુલર વાયરોલોજીની પધ્ધતિથી ચકાસણી કરાવાતા તેમા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ નહી હોવાનો રિપોર્ટ આવ્યો હતો.
    453 સિંહ તંદુરસ્ત : માત્ર 7ને સામાન્ય ઇજા

    દરમિયાન આજે ગાંધીનગરના અગ્ર મુખ્ય વનસંરક્ષકે જાહેર કર્યુ હતુ કે ગીર જંગલના 460 સિંહોની ચકાસણી પુર્ણ થઇ છે. પૈકી 7 સિંહોમા સામાન્ય ઇજા જોવા મળી હતી. ભાવનગરથી એક સિંહને સામાન્ય ઇજા હોય રેસ્કયુ સેન્ટરમા લવાયો છે. જયારે બાકીના 453 સિંહો તંદુરસ્ત છે.
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-dalkhahanya-range-becoming-dangerous-7-lion-rescued-gujarati-news-5962512-NOR.html

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટઃ અમરેલી જિલ્લામાં 174 સિંહ, પરંતુ મોત માત્ર દલખાણીયા રેંજમાં જ કેમ?

Divyabhaskar.com | Updated - Sep 27, 2018, 09:34 AM

8000 હેકટર અને 3 રાઉન્ડમા ફેલાયેલી રેંજના 22માંથી 14 સિંહ મોતને ભેટયા બાદ હવે 8 સિંહોનુ નિરીક્ષણ

174 lions in Amreli district but why death is only in Dalkhina Range
અમરેલીઃ ગીરકાંઠાને અડીને આવેલી દલખાણીયા રેંજ કરમદડી, કાંગસા અને દલખાણીયા એમ ત્રણ રાઉન્ડમા ફેલાયેલી છે. 8000 હેકટર વિસ્તારમા ફેલાયેલી આ રેંજમા 22 સાવજો કાયમી વસવાટ કરતા હતા. જે પૈકી 14 સાવજનો સફાયો થઇ ગયો છે. શું ઇનફાઇટ માત્ર દલખાણીયા રેંજમા જ થતી હશે? જિલ્લાના અન્ય એકેય વિસ્તારમા સાવજોના મોતની ઘટના બની રહી નથી. માત્ર દલખાણીયા આસપાસ વિસ્તારમા જ સાવજના ધડાધડ મોત થયા હોય હવે વનતંત્રએ સિંહોની આરોગ્ય તપાસણી પણ શરૂ કરી છે.
સરસીયા વિડીમાં રોણીયો વિસ્તારમા નંખાતું મરેલા ઢોરનું મારણ બન્યું સાવજોનાં રોગચાળાનું કારણ બન્યાની શંકા

દલખાણીયા રેંજ હેઠળ સરસીયા વિડી વિસ્તાર આવે છે. આસપાસના વિસ્તારમા જયાં પણ કોઇ પશુનુ મોત થાય વનવિભાગના કર્મચારીઓ આ પશુને સરસીયા વિડીમા આવેલા રોણીયો વિસ્તારમા નાખી આવે છે. દલખાણીયા રેંજની સાવજોની ટોળી મોટાભાગે આ વિસ્તારમા પડી પાથરી રહે છે અને આવા મૃત પશુઓનુ માંસ ખાય છે. અહી સડેલા રોગિષ્ટ પશુઓના મૃતદેહ પણ ફેંકવામા આવે છે. તે ખાવાથી સાવજો બિમાર પડ્યાની સૌથી મોટી આશંકા છે.

તમામ સાવજોની તંદુરસ્તી અને લોહીના નમુનાઓની ચકાસણી થઇ રહી છે
વનવિભાગ દ્વારા પ્રથમ તબક્કે 11 સાવજોના મોત ઇનફાઇટથી થયાનુ જાહેર કરી દેવાયુ હતુ. હકિકતમા આ 11માથી 8 સાવજના મોત બિમારીથી થયા હતા. અને ત્યારબાદ વધુ ત્રણ સાવજના મોત બિમારીથી થયા છે. એટલે જ હવે આ તમામ સાવજોની તંદુરસ્તીની તપાસણી થઇ રહી છે. એટલુ જ નહી લોહીના નમુનાઓની પણ ચકાસણી થઇ રહી છે. જો મામલો ઇનફાઇટનો જ હોય તો આવી તપાસણીની કોઇ જરૂર ન હતી. હકિકત એ છે કે માત્ર આ 14 સાવજ જ નહી પરંતુ દલખાણીયા રેંજને અડીને આવેલ આંબરડી પાર્કમા પણ એક સિંહણનુ આ સમયગાળામા બિમારીથી મોત થયુ હતુ.

પતંગના માંજાનો કાચ નખાય છે મારણ પર ?

અહી કાયમ લાયન શો કરાવનારા તત્વો એવુ ઇચ્છે છે કે સાવજો દુર ન જાય. જેથી મારણ પર પતંગના માંજામા વપરાતી કાચની ભુકી છાંટવામા આવે છે. જેથી મારણ ખાધા બાદ બિમાર રહે છે અને દુર જતા નથી. જો કે આ વાતને કોઇ સતાવાર સમર્થન નથી.
સિંહ દર્શનની રોજની 5 થી 25 હજારની આવક

ગેરકાયદે સિંહ દર્શનના ગોરખધંધામા લેભાગુ તત્વો સાથે વનકર્મીઓ પણ સામેલ છે. આવા તત્વો સિંહ દર્શન દ્વારા રોજ 5 થી લઇ 25 હજાર સુધીની કમાણી કરે છે. આ માટે કોઇ પણ વિસ્તારમા મરેલા ઢોરને વનતંત્રની બોલેરો ગાડીમા નાખી રોણીયો વિસ્તારમા નાખવામા આવે છે. જેથી સાવજો અહી જ રહે. આ તમામ સાવજોના મોત પણ આ જ વિસ્તારમા થયા છે.

અગાઉ વનકર્મીની હત્યા અને હુમલાની ઘટનાઓ પણ બની હતી

ગેરકાયદે સિંહ દર્શનથી લઇ ભુતકાળમા સિંહના નખનો વેપાર અને શિકાર જેવી પ્રવૃતિઓથી આ વિસ્તાર બદનામ છે. થોડા સમય પહેલા અહી ધર્મેન્દ્રસિંહ વાળા નામના વનકર્મીની લાયન શો અટકાવવાના મુદ્દે હત્યા જેવી ઘટના પણ બની હતી. આ ઉપરાંત વનકર્મીઓ પર હુમલો, સાવજો પાછળ વાહનો દોડાવવા જેવી ઘટનાઓ અવારનવાર બની રહી છે.
જિલ્લામાં 174 સાવજો

વનતંત્રની છેલ્લી ગણતરી અનુસાર અમરેલી જિલ્લામા 174 સાવજો છે જે પૈકી 64 સિંહણ અને 30 સિંહ છે. ઉપરાંત 38 પાઠડા અને 42 બચ્ચાનો તેમા સમાવેશ થાય છે.
જિલ્લામા અન્ય વિસ્તારોમા કેટલી છે સાવજોની સંખ્યા ?

8 સાવજો વસી રહ્યાં છે મિતીયાળા અભ્યારણ્યમા
11 સાવજો વસી રહ્યાં છે પાણીયા સેન્ચ્યુરીમા
18 સાવજો રાજુલા જાફરાબાદ નાગેશ્રી વિસ્તારમા
80 સાવજો સાવરકુંડલા, લીલીયા, અમરેલી આસપાસ વિસ્તારમા
57 સાવજો ધારી,ખાંભા અને રાજુલાના ગીરકાંઠા પર
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-174-lions-in-amreli-district-but-why-death-is-only-in-dalkhina-range-gujarati-news-5962510-NOR.html

15 સાવજોની વસતિ વધારવા દર વર્ષે કરોડોનો ખર્ચ અને 14 સિંહોના મોત

Divyabhaskar.com | Updated - Sep 28, 2018, 12:16 AM

ગીરમાં માત્ર અમરેલી જિલ્લામાં સૌથી વધુ સાવજોનાં મોત, જિલ્લામાં ટ્રેન, વાહન, પુર હોનારત, વીજ કરંટ જેવી ઘટનામાં મોટી સંખ્ય

15 crores cost per year and 14 lions deaths to increase population
અમરેલીઃ વર્ષ 2005ની સાલમા ગીરમા 359 સિંહ હતા. અને 2015મા 523 સિંહની વસતિ નોંધાઇ હતી. આમ એક દાયકામા માત્ર 164 સિંહ વધી શકયા હતા. સિંહની વસતિમા દર વર્ષે માંડ 16નો વધારો થાય છે. દલખાણીયા રેંજમા વનતંત્રની ઘોર બેદરકારીના કારણે 14 સિંહ કાળનો કોળીયો બની ગયા. બીજા શબ્દોમા કહી શકાય સરકાર કરોડોનો ખર્ચ કરી સિંહની રક્ષા અને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. પરંતુ વનતંત્રની બેદરકારીએ જ સરકારની એક વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધુ છે.
ગીરના સાવજો ગુજરાતનુ અણમોલ ઘરેણું છે
ગીર જંગલ અને ગીરના કેસરી સાવજને બચાવવા માટે સરકારને લખલુંટ ખર્ચ કરવો પડી રહ્યો છે. સાવજોની રક્ષા માટે કર્મચારીઓની જંગી ફોજ ખડકવામા આવી છે. આ કર્મચારીઓને તમામ પ્રકારની સગવડતાઓ પણ પુરી પાડવામા આવે છે. ગીરના સાવજોની સંખ્યા વધારવા સરકાર કોઇ કચાસ છોડવા માંગતી નથી. કારણ કે તે ગુજરાતનુ અણમોલ ઘરેણું છે. પરંતુ કર્મચારીઓની કામચોરી અને અધિકારીઓની જવાબદારી ખંખેરવાની વૃતિના કારણે સરકારના આ પ્રયાસોને ધક્કો લાગ્યો છે. સાવજોના મોતની ઘટનાઓ તો બનવાની જ. પરંતુ જયારે એકસાથે મોટી સંખ્યામા સાવજો મોતને ભેટે ત્યારે સિંહ સંરક્ષણના પ્રયાસોને મોટો ધક્કો લાગે છે. વર્ષે 10-15 કે 20 સાવજોની વસતિ માંડ વધારી શકાય છે. તેવા સમયે એકસાથે 14 સાવજોના મોતથી કહી શકાય કે સરકારના એક વર્ષના પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે.
પાછલી વસતિ ગણતરીમાં સિંહની સંખ્યા:
વર્ષ 1990માં 294
વર્ષ 1995માં 304
વર્ષ 2000માં 327
વર્ષ 2005માં 359
વર્ષ 2010માં 411
વર્ષ 2015માં 523
એવી ઘટનાઓ જેણે મોટી સંખ્યામાં સિંહનો ભોગ લીધો
- 2015મા શેત્રુજી નદીમા આવેલા ભારે પુરમા ક્રાંકચ વિસ્તારમા એકસાથે 13 સાવજોના તણાઇ જવાથી મોત થયા હતા.
- પીપાવાવ પોર્ટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનોએ અત્યાર સુધીમા 16 સાવજોને હડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યા છે.
- વર્ષ 2007મા બાબરીયા વિડીમા પરપ્રાંતિય ગેંગે નખ માટે સાત સાવજનો શિકાર કર્યો હતો.
- દોઢ દાયકા અગાઉ ધારીમા તાર ફેન્સીંગમા વીજશોકથી 5 સિંહના મોત થતા ખેડૂતે તંત્રની જાણ બહાર લાશો દાટી દીધી હતી.
- હવે દલખાણીયા રેંજમા બિમારીના કારણોસર ટુંકાગાળામા એકસાથે 14 સાવજોના મોત
ટ્રેન હડફેટે સાવજોનુ કયાં અને કયારે મૃત્યુ:
જાન્યુ
આરી-2014 : ભેરાઇ નજીક બે સિંહણ માલગાડી હેઠળ કચડાઇ : એક સિંહણના ગર્ભમા રહેલા ત્રણ બચ્ચાનુ પણ મોત
ફેબ્રુઆરી- 2014 : સાવરકુંડલાના ભમ્મર નજીક ટ્રેન હડફેટે સિંહબાળનુ મોત
એપ્રિલ-2014 : રાજુલા ઉના હાઇવે પર દુધાળા નજીક વાહન હડફેટે એક સિંહ એક સિંહણનુ મોત
મે-14 : સાવરકુંડલા નજીક માલગાડી હડફેટે પાંચ માસના સિંહબાળનુ મોત
સપ્ટેમ્બર-14 : વેરાવળ દેલવાડા વચ્ચે ટ્રેન હડફેટે સિંહણનુ મોત
માર્ચ-17 : સાવરકુંડલાના બાઢડા નજીક ટ્રેન હડફેટે સિંહ ઘાયલ
જાન્યુઆરી-18 : સાવરકુંડલાના અમૃતવેલ નજીક પેસેન્જર ટ્રેન હડફેટે સિંહબાળનુ મોત
- આ ઉપરાંત રાજુલાના રામપરા નજીક પણ માલગાડી હડફેટે બે સિંહના મોત થયા હતા. કયારેક બિમારી તો કયારેક પુર હોનારત તો કયારેક શિકારની ઘટનાએ મોટી સંખ્યામા સાવજોને મોતને ઘાટ ઉતાર્યા.
રેવન્યુ વિસ્તારમાં કેવા અકુદરતી કારણોસર મોતને ભેટે છે સિંહ
જંગલમા ઇનફાઇટ, શિકાર દરમિયાન ઇજા, વૃધ્ધાવસ્થા કે બિમારી, સર્પદંશ, પુર જેવા કુદરતી કારણોસર સાવજો મરે છે. પરંતુ રેવન્યુ વિસ્તારમા ટ્રેન હડફેટે, વાહન હડફેટે, ખુલ્લા કુવામા પડતા, નખ માટે શિકાર, મારણમા ઝેર, યુરીયાયુકત પાણી, ફાંસલામા ફસાવાથી, તાર ફેન્સીંગમા વિજશોક જેવા અકુદરતી કારણો મોત માટે જવાબદાર બને છે.
અહેવાલઃ દિલીપ રાવલ 
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-15-crores-cost-per-year-and-14-lions-deaths-to-increase-population-gujarati-news-5962949-NOR.html

સાવજોને બચાવવા પીપાવાવથી દામનગર સુધી રેલવે ટ્રેક ફરતે 68 કરોડની તાર ફેન્સીંગની યોજના અધવચ્ચે અટકી

Divyabhaskar.com | Updated - Sep 29, 2018, 02:01 AM

બર્બટાણા સુધી જ કામ થયુ : હજુ પણ માલગાડીઓ સાવરકુંડલા, લીલીયા, દામનગર પંથકમાં સાવજો માટે ખતરારૂપ

Amreli - સાવજોને બચાવવા પીપાવાવથી દામનગર સુધી રેલવે ટ્રેક ફરતે 68 કરોડની તાર ફેન્સીંગની યોજના અધવચ્ચે અટકી
અમરેલી જિલ્લામા છેલ્લા પાંચ વર્ષથી ટ્રેન હડફેટે સાવજોના મોતનો સીલસીલો ચાલી રહ્યો છે. વર્ષ 2014થી અત્યાર સુધીમા 16 સાવજોના મોત ટ્રેન હડફેટે થઇ ચુકયા છે. સરકાર દ્વારા મોટા ઉપાડે 68 કરોડના ખર્ચે રેલવે ટ્રેકની બંને બાજુ તાર ફેન્સીંગની યોજના અમલમા મુકવામા આવી હતી. પરંતુ માત્ર પીપાવાવથી બર્બટાણા સુધી જ ફેન્સીંગનુ કામ કરાયુ છે. આ ફેન્સીંગ છેક દામનગર સુધી કરવાની હતી. પરંતુ સિંહોના મોતના મુદ્દે ઉહાપોહ સમી જતા હવે તે દિશામા ધ્યાન પણ અપાતુ નથી.

અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા વસતા સાવજો પર સતત ખતરો મંડરાતો રહે છે. પછી તે દલખાણીયા રેંજમા ફેલાયેલા રોગચાળાની સ્થિતિ હોય કે ક્રાંકચ પંથકમા શેત્રુજીના ભારે પુર હોય, ભુતકાળમા નખ માટે શિકારની ઘટના હોય કે પુરપાટ ઝડપે પીપાવાવ જતી આવતી માલગાડીઓ હોય. સાવજોનુ સંરક્ષણ કરવા માટે સાવજોના મોતની ઘટના નિવારવી જરૂરી છે. ખાસ કરીને માલગાડી નીચે સાવજો કચડાઇ મરે તે ઘટના ર્દુભાગ્યપુર્ણ છે. વર્ષ 2014મા માલગાડી હડફેટે સાવજોના મોતની સૌથી વધુ ઘટના બની હતી. અને આ મુદે ભારે ઉહાપોહ થતા સરકાર દ્વારા પીપાવાવ પોર્ટથી છેક દામનગર સુધી રેલવે ટ્રેકની બંને બાજુ તાર ફેન્સીંગ લગાવવાની યોજના જાહેર કરાઇ હતી.

આ યોજના અંતર્ગત સાવજો રેલવે ટ્રેક પર આવી ન શકે તે રીતે તાર ફેન્સીંગનુ કામ અપાયુ હતુ. રૂપિયા 68 કરોડના ખર્ચે પીપાવાવથી લઇ છેક દામનગર સુધી આ તાર ફેન્સીંગ બનાવવાની હતી. કારણ કે સાવજો સૌથી વધુ પીપાવાવ પંથક, સાવરકુંડલા અને લીલીયા તાલુકામા રહે છે. લીલીયા પંથકના સાવજો અવારનવાર છેક દામનગર સુધી લટાર મારી આવે છે. અને જે રીતે સાવજોની વસતિ વધી રહી છે તે જોતા હવે દામનગર પંથકમા સાવજોનો કાયમી વસવાટ હોય તે દિવસો દુર નથી. ત્યારે દામનગર સુધી તાર ફેન્સીંગ ખુબ જ જરૂરી છે.

જો કે વનતંત્ર દ્વારા પીપાવાવ પોર્ટથી બર્બટાણા સુધી રેલવે ટ્રેક ફરતે તાર ફેન્સીંગ કરાયુ છે. અહી મહુવાથી આવતી પેસેન્જર ટ્રેનવાળી લાઇન પણ જોડાય છે. અહીથી થોડે આગળ સુધી તાર ફેન્સીંગ કરી કામ અટકાવી દેવાયુ છે. શું તંત્ર સાવજોના વધુ મોતની રાહ જોઇ રહ્યું છે.

રેલવે તંત્ર નહી પરંતુ રાજય સરકારની હતી યોજના

પીપાવાવ પોર્ટવાળી લાઇન પોર્ટની પોતાની રેલ લાઇન છે. સાવજોના મોત આ રેલવે ટ્રેક પર થતા હોવા છતા પોર્ટ દ્વારા કોઇ મહત્વના સાવચેતીના પગલા લેવાયા ન હતા. બલકે આ તાર ફેન્સીંગ રાજય સરકાર દ્વારા કરવામા આવ્યું છે. તસ્વીર: ભાસ્કર

રેલવેએ કરેલી જાહેરાતો કાગળ પર રહી ગઇ

માલગાડી હેઠળ સાવજો કચડાયા બાદ રેલવેએ અહીથી પસાર થતી માલગાડીઓ માટે અનેક નિતી નિયમો જાહેર કર્યા હતા. પરંતુ તે કાગળ પર જ રહી ગયા છે. અહી ગતિ મર્યાદા બાંધવામા આવી છે જે જળવાતી નથી. ડ્રાઇવરે સતત વ્હીસલ વગાડવાની છે. તેનો અમલ થતો નથી. અહી પસાર થનારા ડ્રાઇવરોને સાવજો અંગે માહિતગાર કરવાના હતા. પરંતુ તેવુ પણ થતુ નથી.

હવે સૌથી વધુ ખતરો સાવરકુંડલા પંથકમા઼

રાજુલા પંથકમા તાર ફેન્સીંગ થયા બાદ સાવજો પર સૌથી વધુ સાવરકુંડલા પંથકમા છે. અહી સાવજોની સંખ્યા પણ વધુ છે અને પીપાવાવવાળી રેલ લાઇન ઉપરાંત મહુવાથી આવતી પેસેન્જર ટ્રેનો પણ પસાર થાય છે. આ તમામ ટ્રેનો લીલીયા અને દામનગર પંથકમા પણ સાવજો માટે ખતરારૂપ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020146-2843138-NOR.html